Thursday, May 30, 2024
Homeસમાચારએસ.આઈ.ઓ ઓફ ઇન્ડિયાએ ગાઝાપટ્ટી પર થયેલ હુમલાની કડી નિંદા કરી અને આંતરરાષ્ટ્રીય...

એસ.આઈ.ઓ ઓફ ઇન્ડિયાએ ગાઝાપટ્ટી પર થયેલ હુમલાની કડી નિંદા કરી અને આંતરરાષ્ટ્રીય સમુદાય તરફથી મજબૂત કાર્યવાહીની માંગ કરી

સ્ટુડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગનાઈઝેશન ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ લાબીદ શાફીએ ઇઝરાયલ દ્વારા ગાઝા પર થયેલ આક્રમક હુમલાઓ ની કડી નિંદા કરી છે. ૨૦૧૮ ફ્રીડમ માર્ચની વર્ષગાંઠ પર ઇઝરાયલએ ફિલિસ્તીની નાગરિકો અને ત્યાંની ઇમારતો ઉપર હુમલાઓ કર્યા. એસ.આઈ.ઓ.એ આ અમાનવીય અને ગુનાહિત હુમલાની નિંદા કરી, અને આંતરરાષ્ટ્રીય સમુદાયથી આને સમાપ્ત કરવાની માંગ કરી.

લાબીદ શાફીએ આંતરરાષ્ટ્રીય સમુદાયને આ સમય પર ફિલિસ્તીનના રહેવાસીઓ સાથે ઊભા રહેવાની અને યુએન દ્વારા પસાર કાયદા, અધિનિયમ અને નિર્ણયનો પાલન કરવાની માંગ કરી. તેઓએ ૨૦૧૮ પ્રોટેસ્ટ પછી યુએન કમિશન ઇન્કવાયરી રિપોર્ટને સંપૂર્ણપણે લાગુ કરવાની માંગ કરી, જે ઇઝરાયલી આર્મી ના ઉચ્ચ અફસરો પર પ્રતિબન્ધની વાત કરે છે.

તેમજ એસ.આઈ.ઓ.એ ગાઝાપટ્ટીની અમાનવીય ઘેરા સામે આંતરરાષ્ટ્રીય સમુદાય તરફથી મજબૂત કાર્યવાહી કરવાની માંગ પણ કરી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments