Sunday, July 21, 2024
Homeઓપન સ્પેસજમાઅતે ઇસ્લામી હિંદની ચૂંટણી સંપૂર્ણ ઇસ્લામિક અને અસાધારણ લોકશાહી ઢબે

જમાઅતે ઇસ્લામી હિંદની ચૂંટણી સંપૂર્ણ ઇસ્લામિક અને અસાધારણ લોકશાહી ઢબે

જો તમે ભાઈચારો અને મિત્રાચારી, પરસ્પર આદર અને સહકાર, પારદર્શકતા અને લોકશાહી તેની ચરમસીમા પર કોઈ સંસ્થાના પ્રમુખની ચૂંટણીમાં જોવા માંગતા હોવ તો તમારે હાલમાં જ નવી દિલ્હીમાં સંપન્ન થયેલ જમાઅતે ઇસ્લામી હિંદના અમીરની ચૂંટણી જોવી જોઈએ. અને એ પણ ત્યારે કે જ્યારે પ્રતિનિધિસભાના પ્રતિનિધિઓના અભિપ્રાયો ખૂબજ જૂજ તફાવત સાથે વહેંચાયેલો હોય પરંતુ ઇસ્લામિક સ્પીરીટ તેની ટોચપર બિરાજમાન હોય.

જમાઅતે ઇસ્લામી હિંદના યુવાન પ્રતિનિધિઓ એક તરફ જુસ્સાપ્રેરીત લીડરશીપ માટે જ્યારે બીજી તરફ અનુભવી મોટી ઉંમરના લોકો અનુભવી અને વિદ્વવાન લીડરશીપની તરફેણમાં હોય, બન્ને જુથો માટે અલ્લાહનો ડર અને દયા જ તેઓની પ્રાથમિકતા હોય.

જમાઅતે ઇસ્લામી હિંદ એક અત્યંત મહત્વપૂર્ણ ઇસ્લામિક અને સાચા અર્થમાં આ દેશની મુસ્લિમ સંસ્થા છે, જેની ૧૧૦૦ શાખાઓ દેશવ્યાપી સ્તરે ફેલાયેલ છે. જમાઅત એક સુગઠિત અને પ્રતિષ્ઠિત ઇસ્લામીક સંગઠન છે. જે પ્રસિદ્ધિને ઓછુંુ અને કામને વધુ મહત્ત્વ આવે છે. જમાઅતે ઇસ્લામી હિંદ પાસે આશરે ૭૫૦૦૦ સમર્પિત સભ્યો અને કાર્યકરો છે. મુખ્ય બાબત જે આ જમાઅતને બીજી મુસ્લિમ જમાઅતથી અલગ પાડે છે તે એ છે કે તેના સભ્યોમાં ૨૯% સ્ત્રીઓ છે. આ પ્રકારની સ્ત્રીઓની ભાગીદારી આપણી રાજકીય પાર્ટીઓમાં પણ જોવા મળતી નથી.

૧ થી ૫ એપ્રિલ, ૨૦૧૫ દરમિયાન પ્રતિનિધિ સભાના ૧૪૦ પ્રતિનિધિઓ જેમાં ૨૨ સ્ત્રી પ્રતિનિધિઓ પણ શામેલ હતા. જમાઅતે ઇસ્લામી હિંદ – નવી દિલ્હીની મુખ્ય ઓફિસે બે વર્ષના કામોની મૂલવણી કરી તથા ઑલ ઇન્ડિયા અમીર (પ્રેસીડેન્ટ) તથા ૧૮ સભ્યો વાળી કેન્દ્રીય સલાહકાર સમિતિની ચૂંટણીની કાર્યવાહી પણ સંપન્ન કરી.

પ્રમુખ (અમીર) માટે ૯ નામોની દરખાસ્ત રજૂકરવામાં આવી. જેમાં ઇસ્લામી લોકશાહીનો જુસ્સો સ્પષ્ટ ઝળહળતો હતો. સતત બે દિવસ સુધી પૂર્ણકક્ષાની આંકડાકીય સમીક્ષા ભાતૃભાવભર્યા વાતાવરણમાં ચાલતી રહી. ચૂંટણી પ્રક્રિયા ખાનગી મતદાન દ્વારા, પુરા ઇસ્લામિક, સંપૂર્ણ પારદર્શક, અત્યંત લોકશાહી ઢબે અને કોઈપણ જાતના દ્વેષ કે વૈમનસ્યથી મુક્ત રીતે કરવામાં આવી.

જગવિખ્યાત ઇસ્લામી વિદ્વાન મૌલાના સૈયદ જલાલુદ્દીન ઉમરી સાહેબને ૭૫ મત મળ્યા અને સતત ત્રીજા મુદ્દત માટે ચૂંટાયેલા જાહેર થયા. બીજા ક્રમે જે નામની દરખાસ્ત હતી (જ્યારે કે કોઈને પોતે પોતાના નામની દરખાસ્ત મુકવાનો કોઈ અવકાશ જ નથી) તે એક યુવાન આઈ.ટી. તજજ્ઞ, લેખક, વકતા સૈયદ સઆદતુલ્લાહ હુસૈની સાહેબ હતાં. જેમને ૬૫ મત મળ્યા.

આપણે જોઈએ છીએ કે મોટાભાગની બીજી સંસ્થાઓમાં તથા રાજકીય પાર્ટીઓમાં ક્યાં તો ધર્માધિકારીઓ કામગીરી પર નિયંત્રણ કરતા હોય છે અથવા વારસદારની રૃએ પદ ધારણ કરનાર. જ્યાં તમને લોકશાહીનો સાચો આત્મા દેખાશે જ નહીં.

રિપોર્ટ – પ્રો. એજાઝ એહમદ અસ્લમ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments