Thursday, September 12, 2024
Homeમાર્ગદર્શનમધુરવાણીજ્ઞાન અને ખજાનો

જ્ઞાન અને ખજાનો

હઝરત અનસ રદિ.થી રિવાયત છે કે, રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ફરમાવ્યું, “ધરતી ઉપર જ્ઞાની માણસનો દાખલો તારાઓ સમાન છે. જો આ તારાઓ અદ્રશ્ય થઇ જાય તો માર્ગ મેળવનારા પણ ભટકી જાય એવી સ્થિતિનું સર્જન થઇ શકે છે.” (મુસ્નદ અહમદ)

જ્ઞાન એવી સક્ષમ દોલત છે જેના દ્વારા માનવી પોતાના જીવનને પ્રસરાવે છે અને પોતાના અસ્તિત્વને વિશાળતા અર્પે છે. પોતાની જાતમાં તે કેદ થઇને રહી જતો નથી. અને ન જ પોતાની જાતમાં સમેટાઇને રહે છે. બલ્કે આ ધરતીના વર્તુળમાં પણ સિમિત થઇ રહેતો નથી. આ વર્તુળોથી આગળ ધપી, ભૂતકાળમાં ડોક્યું કરે છે. વર્તમાનના પ્રકાશમાં ભવિષ્યને સમજવાના પ્રયત્નો કરે છે અને ભ્રહ્માંડની બધી ગતિવિધીઓ અંગે ચિંતન મનન કરી તેના ન્યાયને પામવાનો પ્રયત્ન કરે છે.

ઇબ્ને અબ્દુલ્લાહ હઝરત મઆઝ રદિ.ની રિવાયત વર્ણવે છે કે, જ્ઞાન ભયાનક માહોલમાં દુઃખનો ભાગીદાર અજાણ માહોલમાં સાથી, એકાંતમાં મિત્ર, સુખસંપત્તી અને દીન દુઃખી બન્ને સ્થિતિમાં માર્ગદર્શક હોય છે. અને આચરણ તેના તાબે હોય છે.

જ્ઞાન એ અલ્લાહ તરફથી એક આશ્ચર્યકારક અને જુદી જ ભેટ છે. જે સર્જકના ચમત્કારો પૈકી એક ચમત્કાર (મોઅજઝો) છે. જેના દ્વારા માનવને ઇજ્જતદાર બનાવવામાં આવ્યો છે.

હઝરત અનસ બિન માલિકથી એક રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ ફરમાવ્યું, જ્ઞાન પ્રાપ્ત કરવું એ દરેક મુસલમાનની ફરજ છે. (ઇબ્ને માજા)

આ ટુંકુ ટચ વાક્ય પ્રકાશન મોજાને પ્રસરાવે છે અને જીવનના વિસ્તૃત પાસાઓને સ્પષ્ટ કરે છે.

ફરજનો એક અર્થ આવો થાય કે માણસે તેના પર અમલ કરવાનું અનિવાર્ય હોય છે. તેના માટે વ્યસ્તતા કે અડચણો વચ્ચે આવવી જોઇએ નહીં.

બીજુ પાસુ આ છે કે એક એવી જવાબદારી છે જે માનવી પોતાના પાલનહાર માટે નિભાવે છે અને તે થકી તેની બંદગી કરે છે. તેથી જ તે સંપૂર્ણ પ્રમાણિકતા અને નિર્મળ ભાવે તેને પાર પાડે છે.

આનું ત્રિજુ પાસુ આ છે કે આના દ્વારા પોતાના પાલનહારથી નિકટતા અનુભવે છે તેથી જ્યારે પણ તે ફરજ નિભાવે કરે છે ત્યારે એવો અનુભવ કરે છે કે તે અલ્લાહની નજીક છે અને આ જ ભાવનાથી તેના તે અમલ સાથે સંબંધ અને શ્રદ્ધા મજબૂત થાય છે. અલ્લાહનો ડર અને તેનો પ્રેમ તથા તેની કૃપા ઉપર આભાર અને કૃતજ્ઞતાની ભાવના બળવત્તર થતી જાય છે. આપણા દિલોમાં જ્ઞાન સંબંધિ આવી જ ભાવના હોવી જોઇએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments