અહમદ અશ્ફાક કરીમ કટિહારથી આર.જે.ડી.ના રાજ્યસભાના સભ્ય તરીકે ચુંટાયા. તેઓ અલ-કરીમ ફાઉન્ડેશનના ચેરમેન છે જેના થકી કટિહાર મેડિકલ કોલેજ ચાલે છે. લગભગ ૫૫ એકરમાં ફેલાયેલી આ મેડિકલ કોલેજ ૧૯૮૭માં સ્થાપિત થઈ હતી. ડો.ફૈયાઝ આ જ કોલેજમાં સ્મ્મ્જીના વિદ્યાર્થી રહ્યા અને પછી અહિંયાથી જ સ્ડ્ઢ (ઇછર્ડ્ઢૈંંર્ન્ંય્રૂ) કરી રહ્યા હતા. ગત ૨૦ માર્ચના દિવસે પોતાના રૂમ પર મૃત અવસ્થામાં મળ્યા. કોલેજ પ્રશાસન આ ઘટનાને આત્મહત્યા ગણી રહ્યું છે, જ્યારે કે આની તપાસ કરનાર આઈ.ઓ. આ મૃત્યુની દરેક દિવસે નવી વ્યાખ્યા કરી રહી છે. ક્યારેક ડો.ફૈયાઝને ડ્રગ એડિક્ટ બતાવવામાં આવી રહ્યા છે તો ક્યારેક કોઈ છોકરીની બાબત કહીને તપાસની દિશા બદલવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.
બાબત ભલે ગમે તે રહી હોય પરંતુ આ વાતની તપાસ તો થવી જોઈએ કે મોતનું કારણ શું હતું અથવા કોણે તેની હત્યા કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ માથા પર ઈજા થયાનું કહેવામાં આવે છે. આવામાં આ વાતનો બધા સામે ખુલાસો થવો જરૂરી છે કે હત્યા કેવી રીતે થઈ.
ઘટના થયા પછી ડો.ફૈયાઝના ઘરવાળાઓને એક રજિસ્ટર્ડ પોસ્ટથી જાણ કરવામાં આવી કે તેમના પુત્રનું અવસાન થઈ ગયું છે. ડો. ફૈયાઝના ઘરવાળાઓ દ્વારા કટિહાર મેડિકલ કોલેજના હેડ અહમદ અશફાક કરીમ પર આરોપ લગાડવામાં આવી રહ્યો છે કે એમણે એક પણ વખત અમારાથી મુલાકાત નથી કરી અને આ સમગ્ર બનાવથી પીછો છોડાવવા માંગે છે.
ઘરવાળાઓએ એ પણ આરોપ લગાડયો છે કે કોલેજ પ્રશાસન મોટેભાગે ઘણીવાર વિદ્યાર્થીઓ પાસેથી પૈસાની માંગણી કરતું હતું. ક્યારેક ઓછા માર્ક્સ આપીને પાંચથી સાત લાખ રૂપિયાની માંગણી કરતા હતા તો ક્યારેક પ્રેક્ટીકલમાં માર્ક્સ વધારવાના નામ પર વિદ્યાર્થીઓ પાસેથી પૈસાની માગણી કરવામાં આવતી હતી. ડો. ફૈયાઝ આ બાબતોનો સખ્ત વિરોધ કરતા હતા, જેના લીધે પ્રશાસનની આંખમાં ડો. ફૈયાઝ કણાની જેમ ખૂંચતા હતા.
કટિહારમાં વિદ્યાર્થી સંગઠન ‘એસ.આઈ.ઓ.’ દ્વારા ૯ એપ્રિલના દિવસે મેડિકલ કોલેજ સામે એક પત્રકાર પરિષદ આયોજિત કરવામાં આવી, પરંતુ જેવો પરિવાર મેડિકલ કોલેજ માટે નીકળ્યો એમને કોઈએ ભ્રમિત કરીને એસ.પી ઓફિસ મોકલી દીધા અને ૩ કલાક સુધી ત્યાં બેસાડી રાખ્યા જેથી પત્રકાર પરિષદમાં હાજર ન રહી શકે. પછી એમના પરિવારને કટિહાર મેડિકલ કોલેજ લાવીને ફરી પત્રકાર પરિષદ આયોજીત કરવામાં આવી જેમાં પરિવારે મીડિયા સામે પોતાની વાત મૂકી.
કોલેજ પ્રશાસન દ્વારા આટલી હદ સુધી પડી જવું કે પીડિત પરિવારને મીડિયાથી દૂર રાખવું કટિહાર મેડિકલ કોલેજ અને અહમદ અશફાક કરીમને શંકાના દાયરામાં લાવીને ઊભા કરી દે છે. છેવટે કોલેજ પ્રશાસન તપાસ કરાવવામાં શા માટે આટલું ડરી રહ્યું છે? પીડિત પરિવારથી દુરી કેમ બનાવવામાં આવી રહી છે? ડો. ફૈયાઝનો રૂમ સીલ કેમ ન કર્યો? સીધી યા આડકતરી રીતે પુરાવાઓને નાશ કરવાના પ્રયત્નો શા માટે કરવામાં આવી રહ્યા છે?
સવારે ૧૦ વાગ્યે જ્યારે અમે કટિહાર મેડિકલ કોલેજ પાસે એક હોટેલમાં બેસીને ડો. ફૈયાઝની માતા અને એમના પરિવારની આવવાની રાહ જોઈ રહ્યા હતા, એ વખતે હોટેલમાં સ્મ્મ્જીના પ્રથમ વર્ષનો એક વિદ્યાર્થી પણ ચા પી રહ્યો હતો. જ્યારે અમે એ વિદ્યાર્થી સાથે ડો. ફૈયાઝના મોત વિશે જાણકારી એકઠી કરવા પ્રયત્ન કર્યો તો તે અજાણ બની ઝડપથી પોતાનો નાસ્તો પૂરો કરી ત્યાંથી જતો રહ્યો. બધા વાત કરવાથી ડરી રહ્યા હતા.
હું આશ્ચર્ય ચકિત થઈ ગયો કે જે કટિહાર મેડિકલ કાલેજથી ડો. ફૈયાઝને સ્મ્મ્જી કર્યું પછી સ્ડ્ઢના વિદ્યાર્થી હતા અને ત્યાં પોતાની જિંદગીના ૭ વર્ષ વિતાવ્યા હતા, આજે એ જ જ્યારે પોતાના દીકરાના મોતની તપાસની માગને લઈને એમની માતા રડી રહી હતી ત્યારે એક પણ વિદ્યાર્થીએ એક નઝર થી એમની સામે જોવાની પણ તકલીફ ન કરી. કોઇએ હાલ પણ ન પૂછ્યો, કોઈએ સાંત્વના માટે બે શબ્દ પણ ન કહ્યા.
હું એ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓની ચુપ્પી અને ડર જોઈને વિચારી રહ્યો હતો કે એક ડરેલો ડોક્ટર કેવી રીતે કોઈ દર્દીનો ઇલાજ કરી શકશે? હું તો આવા ડરપોક ડાક્ટરથી મારો ઇલાજ ન કરાવું. મને ડર લાગે છે કે આવા ડરપોક લોકોને જોઈને જે પોતાના સાથીની હત્યા પર અવાજ ના ઉઠાવે, જે પોતાના સાથીના મોત પર શાંત રહે, જે પોતાના ક્લાસમેટની હત્યાને નઝરઅંદાઝ કરી દે, હજારો વિદ્યાર્થીઓમાંથી કોઈએ પણ ન્યાય માટે ઊભા થવાની હિંમત ન કરી.
ડો. ફૈયાઝના આ સમગ્ર બનાવમાં કોલેજ દ્વારા જે રીતે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે, તેને જોઈને એમ કહી શકીએ છીએ કે કોલેજના હેડ અને નવનિયુક્ત રાજ્યસભા સાંસદ અશફાક કરીમ પોતાના પાવરનો ભરપૂર ઉપયોગ કરીને તપાસને ટલ્લે ચડાવી રહ્યા છે. •
(અનુ. – જાબીર માણીગર)