Friday, December 13, 2024
Homeઓપન સ્પેસગુજરાતનું ચૂંટણી-જંગ

ગુજરાતનું ચૂંટણી-જંગ

કેન્દ્રીય ચૂંટણીપંચે છેવટે ચારેકોરથી થતી ટીકાઓના અંતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની તારીખોની જાહેરાત કરી દીધી છે. આ જાહેરાત મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ ર તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં ૯ ડિસેમ્બર ર૦૧૭ના રોજ અને બીજા તબક્કામાં ૧૭ ડિસેમ્બર ર૦૧૭ના રોજ મતદાન થશે. અને ૧૮મી ડિસેમ્બરે ચૂંટણી પરીણામની જાહેરાત થશે.

સત્તારૃઢ ભારતીય જનતા પાર્ટી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જીતવા ‘કરો અને મરો’ની માનસિકતા સાથે ઉતરશે. એ બાબતનો ખ્યાલ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતની વધી ગયેલ મુલાકાતો પરથી આમ જનતાને આવી જ ગયો છે.

તેણે ચૂંટણીપંચ દ્વારા ચૂંટણી તારીખોની જાહેરાતમાં ખેડૂતને વિલંબનો લાભ લઈ જીએસટીમાંથી રાહત આપવા ર૬પ કરોડ રૃપિયાના ફલાયઓવરના બાંધકામ, ૧૬૬ કરોડના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ૬પ૦ કરોડ રૃપિયાના ખર્ચે ૬પ૦ કરોડની રો-રો ફેરી સેવાના ઉદ્ઘાટન, રપ કરોડ રૃપિયાના ટ્રાન્સપોર્ટ હબ અને ર૮૭ કરોડના વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટની જાહેરાત કરી છે પરંતુ આની સાથોસાથ ‘ઇન્ડિયા ટુડેેએ એક્ઝિટ પોલ કરાવી તેમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજયની આગાહી દ્વારા સામાન્ય પ્રજાને ભોળવી તેના ‘અપહરણ’નો પ્રયાસ કર્યો છે.

આમ જ્યારે સત્તારૃઢ ભારતીય જનતા પાર્ટી માટે ચઢાણ કપરા લગાવા માંડયા છે લોકોને ‘સબકા સાથ-સબકા વિકાસ’ના પોકળ દાવા અને ગુજરાત મોડેલની સાચી હકીકતની પ્રતીતિ થવા લાગી છે. બીજી બાજુ કહેવાતા ‘ગુડ સર્વિસ ટેકસ’ (જીએસટી) અને નોટબંધીની બમણી મારથી વેપાર-ઉદ્યોગને ભારે ફટકો પડયો છે. જે યુવાનોને નોકરીઓના સર્જનના શમણા દેખાડવામાં આવ્યા હતા તેઓ હવે ‘અચ્છે દિન’ની આશા છોડી ચૂકયા છે. આ ઉપરાંત દલિત અને પાટીદાર સમાજે પણ સરકાર સામે બાંયો ચઢાવી છે ત્યારે ચૂંટણી જીતવા ભારતીય જનતા પાર્ટી ગમે તેવી રીત-રસમો અપનાવશે અને ગમે તે હદે જશે એમાં શંકાને સ્થાન નથી.

વ્યક્તિ સ્વાતંત્ર્ય અને અખબારી સ્વાતંત્ર્યનું ગળુ દબાવી રાષ્ટ્રને સરમુખત્યારશાહી શાસન ભણી દોરી જનારી પ્રવૃત્તિઓ અને સત્તાનો ભરપુર ઉપયોગ કરી પોતાના વિચારોથી જુદા વિચારો ધરાવનાર બુદ્ધિજીવીઓ, પત્રકારો, કલકારોની શી દશા થઈ છે એનાથી સૌ વાકેફ છે.

સમાજને બહુમતી અને લઘુમતીમાં વહેંચી લડાવીને પોતાનો સ્વાર્થ સાધવા ભય અને હિંસાનું સામ્રાજ્ય ફેલાવવામાં આવ્યું અને જ્યારે આની ટીકા થાય છે ત્યારે વડાપ્રધાન માત્ર નિંદા કરી સંતોષ માની લે છે.

આ સંજોગોમાં બહુમતીના શાણા નાગરિકો અને લઘુમતી અને પછાત ….. વર્ગોએ બુદ્ધિપૂર્વક વિચારીને વિકાસના ભ્રામક વચનોથી ભોળવાઈને ધર્મ અને જ્ઞાતિના ચશ્મા ઉતારી બંધારણીય મૂલ્યો અને સ્વાતંત્ર્યતા, સમાનતા અને બંધુતા સ્થાપવા મતદાન કરવા કટિબદ્ધ થવું પડશે.

આ તબક્કે એ બાબત પણ યાદ અપાવીએ કે રાષ્ટ્રહિત અને તેની સલામતીની ઓથ લઈને પણ નાગરિકોને ભ્રમણામાં નાખી પોતાની તરફેણમાં મતદાન કરવા તેમનું ધ્રુવીકરણ કરવાના પ્રયત્નો થશે.

આ તમામ યુક્તિ-પ્રયુક્તિ અને રીતરસમનો નાગરિકો મુકાબલો કરી વાસ્તવિકતા પિછાણી મદતાન કરે અને ખરેખર વીકાસ અને લોકકલ્યાણને વરેલા ઉમેદવારો અને પક્ષોની તરફેણમાં મતદાન કરે એ એમના પોતાના અને રાષ્ટ્રના હિતમાં છે.

કેટલાક પક્ષો એક જ કોમના અનેક ઉમેદવારો ઊભા રાખીને પણ સત્તારૃઢ પક્ષને કાં તો શાસક પક્ષની તેની યોજનાના ભાગરૃપે અથવા ટૂંકી બુદ્ધિથી પ્રેરાઈને ઉમેદવારો ઊભા રાખી સત્તારૃઢ પક્ષનો માર્ગ સરળ કરી આપશે.

આ સંજોગોમાં સામાન્ય મતદાતા પોતે પોતાની સ્વતંત્ર બુદ્ધિનો ઉપયોગ કરી આવા તત્ત્વોને પિછાણી તેમની યોજના નિષ્ફળ બનાવ એ ઈચ્છનીય છે.

ચૂંટણીજંગ જીતવા માટે જ્યારે વિકાસનું મંત્ર સફળ નથી થતું ત્યારે મતોના ધ્રુવીકરણ માટે સંવેદનશીલ કોમી મુદ્દાઓના આધારે પણ ચૂંટણી જીતાવાના મરણિયા પ્રયાસો થશે.

આ સંજોગોમાં નાગરિકોની સમજણ અને શાણપણની કસોટી થશે અને જો આ વખતે તેઓ આવશે તો પછી બંધારણમાં એવા સુધારા થવાની પણ આશંકા છે કે જેના કારણે નાગરિકોના ધાર્મિક સ્વાતંત્ર્ય, અખબારી સ્વાતંત્ર્ય અને વ્યક્તિગત સ્વાતંત્ર્ય માટે કોઈ અવકાશ નહીં રહે અને સૌએ મૂંગા મોઢે સહન કરવાનો વારો આવશે. સબબ હવે સંકુચિત સ્વાર્થ અને વાડાબંધીઓમાંથી બહાર આવી મતની તાકાતનો ઉપયોગ કરી લોકોનું સાચું પ્રતિનિધિત્વ કરનારા, લોકશાહી મૂલ્યો અને સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વ અને સાચા અર્થમાં ‘સબકા સાથ સબકા વિકાસ’ને વરેલા નહીં કે વિકાસની આકાશી ખેતી અને વ્યવહારમાં કોમવાદનું રાજકારણ ખેલનારાઓને-ઉમેદવારોને ચૂંટણીને મોકલવાનો આપણો બંધારણીય કર્તવ્ય નિભાવીએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments