Sunday, April 21, 2024
Homeપયગામનિરર્થક જીવન, સાર્થકતા ભણી

નિરર્થક જીવન, સાર્થકતા ભણી

જીવનની અવકાશ યાત્રામાં રોકેટની જેમ ઊંચે જતી ક્ષણોમાં માણસ ક્યાંક ખોવાઈ ગયો છે. વિજ્ઞાાન અને ટેકનોલોજીના મેદાનમાં અમુલ્ય સંશોધનો થઈ રહ્યા છે કેમ? જીવનને સહુલત અને રાહત આપવા માટે કેટલી વસ્તુઓ બનાવવામાં આવી છે કેમ? માનવએ મોટી મોટી ઈમારતો, બંગ્લો, મહેલોનું નિર્માણ કર્યું છે કેમ? સુંદર બગીચાઓ, પાર્કો અને અભયારણો બનાવ્યા છે કેમ? નવયુવાન ડાન્સબાર અને હુક્કાબારમાં જઈ મજા ઉડાવે છે કેમ? જગતભરમાં રમત-ગમતની વિવિધ પ્રવૃત્તિઓ, સ્પર્ધાઓ અને ઇનામોની વરસાદ થાય છે કેમ? લોકો દુનિયાની ટૂર પર જાય છે કેમ? એક પિતા કે પતિ સવારથી સાંજ સુધી પોતાના પ્રતિભાઓ ખપાવે છે, સમય લગાવે છે, પોતાની જાતને ઘસે ને ઘસે છે કેમ? માનવી આ બધું કેમ કરી રહ્યું છે? શું ક્યારે વિચાર્યું છે? માફ કરજો આજના માનવ રૂપી રોબોટ પાસે વિચારવાનું સમય જ નથી. બસ ભૌતિક દુનિયાને બનાવવા સળગાવવા આંધળી દોટ મૂકી છે.

બસ યહીં દોડ હૈ આજ કે ઇન્સાનો કી

તેરી દીવાર સે ઊંચી મેરી દીવાર હો જાએ

અને તેનું પરિણામ પણ પોતાની નરી આંખે જોઈ રહ્યું છે. પોતે ધારેલી ડિગ્રી મેળવીને, પોતે ઇચ્છિત નોકરી મેળવીને, પોતાના સ્વપ્નની જીવનસાથી મેળવીને, દુનિયાભરમાં પ્રખ્યાત થઈને, મોટા પદો અને નામના મેળવીને અને દુનિયા જેને સફળ વ્યક્તિ સમજે છે એ બધું મેળવીને પણ એ પોતાની જાતથી સંતુષ્ટ થતો નથી. કેમ? કોઈ વસ્તુ છે જે સતત તેને ખૂચ્યા કરે, એક અવકાશ જેને પોતાના જીવનમાં હંમેશ અનુભૂતિ કર્યા કરે છે, એની આત્મા તેને ડંખે છે, એક વિશિષ્ટ પ્રકારની બેચેની તેના હૃદયમાં ભ્રમણ કર્યા કરે છે.

રૂહ બેકલ, જિસ્મ પરેશામ, દિલ કરબે મુજસ્સમ હૈ

બઝાહિર દુનિયા કો ક્યા ક્યા એશ ફરાહમ હૈ

આવું કેમ છે? આજના યુવાનોના ફિલ્મી આઈકોનને જોઈ લો, ધન-દૌલત, નામના, વેભવી જીવનની દરેક સહુલત હોવા છતાં ઓચિંતા જ કેમ આત્મહત્યા કરી લે છે? કેમ દારૂ અને ડ્રગ્સના રવાડે ચઢી જાય છે? કેમ ડિપ્રેશનમાં જતા રહે છે? કેમ માનસિક રોગોમાં ઢળી પડે છે?

પશ્ચિમી દુનિયા અને વિકસિત દેશોના લોકોની આંતરિક પરિસ્થિતિ પર એક નજર કરો, કુટુંબ ભાંગી રહ્યા છે, બાળકો માતાના પડછાયાથી વંચિત છે તો ક્યાય પિતાની છાવ નથી કેમ? ગનકલ્ચર વધી રહ્યું છે? ગમ ભૂલાવવા પાર્ટી કલ્ચરનું ટ્રેન્ડ વધી રહ્યું છે.

જરા પાને કી ચાહત મેં બહુત કુછ છૂટ જાતા હૈ

નદી કા સાથ દેતા હું સમુંદર રૂઠ જાતા હૈ

મારો જીવન છે મારે મારી રીતે જીવવું છે, હું જે ઇચ્છું પહેરૂ, જે ઇચ્છુ ખાવું, જે ઇચ્છું જોઉં, જે ચાહું પીવું, મને જે સારૂ લાગે તે કરૂ. કોઈને સલાહ આપવાની કે રોકટોક કરવાની જરૂર નથી. મને જે પ્રવૃત્તિમાં મજા આવશે તે કરીશ. કોઈ આનંદ ટકતો નથી. કોઈ સુખ મળતો નથી. કોઈ સંતોષ થતો નથી. અહીં સુધી કે દુનિયાથી વિદા થઈ જાય છે પરંતુ દિલ અસીમ આનંદ ખુશી, સુકૂનનો અવકાશ રહી જ જાય છે કેમ?

પત્નીની ઇચ્છાઓ પૂર્ણ થતી નથી. રોજ રોજ ઘર કંકાશ થાય, પેલાનો છોકરો તે શાળામાં જાય છે આપણું કેમ નહીં. પાડોશી પાસે આવી ફ્રીજ છે આપણી પાસે નાની કેમ? મોંઘવારી વધી રહી છે આટલામાં શું થશે? વધુની ચાહતમાં ઓછાનું આનંદ પણ છીનવાઈ જાય. બીજાની દેખાદેખીમાં આકુળ વ્યાકૂળ બની જાય છે. ટૂવ્હીલર આપણી પાસે છે પરંતુ નજર ઉંચે હોય તો કારની લાલસામાં બાઈકની મજા ભૂલાઈ જાય અને નજર નીચે હોય તો સાકલવાલાની તકલીફ જોઈ બાઈકનું આનંદ બમડું કરી શકાય. આ બાળવૃત્તિ છે તે બીજા બાળકના હાથમાં રમકડું જુવે તો તેને ઝાપટવા માટે દોડે છે ભલે તેના હાથમાં તેના કરતા વધારે સુંદર અને કીંમતી રમકડું હોય. ખુશી પોતાના હાથમાં છે તમારે નક્કી કરવાનું છે કે તમારે પોતાની ઝુપડીમાં દીવો કરવો છે કે પછી બીજાના મહેલને જોઈ ઈર્ષાની ચિંતામાં બળવું છે. આજે મોટા ભાગે યુવાનો હેરાન કેમ છે? બસ જલ્દીથી કરોડપતિ બની જવા ઉન્માદી બની જાય છે અને જે કરોડપતિ બની જાય  છે. તેમને બીજાથી વધી જવાની ચિંતા ખાય છે. આજે કાચંુ ઘર છે તો કાલે પાકુ મકાન જોઈએ. એ મળી જાય તો પછી મોટો મકાન જોઈએ. એ ઇચ્છા પૂર્ણ થાય તો હવે બંગ્લો જોઈએ. ઇચ્છાનો કોઈ અંત નથી. જીવન અસીમ નથી. સંસાધનો અનંત નથી. અને ઇચ્છાઓનું અંત નથી. કબરની માટી અને ચિતાની ધૂળ જ તેનો અંત કરે છે.

યે જિસ્મ કયા હૈ ગોયા પહરન ઉધાર કા હૈ

યહીં સંભાલ કે પેહના યહી ઉતાર ચલે

એક યુવાન બોડી બિંલ્ડીંગ કરે છે પણ અમુક સમય પછી પોતે કંટાળી જાય છે. એક વ્યક્તિ ફ્રેશ થવા કોઈ પ્રાકૃતિક સ્થળની મુલાકાતે જાય. અમુક ક્ષણ માટે લ્હાવોે લે પરંતુ પછી બીજા જ ક્ષણે કોઈ રોમાંચ રહેતો નથી. પસંદની કોઈ વસ્તુ જમવા બેસે પહેલા કોળીઓમાં જે આનંદ મળે તે ધીમે ધીમે ઓસરાઈ જાય અને એક સમય અવો આવે કે તેને પોતાને મન ગમતી વાનગી અપ્રિય લાગવા માંડે. પાર્ટીમાં ડીજેથી થાળે થીરકે પરંતુ થોેડી વારમાં જ થાકીને જાય. પ્રિય પાત્ર સાથે સમય ગાળવામાં સારૂ લાગે પરંતુ અમુક દિવસમાં જ દિલ ભરી જાય. દુનિયા શું છે બાળક છે તો યુવાન થવાની તમન્ના અને યુવાની મળે તો બાળક બનવાની ઇચ્છા કરે. સુકૂન, આનંદ, કામચલાઉ વસ્તુ નથી, ન અલ્પકાલીન છે એ અમૂલ્ય મૂડી છે એની પ્રાપ્તિ ત્યારે જ શક્ય છે જ્યારે વ્યક્તિ ભૌતિક દુનિયાની વાસ્તવિકતાને સમજે સંસાર એક દુષ્ટિભ્રમ છે જેવું લાગે છે વાસ્તવમાં એવું નથી. ડુંગર દૂરથી રળીયાણણો લાગે છે. કુઆર્નમાં અલ્લાહ ફરમાવે છે, આ દુનિયા મતાઉલ ગુરૂર છે -આ દુનિયા લહુંલઈબ છે.

દુનિયા અને એની બધી વસ્તુ દગો છે તો પછી તેમાં દિલ લગાવવાથી સુકૂન ક્યાંથી મળશે?

જરા જી લગાને કી દુનિયા નહીં હૈ

યે ઇબ્રત કી જાહ હે તમાશા નહીં હૈ.

સુકૂન મળશે દુનિયાના સર્જનહારથી દિલ લગાવવાથી. અલ્લાહની યાદ જ દિલોને સુકૂન આપી શકે છે. “ખબરદાર રહો, અલ્લાહનું સ્મરણ જ એ વસ્તુ છે જેનાથી હૃદયોને સંતોષ પ્રાપ્ત થતો હોય છે.” (સૂરઃ રઅ્દ-૨૮)

આપણી જીંદગી ઈશ્વરમય થઈ જાય તો જીવનની દરેક ક્ષણ આપણા માટે ખુશીની સોગાત લાવશે. અલ્લાહનો થઈ જવાનો અર્થ એ નથી કે દુનિયા ત્યજીને એકલતામાં જતુ રહેવાનું અને માત્ર તસ્બીહો ફેરવવાનું. અલ્લાહની યાદનો અર્થ એ પણ નથી કે હાથ પર હાથ મૂકીને બેસી રહેવાનું અને દુઆઓથી આખા તંત્રને ચલાવવાનું. અલ્લાહની યાદનું અર્થ આ છે કે દરેક કામમાં અલ્લાહને યાદ રાખવાનું, અલ્લાહે આપેલી રોજી પર ખુશ રહેવાનું, સંતોષનો ગુણ કેળવવાનું, અલ્લાહના દીનના કાર્યોને પ્રાથમિકતા આપવાનું. જે પરિસ્થિતિમાં જે વસ્તુની જરૂર હોય તે વસ્તુ સાથે અલ્લાહના દરબારમાં હાજર થવાનું નામ તેની યાદ છે. દીનને માલની જરૂર હોય અને તમારા પાસે હોવા છતાં તમે કહો હું એટલી તસ્બીહ વધારે પઢી લઈશ એ યોગ્ય નથી. નમાઝનો સમય હોય અને તમે કહો હું કોઈ ફકીરને ખવડાવી દઈશ, એ બરાબર નથી. કોઈ ભુખ્યો હોય અને તમે કહો હું આટલું દાન શાળા મદરસામાં આપી દઈશ. પોતાની મરજીથી નહીં અલ્લાહની મરજી મુજબ જીવવાનું શીખી ગયા તો દુખ માટે સુખની અનૂભૂતિ થશે.

ઇશ્ક કે મરાહિલ મેં વો ભી વકત આતા હૈ

આફતે બરસ્તી હૈં દિલ સુકૂન પાતા હૈ

અલ્લાહનો પોતાનો કર્તાહર્તા માની લો, તેના પ્રેમમાં નિખાલસ થાવ. તેના નબીનો અનુસરણ કરો. દરેક પરિસ્થિતિમાં અલ્લાહ પર ભરોસો રાખો. રોજીનો માલિક છે. એ જ પાલનહાર છે. આપણે જ્યાં પણ છીએ એની નજરમાં છીએ. જે કઈ થાય છે તેની મરજીથી થાય છે. અલ્લાહથી દરેક મામલામાં બરકાતની દુઆ કરો અને અલ્લાહને પોતાનું બધું સુપુર્દ કરનાર વ્યક્તિ જોઈ શકે કે અલ્લાહ કઈ રીતે તેના કાર્યોમાં મદદ રૂપ થાય છે. અલ્લાહને સાદગી પસંદ છે અને સાદુજીવન નબીઓની રીત છે. /

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments