Friday, December 13, 2024
Homeકેમ્પસ વોઇસએડમિશન પહેલાં કોલેજની માન્યતા તપાસો

એડમિશન પહેલાં કોલેજની માન્યતા તપાસો

આજના ટેકનોફ્રેન્ડલી સમયમાં ઇન્ટરનેટ ઉપર તમામ પ્રકારની કોલેજો અને કોર્સની માન્યતા પ્રાપ્ત કરવાવાળી સંસ્થાઓની વેબસાઈટ ઉપલબ્ધ છે, જ્યાં તમે તેનાથી સંબંધિત અને માન્યતા મળેલ બધી કોલેજો અને કોર્સને ચેક કરી શકો છો. તો પછી મોડા શા માટે, તમે જે પણ કોર્સ અને કોલેજમાં એડમિશન લેવા ઇચ્છી રહ્યા છો, તેની સંબંધિત વેબસાઈટ પર જઈ ત્યાંની માન્યતા તપાસી લો. માન્યતા પૂરી પાડવાવાળી એવી જ સંસ્થાઓની યાદી અમે અહીંયા આપી રહ્યા છીએ-

એઆઈસીટીઈ આપે છે ટેકનિકલ ઇન્સ્ટિટ્યુટને માન્યતા

ઓલ ઇન્ડિયા કાઉંસિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (એઆઈસીટીઈ) દેશમાં ટેકનીકલ સંસ્થાઓને ખોલવા, નવા અભ્યાસક્રમ ચલાવવા અને માન્યતા આપવાનું કામ કરે છે. એઆઈસીટીઈ ની વેબસાઈટ પર દેશભરના માન્યતા પ્રાપ્ત કોલેજોના સંદર્ભે જાણકારી મળી જશે. એમસીઆઈથી સંબંધિત છે મેડિકલ કોલેજ

મેડિકલ કાઉંસિલ ઓફ ઇન્ડિયા (એમસીઆઈ) દેશભરના મેડિકલ કોલેજોને માન્યતા ઉપલબ્ધ કરાવે છે. એવામાં તમે એમબીબીએસ, એમએસ તથા એમડી કોર્સમાં કોઈ પણ કોલેજમાં એડમિશન પહેલાં પોતાની કોલેજની માન્યતા તપાસવા માટે એમસીઆઈ ની વેબસાઈટ પર અવશ્ય વિજિટ કરો.
www.mciindia.org/InformationDeskForStudents/ListofCollegesTeachingMBBS.aspx

ડેન્ટલ કોલેજને ડીસીઆઈની માન્યતા જરૂરી

એમબીબીએસના સિવાય ઘણા વિદ્યાર્થીઓ ડેંટલ સર્જરીમાં સ્નાતક (બીડીએસ) અને માસ્ટર (એમડીએસ) ડિગ્રી પ્રાપ્ત કરે છે. દેશભરમાં ડેંટિસ્ટ્રીથી સંબંધિત કોર્સ અને કોલેજને માન્યતા આપવા માટે ડેંટલ કોલેજ ઓફ ઇન્ડિયા (ડીસીઆઈ) અધિકૃત છે. આવામાં ડેંટલ કોલેજની માન્યતા સંબંધિત જાણકારી મેળવવા માટે ડેંટલ કોલેજ ઓફ ઇન્ડિયાની વેબસાઈટ પર અવશ્ય ક્લિક કરો.
www.dciindia.org

હોમ્યોપેથી ડિગ્રી માટે સીસીએચની માન્યતા જરૂરી

જો તમે બીએચએમએસ અથવા હોમ્યોપેથીથી સંબંધિત કોઈ અન્ય ડિગ્રી પ્રાપ્ત કરવા વિચારી રહ્યા છો તો જે કોલેજથી ડિગ્રી હાંસલ કરવાની યોજના છે, તે કોલેજની માન્યતા તપાસવા માટે સેંટ્રલ કાઉંસિલ ઓફ હોમ્યોપેથી (સીસીએચ)ની વેબસાઈટ પર અવશ્ય વિજિટ કરો. સીસીએચની વેબસાઈટ પર દેશભરના બધા જ માન્યતા પ્રાપ્ત હોમ્યોપેથી કોલેજોની લિસ્ટ ઉપલબ્ધ છે. www.cchindia.com/colleges.htm

ફાર્માની ડિગ્રી માટે એફસીઆઈની માન્યતા

દેશભરમાં ફાર્મસીથી સંબંધિત કોલેજોને ફાર્માસી કાઉંસિલ ઓફ ઇન્ડિયા (એફસીઆઈ) માન્યતા ઉપલબ્ધ કરાવે છે. આવામાં જો તમે સ્નાતક ઓફ ફાર્મસી (બી.ફાર્મા), માસ્ટર ઓફ ફાર્મસી (એમ.ફાર્મા), જેવા ફાર્માથી સંબંધિત કોર્સમાં એડમિશન લેવા ઇચ્છતા હોવ તો કોલેજ અથવા ઇન્સ્ટિટયુટની માન્યતા તપાસવા માટે ફાર્મસી કાઉંસિલ ઓફ ઇન્ડિયાની વેબસાઈટ પર અવશ્ય વિજિટ કરો. www.pci.nic.in

બીસીઆઈ આપે છે લૉ કોલેજને માન્યતા

જો તમે સ્નાતક કક્ષાએ પાંચ વર્ષીય એચએલબી કોર્સ (બીએ એલએલબી) કે ત્રણ વર્ષીય એલએલબી અથવા અનુસ્નાતક કક્ષાએ એચએલએમ કે લોથી સંબંધિત બીજો કોઈ ડિગ્રી કોર્સ કરવા વિચારી રહ્યા છો તો બાર કાઉંસિલ ઓફ ઇન્ડિયાની વેબસાઈટ પર જઇને સંબંધિત લો ની માન્યતાના વિશે તપાસ જરૃર કરો. લોના કોર્સમાં કોલેજને બાર કાઉંસિલ ઓફ ઇન્ડિયાથી માન્યતા પ્રાપ્ત હોવી જરૂરી છે. બાર કાઉંસિલ ઓફ ઇન્ડિયા દેશભરમાં લો એજ્યુકેશન માટે કોલેજોને માન્યતા ઉપલબ્ધ કરાવે છે. સાથે-સાથે તેના સુધાર માટે પણ સલાહ આપે છે.
www.barcouncilofindia.org/

જો કૉરસ્પોંડેંસ ડિગ્રી કરવા ઇચ્છતા હોવ તો જુઓ ડીઈસી

જો તમે કોરસ્પોંડેંસ અથવા ડિસ્ટેંસ એજ્યુકેશનથી શિક્ષણ હાંસલ કરવા ઇચ્છતા હોવ તો સંબંધિત યુનિવર્સિટીની કોરસ્પોંડેંસ કોર્સની માન્યતાનની તપાસ કરવી જરૂરી છે. ડિસ્ટેંસ એજ્યુકેશન કાઉંસિલ (ડીઈસી) દેશની યુનિવર્સિટી અને કોલેજોને ડિસ્ટેંસ કોર્સ કરવાની માન્યતા આપે છે. આવામાં તમે સંબંધિત યુનિવર્સિટીની માન્યતાની તપાસ માટે ડિસ્ટેંસ એજ્યુકેશન કાઉંસિલની વેબસાઈટ પર જરૃર ક્લિક કરો. www.dec.ca.in

નેશનલ કાઉંસિલ ફૉર ટીચર્સ એજ્યુકેશન

ટીચિંગથી સંબંધિત કોર્સ કરાવવાવાળી કોલેજોને નેશનલ કાઉંસિલ ઓફ ટીચર્સ એજ્યુકેશન (એનસીટીઈ) માન્યતા પ્રાપ્ત કરાવે છે. આવામાં જો તમે બીએડ અથવા એમએડ જેવા ટીચિંગથી સંબંધિત કોર્સ કરવાનું આયોજન કરી રહ્યા છો તો એનસીટીઈ ની વેબસાઈટ પર જઇને પોતાની કોલેજની માન્યતા અવશ્ય ચેક કરી લો. www.ncte-india.org/discl.asp

એગ્રીકલ્ચર કૉલેજ હોય તો માન્યતા આઈસીએઆર થી પ્રાપ્ત કરો

દેશભરમાં એગ્રીકલ્ચરથી સંબંધિત અભ્યાસક્રમ અને કોલેજોની માન્યતા પ્રાપ્ત કરવા માટે ઇંડિયન કાઉંસિલ ફોર એગ્રીકલ્ચર રિસર્ચ (આઈસીએઆર) અધિકૃત સંસ્થા છે. જો તમે એગ્રીકલ્ચરથી સંબંધિત કોઈપણ કોર્સમાં દાખલ થવા ઇચ્છતા હોવ તો સંબંધિત કોલેજની માન્યતા તપાસવા માટે આઈસીએઆર ની વેબસાઈટ પર અવશ્ય વિજિટ કરો. આ વેબસાઈટ પર એગ્રીકલ્ચરથી સંબંધિત બધી માન્યતા પ્રાપ્ત કોલેજોની લિસ્ટ આપવામાં આવી છે. વેબસાઈટ છે,
www.icar.org.in/en/universities.htm

સીસીઆઈએમ માન્યતા આપે છે યૂનાની

આયુર્વેદ કોલેજોની યૂનાની, આયુર્વેદ, તિબેટીયન વગેરેથી સંબંધિત કોર્સ અને સંસ્થાની માન્યતા પ્રાપ્ત કરવાની જવાબદારી સેંટ્રલ કાઉંસિલ ફોર ઇન્ડિયન મેડિસિન (સીસીઆઈએમ)ના ખભા પર છે. જો તમે યૂનાની, આયુર્વેદ અથવા તિબેટીયનમાં કોઈ ડિગ્રી હાંસલ કરવા ઇચ્છતા હોવ તો સંબંધિત કોલેજોની માન્યતાની સાચી તપાસ માટે સીસીઆઈએમ ની વેબસાઈટ જરૃર ચેક કરો.
www.ccimindia.org/permission-status.html

ટ્રેડિશનલ કોર્સ માટે જુઓ યૂજીસી

જો કોઈ કોલેજ અથવા યુનિવર્સિટીથી તમે ટ્રેડિશનલ કોર્સમાં બી.એ., બીએસસી કે બીકોમ અથવા માસ્ટર ડિગ્રી કરવા વિચારી રહ્યા છો તો સૌથી પહેલા તમે યૂજીસી ની સાઈટ પર જઈ પોતાની કોલેજની માન્યતા જરૂરી જોઈ લો. યૂજીસી ની વેબસાઈટ પર આ વાતની પુરી જાણકારી છે કે કઈ કોલેજ માન્યતા પ્રાપ્ત છે અને કઈ નથી. યૂનિવર્સિટી ગ્રાંટ કમીશન એટલે કે યૂજીસી યુનિવર્સિટીઓ પર દેખરેખ રાખવાની સાથે તેને માન્યતા પણ આપે છે. www.ugc.ac.in/recog_College.aspx

(સાભારઃ છાત્રવિમર્શ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments