Thursday, April 25, 2024
Homeસમાચારતબ્લીગી જમાતને સરકારની નિષ્ફળતાઓ‌ પરથી ધ્યાન હટાવવા માટે બલીનો બકરો બનાવવામાં આવી...

તબ્લીગી જમાતને સરકારની નિષ્ફળતાઓ‌ પરથી ધ્યાન હટાવવા માટે બલીનો બકરો બનાવવામાં આવી રહયો છે : એસ.આઈ.ઓ ઓફ ઇન્ડિયા

આ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને નિરાશાજનક છે કે તબ્લીગી જમાતનાં સભ્યોમાં કોરોના વાયરસના અહેવાલોનો ઉપયોગ નફરતકારક અને ઇસ્લામોફોબીક સંદેશા બનાવવી ઝેર ફેલાવવા માટે થઈ રહ્યો છે.

સંઘ પરિવાર સમર્પિત ટ્રોલ સેનાએ આ મુદ્દાને કેન્દ્ર સરકારની નિષ્ફળતાઓ તરફથી ધ્યાન ભટકાવવા માટે આ કામ કર્યું છે અને મુખ્ય ધારાની મીડિયાએ ‘બિનસાંપ્રદાયિક’ રાજકારણીઓના ખોટા અને બેદરકાર નિવેદનો આપીને આ મુદ્દાને હવા આપી છે.

નિઝામુદ્દીનમાં તબ્લીગી જમાતનું મુખ્ય મથક છે. જેને નિઝામુદ્દીન મરકઝ તરીકે ઓળખવામાં આવે છે. આ મરકઝ નિયમિતપણે સમગ્ર વિશ્વના મુલાકાતીઓથી ભરેલ હોય છે જે કેટલીક વાર અહીં લાંબા સમય સુધી રહે છે. રાજકારણીઓના સામાન્ય સમાચાર કવરેજ અને કેટલાક નિવેદનો સૂચવે છે કે કોરોના વાયરસના દર્દીઓ મરકઝની અંદર ‘છુપાયેલા’ હતા, આ વાહિયાત દાવાઓની વિરુદ્ધ, નિઝામુદ્દીન મરકઝે એક નિવેદન બહાર પાડ્યું હતું કે જ્યારથી ‘જનતા કર્ફ્યુ’ અને ‘લોકડાઉન’ની ઘોષણા કરવામાં આવી છે, તેઓ જિલ્લા વહીવટીતંત્ર સાથે નિયમિત સંપર્કમાં હતા, વિશેષરૂપથી ફસાયેલા લોકો અંગે એસડીએમને વારંવાર સૂચનો આપવામાં આવી રહ્યા હતા .

તે સ્પષ્ટ છે કે આ સમગ્ર ઘટનાને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે અને આવશ્યક લોકડાઉનથી ફેલાયેલા ગેરવહીવટથી ધ્યાન ભટાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેના કારણે લાખો લોકોને સડકો ઉપર મજબુર કરી દેવામાં આવ્યા છે, ફંસાયેલા કરોડો લોકો પ્રાથમિક સુવિધા વગર હેરાન છે, કેજરીવાલ શાસિત દિલ્હી સહિતના મોટા શહેરોમાંથી સ્થળાંતર કરાયેલા કામદારોના પલાયનથી લોકડાઉન કરવાના હેતુને જોખમમાં મૂકવામાં આવ્યો છે અને કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને માટે કોરોના સામે લડવાની તૈયારીના અભાવનો પર્દાફાશ કર્યો છે. તબ્લીગી જમાતનાં રૂપમાં હવે આખો મુસ્લિમ સમુદાયને બલિનો બકરો બનાવવામાં આવ્યો છે. ‘આપ’ નેતાઓ દ્વારા તબ્લીગી જમાત સામે એફઆઈઆર અને પોલીસ કાર્યવાહી માટે સતત અપીલ કરવી ખાસ કરીને દંભી અને વાહિયાત છે, તેઓ એ જ આમ આદમી પાર્ટીના નેતાઓ છે કે જેઓ દિલ્હી હુલ્લડખોરો સામે કોઈ પણ પ્રકારની અપીલ કરતા નથી અને ન તો પોતાનું મોઢું ખોલે છે.

આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે ભારતમાં આ એકમાત્ર ધાર્મિક સ્થળ નથી જ્યાં વિશ્વભરમાંથી શ્રદ્ધાળુઓ આવે છે. વર્તમાન પરિસ્થિતિએ તમામ સંગઠનો અને એ સ્થાનો પર અનોખા પડકારો રજૂ કર્યા છે જ્યાં લોકો મોટી સંખ્યામાં એકઠા થાય છે. એકમાત્ર જવાબદાર બાબત આ છે કે સંબંધિત અધિકારીઓને સહકાર આપવો અને તમામ સુરક્ષા માર્ગદર્શિકાઓનું પાલન કરવું, પગલાં લેવા અને હા, આ બધા પગલાં લેવામાં આવ્યા પછી પણ, કેટલાક કેસો હોઈ શકે છે કારણ કે લોકડાઉન પહેલા આ બીમારી આપણી વચ્ચે આવી ગઈ હતી.

આ રોગચાળા અને આરોગ્યની કટોકટીની વચ્ચે, આપણા દરેકની ફરજ છે કે આ રોગને વધતા અટકાવવાનો પ્રયાસ કરવો અને લોકડાઉનને કારણે પીડાતા તમામ લોકોને સહયોગ આપવો. કટોકટીના આ સમયમાં કટ્ટરતા અને નફરતના વાયરસ ફેલાવાને બદલે એકતા, સહાનુભૂતિ અને સમજણ એ જ એકમાત્ર ઉપાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments