Tuesday, September 10, 2024
Homeસમાચારકાશ્મીર સમસ્યા પર જમાઅતે ઇસ્લામી હિંદના પ્રમુખ સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીનું નિવેદન

કાશ્મીર સમસ્યા પર જમાઅતે ઇસ્લામી હિંદના પ્રમુખ સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીનું નિવેદન

જમાઅતે ઇસ્લામી હિંદના પ્રમુખ સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ જમ્મુ અને કાશ્મીરથી સંબંધિત એન.ડી.એ. સરકારના તાજેતરના પગલાંઓને સંસદીય લોકશાહીના પૂર્ણ સિદ્ધાંતોનું સ્પષ્ટ ઉલ્લંઘન ઠેરવ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, કલમ ૩૭૦ દ્વારા રાજ્યનો વિશેષ દરજ્જો કાશ્મીરની જનતાના પ્રજામત અને તેના પ્રતિનિધિઓની સલાહ વગર એક તરફી રીતે ફકત રાષ્ટ્રપતિના હુકમનામા દ્વારા  નાબૂદ કરવામાં આવ્યો છે. સરકારે માત્ર આના ઉપર જ સંતોષ ના માન્યો પરંતુ જમ્મુ અને કાશ્મીરને બે જુદા જુદા ભાગમાં વહેંચીને તેના રાજ્યનો દરજ્જો પણ સમાપ્ત કરીને તેને કેન્દ્ર દ્વારા સંચાલિત બે વિસ્તારો બનાવી  કેન્દ્ર શાસિત પ્રદેશમાં પરિવર્તિત કરવાનો નિર્ણય પણ કરી લીધો. આ બધા અત્યંત સંવેદનશીલ અને દૂરોગામી નિર્ણયોમાં, રાજ્યના લોકો સાથે કોઈ સલાહ-સૂચન કરવામાં આવ્યું ન હતું અને ના જ તેમને વિશ્વાસમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો, બલ્કે રાજ્યમાં વિવિધ પ્રતિબંધો લાદીને ભયનું વાતાવરણ ઉભું કરી એકપક્ષીય નિર્ણય કરવામાં આવ્યો. નિર્ણયો લેવાની આ રીત ભારતની લોકશાહી પરંપરાઓ વિરુદ્ધ છે અને દેશના ફેડરલ માળખાને ગંભીર રીતે નુકસાન પહોંચાડશે.

જમાઅતના રાષ્ટ્રીય પ્રમુખે આ વાત ઉપર પણ ચિંતા વ્યક્ત કરી કે આ નિર્ણયથી રાજ્યમાં જનતાના મૂળભૂત અધિકારોનો ભંગ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં લશ્કરી તકેદારી અસાધારણ રીતે વધારવામાં આવી છે, રાજકીય નેતાઓની ધરપકડ કરવામાં આવી છે, શૈક્ષણિક સંકુલ બંધ કરી દેવામાં આવ્યા છે, સંદેશાવ્યવહારના સ્રોતો પણ અવરોધિત છે. આમ, દમનના વાતાવરણમાં એકપક્ષીય નિર્ણયો લાદવાનો પ્રયાસ કરવો આખા દેશ માટે ચિંતાનું કારણ છે.

 જમાઅતના પ્રમુખે માંગ કરી છે કે, સરકાર તેના એકપક્ષીય નિર્ણયો અને પગલાં પરત ખેંચી લે અને જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી યોજાય, ધરપકડ કરાયેલા નેતાઓને તાત્કાલિક મુક્ત કરવામાં આવે, જાહેર હિલચાલ અને સંદેશાવ્યવહાર પરના પ્રતિબંધોને દૂર કરી આતંકનું વાતાવરણ સમાપ્ત કરવામાં આવે.

 જમાઅતના પ્રમુખ સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ જમાઅતના કાશ્મીર સમસ્યા પરના લાંબા સમયથી ચાલતા વલણને દોહરવ્યુ અને કહ્યું કે જમ્મુ અને કાશ્મીરના મામલાઓ ત્યાંની જનતા અને તેમના પ્રતિનિધિઓ સાથે વાતચીત અને સલાહ-મસલત દ્વારા ઉકેલાવા જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments