ઇતિહાસની અટારીએથી ………………………… પ્રશિક્ષણના પગલાં
પ્રત્યેક અમલનો હિસાબ અને મુલ્યાંકન … આના માટે પ્રોત્સાહિત કરનારી ચીજો કઇ છે? પુર્વજોમાંથી એક બુઝુર્ગનો પ્રસંગ છે કે તેમને એક જનાઝાની નમાઝ પઢાવવા માટે બોલાવવામાં આવ્યા. તેમણે જનાઝાની નમાઝ માટે વિનંતી કરનારને કહ્યું, “ત્યાં સુધી રોકાઓ જ્યાં સુધી હું તેની નિયત વિષે જાણી ન લું. કેમકે તમામ મામલાઓનો આધાર નિયત ઉપર જ હોય છે.”
નિખાલસતાથી માનવો દરમિયાન પરસ્પર સંબંધો મજબુત અને ગાઢ બને છે. કેમકે જ્યારે બંદા અને અલ્લાહ વચ્ચે સંબંધની સુધારણા થઇ જાય છે તો અલ્લાહ બંદાઓના પરસ્પર સંબંધોપણે મજબૂત અને વ્યવસ્થિત કરી દે છે. માનવોના દિલનો સંબંધ તો અલ્લાહના જ હાથ માં છે. તે તેને જે તરફ અને જે રીતે ચાહે છે પલટી નાંખે છે. ઇમામ ઇબ્ને જોઝી (રહ.) પોતાના પુસ્તક “સય્યદુલખાતિર”માં લખે છે, “જ્યારે બંદો દુષ્કૃત્યોમાં લિપ્ત થઇ જાય છે તો અલ્લાહ ઇમાનવાળાઓના દિલમાં તેના સંબંધે ઘૃણા ભરી દે છે. અને તેને તેનો એહસાસ પણ નથી થવા પામતો અને જે પોતાના દિલને દુષ્કૃત્યોથી પાક કરી લે છે તેના મનની પવિત્રતાની સુગંધથી બીજાઓના મન પણ સુગંધિત થઇ જાય છે, કેમકે અલ્લાહ માનવોના દિલમાં રહે છે, એ એટલા માટે જો દીલ જ ઉપદ્રવી હોય તો જાહેરમાં દેખાતી ઇશ્વરનિષ્ઠા કે પવિત્રતા કોઇ જ ફાયદો પહોંચાડતી નથી.” જ્યારે ઇમામ ઇબ્ને જોઝી (રહ.)નો મૃત્યુ સમય સમીપ આવી ગયો તો તેઓ રડવા લાગ્યા, તેમનાથી લોકોએ કહ્યું કે, હે ઇમામ! આપ અલ્લાહની જાતથી સદ્વર્તાવની અપેક્ષા રાખો. આપના હાથ ઉપર તો હજારો લોકોએ ગુનાઓ અને દુષ્કૃત્યોથી તૌબા કરી છે, ત્યારે ઇમામ ઇબ્ને જોઝીએ સ્વયંને ઉદ્દેશીને કહ્યું “ઇબ્ને જોઝી તારા શું હાલ થશે જ્યારે તે બધા લોકો જેમણે તારા હાથ ઉપર તૌબાની શપથ લીધા, મુક્તિ મેળવી લેશે અને તું અઝાબ દ્વારા માર્યો જઇશ.” પછી તેમણે દુઆ કરી કે, હે અલ્લાહ! જો તુ મને યાતના આપે તો આ લોકોને મારી યાતનાથી બેખબર રાખજે નહીંતર તેઓ કહેશે કે જે અલ્લાહ તરફ આ બોલાવ છે તે અલ્લાહે આને યાતના આપી દીધી.પછી ફરમાવ્યું “મને એ વાતની બીક છે કે ક્યાંક મારી બુરાઇઓ જાહેર ન થઇ જાય અને પછી કુઆર્નની આ આયત પઢી, “અને જે બુરાઇઓ તેમણે કમાઇ હતી તે તેમના સામે જાહેર થઇ જશે” (સુર ઃ ઝુમર-૪૫). મને એ વાતનો ડર લાગ્યા કરે છે કે ક્યાંક એવું ન થાય કે મને જાણવા મળે કે મેં મારું જીવન વ્યર્થ કરી નાંખ્યુ, સત્ય અને અસત્યની ભેળસેળ કરી નાંખી અને દંભમાં પડયો રહ્યો. એવું ન થાય કે મને એવી કર્મનોંધનો સામનો કરવો પડે જે મેં વિચાર્યું પણ ન હોય, તે પછી તેમણે આ આયત પઢી.
“ત્યાં અલ્લાહ તરફથી તેમના સામે તે બધું જ આવશે જેની તેમણે ક્યોરય કલ્પના પણ કરી નથી.” (સુરહઃ ઝુમર-૪૫)
કોણ નથી જાણતું કે ઇબ્ને જોઝી (રહ.) કોણ છે? તો પણ તેમને પોતાના સંબંધો દંભનો ધ્રાસ્કો લાગ્યો રહેતો હતો. આજ કારણ છે કે વિખ્યાત તાબઇ ઇબ્ને અબી મલીકા (રહ.) કહ્યા કરતા હતા “મેં ત્રણ અતિસન્માનીય સહાબાઓને જોયા છે જેમની હાલત એ હતી કે તેમને પ્રત્યેક પળ દંભનો ખતરો સતાવતો હતો, આ ઉચ્ચ સહાબાઓની આ હાલત હતી તો આપણે પછી કઇ ગણત્રીમાં છીએ?” બસ અલ્લાહ જ મદદ ફરમાવે. ચતુર્ય ખલીફા હઝરત અલી બિન અબીતાલીબ (રહ.) એ દંભ અને ઢોંગના અમુક લક્ષણો સ્પષ્ટ કરી આપ્યા છે. આપે ફરમાવ્યું “ઢોંગીની ચાર નીશાનીઓ છે, (૧) તે એકલો હોય તો ઇબાદત અને ભલાઇના કામોમાં સુસ્તી અને આળસ કરે છે. (૨) લોકો સાથે સમુહમાં હોય તો ખુબ જ ઉત્સાહ અને સ્ફુર્તિ બતાવે છે.(૩) જ્યારે તેની પ્રશંસા કરવામાં આવે છે તો વધારે કાર્યારત થઇ જાય છે. (૪) જ્યારે તેના વખાણ કરવામાં નથી આવતા તો અમલ કરવામાં ઢીલો પડી જાય છે.”
સન્માનીય સહાબાઓ પોતાની નિખાલસતામાં એટલા પાકા હતા કે તેના કારણે નામના અને વખાણથી ખુબ જ દૂર રહેતા હતા. જેથી એકવાર હઝરત અબ્દુલ દરદા રદિ. એ હઝરત સલમાન ફારસી રદી.ને પત્ર લખ્યો કે હું પવિત્ર જગ્યાએ આવી ગયો છું. તેના જવાબમાં સલમાન ફારસી રદી.એ તેમને લખ્યું કે “ધરતી કોઇને પવિત્ર નથી બનાવી દેતી બલ્કે મનુષ્યને તેના કાર્યો પવિત્ર બનાવે છે.” નિયતમાં નિખાલસતાના મહત્વના કારણે ઇમામ બુખારી રહ. પોતાના પુસ્તક ‘અલજામે સહીહ’ના આરંભ અલ્લાહના રસુલ સલ્લ.ની તે હદીસથી કર્યો છે, જેમાં નિખલસ નિયતની વાત કહેવામાં આવી છે. અને આ હદીસ વિષે ઇમામ સાફઇ રહ.ની આ વાત પ્રચલિત છે કે આ હદીસ ફિકહ (ઇસ્લામી કાનૂન શાસ્ત્ર)ના ૭૦ અધ્યાયોમાં શામેલ છે.
નિખલસતા સંબંધે આપણા પૂર્વજોએ અસંખ્ય દૃષ્ટાંતો અને આદર્શો આપણા સામે મુક્યા છે. હઝરત અબ્દુલ્લાહ બિન મસ્ઉદ રદિ. ના શિષ્ય મુતરફ બિન અબ્દુલ્લાહ આ દુઆ માંગ્યા કરતા હતા, “હે અલ્લાહ! હું તારાથી એવા કામો સંબંધે મગફિરત ચાહું છું જેના સંબંધમાં મેં એ અનુમાન કર્યુ કે તેના દ્વારા તારી પ્રસન્નતા પ્રાપ્ત થઇ જશે, પરંતુ પછી અજાણતામાં કોઇ ખોટું કાર્ય તેમાં ભેળસેળ થઇ ગયું.” હઝરત સુફિયાન શુરી કહ્યા કરતા હતા કે, “પોતના મનને દંભથી પાક કરવા માટે બું ન જાણે કેટલા પ્રયત્નો કરૃં છું પરંતુ જેવું હું મનને તેનાથી પાક કરૃં છું તે (દંભ)મનમાં કોઇ બીજા રંગમાં જાહેર થઇ જાય છ.” એટલા માટે ઇસ્લામમાં આનો અર્થ અને હેતુ નિયતને સાફ કરતા રહેવાનો અને તેને ફેરફાર કે ભેળસેળથી સતત સુરક્ષિત રાખવાનો છે. અલ્લાહના અંતિમ રસુલ સલ્લ.એ ફરમાવ્યું “આદમની સંતાનનું મન જ્યારે અતિરેકથી ભરાઇ જાય છે તો તે હાંડી કરતાં પણ વધુ તીવ્રતાથી ઉકળે છે.” (હદીસ સંગ્રહ- મુસ્નદેઅહમદ)*