Saturday, July 27, 2024
Homeમાર્ગદર્શનકુર્આનઝકાતના વિભાગો

ઝકાતના વિભાગો

અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.

          “આ સદકાનો માલ તો હકીકતમાં ‘ફકીરો’ (ગરીબો) અને ‘મિસ્કીનો’ (નિર્ધનો) માટે છે અને તે લોકો માટે જેઓ સદકા (દાન)ના કામ માટે નિયુક્ત છે, અને તેમના માટે જેમના હૃદય મોહી લેવાનો આશય હોય, ઉપરાંત આ ગરદનો છોડાવવા અને કરજદારોની સહાય કરવામાં અને અલ્લાહના માર્ગમાં અને મુસાફરની મહેમાનગતિમાં ઉપયોગ કરવા માટે છે. આ એક અનિવાર્ય કર્તવ્ય છે અલ્લાહ તરફથી, અને અલ્લાહ સર્વજ્ઞ, તત્ત્વદર્શીઅને જોનાર છે.” (સૂરઃ તૌબા-૬૦)

ઉપરની આયાતમાં ઝકાતના ૮ ભાગ વર્ણવેલ છે. વ્યક્તિએ એકલા અથવા સામુહિક રીતે આ નક્કી કરેલા વિભાગોમાં જ પોતાની ઝકાત ખર્ચ કરવી જોઈએ.

ઝકાતના પહેલા હકદાર ફકીર છે કે જેઓ પોતાના નિભાવસારૃ બીજા ઉપર આધારિત છે. યતીમો અને વિધવાઓ તથા અપંગો, બેકારો તથા વૃદ્ધો આ બધાનો આમાં સમાવેશ થાય છે. બીજામાં મસાકીન આવે છે. જે સામાન્ય રીતે ગરીબ લોકો કરતા વધુ દરિદ્ર હોય છે. ત્રીજા હકદાર ઝકાતની વસૂલી માટે રાજ્ય દ્વારા નિમાયેલ અથવા ઝકાત વસૂલ કરવાવાળા લોકો છે. ઝકાતના ફંડને સલામત રીતે રાખવા તેને સાચવવા તથા હિસાબો રાખવા અને વહેંચણી કરવા સારૃ તેમની જરૃર છે. ઝકાતનો ચોથો હિસ્સો નવ-મુસ્લિમોના પુનઃવસન અને મદદ સારૃ થવો જોઈએ. પાંચમો હિસ્સો ગુલામો અને કેદીઓને મદદ તથા મુક્તિ માટે થવો જોઈએ. છઠ્ઠો હિસ્સો એ દેવાદારો માટે હોવો જોઈએ કે જેઓ પોતાના બધા સંસાધનો લગાડવા પછી પણ નાદારીના આરે પહોંચી ગયા હોય. સાતમો હિસ્સો ફીસબીલિલ્લાહનો છે, જે આ દુનિયામાં ઇસ્લામી વ્યવસ્થા સારૃ લગાવવો જોઈએ, અલ્લાહના માર્ગથી અભિપ્રેત તમામ તે ભલાઈઓના કામો જેમાં અલ્લાહની પ્રસન્નતા પ્રાપ્ત કરવાનો આશય હોય. અને આઠમો હિસ્સો એ મુસાફર માટે છે જે ચાહે  પોતાના વતન અને ઘરમાં ધનવાન હોય પણ જો તેને સફરમાં સહાયતાની આવશ્યકતા હોય તો તેને ઝકાત ભંડોળમાંથી સહાય કરવામાં આવશે. *

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments