Saturday, July 27, 2024
Homeઓપન સ્પેસદુષ્કાળના ઓલાઓ જ્યારે ધરતી ઉપર છવાઈ જાય

દુષ્કાળના ઓલાઓ જ્યારે ધરતી ઉપર છવાઈ જાય

ભારત દેશ આજે અનેક પ્રકારની ગંભીર સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યો છે. બાર સાંધે અને તેર તુટે એવી પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. પણ આ બધો માનવસર્જીત આપદાઓનો પરિપાક છે અને જ્યાં સુધી માનવી પોતાની પ્રપંચલીલાઓનો ત્યાગ કરીને સન્માર્ગ ઉપર આવે નહીં અને ભલાઈની સમાજ રચના કાયમ કરે નહીં ત્યાં સુધી આવી માનવસર્જીત આપદાઓનો અંત શક્ય નથી. ધરતી ઉપર છવાઈ જનારી અન્ય આપદાઓનો બીજો પ્રકાર આસમાની સુલ્તાની અર્થાત કુદરતી આફતો છે. આ એવી આફતો છે જેને ટાળી શકવાની તાકત કોઈ ટેકનોલોજીમાં નથી! જે શક્તિ ઉપર માનવી ગર્વ કરે છે તે આવી કુદરતી આપદાઓ સામે સાવ વામણી સાબિત થાય છે. છતાં માનવી ગર્વ કરવાનું ભૂલતો નથી!

વર્ષ ૨૦૧૪નું ચોમાસં ખાસ્સું પાછળ ઠેલાઈ ગયું. ભારતમાં ચોમાસું લગભગ ૧ યા ૨ જૂનમાં શરૃ થઈ જાય છે જેની શરૃઆત દક્ષિણના રાજ્ય કેરળથી થાય છે અને પછી જૂનની મધ્યમાં આગળ વધતું આ ચોમાસું આખા ભારતને ભીંજાવી જાય છે, તરબોળ કરી દે છે. પણ આ વર્ષે ચોમાસાએ બરાબરની આંખો કઢાવી છે. જૂન આખો પૂરો થઈ ગયો પણ વરસાદનું નામનિશાન જોવા મળ્યું નહીં. ધરતી સાવ સૂકી ભટ્ટ! કિસાનો આકાશ તરફ મીટ માંડી માંડીને થાકી ગયા. મજદૂરી ન મળવાને કારણે ખેત મજૂરોને ભૂખે મરવાના દિવસો જોવા પડયા. અખબારી અહેવાલોથી જાણવા મળ્યું કે બોડેલી-પાવીજેતપુર અને નસવાડીના હજારો ખેતમજૂરો જે દરવર્ષે મજદૂરી માટે સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કરી જાય છે એ બધા વરસાદની અછતના કારણે મજદૂરી ન મળવાથી ઘરે પાછા ફરવા મજબૂર થઈ ગયા છે.

જો કે આ લેખ લખાઈ રહ્યો છે ત્યારે લગભગ ૧૫મી જુલાઈથી વર્ષારાણીનું આગમન થઈ ચૂક્યું છે. અને છૂટો છવાયો, સાધારણ જેવો, પણ વરસાદ થયો જરૃર છે. આપણે આશા કરીએ કે કુદરત આપણા માટે આ વર્ષનું ચોમાસુંુ લાભપ્રદ બનાવે. આપણે કલાકોથી સ્ટેશન ઉપર ટ્રેનની રાહ જોઈને બેઠા હોઈએ, ગાડીના આવવાનો સમય થઈ ગયો હોય અને અચાનક એલાન થાય કે ફલાણી ગાડી આટલા કલાક મોડી છે ત્યારે આપણા મનમાં કેવો જબરજસ્ત ઘ્રાસકો પડે છે? ૧૨૦ કરોડની વસ્તીના આ દેશમાં ચોમાસું ખાસ્સો એકાદ મહીના જેટલું લંબાઈ જાય તો શા હાલ થાય? સમાચારપત્રોમાં દુષ્કાળની પરિસ્થિતિના વર્તાળા આવવા માંડ્યા અને ચીજ-વસ્તુઓના ભાવ આસમાને ચઢવા માંડયા. વેપારી વર્ગને જાણે ઘી-કેળા થઈ ગયા. યુદ્ધ મોરચે હજારો સૈનિકોની લાશો પડે ત્યારે હાડકાના વેપારીઓ ખુશ થઈ જાય એવો આ ખાઉધરી આલમનો હાલ છે! તેમા વળી પાછા મુસ્લિમ સમુદાયનું રમઝાન મહીનો ચાલે અને હિંદુ સમાજમાં ગૌરીવ્રત જેવા તેહવારની ઉજવણી થાય એટલે ફળફળાદીના વેપારીઓ લૂંટ ચલાવવા માટે બરાબરની કમર કસી લે! ૪૦ રૃપિયા કિલોના ભાવે મળતી બદામ કેરી રમઝાન બેસતા જ ૭૦-૮૦ રૃપિયા કિલોના ભાવે પહોંચી ગઈ! દરેક પ્રકારના ફળો અને શાકભાજીના ભાવ લગભગ બમણાં થઈ ગયા. અને પાછા ગામડાના વેપારીઓ કહે કે અમે તો પૂણ્યનું કામ કરી રહ્યા છીએ! મે કહ્યું ભાઈ, સારી વાત છે. તમારી આ નેકીનો બદલો આપવા માટે રમઝાન પછી અલ્લાહના ફરિશ્તાઓ તમારી ખબર લેવા આવવાના છે!

ખેર, કુદરતી આફતોમાં દુષ્કાળની પરિસ્થિતિ એક મહાભયાનક આફત છે. મોડે મોડે પણ અલ્લાહ તઆલાએ વર્ષાના રૃપમાં વતને અઝીઝ-ભારત ઉપર તેની મહેર કરી દીધી છે પણ હવે આવનારા દિવસોમાં એનો સિલસિલો કેવો ચાલુ રહે છે તેના ઉપર સીઝન અને ખેડૂતોના જીવનનો આધાર રહેલો છે. જૂન આખો કોરો ધકોર ગયો એટલે ખેડૂતોના જીવ પડીકે બંધાઈ ગયા. વરસાદની ઉણપના કારણે વાવેતર અટકી ગયું હોવાથી શાકભાજી, ફળફળાદિ, ડુંગળી અને બટાકાના ભાવ આસમાને પહોંચવા લાગ્યા. ગૃહિણીઓનું રસોડા બજેટ સાવ ખોરવાઈ ગયું. વરસાદ મોડો થવાના કારણે ખેતરો સુકાઈ ગયા. જમીન ફાટીને સુકીભટ્ટ થઈ ગઈ. કઠોર, તેલીબીયાં વગેરેનું વાવેતર પાછું ઠેલાઈ ગયાથી તેના ભાવ પણ ઉચકાવવા માંડ્યા. કૃષિ ઉત્પાદન આ વર્ષે ઓછુ રહેશે. અને વર્તાળા સમાચારપત્રોમાં વહેતા થયા કે બજારોમાં હડકંપ મચી ગયો.

બીજી એક આડઅસર એ જોવા મળી રહી છે કે નદી-સરોવરો તળાવોના પાણી ઓછા થઈ ગયો. સરોવરોના તળીયા દેખાવા લાગ્યા તો કુવાઓના પાણી પણ અદ્રશ્ય થઈ ગયાં. જળસંકટના લીધે થર્મલ પાવર સ્ટેશનોની વિદ્યુત ઉત્પાદનો ઉપર ગંભીર અસરો વર્તાવા માંડી અને સખ્ત ગરમીમાં કલાકો સુધી ગુલ થઈ જતી વિજળીના કારણે લોકોના મન અને શરીર બેઉ શેકાઈ ગયા. અખબારી એહવાલ મુજબ ભારતીય કૃષિસમાજમાં ચેરમેન અજય જાખડ ભય પ્રદર્શિત કરી રહ્યા છે કે ધન-ધાન્ય, કઠોર, દાળ, ચાવલ, મગફળી, કપાસ, તુવર વગેરેની વાવણી સમયસર થઈ શકી ન હોવાથી એનું ઉત્પાદન આ વર્ષે ઓછંુ થવાની શક્યતા દેખાઈ રહી છે, જેના કારણે આવનારા દિવસોમાં અનાજ, કઠોળ તેલની ભાવસપાટી જાળવવી મુશ્કેલ બની શકે છે. આપણે દુઆ કરીએ કે અલ્લાહ એવી પરિસ્થિતિઓ ઉપસ્થિત ન થવા દે.

ચોમાસું સમયસર શરૃ થવાની આશાએ ઘણાં ખરા ખેડૂતોએ અગાઉથી બીયારણ કરી દીધું હતું જે લગભગ ફેલ થઈ ગયું . ઘણું ખરું બીયારણ ખેતરૃ ઉડરડાઓ જ ચટ કરી ગયા! પાછુ બીયારણ ઉપર પણ સરકારની મોનોપોલી, કે આજ પ્રકારનું બીયારણ વપરાવવું જોઈએ અને એનો ભાવ તમે સાંભળો તો ચક્કર આવી જાય. ૧૫૦૦-૨૦૦૦ રૃપિયા કિલોનું મોંઘાપારનું બીયારણ સાવ બેકાર જાય તો ખેડૂતોની આખેં અંધારાન આવી જાય તો બીજું શું થાય? નાણાં ન હોય ઉધારે બીયારણ ખાતર દવા વગેરે લાવ્યા હોય અને આવું થાય ત્યારે બીચારા ખેડૂતો કરે તો પણ શું કરે. હવે પાછું બીયારણ લાવવાનું વેપારીઓને કાલાવાલા કરવાના. બધી મહેનત ફરીથી કરવાની. આ બધું જેને સહન કરવું પડે તેને જ ખબર પડે કે કેટલી વીસે સો થાય. અન્યોને એની શું ખબર પડે? સાહીર લુધયાનવી તેમના એક શેરમાં કહે છે;
જો તાર સે નિકલી હૈ વો ધુન સબને સુની હૈ,
જો સાઝ પે ગુઝરી હૈ, વો કિસ દિલ કો પતા હૈ
ખેત ઉત્પાદનોની રોપણી ખાસ્સી એક મહીના જેટલી લેટ થઈ ગઈ. ખડુ બંધુઓનું કહેવું છે કે આના કારણે ખેતઉત્પાદનનોની આવક પણ એક મહીના જેટલી લેટ થશે જેના કરાણે શરૃઆતની આવકોમાં તેમને જે સારા અને પોષણક્ષમ ભાવો મળતા હતા તે આ વખતે મળશે નહીં વર્ષાના અભાવના કારણે નહેરોના પાણી દ્વારા પિયતથી ધરૃ ઉછેરવાળા આવતા હતા તે પણ થઈ શક્યું નથી. છતાં અલ્લાહની કૃપા થઈ ગઈ અને વરસાદ થઈ ગયો, તેણે આપણને દુષ્કાળની પરિસ્થિતિમાંથી ઉગારી લીધા એટલું આપણું અહોભાગ્ય અને પાલનહારનું એહસાન.

બાકી દુષ્કાળ જ્યારે મોં ફાડીને આવી પડે છે ત્યારે કેવી કેવી ખાનાખરાબીઓ સર્જાય છે તેનો આફ્રિકાના સોમાલિયા, ઇથોપિયા ઘાના અને ચાડ જેવા દેશોમાં અવારનવારે ત્રાટકી પડતા દુષ્કાળમાં શબ્દચિત્રો વાંચીને આપણને ખ્યાલ આવી શકે છે. લાખો માણસો મોતના મુખમાં ધકેલાઈ જવાં, દાણાં દાણાં માટે લોકોના વલખા ભૂખથી ગળાઈને હાડપિંજર જેવા બની ગયેલા શરીરો અને ચારેકોર નિરાશાથી ઘેરાઈ ગયેલા ચહેરાઓનાં દૃશ્યો જોઈને આપણને રડવું આવી જાય. આવો જ એક ભયાનક દુષ્કાળ આપણા દેશમાં આશરે એક સદીથી પણ પહેલા પડેલો જેને લોકો ‘છપ્પનીયો’ તરીકે યાદ કરતા. ચારેકોર ભૂકની ભૂતાવળ, મરેલા પશુઓના હાડપિંજરો અને તેમની લાશો, સુક્કીભઠ્ઠ ધરતી, પાણી માટે વલખા મારતા મૃતપ્રાય શરીરો અને દાંણા દાંણા માટે તરસતા લોકો. નવલકથા લેખક પન્નાલાલ પટેલે આશરે ૭૦ વર્ષ પહેલા લખાએેલી તેમની એક નવલકથા ‘માનવીની ભવાઈ’ માં આ છપ્પનીયા કાળનો ઉલ્લેખ કર્યો છે. જે શાળા અભ્યાસ દરમિયાન અમને વાંચવા મળેલી. એ નવલકથાના નાયક ‘કાળૂ’ના મુખે બોલાયેલા તે શબ્દો આજે પણ મને બરાબર યાદ છે. આવા હૃદય દ્રાવક દૃશ્યો જોઈને આભલે મિટ માંડીને કહે છે “ખાંડણીયામાં માથાને ધીઓ કેમ રામ? દેવા માંડ, હવે તો દેવા જ માંડ!” અલ્લાહ-ઇશ્વર નિર્દય નથી પણ માનવી જ્યારે તેના ઉપકારોને ભૂલીને તેની સામેજ વિદ્રોહે ચઢે અને તમામ હદો વટાવી જાય ત્યારે નાછુટકે કુદરતને આ રીતે તેની લગામ ખેંચવી પડે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments