Saturday, July 20, 2024
Homeઓપન સ્પેસખુદા કરે કે જવાની રહે તેરી બેદાગ

ખુદા કરે કે જવાની રહે તેરી બેદાગ

લજ્જા નથી બાકી કાળની આંખમાં

આજે આપણા સમાજને જે મુશ્કેલ પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે. તેમાં નૈતિક અપરાધોની બાબત ચિંતાજનક છે. અનીતિ અને નગ્નતા, ઇન્ટરનેટનો બેફામ ઉપયોગ, પર્દાનો અભાવ અને નિર્લજ્જતા, ઇજ્જત લૂંટવાના બનાવો, મહિલાઓ ઉપર અત્યાચાર, દહેજ, કનડગત, ધુમ્રપાન અને નશીલા પદાર્થોનું સેવન, સટ્ટા-જુગાર અને કામ વગર સમયનો વ્યય, વ્યાજુ વ્યવહાર, લાંચ, સમલિંગીક સંબંધ ઉપર દબાણ અને તેની તરફદારી વિગેરે જેવી બાબતોએ ડૉ. અલ્લામા ઇકબાલ કવિની આ ઉકતીને સાચી કરી દેખાડી છે. “હયા નહીં હૈ ઝમાને કી આંખમેં બાકી”. અફસોસ જનક બાબત આ છે કે આ બુરાઇઓમાં યુવાવર્ગ વિશેષરૃપે સપડાયેલો દેખાય છે.

પરિસ્થિતિની તિવ્રતા

હિન્દુસ્તાનમાં ગુનાનો દર રોજ રોજ વધતો જઇ રહ્યો છે. નૈતિક પતનની હાલત ચિંતાજનક થઇ ચૂકી છે. મીડિયા અને ઇન્ટરનેટ દ્વારા અનૈતિકતા અને નિર્લજ્જતા સામાન્ય થતી જઇ રહી છે. પોર્નોગ્રાફી (નગ્નતા) પાછળ પ્રતિ સેકન્ડ ત્રણ હજાર ડોલરથી પણ વધુ ખર્ચ કરવામાં આવે છે. ઇન્ટરનેટનો ઉપયોગ કરનારામાં પ્રત્યેક સેકન્ડે ૨૮ હજારથી વધુ લોકો અનૈતિક વિજ્ઞાનની પાછળ દોડે છે. ૧૨ ટકા વેબસાઇટ અનૈતિક વસ્તુઓથી ભરેલી હોય છે. અનૈતિક વેબસાઇટનો વ્યવસાય વાર્ષિક ૧૩ મીલિયન ડોલર નફો પ્રાપ્ત કરી રહ્યો છે. તાજેતરમાં મુંબઇમાં ઘટેલ સામુહિક બળાત્કારની ઘટનામાં સંડોવાયેલા નવયુવાનો બાબતે આ હકીકત સામે આવી કે આ લોકો અનૈતિક વેબ સાયન્સ જોવાને ટેવાયેલા હતા. જ્યાં સુધી અન્ય સામાજિક બદીઓને લાગેવળગે છે. હિન્દુસ્તાનમાં સરકારી ગણત્રી અનુસાર ૨૦૧૨ના વર્ષમાં બળાત્કારના લગભગ ૫૦ હજાર બનાવો નોંધાયા. દહેજની કનડગતના કારણે થનાર મૃત્યુની સંખ્યા ૮ હજારથી વધુ છે. મહિલાઓની છેડતીના ૯ હજારથી વધુ બનાવો નોંધાયા. દેશમાં મદીરાના બંધાણી સવા છ કરોડથી વધુ લોકો અન્ય નશાના બંધાણી છે. દેશના ૧૨ કરોડ લોકો સીગારેટ ધુમ્રપાનની ટેવ વાળા છે. ધુમ્રપાનના કારણે થનાર મૃત્યુ વાર્ષિક ૯ લાખ જણાવાય છે. સમલિંગીક સંબંધની બદી પણ ઝડપથી સ્થાન બનાવી રહી છે. ઇન્ડિયન પીનલ કોડની કલમ ૩૭૭ હેઠળ તેને એક અપરાધ અને ગેરકાનૂની બાબત ઠેરવવામાં આવી છે. પણ દુઃખ સાથે કહેવું પડે છે કે સત્તાધારી લોકોથી માંડીને માનવહક્કોના કહેવાતા રક્ષકો પણ આ નિર્ણયથી વ્યથિત થયાં જેથી દેશના મવાલી લોકોમાં આ નિર્ણય સામે વિરોધનો વંટોળ જાગ્યો. સાચે જ આ દેશમાં નૈતિક પડતીમાં વધારાનો પુરાવો છે. તેમજ ધર્મથી વિમુખતા અને પશ્ચિમના આંધળા અનુકરણનો દાખલો છે.

નિર્લજ્જતાના નમૂના અને તેનો ઇસ્લામી ઉપાય

જગતમાં નિર્લજ્જતાના અનેક નમૂના છે. લજ્જા ઇમાનનું અંગ છે. અને નિર્લજ્જતા શૈતાનના હથકંડામાંથી એક તરી આવતો હથકંડો છે. તાતી જરૃર આની છે કે આપણે શૈતાનની ચાલથી વાકેફ હોઇએ. પોતાની યુવાની કલંકીત થવાથી બચાવીએ અને જો ડાધા પડવાની શરૃઆત થઇ ચુકી હોય તો સાચી તૌબા દ્વારા આ ડાધ ધબ્બાને ધોવાનો પ્રયત્ન થવો જોઇએ. શક્ય છે કે અલ્લાહ તૌબા કબૂલ કરે અને બદીઓને નેકીથી બદલી નાખે. આગળના લેખમાં નિર્લજ્જતાના વિવિધ નમૂના તરફ અંગૂલી નિર્દેશ કરાશે. જેથી આપણે આપણો હિસાબ માંડી શકીએ. અને સ્વંયના સુધાર સાથે સમાજની સુધારણા માટે કટીબધ્ધ થઇએ.

ટી.વી. દૂરદર્શનની માઠી અસર

દૂરદર્શનના જ્યાં અનેક લાભો છે. ત્યાં જ તેનાથી વધુ તેના નુકસાન પણ છે. નિર્લજ્જતાના ફેલાવવામાં ટી.વી.ની ભૂમિકાનો મોટોભાગ છે. તેણે દરેક ઘટનાનેે સીનેમા ઘર બનાવી દીધો છે. તેમાં અશ્લીલ ગીતો પણ પ્રસારિત થાય છે અને નિર્લજ્જતાના દૃશ્યો પણ દેખાડવામાં આવે છે. સ્વરૃપ વાન સુંદરીઓને પડદા પર લાવી દર્શનનું નિમંત્રણ અપાય છે. ટી.વી.ના અનિયંત્રિત ઉપયોગથી ઘરોનો માહોલ બગડી રહ્યો છે. વિશેષ કરીને બાળકો અને નવયુવાનોના મસ્તિષ્ક અને ચરિત્ર પર તેની ઘેરી અસર થાય છે. અત્રે યાદ રાખવું ઘટે કે કાન-આંખ અને દિલ બધાથી પરલોક (આખિરત)માં પૃછ થશે. “કોઇ એવી વસ્તુની પાછળ ન પડો જેનું તમને જ્ઞાન ન હોય. નિઃશંક આંખ, કાન અને હૃદય બધાની જ પુછતાછ થવાની છે” (સૂરઃબનીઇસરાઇલ-૩૬). ટી.વી.ના અત્યંત કાળજીપૂર્વક વપરાશની જરૃર છે. હેતુપુર્ણ અને સાફ સુથરી ડોક્યુમેન્ટ્રીથી લાભ ઉઠાવી શકાય છે. ફિલ્મી ગીતોની જગ્યાએ બાળકોમાં સારી કવિતા અને ગીતોનો શોખ જાગૃત કરવાની જરૃર છે.

ઇન્ટરનેટની નિર્લજ્જતા

ટી.વી.થી વધુ જે વસ્તુએ પ્રવર્તમાન કાળમાં નિર્લજ્જતાને વેગ આપ્યો છે તે છે ઇન્ટરનેટ. ઇન્ટરનેટના ફાયદા નિશંક છે પણ જો નિષ્કાળજી થાય તો તેનાથી વધુ નુકસાનકારક અન્ય કોઇ માધ્યમ નથી. દષ્ટીએ શૈતાનના બાણ પૈકી એક બાણ છે. નજર તાકીને જોવાથી કામના ભડકે છે અને માણસ ખોટા કૃત્ય તરફ પ્રેરાય છે. બીભત્સ વિજ્ઞાનમાં રસ લેવો એ આંખનો બળાત્કાર છે. સમાજી વેબસાઇટનો નકામો ઉપયોગ કરવો એ ઇમાનની વિરૂદ્ધ છે. કુઆર્ને પુરુષો અને સ્ત્રીઓ બન્નેને દૃષ્ટિ નીચી રાખવાનો આદેશ આપ્યો છે. સૂરઃનૂર-૩૦,૩૧. તેથી તેનાથી બચવું જોઇએ અને કાળજીપૂર્વકના ઉપયોગથી જ પરલોકમાં શાંતિ પ્રાપ્ત થશે.

સમલિંગીક સંબંધ

ઇન્ડિયન પીનલ કોડની કલમ ૩૭૭ હેઠળ સમલિંગીક સંબંધ એક અપરાધ અને ગેરકાનૂની કૃત્ય છે. જેના પર ૧૦ વર્ષની કેદની સજા આપી શકાય છે. પણ તાજેતરમાં જ સમલિંગીક સંબંધ અંગે જે રીતે તરફેણ કરવામાં આવી રહી છે તે નૈતિક પતનની આખરી હદ કહેવાય. દામ્પત્ય જીવન પતિ-પત્નિ દ્વારા અસ્તિત્વમાં આવવું એ અલ્લાહે સર્જેલી પ્રકૃતિ છે. અને તેનાથી બંડ એ એવો અપરાધ છે કે જેની સજા પરલોકથી પહેલાં જ મૃત્યુ લોકમાં મળી જાય છે. આજે અમેરિકા અને વિવિધ પશ્ચિમી દેશએ સમલિંગીક સંબંધના વિવાહની કાનૂની રીતે પરવાનગી આપવામાં આવી છે અથવા તો તેની પરવાનગી આપવાની તૈયારીમાં છે. અને આપણા દેશ ભારતમાં પણ એના જંતુઓ દેખા દઇ રહ્યા છે. આ રોગમાં જ્યારે હઝરત લૂત (અ.સ.)ની કોમ પડી ગઇ હતી તો અલ્લાહે તે કોમ ઉપર પ્રકોપ ઉતાર્યો હતો. આ કૃત્ય માટે અલ્લાહના પ્રકોપનું ઉતરવું જ એની બુરાઇની તિવ્રતાને સ્પષ્ટ કરે છે. પણ આજે આ રોગના જે માઠા પરિણામ દુનિયા ભોગવી રહી છે જેને એડ્સનો રોગી કહેવાય છે. આ સત્ય તબીબી જગતમાં સર્વ માન્ય છે કે એડ્સ રોગનું મૂળ કારણ સમલિંગીક સંબંધ અને શારીરિક સંબંધ બાંધવાના અન્ય આઝાદ રીતો અને પવિત્ર દામ્પત્ય જીવનથી વંચિત રહેવું છે. અને આ અલ્લાહ તરફથી એક પ્રકારનો પ્રકોપ છે. સમલિંગીક સંબંધ સિવાય આઝાદ શરીર સંબંધ બાંધવાના અન્ય રીતો અને રૃઢીપ્રયોગો પણ આ જ કુળ ના છે. જે પૈકી લગ્ન કર્યા વગર જીવન જીવવું, Live in Relationship, Dual Income No Kids, Lesbians, Gays, Bi-sexuals, Trans Sexuals વિગેરે જેવા આઝાદ વિચારોને ફેલાવવાના પ્રબળ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જે અલ્લામા ઇકબાલ (રહે.)ના શબ્દોમાં એવી આઝાદી છે જે દેખીતી રીતે તો આઝાદી છે પણ અંતે તો બંદી બનવું છે. ભારતીય સીનેમા-ઉદ્યોગ પણ આવા વિચારોને ફેલાવવામાં પોતાની ભૂમિકા ભજવવાનું શરૃ કરી દીધેલ છે. જરૃર આ વાતની છે કે આ અભદ્ર તોફાનમાંથી માનવજાતને ઉગારી લેવામાં આવે.

કૈફી પદાર્થો, ડ્રગ્ઝ અને ધુમ્રપાન

સમાજના બગાડનું એક મોટુ કારણ મદીરા અને બુધ્ધિને બેરમારતા કૈફી દ્રવ્યો ડ્રગ્ઝની બુરી લતમાં સપડાવવું છે. શરાબનું નસો એક વિશેષ પ્રકારનું કૈફ જન્માવે છે અને મનને ભોગ વિલાસ તરફ દોરી જાય છે. તેથી એક વખત તેની ટેવ પડી જાય છે તો પછી સરળતાથી નથી છુટતી. શરાબનો અન્ય રૃપ તે ડ્રગ્ઝ છે જે બુધ્ધિને બેર મારે છે. સિગારેટ-ધુમ્રપાન પણ પોતાના અને અન્યોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, ધુમ્રપાન કે તમાકુનું સેવન ઘાતક હોય છે જોકે એની અસર મોડેથી થાય છે. આનાથી ફેફસાનું કેન્સર, ક્ષય રોગ અને હૃદય રોગ થાય છે. ધુમ્રપાનની વસ્તુઓ ઉપર આ લખાણ અંકિત પણ હોય છે (Smoking kills). જીવ હણનારી હોય છે. ધુમ્રપાન કરનારા પૈસાનો પણ બગાડ કરે છે. કેમકે નુકસાનકારક વસ્તુઓ ઉપર ધન ખર્ચવું એ ધનનો બગાડ જ ગણાય. ધુમ્રપાન એ એક લત બની જાય છે. જેનાથી છુટકારો મેળવવો સરળ નથી. ધુમ્રપાનથી થતાં મૃત્યુઆંક પણ રોજે રોજ વધતો જ જાય છે. ધુમ્રપાન કરનારાના મોઢેથી દુર્ગંધ આવે છે જે અન્યોને ચિતરી ઉપજાવે છે. આવી દશા નમાઝમાં જોડાવવા માટે પણ બાધા રૃપ થાય છે. આથી અન્ય નમાઝીઓને પણ ખલેલ થાય છે. તેથી આનાથી અળગા રહેવામાં જ સુગમ્તા છે. કુઆર્ન અને હદીષમાં નશીલા દ્રવ્યો બાબત સ્પષ્ટ આદેશ મોજૂદ છે. કુઆર્ને શરાબને હરામ હોવા માટે એક ખરાબી એ વર્ણવી છે તે અલ્લાહની યાદથી અને નમાઝથી રોકે છે. અને આ ખરાબી અન્ય દરેક કૈફી દ્રવ્યોમાં જોવા મળે છે. કેમકે તે બુધ્ધિને સૂની કરીને અલ્લાહથી ગાફેલ કરી દે છે. તે આ ડ્રગ પછી તે ગમેતે રૃપે, ધન સ્વરૃપે કે પ્રવાહી રૃપે કે ઇન્જકશન દ્વારા લેવામાં આવે તે અવૈધ્યના હુકમ હેઠળ જ ગણાશે. હદીસમાં વર્ણન મળે છે કે “દરેક નશાકારક વસ્તુ હરામ છે.” (મુસ્લિમ). અબૂ દાઉદ હદીસના ગ્રંથમાં આ સ્પષ્ટતા પણ છે કે રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમએ એ દરેક વસ્તુની મનાઇ ફરમાવી છે કે નશાકારક કે કૈફી હોય.

હઝરત ઉમર રદિ.એ ખમ્ર અર્થાત નશાની વ્યાખ્યા આ રીતે વર્ણવી છે કે ખમ્ર એ વસ્તુ છે જે બુધ્ધિને અપ્રિત – મગલૂલ કરી દે. જ્યાં લગી ધુમ્રપાન-સિગારેટની વાત છે. કુઆર્ને સ્પષ્ટ આદેશો આપ્યા છે કે, પોતે જ પોતાને મૃત્યના મો માં ન નાખો. સૂરઃબકરહ-૧૯૫. કુઆર્ન એ ત્યાં સુધી કહ્યું કે, “પોતે જ પોતાની કતલ ન કરો.” (સૂરઃનિસા-૨૯) હુઝુર સલ્લલ્લાહો અલયહિ વસલ્લમ એ દુર્ગંધ વાળી વસ્તુઓના ઉપયોગ પછી મસ્જિદમાં પ્રવેશ કરવાની મનાઇ ફરમાવી છે.

હરામ કમાણી અને વ્યાજની લાનત જુગાર – લોટ્રી વિગેરે

નિર્લજ્જતાનો એક નમૂનો અને બગાડનું મૂળ કારણ હરામ કમાણી છે. જેમાં ખરાબ રીતે લોકો સંડોવાયેલા છે. તે વધુમાં વધુ કમાણી કરવા ચાહે છે. જેથી જીવન ધોરણ ઉંચુ કરી શકાય. પ્રવર્તમાન સમયમાં જે હરામ વસ્તુઓએ આર્થિક જીવનને ભયંકર રીતે ભરડામાં લઇ લીધું છે તે વ્યાજ છે. કુઆર્ને વ્યાજને ઘોર જુલ્મ-અત્યાચાર ગણાવ્યો છે. વ્યાજ કરજદાર ઉપર ઘોર જુલમ છે. વ્યાજ ખાનારના ચરિત્ર ઉપર ઘણી માઠી અસર થાય છે. તેથી જ ઇસ્લામે તેને સખત હરામ ઠેરવ્યો છે. હરામ કમાણીનું એક સાધન જુગાર છે. જેના નવા નવા રૃપો અસ્તિત્વ પામ્યા છે. દા.ત. મટકા, રેસ, લોટ્રી વિગેરે. જે માત્ર તકના આધારે અન્યના પૈસા મેળવવાનું કે પોતાનો માલ અન્યો માટે ખોઇ નાખવાનું બીજુ નામ છે. હાર-જીતની આ બાબત એ ન્યાયની વિરૂદ્ધ છે જે અલ્લાહે એ માણસજાતની પ્રકૃતિમાં મુકી છે. એવી જ રીતે લોટ્રી પણ જુગારનું એક પ્રગતિ પામેલ રૃપ છે. લોટ્રીની ટીકીટ હજારો લોકો ખરીદે છે અને તે પૈકી ગણ્યાગાંઠીયા લોકોને મોટા મોટા ઇનામ મળે છે. હારનારા નિઃસાસા નાખતા રહી જાય છે. ઇસ્લામે જુગારને પછી તે ગમે તે સ્વરૃપમાં હોય નૈતિક અને અન્ય દુષણોની રૃએ હરામ ઠેરવ્યો છે,(સૂરઃ માઇદહ – ૯૦–૯૧). વેપારધંધામાં જૂઠ અને અન્ય ધોકાબાજીથી કામ લેવું એ સાવ સામાન્ય બાબત બની ગઇ છે. નફો રળવાની વૃત્તિ એ ભેળસેળની એવી તરકીબો શોધી છે કે ખરીદનારને ભેળસેળની ગંધ પણ આવતી નથી. કુઆર્ને તોલમાપમાં કમી કરનાર ઉપર લાનત ફરમાવી છે, (સૂરઃ સૂરઃ મુતફ્ફિફીન – ૧–૬). વેપાર ધંધાવાળા પોતાના ગ્રાહકોને દગોે આપે છે. જ્યારે કે નબી (સ.અ.વ.) એ ધોકો આપનારને ઇસ્લામી વર્તુળથી બહાર ગણાવ્યો છે. ટુંકમાં કમાવવાની જેટલી પણ ખોટી રીતો પ્રચલિત છે તે બધી જ નાજાઇઝ છે અને નિર્લજ્જતા તરફ દોરે છે. આ બધાથી બચવું અનિવાર્ય છે.

લાંચ-રૃશ્વત

લાંચ રૃશ્વતની બાબતે આપણો દેશ ચોથા નંબરે છે. લાલચને કામેચ્છા જાણે આપણી રીત અને ઓળખ બનતી જઇ રહી છે. જેના દૃષ્ટાંતો આપણા સત્તાધીશો ધનવાનો રાજકારણીઓ અને કોર્પોરેટ સેક્ટર પુરા પાડી રહ્યા છે. પંચાયતથી માંડી સંસદ સુધી, પટાવાળાથી લઇ ઉચ્ચ અધિકારી સુધી. સરકારી કે બિનસરકારી સંસ્થાઓ, લશ્કર હોય કે પોલીસ, શૈક્ષણિક સંસ્થા હોય કે હોસ્પિટલ અર્થાત જીવનના દરેક વિભાગમાં આ બિમારી પ્રસરી ગઇ છે. સામાન્ય નાગરિક માટે સાધારણ કામ કે કાયદેસર જેનો હકક બનતો હોય તે કાર્ય પણ લાંચ આપ્યા વગર શક્ય હોતુ નથી. કુઆર્ને પાકમાં વર્ણન છે, “અને તમે લોકો ન તો પરસ્પર એક-બીજાની સંપત્તિ અનુચિત રીતે ખાઓ અને ન અધિકારીઓ સમક્ષ તેને એ આશયથી રજૂ કરો કે તમને બીજાઓની સંપત્તિનો કોઈ ભાગ ઇરાદાપૂર્વક અન્યાયી રીતે ખાઈ જવાની તક મળી જાય” (સૂરઃ બકરહ – ૧૮૮). હુઝુર (સ.અ.વ.) સ્પષ્ટ શબ્દોમાં લાંચને વખોડ્યો છે. લાંચ લેનારને આપનાર બન્ને નર્કમાં જનાર છે. (હદીષ)

દહેજની લાંનત

દહેજની માંગણી પુરૃષની અહમની વિરૂદ્ધ છે અને નિર્લજ્જતાનું નગ્ન પ્રદર્શન છે. અલ્લાહ સ્ત્રી ઉપર પુરૃષને કવ્વામ (એક દરજ્જો ઉંચો) એ કારણે બનાવ્યો છે કે તે આપનાર અને ખર્ચનાર હોય છે ન કે લેનાર. હદીસમાં પણ આ જ વાત છે. આપનાર હાથ લેનાર હાથ કરતાં સારો હોય છે. દહેજ એ હિંદુઓની પ્રથા છે જેને મુસ્લિમોએ અપનાવી છે. વાસ્તવિક્તા તો આ છે કે ઇસ્લામમાં દહેજ માગવાનો કોઇ અવકાશ જ નથી. ફાતમા રદી.ને દહેજ હઝરત અલી રદી.ના માલથી આપવામાં આવ્યું હતું. જેને આધાર બનાવી પ્રવર્તમાન દહેજને જાએજ કરી લેવાની કોઇ રીત ઉપજાવી શકાય નહીં. મિલ્લતના યુવાનોે ગેરતવાળા હોવા જોઇએ. અને આ સામાન્ય થઇ પડેલી બુરાઇથી પોતે પણ બચે અને અન્યોને પણ બચાવે.

ઇસરાફ – નિર્રથક ખર્ચ અને ઉપભોગતાવાદ

જે રીતે લોકો કમાવવાની બાબતમાં હલાલ હરામને જોતાં નથી. તેવી જ રીતે ખર્ચની બાબતમાં પણ શરીઅતની હદોને લક્ષમાં રાખતા નથી. ક્યારેક પોતાની ગજા કરતાં પણ વધુ ખર્ચ કરે છે જે જરૃરથી વધારેનો ખર્ચ જ છે. જેને ઇસરાફ કહેવાય. ક્યારેક બેકાર નિર્રથક કામો પાછળ પૈસા લુંટાવે છે. જે પણ ફુજુલ ખર્ચ છે. બસ જેવા પ્રસંગોમાં બેફામ ખર્ચ કરવો એ તો સામાન્ય વાત થઇ ગઇ છે. દીન હોય કે ધનવાન હોય બધા આવા પ્રસંગે ખર્ચની બાબતમાં હદ વટાવતાં હોય છે. કેમ કે તેમની લાગણીની તુષ્ટી આ સિવાય થતી નથી. આજ કાલ ઇસરાફની એક નવી ઢબ એટલે કે ઉપભોગતાવાદ પણ જન્મયો છે. પશ્ચિમી જગતે દુનિયા ભરના લોકોને સાંસરિકતામાં એટલો તો ડુબાડી દીધો છે કે તેમના માટે તેમની ખરી જરૂરીયાતો અને બિનજરૂરી જરૂરીયાતોમાં ભેદ કરવું મુશ્કેલ થઇ પડ્યું છે. તેથી દરેક બિન જરૂરી વસ્તુઓ પણ ખરીદવામાં આવી રહી છે. મીડિયા અને ઇન્ટરનેટ દ્વારા કંપનીઓ પોતાના ઉત્પાદનની જાહેરાત એટલી હદે કરે છે કે માણસ તેને પોતાની જરૂરીયાત સમજી બેસે છે. એક કંપનીની વસ્તુ ખરીદવાની વાસના જાગે છે. નવયુવાને બ્રાંડની પાછળ ભાગવાની દોટ મૂકી છે. આ પરિણામ છે આ ઇસરાફનું જેની ઇસ્લામે મનાઇ ફરમાવી છે.

અનૈતિક વાણીનો બેફામ પ્રયોગ

આજે સમાજમાં એક મોટી બુરાઇ એ ગાળમગાળી છે. આપણા યુવાનો જેમાં છકટા થઇ ગયા છે. હાલના સમયમાં અજ્ઞાની લોકોની જીભ ઉપર ગાળો રમતી રહે છે અને લડાઇના સમયે તો સાવ નીચતાના સ્તરે ઉતરી આવે છે. એવી ગાળો ભાંડે છે કે શરીફ માણસ તો નીચે જોઇ ચાલતી પકડેે છે. હદીસમાં દરેક પ્રકારી ગાળને અલ્લાહની અવજ્ઞા ઠેરવવામાં આવી છે. (બુખારી). મુસલમાનને ગાળ દેવી ફિસ્ક છે અને કદાચ આ લોકો એ વાતથી અજાણ હશે કે માણસ પોતાની જીભથી જે વાત પણ કરે છે તેને ફરીશ્તા તરત જ લખી લે છે. અને ક્યામતના દિવસે તેઓ પોતાના આમાલનામા – કર્મપોથીમાં તે ગાળોને પણ વાંચશે. જે તેમણે ભાંડી હતી. તે સમયે તેમને ભાન થશે કે તેમણે પોતાની જીભથી નકામી નીચ શબ્દોચારણ કરી કેટલા મોટા ગુનાહનો પાપ પોતાના માથે લીધુ છે. કેવું સારૃં થાત કે તેઓ પોતાની જીભને પવિત્ર રાખી હોત.

નિર્લજ્જતાનો ઇસ્લામી ઉપચાર : તકવાભર્યું જીવન

તકવા આ જ છે કે માણસ ગુનાહોના ઘોડાપુરમાં પોતાને સુરક્ષિત રાખે. સીધા માર્ગે રહેવા માટે કાંટાળા ઝાડઝાંખડથી પોતાના પાલવને બચાવે રાખવું એ જ તકવા છે. જો જગતની ક્ષણભંગુરનો ભાન હશે કે પાની કેરા બુલબુલા અસ માનસ કી જાત અર્થાત માણસ પાણીના પરપોટા સમાન છે. વાસ્તવિક જીવન તો આખેરત-પરલોકનું જીવન છે. જેના હકદાર થવા માટે મૃત્યુલોકમાં એટલે કે આ જીવનમાં પરિક્ષા લેવાઇ રહી છે. આ ખ્યાલ નજરસમક્ષ રાખવાથી માણસ બુરાઇઓ ઉપર કાબુ મેળવી શકશે. જેને કુઆર્ન એ “સબ્ર” શબ્દથી વ્યાખિત કર્યો છે. તો એ શક્ય છે કે માણસ બુરાઇથી બચી શકે. પરલોકની ચિંતાને ખુદા સમક્ષ ઉત્તરદાયિત્વનું ભાન હશે અને અલ્લાહની સ્વર્ગ અને તેના ભેટસોગાદની ચાહના અને આશા હશે તો દુનિયાની બુરાઇઓથી બચવું સરળ થશે. અત્રે યાદ રાખવું ઘટકે અલ્લાહે સ્વર્ગની ભેટ એ લોકોના ભાગે લખી રાખી છે જે આ દુનિયામાં ઇન્દ્રીય વાસના ઉપર કાબૂ રાખે છે અને અલ્લાહ સમક્ષ ઉત્તરદાયિત્વના ભાનથી ડરે છે. આનાથી વિપરીત અલ્લાહે આ વાત કહી છે કે જે લોકો દુષ્કર્મી હોય છે અને દુનિયાના જીવનને પ્રાથમીકતા આપે છે તેમના માટે નરક-જહન્નમ જ ઠેકાણું હશે.

દેશના નવયુવાનોને સામાન્ય રીતે અને વિશેષ રીતે મિલ્લતના નવયુવાનોને નિર્લજ્જતા આ રોગચાળાથી બચાવવું એ આજની તાતી જરૂરીયાત છે. મુસ્લિમ યુવાનોના ચારિત્ર્ય ઘડતર માટે વાતાવરણ પેદા કરવાની જરૃર છે. પશ્ચિમી કલચરની માંઠી અસરથી તેમને વાકેફ કરવામાં આવે અને તેનાથી બચવા માટે તેમને પ્રરવામાં આવે. વ્યભિચાર, નગ્નતા, ફેશન, નશા અને ઉપભોગતાવાદ જેવા અન્ય દુષણોના નુકસાનથી તેમને અવગત કરવામાં આવે. નૈતિક બદીમાં સપડાયેલા યુવાનોની સુધારણા માટે પ્રયત્ન કરવામાં આવે. પોતાની સુધારણાની સાથો સાથ સમાજ-સુધારણા માટે પણ તેમને તૈયાર કરવામાં આવે. આને લક્ષમાં લઇ એક સોગંદનામું અત્રે રજૂ કરવામાં આવી રહ્યું છે. જેના પર ધ્યાન આપવાની જરૃર છે.

યુવાનીને ડાઘારહીત રાખવા માટે આવો આપણે સોગંદ લઇએ કે,
* ખુદાથી પોતાના સંબંધને સબળ બનાવીશું. આખેરતના ઉત્તરદાયિત્વને યાદ રાખીશું. કુઆર્નનું વાચન સમજીને કરીશું.
* સારા યુવાનોની મૈત્રી કેળવીશું. ખોટી સંગત અપનાવી પોતાની યુવાનીને બરબાદ નહીં કરીએ.
* પોતાને જનસેવા, સમાજની પ્રગતિને ઉત્થાનના કાર્યો અને દીની પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત રાખીશું.
* સમાજી બુરાઇઓથી પોતે પણ દૂર રહીશું અને યુવાનોને પણ રોકીશું. સમાજ સુધારણાના કાર્યમાં આગળ પડતા ભાગ લઇશું.
* લાંચરૃશ્વતને અવરોધીશું. ન લાંચ લઇશું ન દઇશું.
* જુગાર-સટ્ટા, લોટ્રી વિગેરેમાં સપડીશું નહિં. બીડી- સિગારેટ, ગુટખા, નસીલા પદાર્થ અને ડ્રગ્ઝ વિગેરેથી અળગા રહીશું અને મિત્રોને પણ દૂર રહેવા કહીશું.
* પોતાની ગત પ્રમાણે ખર્ચ કરીશું. વ્યાજી કરજમાં સપડીશું નહિં. માત્ર જરૃર પ્રમાણેની વસ્તુ ખરીદશું. માત્ર દેખાડા માટે કોઇ વસ્તુ ખરીદશું નહિં.
* પોતાના લગ્નમાં સાદાઇને અપનાવીશું. દીનના પ્રમાણને લક્ષમાં રાખીશું. દહેજની માગ કરીશુ નહીં.
* પોતાની નજર નીચી રાખીશું. ડેટીંગ, પરાઇ સ્ત્રીઓથી ચેટીંગ તથા સ્ત્રીઓથી છેડ-છાડ કરીશું નહીં.
* અનૈતિક અને નગ્નતા તરફ દોટી જતી બધી જ પ્રવૃત્તિઓથી દૂર રહીશું.
* ટી.વી. મોબાઇલ ફોન અને ઇન્ટરનેટનો બેફામ ઉપયોગ કરીશું નહીં.
* સડકો પર લુખ્ખાગીરી અને ગપસપ કરીશું નહીં.
* ફેસબુક, ટ્વીટર અને અન્ય સામાજિક વેબસાઇટ્સ અને વિજ્ઞાનનો દુરૃપયોગ કરીશું નહીં.
* પોતાનું ધન ખોટા કાર્યોમાં વાપરીશું નહીં. દેખાડા માટે ખર્ચ કરીશું નહીં.

મિલ્લતના નવયુવાનોથી નિવેદન છે કે ઇસ્લામી સંગઠનથી જોડાઇ પોતાની યુવાની અલ્લાહની દીનના માર્ગે લગાડે અને દુનિયા અને આખેરતની સફળતા હાંસલ કરે. યાદ રાખજો અલ્લાહના દીનની સેવા જે યુવાનીમાં કરવામાં આવશે તેમને ક્યામતના દિવસે અર્શની છાયામાં સ્થાન પામવાની ખાત્રી છે. જીવન બરફની જેમ ઓગળી રહ્યો છે. પોતાની શક્તિ, લાયકાત અને યુવાની નિર્બળતા આવે તે પહેલા પોતાની યુવાનીની કિંમત પિછાણી અલ્લાહ વાસ્ત પોતાનું જીવન લગાવવા તૈયાર થઇ જાવ.

અલ્લામા ઇકબાલ રહ.ની ભાષામાં એ જ યુવાન પ્રસંશાપાત્ર છે જેની યુવાની ડાઘા વગરની હોય. જેના પ્રયત્નો અસાધારણ હોય.
વહી જવાં હૈ કબીે લે કી આંખકા તારા
શબાબ જિસકા હો બેદાગ ઝર્બ હો કારી

Previous article
Next article
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments