Sunday, September 8, 2024
Homeસમાચારકલમ ૩૭૦ને નાબૂદ કરવી ભારતીય લોકતંત્ર અને બંધારણ ઉપર હુમલો : એસ.આઈ.ઓ...

કલમ ૩૭૦ને નાબૂદ કરવી ભારતીય લોકતંત્ર અને બંધારણ ઉપર હુમલો : એસ.આઈ.ઓ ઓફ ઇન્ડિયા

કલમ ૩૭૦ મુજબ જમ્મુ અને કાશ્મીરના લોકોને મળેલ અધિકારોનું ઉલ્લંઘન એ ભારતીય લોકતંત્ર અને બંધારણીય મૂલ્યો ઉપર એક લપડાક છે.

ભારત સરકારે કલમ ૩૭૦ અને કલમ ૩૫A ને રદ કરવાનો એક તરફી નિર્ણય કર્યો છે. આ નિર્ણય ભારતીય લોકતંત્રની સાથે ચેડાં અને માનવાધિકારનો સ્પષ્ટ ઉલ્લંઘન કરવાવાળો છે. આ વિશેષ જોગવાઈઓને તત્કાલિન વડાપ્રધાન નહેરુએ કાશ્મીરના લોકો અને કાશ્મીરી નેતા શેખ અબ્દુલ્લાહ સાથે વિગતવાર વાતચીત કર્યા પછી ભારતીય બંધારણમાં સામેલ કરી હતી.

હવે શાસક સરકાર લાંબા સમયથી દુષ્પ્રચાર કરી રહી છે કે જમ્મુ-કાશ્મીરના લોકો સામાન્ય ભારતીય નાગરિકો કરતાં વધુ પ્રાધાન્યતા મેળવે છે અને તેઓ આ વિશેષ પરિસ્થિતિનો આનંદ માણે છે. આ પ્રચારનો એક ભાગ એ છે કે કાશ્મીરીઓ પાસે દ્વિનાગરિકતા છે અને આ કલમ ૩૭૦ કાશ્મીરી મહિલાઓના અધિકારના ભંગ પર આધારિત છે. આ દુષ્પ્રચારના પરિણામ સ્વરૂપ હિંદુત્વ અને અન્ય સાંપ્રદાયિક સંગઠનો દ્વારા ભારતના અન્ય ભાગોમાં વસતા કાશ્મીરીઓ વિરુદ્ધ હિંસક હુમલાઓને પ્રોત્સાહન મળ્યું. આજે પણ સંસદમાં ભાજપ સરકારે કલમ ૩૭૦ નાબૂદ કરવા અને ૩૫A હેઠળના કાશ્મીરી લોકોને અપાયેલા અધિકારને રદ કરવા માટે આ જ દુષ્પ્રચારનો આશરો લીધો હતો.

વાસ્તવિકતા એ છે કે કલમ ૩૭૦ હેઠળ કાશ્મીરનો વિશેષ દરજ્જો કોઈ અપવાદ નથી, તે ભારતીય બંધારણની વિશેષતા છે. નાગાલેન્ડ, મણિપુર અને આસામ સહિત અન્ય ઘણા રાજ્યોમાં સમાન પ્રકારનો વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોના રહેવાસીઓને પણ સંપત્તિના સંદર્ભમાં વિશિષ્ટ અધિકારો પ્રાપ્ત છે. આનો અર્થ એ નથી કે આ રાજ્યોના રહેવાસીઓને દ્વિનાગરિકતા મળેલી છે અથવા ભારતીય બંધારણ તેમના પર લાગુ પડતું નથી. તેનો સરળ અર્થ એ છે કે આ રાજ્યોની એક અલગ પ્રાદેશિક અને સાંસ્કૃતિક ઓળખ છે, જેની તેઓ રક્ષા કરવા માંગે છે, અને ભારતનું બંધારણ તેમની ભાષા, રીતિ-રિવાજો અને સંસ્કૃતિને સુરક્ષિત રાખવા અને પ્રોત્સાહન આપવાના તેમના અધિકારને માન્ય રાખે છે.

કલમ ૩૭૦ અને ૩૫A રદ કરવી, સંબંધિત રાજ્યના લોકોની સલાહ લીધા વિના, તે અલોકતાંત્રિક પગલું છે અને ભારતીય બંધારણની ભાવના વિરુદ્ધ છે. આ પગલું ભારત સરકાર અને જમ્મુ-કાશ્મીરના લોકો વચ્ચેનો વિશ્વાસના અભાવનો અંત સાબિત થશે.

ભારત સરકાર કલમ ૩૭૦ અને ૩૫A ની જોગવાઈઓને પુનઃસ્થાપિત કરે અને બંધારણ પ્રત્યે જમ્મુ-કાશ્મીરની જનતામાં વિશ્વાસ વધારવા તાત્કાલિક પગલાં લે. ખીણમાં દાયકાઓથી ચાલતા સંઘર્ષને વધુ સૈન્ય તૈનાત કરીને અથવા બળજબરીથી રાજ્યના વસ્તી વિષયકને બદલીને હલ કરી શકાતો નથી. 

કોઈપણ સમસ્યા અથવા મુદ્દાને હલ કરવા માટે આવશ્યક છે કે પ્રયત્નો પ્રામાણિક તેમજ ગંભીર હોવા જરૂરી છે, અને તેની શરૂઆત સંવાદ દ્વારા થવી જોઈએ, વિશ્વાસને પુનઃસ્થાપિત કરવા માટે લોકશાહી પ્રક્રિયા હેઠળ પ્રયત્નો કરવા જોઈએ.


media@sio-india.org

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments