અબુ હુરૈરહ રદી. ફરમાવે છે કે રસુલુલ્લાહ સ.અ.વ.એ કહ્યું, “જે સોના અને ચાંદીનો માલિક પોતાની ઝકાત અદા નહીં કરે તો જ્યારે કયામતનો દિવસ આવશે ત્યારે તેને આગના કોરડાથી મારવામાં આવશે. ફરી તેને જહન્નમની આગમાં ગરમ કરી તેના પડખામાં, તેના કપાળ પર અને તેની પીઠ ઉપર તેનાથી ડામ દેવામાં આવશે. જ્યારે પણ આ ઠંડા પડશે ત્યારે ફરીથી તેને ફટકારવામાં આવશે. એ પ્રક્રિયા આખો દિવસ ચાલતી રહેશે. અને એક દિવસ પચાસ હજાર વર્ષનો હશે ત્યાં સુધી કે તેના બંદાઓ દરમ્યાન ચુકાદો આપી દેવામાં આવશે અને એ જોઈ લેશે કે તેનો રસ્તો જન્નત તરફ જાય છે કે જહન્ન તરફ.” (મુસ્લિમ) (સહીહ મુસ્લિમ)
કુઆર્ન અને નબી સ.અ.વ.એ વારંવાર મુસલમાનોને વાર્ષિક ઝકાતની અદાયગી માટે આહ્વાન કરેલ છે. જે માલદાર વ્યક્તિ ઝકાતની અદાયગી ટાળે અથવા તેની ચિંતા ન કરે તેના માટે નિર્ણયના દિવસે બહુ ભારે સજાની જોગવાઈ છે.
અલ્લાહના રસૂલ સ.અ.વ.એ. એ લોકો માટે અનંત સજાની જોગવાઈ વર્ણવેલ છે જેઓ સોના-ચાંદીના અથવા તો તેટલા જ પૈસાના માલિક હોય અને ઝકાત અદા ન કરે. ઝકાતને ટાળવાની સજા એના કપાળે, પડખે અને પીઠમાં આગના દંડથી ડામ દેવાની સજા જહન્નમમાં વારંવાર ગરમ કરીને આપવાની વર્ણવેલ છે. આ દંડ જ્યારે ઠંડા પડી જશે તો ફરીથી ગરમ કરી તેને ચાપવામાં આવશે ત્યાં સુધી કે નિર્ણયની ઘડીની જાહેરાત થઈ જાય. આ સજા પચાસ હજાર વર્ષના જેટલી લાંબી હશે.
જનાવરોના ધણના એ માલિકો જેઓ ઝકાત અદા નથી કરતા તેમના જાનવરો તેમના પગની ખડીથી કચડશે અને મોઢેથી ડુચા પણ ભરશે.