Sunday, April 21, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપનીકળો ચાહે હળવા હોવ કે ભારે

નીકળો ચાહે હળવા હોવ કે ભારે

અલ્લાહે પોતાના દિવ્યગ્રંથ કુઆર્નમાં કહ્યું છે,

“નીકળો, ચાહે હળવા હોવ કે ભારે, અને જિહાદ (સંઘર્ષ) કરો અલ્લાહના માર્ગમાં પોતાના ધન-દોલત અને પોતાના પ્રાણો વડે, આ તમારા માટે વધુ સારૃં છે જો તમે જાણો.” (સૂરઃતોબા-૪૧)

એટલે કે કોઈપણ સંજોગોમાં નીકળો અને પોતાના ધન-દોલત અને પ્રાણોનું બલિદાન આપીને જિહાદ એટલે કે સંઘર્ષ કરો અને કારણ વગર તેનાથી દૂર રહેવાના બહાના ન શોધો. જો જિહાદના માર્ગમાં અવરોધો અને સંકટો આવે તો તેના સામે નાસીપાસ ન થઈ જાવ આ તમારા માટે વધારે સારૃં છે જો તમે જાણો તો.

નિખાલસ ઈમાનવાળા પ્રેમીઓને અલ્લાહ તરફથી આ સમાચાર મળ્યા તો તેઓ તેના માર્ગમાં આવતા સંકટોને નજરઅંદાજ કરીને જિહાદ માટે નીકળી પડતા. જોકે તેઓ જિહાદમાં શરીક ન થવા માટે કોઈ કારણ રજૂ કરવા ઇચ્છતા તો તેમના પાસે સ્પષ્ટ કારણ મોજૂદ હતા. પરંતુ તેમણે કોઈ વાતની પરવા ન કરી. જેના પરિણામે અલ્લાહ તઆલાએ એક તરફ આ મિશન માટે તેમના હૃદયના દ્વાર ખોલી  નાંખ્યા તો બીજી તરફ અસંખ્ય સમ્રાટોની સલ્તનતોના પ્રચંડ દરવાજાઓ પણ તેમના માટે ઉઘાડી કરી નાંખ્યા. તેમણે પોતાના ધન અને અલ્લાહે પોતાના સંદેશ વડે તેમને ઇજ્જત અને સર્વસત્તા પ્રદાન કરી અને તેમને તે બધુ અર્પણ કર્યું જે વર્ચસ્વ અને વિજયના ઇતિહાસમાં સીમાચિહ્નરૃપ બની ગયા.

હઝરત અબુ તલ્હા રદી. સૂરઃ તૌબાની તિલાવત કરી રહ્યા હતા. તિલાવત કરતા કરતા તેઓ આ આયત ઉપર પહોંચ્યા જેનો ઉલ્લેખ ઉપર કરવામાં આવ્યો છે તો બોલ્યા, “આપણા સર્જનહારે આપણને વૃદ્ધાવસ્થા અને યુવાની દરેક સ્થિતિમાં જિહાદ માટે નીકળવાની આજ્ઞા આપી છે. મારા બાળકો! મારો શસ્ત્ર સંરજામ તૈયાર કરો” – તેમના બાળકોએ કહ્યું, “અબ્બાજાન! અલ્લાહ તમારા ઉપર પોતાની કૃપા વરસાવે, તમે અલ્લાહના રસૂલ સ.અ.વ.ના સાનિધ્યમાં ઘણા યુદ્ધો લડયા ત્યાં સુધી કે અલ્લાહના રસૂલ સ.અ.વ. આ દુનિયાથી વિદાય થયા. પછી તમે હઝરત અબુબક્ર રદી. સાથે રહીને યુદ્ધો લડયા ત્યાં સુધી કે તેઓ પણ મૃત્યુ પામ્યા તે પછી તમે હઝરત ઉમર રદી. સાથે રહીને યુદ્ધોમાં ભાગ લીધો ત્યાં સુધી કે તેઓ પણ આ નાશવંત જગત છોડી ગયા. હવે તો અમે આપની જગ્યાએ યુદ્ધમાં જઈશું” – પરંતુ હઝરત અબુ તલ્હા રદી. ન માન્યા અને સમુદ્ધી યુદ્ધ બેડામાં શામેલ થઈ ગયા. આ જ જહાજ બેડામાં પ્રવાસ દરમ્યાન તેમનું મૃત્યુ થઈ ગયું. કોઈ ટાપુ પણ નજીકમાં ન હતો કે તેમને ત્યાં દફન કરવામાં આવતા. એટલા માટે નવ દિવસ સુધી તેમની મુબારક લાશ સમુદ્રી બેડામાં જ પડી રહી અને તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કે ક્ષત-વિરાત ન થયું અને ૯ દિવસ પછી તેમને ધરતીમાં દફન કરવામાં આવ્યા.

ઇબ્ને જરીર અબુરશીદસ વર્ણન કર્યું છે કે તેઓ કહે છે કે એક દિવસ હું અલ્લાહના રસૂલ સ.અ.વ.ના શૂરવીર યોદ્ધા હઝરત મિકદાદ બિન અસ્વદ રદી. પાસે ગયો તો જોયું કે તેઓ એક નનામી ઉપર બેસેલા છે જોકે એ તેમની એ ઉંમર ન હતી કે તેઓ યુદ્ધમાં ભાગ લઈ શકે એટલા માટે મેં તેમનાથી અરજ કરી કે અલ્લાહ આપના સંબંધે ક્ષમા સ્વીકારી લેશે. તો તેમણે જવાબ આપ્યો, “આપણા પાસે જિહાદ માટે ઊભા થવાનો આદેશ આપતી કુઆર્નની સૂરઃ છે જેમાં કહેવામાં આવ્યું છે કે, નીકળો હળવા હોય કે ભારે.”

ઇબ્ને જરીરે જ હયાન બિન ઝૈદ શરઈથી એક બનાવ વર્ણવ્યો છે – તેઓ કહે છે કે અમે સફવાન બિન ઊમરૃના સંગાથે જિહાદ માટે નિકળ્યા, સફવાન બિન ઉમરૃ હમસના ગર્વનર હતા. મેં એક ખૂબજ વૃદ્ધ પરંતુ હિંમતવાળા વડીલને જોયા, જેમનો સંબંધ દમાશ્કસ સાથે હતો. વૃદ્ધાવસ્થાની હાલત એ હતી કે તેમની પાંપણે તેમની આંખો ઉપર ઢળી આવી હતી. હું તેમના પાસે ગયો અને તેમનાથી કહ્યું, “ચાચા, અલ્લાહ તઆલાએ તો તમને અસહાય ઘોષિત કરી દીધા છે.” હયાત કહે છે આ સાંભળીને તે બુઝુર્ગ પોતાની પાપણો ઉઠાવી ને મારા તરફ જોયું અને કહ્યું, “બેટા અલ્લાહ તઆલાએ આપણથી હળવા હોય કે ભારે દરેક હાલતમાં જિહાદ માટે નીકળવાનું વચન લીધું છે – સાંભળો, અલ્લાહ તઆલા જેનાથી પ્રેમ કરે છે તેને અજમાવે છે અને આવું વારંવાર કરે છે, પછી સહી સલામત પાછા લઈ આવે છે. અલ્લાહ તઆલા પોતાના બંદાઓમાંથી તેની કસોટી કરે છે જે ધૈર્યવાન અને આભારવ્યક્ત કરનારા અને અલ્લાહનું સ્મરણ (ઝિક્ર) કરનારા હોય છે અને જેમણે અલ્લાહ સૃષ્ટિના રચયિતા સિવાય કોઈની બંદગી અને ઇબાદત ન કરી હોય.”

આ હતી અલ્લાહના આદેશોને સાંભળવા અને સ્વીકારવા અને તેને અમલી રીતે લાગુ કરવા સંબંધે સંઘર્ષ જેના પરિણામે આ ધરતી ઉપર ઇસ્લામનું શાસન અને સિક્કો ચાલ્યો જે માનવોને માનવોની બંદગીથી બહાર કાઢીને એક માત્ર અલ્લાહની બંદગી તરફ લાવે છે. આ જ સંઘર્ષના કારણે માનવ સ્વતંત્રતાની અદ્ભૂત વિજયોના ઇતિહાસમાં આ ચમત્કાર સર્જાયો.

તે સમયમાં મુસલમાનોનો અલ્લાહના આદેશોને સમજવાનો અંદાજ આ હતો. અને આ રીતે તેઓ આ આદેશોને પોતાના ઉપર લાગુ પાડતા રહેતા હતા. તો શું આજના ઇસ્લામના ધ્વજવાહકો અને આમંત્રકો પોતાના ઈમાનવાળા પુર્વજોના આ વારસાની સુરક્ષા નહીં કરશે? શું અલ્લાહના માર્ગે હળવા હોય કે ભારે, દરેક સ્થિતિમાં જિહાદ અને સંઘર્ષ માટે નહીં નીકળે? અને પોતાના ધન દોલત અને પોતાના પ્રાણો વડે અલાહના માર્ગમાં જિહાદ નહીં કરે? આવા લોકો એ વાતના વધારે જરૂરતચમંદ છે કે પોતાના ઉત્તમ પૂર્વજોના ઉત્તમ ઉત્તરાધિકારી સાબિત થાય. /

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments