Tuesday, September 10, 2024
Homeમાર્ગદર્શનમધુરવાણીગુસ્સો ઘણી બધી બૂરાઇઓનું કારણ હોય છે

ગુસ્સો ઘણી બધી બૂરાઇઓનું કારણ હોય છે

અબૂ હુરૈરહ (રદી.)થી રિવાયત છે કે એક માણસે રસૂલુલ્લાહ (સ.અ.વ.)થી અરજ કરી કે મને કોઇ ઉપદેશ આપો. આપ (સ.અ.વ.) જવાબમાં કહ્યું ગુસ્સો ન કરતા. તેણે અનેક વાર ઉપદેશ કરવા વિનંતી કરી આપે દરેક વખતે કહ્યું ગુસ્સો ન કરતાં. (તિરમીઝી)

હદીસના ગ્રંથમાં છે કે એક માણસ આપ (સ.અ.વ.)થી વિનંતી કરી કે મને કોઇ એવું કર્મ બતાવો કે જે મને સ્વર્ગ-જન્નતમાં પહોંચાડે. આપે ફરમાવ્યું “ગુસ્સો ન કરતો.”
આ ટૂંકી પણ સર્વગ્રાહી નસિહતમાં એ વાત સ્પષ્ટ થાય છે કે ક્રોધ અને ગુસ્સો ઘણી બધી ખરાબીઓનું મૂળ હોય છે. આનાથી બચવાના પરિણામે ઘણી બધી ખરાબીઓથી બચી શકાય છે અને સત્કર્મો કરી શકાય છે.

આપ (સ.અ.વ.)થી પૂછવામાં આવ્યું કે કયુ કર્મ-અમલ સૌથી સારુ છે. આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું, “શ્રેષ્ઠ ચારિત્ર્ય”. પછી આપે ચોખવટ કરતાં ફરમાવ્યું કે “શ્રેષ્ઠ ચારિત્ર્ય આ છે કે શક્ય હોય ત્યાં સુધી ગુસ્સો ન કરો.”
ગુસ્સો ન કરો આનો અર્થ આ કે એવી રીત અપનાવો કે જે શ્રેષ્ઠ ચારિત્ર્યનું નિમિત બને. જેમ કે દાન કરવું, ઉપકાર, બાંધછોડ, સેહસરમ, સહાનુભૂતિ, વિનમ્રતા વિગેેરે અપનાવવી અને લોકોને ઈજા ન પહોંચાડવી. નમ્રતા દાખવવી, ગુસ્સા પર કાબુ મેળવવો. આ એવાં શ્રેષ્ઠ ચારિત્ર્યની બાબત છે જેને અપનાવવાથી ક્રોધ-ગુસ્સા પર કાબૂ મેળવી શકાય છે.

એવી જ રીતે હદીસના ગ્રંથ – મુસ્નદ અહમદમાં અબ્દુલ્લાહ બિન અબ્બાસની રિવાયત છે કે આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું જ્યારે તમારા પૈકી કોઇને ગુસ્સો આવે તો ચૂપ થઇ જાય. આ વાક્ય આપે ત્રણ વાર વર્ણવ્યું.

ચૂપ રહેવું એ ગુસ્સા માટે અસરકારક ઔષધ છે. કેમકે જે વ્યક્તિ ક્રોધિત હોય છે એના મુખથી અપશબ્દ નિકળે છે. એવા ખોટા શબ્દો ઉચ્ચારાઇ જાય છે જે પાછળથી તેને પોતાને શરમિંદા કરે છે અને તેને પશ્ચાતાપ થાય છે. અને ઘણી વખત આના કારણે મોટુ નુકસાન પણ ભોગવવુ પડે છે. ચૂપકીદી સેવવાથી અનેકવિધ દુષણથી બચી શકાય છે.

હઝરત ઉમર બિન અબ્દુલ અઝીઝ (રેહ.)નો કોલ છે કે જે આત્મા, ક્રોધ અને લાલચથી બચી ગયો તે સફળ થઇ ગયો.

હઝરત હસન (રેહ.) ફરમાવે છે કે જે આકર્ષણ-શોખ, ભય-બીક અને ક્રોધની હાલતમાં પોતાના પર કાબૂ રાખે તેને અલ્લાહ શૈતાનથી સુરક્ષિત કરી દેશે અને નર્ક-જહન્નમ હરામ કરી દેશે. આ જ ચાર બાબતો બુરાઇનુ મૂળ છે.

– સઈદ અહમદ ફલાહી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments