Thursday, May 30, 2024
Homeઓપન સ્પેસટીપૂ સુલતાનની ઐતિહાસિક હકીકત

ટીપૂ સુલતાનની ઐતિહાસિક હકીકત

શેરે મૈસૂર તરીકે ઓળખાતા ટીપૂ સુલતાનની ઐતિહાસિક ભૂમિકાને લઈ બે પ્રકારની વાતો કરવામાં આવી રહી છે અને હાલમાં ટીપૂ સુલતાનની જન્મ જયંતીની ઉજવણીથી વિવાદ શરૃ થઈ ગયો છે. ઇતિહાસકારોનો દાવો છે કે કર્ણાટક-તમિલનાડૂનો જે હિસ્સો તેમના કબજામાં રહ્યો તેમાં તેમણે એવું કંઇ કર્યું નથી દર્શાવતું હોય કે તેઓ કોઇ વર્ગવિશેષથી વેરભાવ રાખતા હોય.

કેટલાક ઇતિહાસકારોએ ટીપૂને ધર્માંધ અને ક્રુર બતાવવાની કોઈ તક છોડી નથી, પરંતુ આપણે આ ન ભુલવું જોઈએ કે ટીપૂ અંગ્રેજોના રસ્તાની સૌથી મોટી અડચણ હતા. તેથી જ અંગ્રેજોએ તેમને વિલન સ્વરૃપે પ્રસ્તુત કર્યા. હકીકતમાં અંગ્રેજો અને તેમની ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું લશ્કર તેમના ૨૦૦ વર્ષના ઇતિહાસમાં જો કોઈની સામે હાર્યું હોય તો તે મૈસૂરના સુલતાનની સામે.

તમિલનાડૂના થૈની જીલ્લાના કોમ્બાઈ કસ્બામાં ભગવાન રંગનાથસ્વામીનું મંદિર છે. જેમાં ઉત્સવો દરમ્યાન મોટી સંખ્યામાં મુસ્લિમો ભાગ લે છે. કહેવામાં આવે છે કે આ મૂર્તિ ટીપૂ સુલતાને શ્રી રંગપટ્ટનમથી મોકલાવી હતી. જે હમણાં કર્ણાટકમાં છે. ત્યારે આ મૈસૂર રાજ્યની રાજધાની હતી. જાણકાર ઇતિહાસકારોનું માનવું છે કે જ્યારે હૈદરઅલી અને ટીપૂ સુલતાન દક્ષિણ પર હુમલો કરી રહ્યા હતા ત્યારે કોમ્બાઈના જમીનદારોએ ટીપુ સુલતાનની સેના માટે પ્રશિક્ષિત કોમ્બાઈ કુતરાઓને મદદ માટે મોકલાવ્યા હતા. જે દુશ્મનોના ઘોડાઓને ફાડી નાંખવા સક્ષમ હતા. કોમ્બાઈના જમીનદારો કન્નડભાષી વોક્કાલિંગા હતા અને તેમના આ ભાવથી પ્રભાવિત થઈ સુલતાને ભગવાન રંગનાથસ્વામીની મૂર્તિ મોકલાવી હતી.

ફોર્ટ સેન્ટ જ્યોર્જમાં સેન્ટ મેરીના એક ચર્ચમાં બ્રિટીશકાળનું એક પાટયું લાગેલું છે જેમાં કહેવામાં આવ્યું છે કે ટીપુ સુલતાન ઈસાઈ પાદરીઓ માટે ખૂબ ઉદાર હતા. આ વાત એ લોકોએ લખી છે જે ટીપૂ સુલતાનના કટ્ટર દુશ્મન હતા. ટીપૂ સુલતાન અને તેમના પિતા હૈદરઅલીએ આજના તમિલનાડૂની બ્રિટિશ સંપત્તિઓ પર હુમલાઓ કર્યા હતા. જેમાં ઉત્તરી આર્કાટ એમ્બૂર, તિરુવન્નમલાઈ, ડિંડિગુલ, સ્લેમ, ઇરોડ, કોઇમ્બતૂર, તંજાવુર અને અન્ય ભાગોનો સમાવેશ થાય છે. ૧૭મી સદીના અંતમાં અંગ્રેજો અને મૈસૂર સામ્રજ્ય વચ્ચે ચાર યુદ્ધો લડવામાં આવ્યા. પ્રથમ યુદ્ધ ૧૭૬૭-૬૯માં થયું જેમાં હૈદરઅલી મદ્રાસના દરવાજા સુધી પહોંચી ગયા હતા અને બ્રિટિશ સેનાથી સંધિ પછી પરત ફર્યા હતા. તે સમયે ટીપૂના સામ્રાજ્યમાં પશ્ચિમી તમિલનાડૂના મોટાભાગો શામેલ હતા. પરંતુ આર્કાટના નવાબ અને ટ્રાવણકોરના રાજાઓએ ટીપૂ વિરુદ્ધ અંગ્રેજોને મદદ કરી હતી.

અંગ્રેજો વિરુદ્ધ ટીપુનો સૌથી મોટો વિજય સપ્ટેમ્બર ૧૭૮૦માં થયો હતો. ત્યારે કાંચિપુરમની પાસે પોલીલુરની લડાઈમાં ચીની ફાયર વર્ક્સ તેકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે સમયે દુનિયાનો પ્રથમ વેપનાઈઝ્ડ રોકેટનો ઉપયોગ વિલિયમ બેરીના નેતૃત્વ હેઠળ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સેના પર કરવામાં આવ્યો હતો. આ પહેલા અંગ્રેજોએ આવા રોકેટ્સ કદી જોયા ન હતા. જે લોખંડની ટયુબમાં પ્રોપેલન્ટની મદદથી બે કિ.મિ. સુધી પ્રહાર કરી શક્તા હતા.

ઇતિહાસમાં નોંધ છે કે, તે રોકેટોની રમઝટથી બ્રિટિશ કંપનીના હથિયારોના ગોડાઉનમાં આગ લાગી ગઈ અને ત્યારે અંગ્રેજોને ભારતમાં સૌથી ભૂંડી હાર જોવી પડી હતી. હકીકતમાં ટીપૂની લડાઈ બ્રિટિશ અને એ નવાબો અને મરાઠાઓથી હતી જઓે અંગ્રેજોને સાથ આપતા હતા. દુનિયાની પ્રથમ વેપનાઈઝ્ડ ચાઈનીઝ ફાયર વર્ક્સ તેકનીકની મદદથી હૈદરઅલી અને ટીપુ સુલતાને અંગ્રેજોને હરાવવામાં સામર્થ્ય પ્રાપ્ત કર્યું હતું. હૈદરઅલીની સેનામાં જ્યાં ૧૨૦૦ રોકેટ ચલાવનારા સૈનિકો હતા ત્યાં જ ટીપૂની સેનામાં તેમની સંખ્યા ૫૦૦૦ની આસપાસ હતી. લડાઈ દરમ્યાન પકડવામાં આવેલા અંગ્રેજ સૈનિકોને શ્રી રંગપટ્ટનમ મોકલવામાં આવતા હતા. ત્યાં તેમને ઇસ્લામની શિક્ષા આપવામાં આવતી હતી. તેમાંથી જો કોઈ ઇસ્લામ અંગીકાર કરતો તો તેને પાયદળ સેનામાં ભરતી કરવામાં આવતો. તે સમયેના તમામ શાસકો એવું જ કરતા હતાં. તે સમયે આ સ્ટાન્ડર્ડ પ્રોસીઝર હતી અને તમિલ, કુર્ગ ના કોડવાઓ, મેંગ્લોર અને માલાબારના ખ્રિસ્તી સૈનીકો કે અંગ્રેજ સૈનિકોના મામલે આ વાત લાગુ કરવામાં આવી હતી. કારણકે ટીપૂનો ઉદ્દેશ્ય પોતાની તાકાતને વધારવાનો હતો. આજે ટીપૂના આ કાર્યોને તમિલો વિરુદ્ધ આંકવામાં આવે છે. પરંતુ વાસ્તવિક્તા આ છે કે તેમની કાર્યવાહી તમિલો કે કોઈ ભાષા, ધર્મ કે ક્ષેત્રની વિરુદ્ધ નહોતી બલ્કે તાકાત અને બ્રિટીશ સામ્રાજ્ય વિરુદ્ધ હતી. આમ તો ઇતિહાસકાર એમ પણ કહે છે કે ટીપૂ મૈસૂરમાં કન્નડના સ્થાને ફારસીને રાજ્યની ભાષા બનાવીને ઇસ્લામને ફેલાવ્યો. પરંતુ એવા ઘણા ઉદાહરણો છે જે દર્શાવે છે કે તેમને તેમના ક્ષેત્રમાં આવતા હજારો મંદિરોનું સંરક્ષણ કર્યું.

ટીપૂ અને શ્રૃંગેરી મઠના પ્રમુખ વચ્ચે વાર્તાલાપના ૨૮ પત્રો ઉપલબ્ધ છે. જેનાથી છતુ થાય છે કે અંગ્રેજો અને મૈસૂર રાજ્યના ત્રીજા યુદ્ધ પછી મરાઠાઓએ શ્રૃંગેરી મઠનું લૂંટી લીધો હતો. આ મઠનો પુનરોદ્ધાર ટીપુ સુલતાને કરાવ્યું હતું. ટીપુની સૌથી મોટી વિશેષતા આ છે કે તે અંગ્રેજો વિરુદ્ધ નેપોલીયન સધ્ધાં ના સાથ મેળવવાનો ઇરાદો રાખતા હતા. તેમણે ભારતમાં પ્રથમ વખત રોકેટનો ઉપયોગ કરતા શિખવાડયું. તેમ વપ્રધાનમંત્રી એક મુસ્લિમ હતો તો રક્ષા સંબંધિત મામલાઓનો પ્રભારી એક હિંદુ હતો.

જે બ્રિટિશ સામ્રાજ્યનો સૂર્ય ક્યારે ડૂબતો ન હતો તના સરકારી આર્મી મ્યુઝિયમે એક લિસ્ટ બનાવ્યું છે. એ વિરોધી સૈનાપતિઓનું, જેવો બ્રિટિશ સામ્રાજ્ય માટે સૌથી મોટો ખતરો સાબિત થયા. આ લિસ્ટમાં ટીપૂ સુલતાનનો સમાવેશ થાય છે. આ લિસ્ટમાં નેપોલીયન અને જ્યોર્જ વોશિંગ્ટન પણ છે. ભારતમાંથી ફકત બે નામો છે. બીજું નામ ઝાંસીની રાણીનું છે.

સંઘના લોકો હનુમાન ચાલીસા સિવાય કંઇ વાંચતા નથી. નહિંતર હું તેમને બ્રિટિશ આર્મી મ્યુઝિયમનું આ લિન્ક વાંચવાનું કહેતો. એક બીજી મહત્વપૂર્ણ વાત એ છે કે જ્યારે ટીપુ અંગ્રેજો વિરુદ્ધ યુદ્ધમાં મશ્ગુલ હતો ત્યારે પેશવા, તંજોરના રાજા અને ત્રાવણકોર નરેશ બ્રિટિશની સાથે સંધી કરી ચુક્યા હતા. ટીપૂ આ રાજાઓ વિરુદ્ધ પણ લડયા. હવે આનું શું થઈ શકે કે આ રાજાઓ હિંદુ હતા!!! ટીપૂ હૈદરાબાદના નિઝામ વિરુદ્ધ પણ લડયા જે મુસ્લિમ હતા. સ્કૂલના પુસ્તકોમાં ત્રીજૂં મૈસૂર યુદ્ધ જુઓ જેમાં ટીપૂ વિરુદ્ધ અંગ્રેજો, પેશવા અને નિઝામની સંયુક્ત સૈન્યો લડ્યા હતા. *

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments