Tuesday, December 10, 2024
Homeઓપન સ્પેસટાઈમ-ટેબલઃ સફળતાની પ્રથમ સીડી

ટાઈમ-ટેબલઃ સફળતાની પ્રથમ સીડી

ટાઈમ-ટેબલનું નામ સાંભળતા જ આપણે ઘબરાઈ જઈએ છીએ. આપણા સુનિશ્ચિત કાર્યોને કરવા માટે ટાઈમ-ટેબલ એક સુવ્યવસ્થિત રસ્તો છે. ટાઈમ-ટેબલએ તમારા મર્યાદિત સમયમાં કેટલું કામ થઈ શકશે તેનું અંદાજ આપે છે. એવું કહેવાય છે કે ‘આયોજન કરવામાં નિષ્ફળ નિવડવું એ નિષ્ફળતા માટે આયોજન કરવા જેવું છે.’ તેથી રોજના કાર્યો માટે ટાઈમ-ટેબલ બનાવવાથી તમારૃ જીવન બિલ્કુલ બદલાઈ શકે છે. તે તમારા સમયને અસરકારક રીતે ઉપયોગ કરવામાં મદદરૃપ નિવડે છે. તેથી આપ મર્યાદિત સમયમાં વધુ કાર્યો કરવા સક્ષમ બનો છો.

ટાઈમ-ટેબલએ દરેક વયજુથના વ્યક્તિ માટે આવશ્યક છે અને આપણે આપણા ટાઈમ-ટેબલને અનુસરવું જોઈએ. તે પળને યાદ કરો જ્યારે આપણે આપણી પરિક્ષાનો ટાઈમ-ટેબલ મેળવતા જ કેવા કાર્યરત થઈ જતા? આપણા માતા-પિતા પણ એટલા જ સક્રિય થઈ જાય છે જાણે એમની પોતાની પરિક્ષા હોય!!! આપણે પરિક્ષા શરૃ થવાના સમય કરતા પહેલા પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ, કેમ કે આપણે જાણીએ છીએ કે પરિક્ષા સમયસર શરૃ થાય છે.

ટાઈમ-ટેબલનો આટલો મહત્વ હોવા છતાં તેને તૈયાર કરવામાં આપણે આંખ આડા કાન કરીએ છીએ. આપણા રોજીંદા કાર્યો માટે આપણે ક્યારેય ટાઈમ-ટેબલ બનાવતા નથી. ઘણાં બહાના છે જેના કારણે આપણે ટાઈમ-ટેબલ બનાવી શકતા નથી. તેમાંના કેટલાક પાંગળા કારણો નીચે મુજબ છે;

એક એહસાસ બધાને છે કે ‘રોજીંદા કાર્ય માટે જે ટાઈમ-ટેબલ બનાવીએ છીએ તેને ક્યારેય અનુસરતા નથી તેથી આ વધારે સારૃ છે કે ટાઈમ-ટેબલ બનાવવામાં જ ન આવે.’ પરંતુ આપણે હંમેશા સકારાત્મક વલણ રાખવો જોઈએ. જો આપણે આજે ટાઈમ-ટેબલને અનુસરવામાં નિષ્ફળ ગયા તો ઇન્શાઅલ્લાહ કાલથી તેને અનુસરશું. આપણે પોતે પોતાની સમયમર્યાદા નક્કી કરવી જોઈએ અને તેના મુજબ વર્તવું જોઈએ. સમયમર્યાદા બાંધીને કામ કરવાથી ટાઈમ-ટેબલ સચવાઈ જવાની શક્યતાઓ વધી જાય છે. ધીમે ધીમે જે ટાઈમ-ટેબલ બનાવીએ છીએ તેને અનુસરતા થઈ જઈશું. આ લગભગ અશક્ય છે કે આપણે આપણા ટાઈમ-ટેબલને સો ટકા અનુસરીશું. છતાં આપણે યાદ રાખવું જોઈએ કે આપણા ઘરના નાના બાળકો હંમેશા આપણું અનુકરણ કરે છે. બાળકો આપણી દરરોજની પ્રવૃત્તિ પર ધ્યાન આપે છે.

જો આપણે કોઈ અગમ્ય કારણસર ટાઈમ-ટેબલ મુજબ કામ કરવામાં નિષ્ફળ ગયા હોઈએ તો તેના કારણે નર્વસ થવાની જરૃર નથી. આપણે ફરી તેને બીજા દિવસે કરવાનો પ્રયત્ન કરવા જોઈએ. જો ફરી નિષ્ફળ જઈએ તો ત્રીજા દિવસે… આમ આપણે શરીરમાં ચેતનાનો સંચાર કરતા વાક્યને ક્યારેય ભુલવું ન જોઈએ. “સંઘર્ષ અને સંઘર્ષ જ્યાં સુધી સફળતા ન મળે.” આ સકારાત્મક વાક્યો તમારા બાળકોને શિસ્ત, સંગઠિત અને વ્યવસ્થિત રીતે ઉછેરવામાં મદદરૃપ સાબિત થશે. આ લક્ષણો ત્યારે જ તમારા બાળકોમાં આવશે જ્યારે તમે પોતાને સંગઠિત કરશો અને ઇન્શાઅલ્લાહ ભવિષ્યમાં તમારું બાળક પોતે ટાઈમ-ટેબલ બનાવશે અને તેના મુજબ કાર્ય કરશે અને સમયનો સદ્ઉપયોગ કરશે.

રોજીંદો ટાઈમ-ટેબલ:

અહીં હું એક ટાઈમ-ટેબલ રજૂ કરું છું. જેને અનુસરીને ઇન્શાઅલ્લાહ તમને ફાયદો થશે, તમે સંગઠિત બનશો અને ભવિષ્યમાં તમારા વ્યવસાયને અને વ્યક્તિગત જીવનને માફક આવશે.

રોજના ૨૪ કલાકમાં તમે ધારોકે ૮ કલાક ઓફિસમાં કે ધંધાકીય કામમાં હોવ છો. (સ્ત્રીઓના બાબતોમાં ઘરેલુ કામ)

તમારે બે કલાક પોતાના બાળકના અભ્યાસ માટે ફાળવવા જોઈએ. પહેલી ૧૫ મિનિટ બાળકોને ધ્યાનથી સાંભળો. તેને તે ઇચ્છે તે બોલવા દો, ગમે તે વિષય પર, તેને દિવસનો અનુભવ અને તેની શાળાની ઘટનાઓ વગેરે. કારણકે આજની શાળાઓમાં આપણે જોઈએ છીએ કે શિક્ષકો બોલે છે અને બાળકો મુકપ્રેક્ષક બનીને સાંભળે છે. બાળકો સાંભળી સાંભળીને કંટાળી જાય છે. આ પદ્ધતિથી તમે બાળકની નજીક આવશો અને તેના દોડધામવાળા ટાઈમ-ટેબલથી થોડા સમય માટે મુક્ત કરી શકશો. બીજી ૧૫ મિનિટમાં તેની શાળા વિશે પુછો, કે આખો દિવસ તેને શું ભણ્યું. બીજી ૧૫ મિનિટ તેને જ્ઞાનરૃપી બોધ આપો જેમકે વાર્તા કે બીજું કંઈક. પહેલા કલાકની છેલ્લી ૧૫ મિનિટ તેને પ્રોત્સાહિત કરો, તેનામાં આત્મવિશ્વાસ જગાડો, તેનામાં ઉત્સાહ જગાડો કે ખૂબ મહેનત કરો અને ઝળહળતું પરિણામ લાવો, મનમાં આ વાત ઠસાવી દો કે તેને તેના વિષયોથી પ્રેમ કરવો જોઈએ. છેલ્લા એક કલાકમાં તેને તેના અભ્યાસમાં મદદ કરો. તમારી હાજરીમાં તેનો ઘરકામ પુરો કરાવો, પુછો કે તમે નમાઝ અને કુઆર્ન વાંચ્યું કે નહીં. આ માત્ર તમારા બાળકને અલ્લાહનો સારો અને અને આજ્ઞાંકિત બંદો જ નહીં બનાવે પણ તેને ગમે તે ખરાબ પરિસ્થિતિનો મક્કમતા પૂર્વક સામનો કરવા માટે પણ તૈયાર કરશે, ઇન્શાઅલ્લાહ.

એક કલાક વાંચવા માટે કાઢો. ફાયદાકારક પુસ્તકો અને સામાયિકો વાંચો. એક કલાક અલ્લાહના દીનને શીખવા માટે કાઢો. ધાર્મિક જ્ઞાન સમાજમાં નૈતિક બની રહેવા માટે અતિઆવશ્યક છે. એક કલાક લોકોની સુધારણા (ઇસ્લાહ) કે ઇસ્લામની દાવત પહોંચાડવા માટે કાઢો. એક નાનો ગ્રુપ બનાવો કે કેટલાક લોકોને એકઠા કરો અને તેમને આ કાર્યમાં લગાડો. ટીવી પર આવતા સારા કાર્યક્રમો જોવા માટે એક કલાક કાઢો, તમે ઇસ્લામિક ચેનલો જોઈ શકો છો, સમાચાર સાંભળી શકો છો જે પડદા (હિજાબ)ની નીતિનો ઉલંઘન ન કરતા હોય. ૩૦ મિનિટ દરરોજ વ્યાયામ (કસરત) કરવા માટે કાઢો. આ તમને ફ્રેસ અને સક્રિય રાખશે. છેવટે ‘Health is Wealth.!!!’

દરરોજના ટાઈમ-ટેબલ સિવાય અઠવાડિયામાં એક વાર બાળકો સાથે એક સુનિયોજીત પિકનિક પર જવું જોઈએ. જે ઓછામાં ઓછી બે કલાકની હોય. આ તેમને દરરોજના અભ્યાસથી રિલેક્ષ થવામાં ફાયદારૃપ થશે, તમને ઓફિસના થકાવનારા કલાકોથી રાહત મળશે અને પત્નીને રોજના ઘરકામના દોડાદોડીથી જીર્ણોદ્વાર મળશે. બે કલાકની પિકનિક તમારા એનર્જી લેવલને વધારશે અને આવનારા અઠવાડિયામાં જોશથી કામ કરવા માટે નવચેતના પુરી પાડશે. તમારા બાળકની શાળા કે કોલેજની મુલાકાત પણ લેવી જોઈએ અને તેમના શિક્ષકો અને પ્રાધ્યાપકોથી બાળક વિશે પ્રતિસાદ મેળવવો જોઈએ, શિક્ષકો પાસેથી રિપોર્ટ લેવાથી શિક્ષકો સાથે સારા સંબંધો સ્થપાય છે અને બાળકોને વધુ સારી રીતે ભણાવવા માટે શિક્ષકો તૈયાર થાય છે.

સહ પરિવાર મહિનામાં ત્રણથી ચાર કલાકના એક ધાર્મિક કાર્યક્રમમાં અવશ્ય જવું જોઈએ. ઈમાનને વધારવામાં અને ઇસ્લામ વિશેના જ્ઞાનને વધારવામાં આ કાર્યક્રમ ચોક્કસ મદદરૃપ નિવડશે જે તમને ઇસ્લામ પર અમલ કરનાર બનાવશે.

રોજીંદો ટાઈમ-ટેબલ એક નજરમાં :

– ૮ કલાક (ઓફિસ, ધંધો, ઘરકામ વગેરે.)

– ૨ કલાક તમારા બાળકો માટે

  • ૧૫ મિનિટ – તમારા બાળકને સાંભળો (તેને મનફાવે તેમ કહેવા દો) કારણકે શિક્ષકો ફકત બોલે છે અને વિદ્યાર્થીઓ સાંભળે છે.
  • ૧૫ મિનિટ – શાળા વિશે પુછો (તેના વિષયો વિશે.)
  • ૧૫ મિનિટ – જ્ઞાનથી ભરપૂર બોધપાઠ કહો. (વાર્તા હોવી જોઈએ.)
  • ૧૫ મિનિટ – પ્રોત્સાહિત કરો
  •  ૧ કલાક – તેમને ભણાવવામાં મદદ કરો (શાળામાં શું કરાવ્યું, ઘરકામ, નમાઝ અને કુઆર્ન)

– ૧ કલાક વાંચન

– ૧ કલાક ધાર્મિક સમજ માટે વાંચન

– ૧ કલાક દાવત (એટલે કે ઇજતેમા કે લોકસુધારણાના કાર્યો.)

– ૧ કલાક શૈક્ષણિક કાર્યક્રમો (ટીવી પર સમાચાર કે ઇસ્લામિક કાર્યક્રમો)

– ૩૦ મિનિટ વ્યાયામ.

– અઠવાડિયામાં એક વારઃ પિકનિક બે કલાક, શાળાની મુલાકાત.

– મહિનામાં એક વાર ઃ ૩-૪ કલાકનો ધાર્મિક કાર્યક્રમ.

તમારી અને તમારી બાળકની સફળતા માટે રોજ ટાઈમ-ટેબલ બનાવો. આ પરિણિત વ્યક્તિઓ માટે એક ટુંકી રૃપરેખા હતી. વિદ્યાર્થીઓ તેમની ક્ષમતાઓ અને હેતુઓ મુજબ પોતાનો ટાઈમ-ટેબલ બનાવી શકે છે. (યાદ રાખો નમાઝ તમારા કરિયર કરતા વધારે મહત્વ ધરાવે છે, કરિયરના નામે ઇસ્લામની ઉપેક્ષા ન કરો.) તમે પોતે પોતાના જીવનના નિર્ણાયક છો, આયોજન કરો અને દુનિયા અને આખિરતમાં સફળતા હાંસલ કરો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments