Saturday, July 27, 2024
Homeસમાચારગર્લ્સ ઇસ્લામિક ઑર્ગેનાઇઝેશન ગુજરાત દ્વારા દિકરી સમાજનું ગૌરવ વિષય ઉપર સંમેલન યોજાયું

ગર્લ્સ ઇસ્લામિક ઑર્ગેનાઇઝેશન ગુજરાત દ્વારા દિકરી સમાજનું ગૌરવ વિષય ઉપર સંમેલન યોજાયું

તા. ૧૯ નવેમ્બર ૨૦૧૭, રવિવારના રોજ ડૉ. બાબાસાહેબ આંબેડકર હૉલ, સરસપૂર ખાતે “દિકરી  સમાજનું ગૌરવ” શિર્ષક હેઠળ સંમેલન ગર્લ્સ ઇસ્લામિક ઑર્ગેનાઇઝેશન ગુજરાત (GIO-G)ના નેજા હેઠળ યોજાઈ ગયું. સંમેલનમાં પ્રારંભિક પ્રવચન આપતાં GIO-Gની પ્રદેશ મહાસચિવ સના મનસૂરીએ સંગઠનનો પરિચય કરાવ્યો અને જણાવ્યું કે આ સંગઠન ભલાઈનો આદેશ અને બુરાઈથી રોકવા માટે વિદ્યાર્થિનીઓ અને યુવતિઓને આ કાર્ય માટે તૈયાર કરવા એક પ્લેટફોર્મ છે. વધુમાં તેણીએ કાર્યક્રમમાં હાજરજનોને સંગઠન સાથે જોડાવવાનું આહ્વાન કર્યું હતું. ‘દિકરી એક રહમત’ ઉપર બોલતાં જમઆતે ઇસ્લામી હિંદ મહિલા વિભાગની સેક્રેટરી મોહતરમા આરેફા પરવીને જણાવ્યંુ હતું કે જ્યારે બેટી પોતાની સકારાત્મક ભૂમિકા ભજવે છે તો સમાજને રહમતથી ભરી દે છે. મહિલા તો અર્ધ માનવતા છે પરંતુ આ ફિત્નાવાળા યુગમાં મહિલાઓની અને ખાસ કરીને દિકરીઓની જવાબદારીઓ વધી જાય છે. તેઓને પણ ખૈરે ઉમ્મતના પદની અદાયગી માટે પોતાને તૈયાર કરવા પડશે. પછી એફ.ડી.સ્કૂલ જુહાપુરાના પ્રિન્સીપાલ જનાબ ગેના સાહેબે પણ પ્રાસંગિક પ્રવચન માટે પોતાનો સંદેશ મોકલ્યો હતો.

મહારાષ્ટ્રથી ખાસ મહેમાન તરીકે પધારે ગર્લ્સ ઇસ્લામિક ઑર્ગેનાઇઝેશન સાઉથ મહારાષ્ટ્રના પ્રમુખ ડૉ. આમેના ખાનમે પણ પ્રસંગને લગતી વાતો મુકી હતી. વધુમાં તેણીએ ત્રણ મુદ્દાઓ ઉપર ભાર મૂકયો કે વિદ્યાર્થિનીઓને પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે મહેનત કરવી, જ્ઞાન પ્રાપ્ત કરવું અને પોતાની અંદર વિવિધ પ્રકારની સ્કીલ્સ વિકસાવવી અને એ બધા કાર્યો ફકત પોતાના અલ્લાહને રાજી કરવા માટે કરવો. ગર્લ્સ ઇસ્લામિક ઑર્ગેનાઇઝેશન ગુજરાતના પ્રમુખ સાઝિયા શેખે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું કે આજના સમાજમાં ચારિત્રમાં પછાતપણું વધતુ જાય છે અને તેનું સૌથી મોટુ નુકશાન એક સ્ત્રીને ભોગવવું પડે છે. દા.ત. ઘણા ખરા અપરાધો જે સ્ત્રિઓને ઘરમાં બેસવા અને શિક્ષણ ન મેળવવા પર મજબૂર કરે છે અને આવા અપરાધોના વધવાનું કારણ ચારિત્રમાં આવતી ઓછપના લીધે છે. અને આ પછાતપણું સ્ત્રીને નુકશાન પહોંચાડી રહ્યું છે. તેથી તેને ચારિત્રના શિક્ષણની પણ જરૃર છે. અને એક સ્ત્રી પોતાના માતા-પિતા સમાજ તથા દેશ માટે ત્યારે જ ગૌરવ બની શકે છે જ્યારે તેની અંદર શિક્ષાની સાથે સાથે સારૃ ચારિત્ર પણ હોય.

જનાબ શકીલ અહમદ રાજપૂત (પ્રમુખ, જમાઅતે ઇસ્લામી હિંદ ગુજરાત) સંમેલનના પ્રમુખ તરીકે ઉપસ્થિત હતા. તેઓએ કહ્યું કે પુરૃષ કરતા વધારે મહિલાને વધારે મહત્ત્વનો કાર્ય અલ્લાહે સુપુર્દ કર્યા છે કેમકે એ સ્ત્રી જ છે માનવને તૈયાર કરે છે. વધુમાં કહ્યું કે શેતાને ચાર વાતોના કારણે અલ્લાહના આદેશનું ઉલ્લંઘન કર્યું, એક મનેચ્છાની પેરવી, ઘમંડ, અલ્લાહના આદેશોનો અનાદર અને ઇર્ષ્યા. આ ચારેય વસ્તુ શેતાનના માર્ગો છે. જો સમાજને સારો અને ગૌરવવંત બનાવવો છે અને દિકરીઓને સમાજનું ગૌરવ બનવું છે તો આ ચારેય વસ્તુથી પોતાની જાતને દૂર રાખવી પડશે.

કાર્યક્રમમાં અંતે નિબંધ સ્પર્ધામાં ઉત્તિર્ણ થયેલી બહેનોને ઈનામોથી નવાજમાં આવી. જેમાં ૧૦૦૦૦ જેટલી રોકડ રકમ, ટ્રોફી ઇસ્લામી ખાનદાને લગતા પુસ્તકો વિગેરે આપવામાં આવ્યો અને બધા જ સ્પર્ધકને કૃતિઓ લખવાના સંબંધે પ્રમાણ પત્ર આપવામાં આવ્યું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments