ફેબ્રુઆરી-૨૦૧૯માં ૨૯ વર્ષીય એક મજૂર અસંગઠિત ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. ૩૧ વર્ષ સુધી દર મહિને ૧૦૦ રૂપિયા જમા કરાવે છે. સરકાર પણ ૧૦૦ રૂપિયા જમા કરાવે છે. ૨૦૫૦માં તે ૬૦ વર્ષનો થઈ જાય છે. ત્યારે તેને પિયુષ ગોયલની સ્કીમ અનુસાર દર મહિને ૩૦૦૦ રૂપિયા પેન્શન મળશે.
તે સમયે રૂપિયાના મૂલ્યના હિસાબ મુજબ તે ચારાના બરાબર છે કે ચારાનાથી ઓછી છે, તે તમે તમારા ફોનમાં ઉપલબ્ધ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો.
તેની જગ્યાએ સરકારને બતાવવું જોઈતું હતું કે અટલ પેન્શન યોજના હેઠળ કેટલા મજૂરોને કેટલું પેન્શન આપવામાં આવી રહ્યું છે. જેથી સ્થિતિનું તારણ કાઢી શકાય.
અસંગઠિત ક્ષેત્રના મજૂરોને ૬૦ વર્ષ થવા પર ૩૦૦૦ રૂપિયા પેન્શન આપવાની યોજના અને ઘોષણા હેડલાઇન સિવાય બીજું કશું નથી, જે કાલે હિન્દી સમાચાર પત્રોમાં છપાઈને લહેર પેદા કરશે.
સરકાર આ જ જણાવી દેતી કે તેમના શાસનમાં કેટલા મજુરોની ન્યુનતમ મજૂરી સુનિશ્ચિત કરાવવામાં આવી. અસંગઠિત ક્ષેત્રમાં ૪૦ કરોડ મજૂર લોકો કામ કરે છે. ૧૦ કરોડ માટે આ યોજના બની છે.
ગંગા મૈયાએ પ્રધાનમંત્રીને બોલાવ્યા હતા. ૫ વર્ષ માટે રાજગાદી પર બેસાડ્યા હતા. તેમને ફરી ગંગા મૈયા પાસે જવું છે. બનારસ આરતીના ફૂટેજ લાઈવ દેખાડવા છે. ઓછામાં ઓછું આ વર્ષ નમામિ ગંગેનું બજેટ વધારી શકાતું હતું.
પરંતુ અફસોસ, આ બજેટમાં નમામિ ગંગેનું બજેટ ૨૨૫૦ કરોડથી ઘટાડીને ૭૦૦ કરોડ ઓછું કરી નાખ્યું. હવે ગંગા મૈયા તો સવાલ નહી કરે કે ૧૫૦૦ કરોડ કોના કહેવા પર ઘટાડ્યા.
૨૦૧૫માં દેશના ૯૬ જિલ્લાઓમાં જ્યાં ૩૦ ટકાથી ઓછી સિંચાઇ ભૂમિ છે, ત્યાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના હેઠળ દરેક ખેતરમાં “પાણી યોજના” લોન્ચ થઈ હતી. ૨૦૧૮-૧૯ના બજેટમાં આ યોજના માટે ૨૬૦૦ કરોડ રાખવામાં આવ્યા, પરંતુ ખર્ચ થયા ૨૧૮૧ કરોડ.
એક જ વર્ષમાં દરેક ખેતરને પાણી યોજનાનું બજેટ ૧૭૦૦ કરોડ ઓછું કરી નાખ્યું. ૨૦૧૯-૨૦ માટે માત્ર ૯૦૩ કરોડ કરી નાખ્યા. શું આ યોજનાના લક્ષ્યો પૂરા થઈ ગયા?
ગર્ભવતી મહિલા અને બાળકો માટે “પ્રધાનમંત્રી માતૃત્વ યોજના” લોન્ચ થઈ. ૨૦૧૮-૧૯માં ૨૪૦૦ કરોડ આપ્યા, પરંતુ ખર્ચ થયા ૧૨૦૦ કરોડ જ. કેમ સરકારે આ યોજના પર ખર્ચ ન કર્યા?
પ્રધાનમંત્રી કૌશલ્ય યોજનાનું બજેટ પણ ૪૦૦ કરોડ ઓછું થઈ ગયું છે. તેની હેઠળ બનાવવામાં આવેલા અને ચાલનારા મલ્ટી સ્કીલ ટ્રેનિંગ સંસ્થાનો માટે કોઈ વ્યવસ્થા નથી. ૨૦૧૮-૧૯માં તેનું બજેટ ૩૪૦૦ કરોડ હતું, જે ૨૦૧૯-૨૦ માટે ૪૦૦ કરોડ ઓછું છે.
સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રાલયમાં સંશોધનનું બજેટ ૬૦૯ કરોડથી ઓછું કરીને ૪૯૩ કરોડ થઈ ગયું છે.
આંગણવાડી અને આશા વર્કરને ૩૦૦૦નું માનદ વેતન મળે છે. જેમાં ૫૦ ટકાનો વધારો થયો છે. હવે ૪૫૦૦ મળશે. ન્યુનતમ મજૂરીથી પણ ઘણું ઓછું.
હવે આવીએ છીએ ૨ હેકટરથી પણ ઓછી ખેતીના માલિક, કિસાનોની પાસે. તેમને દર મહિને ૫૦૦ રૂપિયા મળશે. હવે તે જ લોકો બતાવી શકે કે સરકાર પાસેથી ૫૦૦ રૂપિયા મેળવીને તેમણે કયું ધન પ્રાપ્ત કરી લીધું અને ઇતિહાસ રચ્યો.
વાર્ષિક ૫ લાખ સુધીની આવકવાળાઓને મહિને ૧૦૦૦થી વધુની બચત થઈ ગઈ. એમને ન તો કર આપવો પડશે અને ન ફોર્મ ભરવું પડશે. એવા ૩ કરોડ લોકો હવે રજા મનાવે અને હોળી પણ.
બાકીના ૪ કરોડ લોકો પર કર આપવાની જવાબદારી હશે. તેમને પણ થોડો થોડો લાભ મળ્યો છે, પરંતુ તે પોતાના ચાર્ટર એકાઉન્ટન્ટને પૂછે કે કેટલો લાભ થયો અને કેટલો નહી. આવકવેરા પર સરચાર્જ ૩ ટકાથી વધારીને ૪ ટકા થઈ ગયો, પરંતુ બે ફ્લેટ ધારકોને મોટી રાહત મળી છે. બલ્કે આવા લોકોને આ બજેટમાં સૌધી વધુ ફાયદો થયો છે.
નોકરી આપવાવાળું સેક્ટર ટેક્સટાઇલ. ક્યારેક ૬૦૦૦ કરોડના પેકેજ પર ભારે વિરોધ થયો હતો. આ બજેટમાં ૧૩૦૦ કરોડ ઓછા થઈ ગયા. લાગે છે કે ૬૦૦૦ કરોડના પેકેજથી ૧૦ લાખ રોજગાર પેદા કરવાનો દાવો ફૂસ્સ થઈ ગયો. તમે આ વિશે ઇન્ટરનેટ પર સર્ચ કરી લો.
બેકારોને કશું નથી મળ્યું. તેમને પ્રદર્શન કરવાની છૂટ છે. ટેલિવિઝન જુએ, જેના પર તેમની લડાઈનું કવરેજ ક્યારેય પણ નહી મળે.
ભારત સરકાર પાસે પોતાનો નોકરીનો ડેટા નથી. જે પોતાનો છે તેની ઉપર પણ શંકા છે. મેકૈન્જીના ડેટા પર ભરોસો છે. ઓલા અને ઊબેરએ કેટલી નોકરીઓ આપી એ ખબર છે, પરંતુ એમના વિભાગોથી જોડાયેલી પરિયોજનાઓએ કેટલી નોકરીઓ આપી એ ખબર નથી.
– લે. રવીશ કુમાર