માજી કેન્દ્રીય માહિતી આયુક્ત શ્રીધર આચાર્યલુનો સંસદ સભ્યોને અનુરોધ
આ સુધારો એવી ધારણા ઉપર આધારિત છે કે માહિતી મેળવવાનો અધિકાર બંધારણીય અધિકાર નથી.
માહિતી મેળવવાના અધિકાર અધિનિયમ (સુધારા) ખરડો, ૨૦૧૯ કેન્દ્રીય માહિતી આયોગની પીઠમાં ખંજર ભોંકી દેશે. આના કારણે માહિતી મેળવવાના અધિકારને મરણતોલ ફટકો પડશે.
આ સુધારો માહિતી આયોગની સ્વાયત્તતાને ગંભીર રીતે નબળી પાડે છે, કારણ કે એના દ્વારા માહિતી કમિશ્નરોનો દરજ્જા ઘટાડવાની જાગવાઈ કરવામાં આવી છે. હાલ એમનો દરજ્જા કેન્દ્રીય ચૂંટણી પંચના કમિશ્નર અથવા સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ સમાન છે. ઇ.સ. ૨૦૦૫માં અસ્તિત્ત્વમાં આવ્યા પછી માહિતી આયોગે કેબિનેટ સેક્રેટરી અને અગ્ર સચિવને આરટીઆઈ કાયદા હેઠળ માહિતી જાહેર કરવા સૂચના આપવાનો આદેશ કાઢવાની સત્તા પ્રાપ્ત થયેલ છે.
હાલ માહિતી કમિશ્નરના હોદ્દાની મુદ્દત પાંચ વર્ષ અથવા તે/તેણી ૬૫ વર્ષ પૂરા કરે એ બેમાંથી જે વહેલું હોય તે, નિયમ થયેલ છે. આ નિયત મુદ્દત દરમ્યાન કમિશ્નરને તેમના હોદ્દા ઉપરથી દૂર કરી શકાતા નથી.
જા આ બિલ કાયદો બની જશે (ખરડો પસાર થયા પછી) તો કમિશ્નરના પાંચ વર્ષના નિયત સમયગાળા અથવા તે કે તેણી ૬૫ વર્ષની ઉંમર પૂરી કરે એમાંથી જે વહેલું હોય તે બાબતની સલામતી નહીં રહે. આનો અર્થ એ છે કે કાયદા દ્વારા કમિશ્નરના હોદ્દાની નિયત મુદ્દત અંગે સલામતીની જે બાંહેરી આપવામાં આવી છે તે આ સૂચિત સુધારા દ્વારા નાબૂદ કરવામાં આવે છે અને સત્તારૂઢ સરકારને તેના હોદ્દાની કોઈ પણ મુદ્દત, દરજ્જા અથવા પગાર નિયત કરવાની સત્તા પ્રાપ્ત થઈ જાય છે.
સુધારાના હેતુઓ અને આશયો અંગેના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે કેન્દ્રીય માહિતી આયુક્ત – કમિશ્નર – મુખ્ય ચૂંટણી આયુક્ત સમકક્ષ નથી અને તેથી તેના / તેણીના દરજ્જામાં ઘટાડો કરવા માટે સુધારો કરવાની જરૂર છે. વળી એ બાબતે કોઈ સ્પષ્ટતા નથી કે મુખ્ય માહિતી આયુક્ત અને રાજ્ય માહિતી આયુક્તને કયા પ્રકારનો ઘટાડો દરજ્જા આપવામાં આવશે.
એક આયુક્તની ભરતી કરવા માટે સરકાર સંયુક્ત સચિવ કક્ષાનો દરજ્જા અને ત્રણ વર્ષની મુદ્દત નિયત કરી શકે અને બીજા આયુક્તો – કમિશ્નરો માટે બે અથવા ચાર વર્ષની મુદ્દત નિયમોમાં છાશવારે સુધારો કરીને નક્કી કરી શકે. વળી તે ભરતી માટેની અન્ય પદ્ધતિઓની તરફેણ પણ કરી શકે, જેમાં હોદ્દાની મુદ્દત પાંચથી ૬ વર્ષ અને વધુ ઊંચા પગારની જાગવાઈ પણ હોઈ શકે.
ઈ.સ. ૨૦૦૫ના માહિતી અધિકારના કાયદામાં કારોબારી (અહીં સરકારને) ધારાસભા (સંસદ, લોકસભા અને રાજ્યસભા)એ આ સત્તા આપી જ નથી. તેથી આ સત્તાના ઉપયોગને વાજબી ઠરાવી શકાય નહીં. આના પરિણામે કમિશનરોની હયાત સ્વતંત્રતા ગંભીરપણે પ્રભાવિત થશે અને તેઓ સરકારના વિભાગોના પરિશિષ્ટ (જાડાણ) બનીને રહી જશે.
આમેય સરકારો નિવૃત્ત બાબુઓ (સરકારી અમલદારો)ને પસંદગી આપી રહી છે જેઓ માહિતી આયુક્ત તરીકે ખૂબ વફાદાર છે. સરકાર દ્વારા આમ કરવાનું કારણ આ છે કે તેઓ સ્વતંત્રપણે ન વર્તે જે માહિતી મેળવવાના અધિકારના કાયદામાં અપેક્ષિત છે. આ બિલ – ખરડો – દ્વારા માહિતી આયુક્ત તરીકે પસંદ કરાયેલ ઘટાડેલા દરજ્જા, કાર્યકાળ (હોદ્દો) અને પગાર – ભથ્થાં મેળવતી વ્યક્તિઓ મુખ્યમંત્રીઓ અને વડાપ્રધાનના ‘કહ્યાગરા’ રહેશે. પરિણામે આમ નાગરિકો પોતાના અધિકારથી વંચિત રહેશે. આમ આરટીઆઈનું મૃત્યુ થશે.
ઇ.સ. ૨૦૧૯નો ખરડો બે ખોટી ધારણાઓ ઉપર આધારિત છે. એક એ કે આરટીઆઈએ બંધારણીય અધિકાર નથી અને બીજું અગાઉની અર્થાત્ કોંગ્રેસ સરકારે મુખ્ય માહિતી આયુક્તના હોદ્દાને મુખ્ય ચૂંટણી આયુક્તના હોદ્દા સાથે સમાન ગણવાની ભૂલ કરી હતી. જા કે સર્વોચ્ચ અદાલતે જાહેર કર્યું છે કે આરટીઆઈ બંધારણીય હક્ક છે જે કલમ-૧૯ (૧) (એ)માંથી ઉદ્ભવે છે જેમાં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની ખાતરી આપવામાં આવી છે.
કેન્દ્રીય ચૂંટણી પંચ નાગરિકોના મતદાનના અધિકારને અમલી બનાવે છે. આ કલમ – ૧૯ (૧) (અ) અભિવ્યક્તિના અધિકારનો ભાગ છે અને કલમ – ૩૨૪માં એની વધુ સમજૂતી આપવામાં આવી છે. કેન્દ્રીય માહિતી આયોગને અભિવ્યક્તિના વધુ વિશાળ પાસાના અમલીકરણની જવાબદારી સુપરત કરવામાં આવી છે.
માહિતી મેળવ્યા વિના કોઈ પણ નાગરિક પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી શકતો નથી. આવી જ રીતે તે સરકારની અન્યાયપૂર્ણ નીતિઓની ટીકા પણ કરી શકતો નથી. જા માહિતી અધિકાર અધિનિયમ હેઠળની માહિતી મેળવવા માટેની વિનંતીઓનો કાયદા મુજબ જવાબ આપવામાં આવે તો તેની સીધી અસર governance (સુશાસન) સવિશેષ જાહેર જનતાને સેવા આયુક્તો વ્યવસ્થાઓ ઉપર પડશે. આના પરિણામે ભ્રષ્ટાચાર ખુલ્લો પડશે જે સમગ્ર દેશમાં ફેલાયેલ લાખો કચેરીઓ વિશાળ પાયે પ્રસરેલી છે. આવામાં ગેરકાયદેસર પગલાંના કારણે આયુક્તો સત્તાવિહીન અને નમાલા બની જશે. સવિશેષ એવા વખતે જ્યારે તેમને માહિતી જાહેર કરવા આદેશ આપવાનો પ્રસંગ ઉપસ્થિત થાય. આમ તેઓ માહિતી અધિકાર અધિનિયમના હેતુઓને અમલમાં મૂકવામાં નિષ્ફળ જશે.
૨૦૧૯ના સૂચિત સુધારાની આરટીઆઈ અને કલમ – ૧૯ (૧) (૨) ઉપર વિપરીત અસર પડશે. માહિતી આયુક્તોની સ્વતંત્રતા નબળી પડશે. વળી આના કારણે જે તે શાસક સરકાર કમિશ્નરોના દરજ્જામાં હસ્તક્ષેપ કરી શકશે.
આ ખરડો સંસદ સભ્યો સમક્ષ મૂકીને સરકારે વધુ સત્તાની માંગણી કરી છે જેથી માહિતી કમિશ્નરોની યોગ્યતા ક્ષમતામાં ઘટાડો કરી શકાય. આમ નીમવાની યોજના અને વ્યવસ્થા જે ૧૧ વર્ષથી અમલમાં હતી તેની વિરુદ્ધ જઈ તેમને હોદ્દા પરથી દૂર કરવાની જાગવાઈ કરતો આ સૂચિત સુધારો છે. સંસદસભ્યો આ ખરડાને અનુમતિ આપશે તો માહિતી કમિશ્નરો સીનિયર સરકારી અધિકારીઓનું જાડાણ બનીને રહી જશે.
લોકસભા અને રાજ્યસભા બન્નેના સંસદ સભ્યશ્રીઓને હું અનુરોધ કરૂં છું કે તેઓ આ ખરડાનો વિરોધ કરી તેને ફગાવી દે. રાજ્યસભાના સભ્યો ઉપર આ કિસ્સામાં વધુ જવાબદારી આવે છે. કારણકે તેઓ રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. અને આ સૂચિત સુધારાથી સ્વતંત્ર માહિતી આયુક્તની નિમણૂંક કરવાની તેમની/ રાજ્યની સત્તા નાબૂદ કરી કેન્દ્ર સરકારને આપવામાં આવી રહી છે.
હું દરેક સંસદ સભ્યને વિનંતી કરૂં છું કે તે માહિતી મેળવવાના અધિકારના કાયદાનું રક્ષણ કરી સરકારને માહિતી આયોગ અને આ મૂલ્યવાન અધિકારની હત્યા કરતાં અટકાવે. –•–
(સૌજન્યઃ thewire.in)