Friday, December 13, 2024
Homeઓપન સ્પેસજીવનનો અમૂલ્ય તબક્કો યુવાની

જીવનનો અમૂલ્ય તબક્કો યુવાની

જીવન ઇશ્વર તરફથી આપેલ સૌથી મોટો વરદાન પણ છે અને જવાબદારી પણ. હવે આ મનુષ્ય પર નિર્ભર છે કે તેઓ પોતાનું જીવન કઈ દિશામાં લઈ જાય છે, કારણ કે ઇશ્વરે મનુષ્યને સ્વતંત્રતા આપી છે. તે ઇચ્છે તો એક જવાબદાર નાગરિકની જેમ પોતાનું જીવમ ગુજારે અથવા બેદરકારી અને મદહોશીમાં જીવન વ્યતીત કરે. તે ઇચ્છે તો ભલાઈનો માર્ગ અપનાવે અથવા બૂરાઈના માર્ગ ઉપર જીવન ગુજારે. પરંતુ આ બંને માર્ગ પરિણામોના આધારે અલગ-અલગ છે. ભલાઈના માર્ગ ઉપર મનુષ્યની પ્રતિષ્ઠા અને સુખાકારી છે અને બૂરાઈના માર્ગ ઉપર અપમાન, અધઃપતન અને નિષ્ફળતા છે. આ વાતને રજૂ કરવાનો મારો હેતુ આ છે કે, જીવનનું આટલું મહત્ત્વ હોવા છતાં મનુષ્ય જીવનને બેજવાબદારી અને બેદરકારીમાં ગુજારે છે. અને આ વાત વધુ આઘાતજનક છે કે આમાં સૌથી વધારે યુવાનો સામેલ છે.

માનવીય જીવનનો એક મહત્ત્વપૂર્ણ મૂડી ‘યુવાની’ છે. અત્યારે ભારતમાં લગભગ ૬૫ ટકા વસ્તી યુવાનોની છે. યુવાનો વિશે કહેવામાં આવે છે કે તેઓ સમાજના ભવિષ્ય છે. પરંતુ આ વાત પણ સામે રહેવી જોઈએ કે જો આ યુવાનોનું પ્રશિક્ષણ સારી દિશામાં નહીં કરવામાં આવે તો આ જ યુવાનો ભવિષ્યમાં બહું મોટું વિસંગતતાઓ પેદા કરવા માટે પૂરતા છે. ભારતની હાલની પરિસ્થિતિ જોઈને આપમેળે અનુભવ થઈ જશે કે શું પરિસ્થિતિ છે? ભારતનો એક બહુ મોટો યુવાવર્ગ બૂરાઈના પૂરમાં ડૂબેલો છે. નશાખોરી દિન-પ્રતિદિન વધતી જાય છે. હદ તો આ છે કે નશાખોરીમાં યુવાન છોકરાઓ નહીં છોકરીઓ પણ સામેલ છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના અનુસાર ભારતમાં દરરોજ સરેરાશ ૯૨ બળાત્કારની ઘટનાઓ બને છે. આ સંખ્યા તો માત્ર એ છે જે પોલીસ-સ્ટેશનમાં રેકોર્ડ કરવામાં આવી છે. ચોરી, લૂંટ-ફાંટ, ખૂનામરકીની અગણિત ઘટનાઓ સામે આવી રહી છે. નાના-મોટાનું આદર ફકત વાર્તાના પુસ્તક સુધી સીમિત થઈ ગયો છે. નિર્મળ છોકરીઓ ખાસ કરીને સ્કૂલ-કોલેજમાં ભણતી છોકરીઓ તેમના તોફાનથી કંટાળી ગઇ છે. યુવાઓને ન સમાજની સમસ્યાઓથી કોઈ સંબંધ છે, ન તો પોતાના ઘરવાળાઓથી. તેઓ ફકત પોતાની ધુનમાં મસ્ત છે અને હેતુ વગરના જીવન ગુજારી રહ્યા છે. પરિણામે માનવતા રડી રહી છે. લોકો આ સમજી બેઠા છે કે આ ‘નિરંકુશ ઘોડા’ને કાબુમાં કરવા માટે કોઈ શક્તિ અને પદ્ધતિ પણ નથી.

ઇસ્લામે યુવોનોને પ્રોત્સાહિત પણ કર્યા છે અને તેમનામાં જવાબદારીનો એહસાસ પેદા કરવાની પણ કોશિશ કરી છે. દા.ત. એક હદીષમાં અલ્લાહના રસૂલ સલ્લ.એ ફરમાવ્યું છે કે નવયુવાનીની ઉંમર અલ્લાહની નજીક સૌથી વધારે પસંદીદા છે. અને પછી બીજી હદીષમાં આ પણ ફરમાવ્યું કે કયામતના દિવસે અલ્લાહની અદાલતથી કોઇ વ્યક્તિ બચી ના શકે જ્યાં સુધી કે તેનાથી આ ના પુછાઇ જાયે કે (૧) તેણે પોતાની વય કયા કાર્યમાં સમર્પિત કરી (૨) દીનના ઇલ્મ ઉપર ક્યાં સુધી અમલ કર્યો (૩) માલ ક્યાંથી કમાવ્યો અને (૪) ક્યાં ખર્ચ કર્યો (૫) પોતાના શરીર (યુવાની)ને ક્યા કાર્યમાં સમર્પિત કર્યો. (તિર્મિઝી). અહિંયા જીવનના સંબધમાં વાત હોવા છતાં અલ્લાતઆલા વિષેશરૃપે યુવાનીના કાળ માટે પ્રશ્ન કરશે. આનાથી સ્પષ્ટ રીતે ખબર પડે છે કે અલ્લાહની નજીક યુવાનીકાળનો શું દરજ્જો છે. પ્રશ્ન આ ઉભો થાય છે કે યુવાનીની જિંદગીને આટલી મહત્ત્વતા કેમ અપાઇ?. આનો ઉત્તર આ છે કે યુવાનીકાળમાં વ્યક્તિ સંવેદનશીલ,અધિકૃત, શક્તિશાળી ઉત્સાહ અને ઉમંગ સાથે હોય છે. ખરા અને ખોટા ભેદને ઓળખે છે. અને તેના ઉપર અમલ કરવા માટે તેની પાસે તાકત પણ હોય છે અને સત્તા પણ. આવામાં એક યુવાન બધી જ તકો હોવા છતાં ફકત આ માટે ખોટા કાર્ય કરવાથી રોકાઇ જાય અને ખરા કાર્ય કરવા લાગે કે તેનો અલ્લાહ તેમને જોઇ રહ્યો છે અને આખેરતમાં તેનાથી તેની યુવાનીના સંબંધે પૂછપરછ થશે તો વિચારો તેના રબ પોતાના તે યુવાન બંદાથી કેટલા ખુશ થશે. અને બીજી બાજુ એક બીજા યુવાન બધી જ તકો મળતા પોતાને સત્તાધારી સમજી લે અને પોતાના રબનેે ભૂલી જાયે ત્યારે વિચારો તેનો રબ તેનાથી કેટલા અંશે નારાજ થશે. એટલે ઇસ્લામ એવી જીવનશૈલીમાં યુવાઓની તર્બિયત કરે છે કે તેઓ સતત પ્રોત્સાહિત થાય અને તેમનામાં અલ્લાહનો ભય પણ હોય અને એક જવાબદાર માણસ હોવાની રીતે તેઓ પોતાનું જીવન વ્યતીત કરે.

આ છે તે રીત જે ઇસ્લામ યુવાઓની તર્બિયત માટે ઉપયોગ કરે છે. અને આ માત્ર કાલ્પનિક વિચારધારા નથી બલ્કે ઇતિહાસનું એક મહત્ત્વ શ્રેષ્ઠકાળ ગુજરી ચૂકેલ છે જને આપણે ‘દૌરે નબવી’ અને ‘ખિલાફતે રાશીદા’ના ના નામથી ઓળખીએ છીએ. તેઓ એવા યુવાનો હતા જેમનું જીવન રક્તપાતમાં સામેલ હતું, એક બીજાથી નફરત કરનારા હતા, જાતિ અને જનજાતિમાં વહેંચાયેલા હતા, નગ્નતા અને અનૈતિક્તામાં ડૂબેલા હતા. જીવનનો કોઇ હેતુ તેમની સામે ન હતો ટુંકમાં આ કે ખોટા કાર્યમાં લથપથ હતા, અને તે કાળ આજના કાળથી વધારે બૂરો પણ હતો. પણ જ્યારે ઇસ્લામ આવ્યું અને અલ્લાહના રસૂલ સલ્લ.એ લોકોને માર્ગદર્શન આપ્યું ત્યારે આવા જ યુવાનોેમાં જેઓ એક-બીજાના જીવનશત્રુ હતા, ત્યાગ અને કુર્બાનીની આવી ઉમંગ પૈદા થઇ ગઇ કે એક યુદ્ધમાં ત્રણ ઘાયલ સહાબા ધરતી ઉપર પડેલા છે અને સખત તરસ લાગેલી છે. એક વ્યક્તિ પહેલા સહાબી પાસે પાણી પીવડાવવા આવે છે ત્યારે તે પહેલા સહાબી બિજા પાસે ઇશારો કરતા કહે છે કે પહેલાં તમને પીવડાવી દો,જ્યારે તે વ્યક્તિ બીજાની પાસે આવે છે ત્યારે તે ત્રીજાની તરફ ઇશારો કરે છે. અને જ્યારે તે ત્રીજાની પાસે પહોંચે છે ત્યારે જુએ છે કે ત્રીજા સહાબી શહીદ થઇ ગયા છે, પલ્ટીને બીજા અને પહેલા સહાબી પાસે આવે છે ત્યારે તે બંને પણ શહીદ થઇ ગયા હોય છે. આવા જ યુવાનોમાં એવા લોકો પણ પેદા થયા કે જેમની દ્રષ્ટિ ભૂૂલથી નગ્ન સ્ત્રી પર પડી ગઇ ત્યારે તે એટલા શરમિંદા થયા કે ગારોં અને પહાડોમાં જઇને રાત્રે દિવસે અલ્લાહથી માફી માંગતા રહ્યા. આવા દાખલાઓ ઇતિહાસમાં ભરેલા છે. આજે આ વાતની પણ તાતી જરૃર છે કે યુવાનો સહાબા કિરામ રદિ.ના જીવનનું અધ્યયન કરે અને તેમને પોતાના આઇડિયલ બનાવે.

આટલું પણ ધ્યાન રાખવું કે માણસ વધારે કમજોેર પેદા થયો છે. તે પોતાની અંદર દૃઢનિશ્ચયી પરિસ્થિતિ ઉભી કરવા માંગે છે પણ સફળ નથી થઇ શક્તા, કારણ કે શૈતાન પણ સતત તેની પાછળ રહેલો છે. એટલે માણસને સતત તર્બિયતની જરૃર છે, અને ઇસ્લામે તેનો રસ્તો આ દર્શાવ્યો છે કે વ્યક્તિ કોઇ સારૃ સંગઠનથી જોડાઇ જાયે, એટલે વહેલામાં વહેલી તકે કોઇ સારૃ સંગઠનથી જોડાઇ જવું જોઇએ. એવું ન થઇ જાય કે જેવી રીતે વરૃ કોઇ ટોળાને ઘેટાથી છૂટા પાઇને ઊચકી જાયે છે, તે જ રીતે કોઇ શૈતાન પણ તમને ઊચકી લઇ જાય અને તમે ઇજ્તેમાઇયતથી જોડાવવા માટે વિચારતા જ રહી જાવો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments