પત્રકારત્વ વાસ્તવમાં સમાચાર અથવા માહિતી પુરી પાડવાના કાર્યને કહેવામાં આવે છે. પત્રકાર સમાચાર પત્રો, મેગેઝીન, પ્રાદેશિક અખબારો, ઇલેકટ્રોનિક મીડિયા, વેબસાઈટ્સ અને સરકારી તથા જાહેર ક્ષેત્રના પબ્લિકેશન માટે કાર્યો કરે છે. પ્રિન્ટ મીડિયા આપણા જીવનમાં એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. તાજેતરના સમાચાર પ્રદાન કરે છે અને જાહેર મુદ્દાઓ અને ફરિયાદોને સંબોધન કરવા માટે એક મંચના સ્વરૃપે કાર્યો કરે છે.
પ્રિન્ટ મીડિયાની સાથે બીજા માધ્યમો જેમકે ઑડિયો વિઝ્યુઅલના માધ્યમથી જાણકારી પ્રાપ્ત કરવી આજકાલ પ્રવાહમાં છે અથવા એમ કહીએ કે જેની પાસે આજે સ્માર્ટ ફોન છે તે પોતે કોઈ પત્રકારથી ઓછો નથી.
૧૨મી કક્ષામાં વિષયની પસંદગીઃ વિજ્ઞાન, વાણિજ્ય, હ્યુમેનિટીઝની કળાઓ
અખબારનું કાર્ય મોટે ભાગે બે ભાગમાં વિભાજિત છે : ક્ષેત્ર અને ડેસ્ક
ક્ષેત્ર કાર્ય : પત્રકારોને રાજકીય મુદ્દાઓ, કાયદા અને વ્યવસ્થા, રમત, શિક્ષણ, સ્થાનિક મુદ્દાઓ અને આવા મુદ્દાઓને સામેલ કરવા માટે નિયુક્ત કરવામાં આવે છે. તે વિસ્તારની બધી ઘટનાઓને કવર કરવા માટે પત્રકારોને વિશેષ બીટ સોંપવામાં આવે છે.
તે ન્યૂઝ સ્ટોરીઝ, રાષ્ટ્રીય તથા સ્થાનિક ઘટનાઓને કવર કરે છે. જેથી વાચકોને જાણ કરવામાં આવે છે કે શું થઈ રહ્યું છે, ક્યાં, કેમ અને કેવી રીતે.
મુખ્ય કાર્યમાં સાક્ષી ઘટનાઓ અને એક એવા અંદાજમાં રિપોર્ટિંગ હોય છે જે લોકોને બદલાતા દ્રશ્યો ઉપર પ્રતિક્રિયા આપવા માટે પ્રભાવિત કરે છે.
સ્થાનિક રીપોર્ટર, રાષ્ટ્રીય મામલાના સંવાદદાતા, વિદેશી સંવાદદાતા, રમત, યાત્રા અને બીજા અન્ય વિશેષ લેખકોની જાણકારી પ્રાપ્ત કરવા અને સમાચાર રિપોર્ટ ફાઈલ કરવા માટે કાર્યાલયથી બહાર જાય છે.
ડેસ્ક કાર્ય ઃ આ કાર્યાલયનું કામ છે. નાયબ એડીટર અથવા કોપિ એડીટર હેડલાઈન્સની સાથે તે સ્ટોરીઝને પ્રસ્તુત કરવા તૈયાર કરે છે. તેની જવાબદારી છે કે સ્ટોરીનો શું ઉદ્દેશ્ય છે અને આમાં કોઈ વ્યક્તિગત પૂર્વગ્રહ તો નથી. રીપોર્ટીંગ અને નાયબ એડીટર સંપાદકીય વિભાગમાં મહત્ત્વપૂર્ણ અને પૂરક કાર્ય છે.
અખબારના કાર્યાલયમાં : અખબારના કાર્યાલયની ટીમનું નેતૃત્વ એડીટર કરે છે. જેના આધીન સબ-એડીટર, સંવાદદાતા, વિશેષ સંવાદદાતા, પત્રકાર અને ફ્રીલાંસ પત્રકાર, ફોટો જર્નાલિસ્ટ વિગેરે હોય છે.
એડીટરના કાર્યો : પ્રકાશનની સામગ્રીની યોજના બનાવવી અને તેનું મોનીટરીંગ કરવું. એડીટરનું વહીવટી ફરજોમાં લેખકોની ભરતી, બજેટનું આયોજન, ફ્રીલાંસ લેખકો સાથે વાતચીત વિગેરે સામેલ છે.
એસોસિએટ અથવા મદદનીશ એડીટર : વિશેષ વિષયો જેવા કે ખેલ, આંતરરાષ્ટ્રીય સમાચાર, શિક્ષણ, કેરિયર, પરિવાર વિગેરે માટે જવાબદાર રહેવું.
સબ-એડીટર : એક સંવાદદાતા દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી સ્ટોરીને અંતિમ રૃપ આપવા. આ લગભગ ગેટ કીપરની જેમ કાર્ય કરે છે, અખબારની સામાન્ય નીતિને ધ્યાનમાં રાખી પ્રત્યેક રીપોર્ટને નિષ્પક્ષ રૃપથી પ્રસ્તુત કરવાની જવાબદારી સબ-એડીટરની હોય છે.
રીપોર્ટર અને સંવાદદાતા : સ્થાનિક, રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓના સંદર્ભમાં સ્ટોરી તૈયાર કરવા. વર્તમાનના મુદ્દાઓ ઉપર વિવિધ દૃષ્ટિકોણ પ્રસ્તુત કરવા. જાહેર અધીકારીઓ અને બીજા જે પોતાના કટાર લેખથી શક્તિનો પ્રયોગ કરે છે, તેના કાર્યોની મોનીટરીંગ કરવા અને જનતાની સામે સત્યને પ્રસ્તુત કરવા.
સંવાદદાતા : સંવાદદાતાના કાર્યો મોટા શહેરો અને બીજા દેશોમાં આધારિત છે જે તે સ્થળો ઉપર થનારા ખાસ સમાચાર ઘટનાઓની સ્ટોરીને તૈયાર કરે છે.
ફ્રીલાંસ પત્રકાર: તે મુક્તપણે લખવાવાળો પત્રકાર હોય છે અને દરેક લેખ લખવા માટે ચુકવણી કરવામાં આવે છે.
કટાર લેખક: નિયમિત લેખો માટે નિષ્ણાંત તરીકે સમાચાર પત્ર અને મેગેઝીન દ્વારા નિયુક્ત કરવામાં આવે છે તથા નિયમિત રીતે કૉલમમાં યોગદાન આપવા માટે તેમને ચોક્કસ રકમ પૂરી પાડવામાં આવે છે.
વિવેચક (ટિપ્પણી કરનાર): એક ચોક્કસ વિસ્તારમાં ખાસ વ્યક્તિઓ, એક વિસ્તારમાં એક ઓથોરીટી, વહેંચાયેલ મુદ્દાઓ ઉપર લખવા માટે સમાચાર પત્રો અને મેગેઝીન દ્વારા આમંત્રિત કરવામાં આવે છે.
મેગેઝીન પત્રકારિત્વ: મેગેઝીન પ્રકાશનનું માળખું લગભગ એક સમાચાર પત્ર જેવું હોય છે. તંત્રી, સહતંત્રી અને પત્રકાર છે, જે તેમના ઉલ્લેખિત વિશેષ સ્ટોરીઝ લખે છે. કામનું સંશોધન, મુલાકાત અને ઉત્તેજક લેખન સામેલ છે.
કાર્ટુનિસ્ટ: રાજકીય, સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપર વિચિત્ર અથવા વ્યંગાત્મક સ્કેચ તૈયાર કરે છે. જ્યારે સ્થાપિત કાર્ટૂનિસ્ટ અમુક મોટા સમુહો માટે કાર્ય કરી રહ્યા છે, બીજા સામાન્ય રીતે ફ્રિલાંસ કાર્ય કરે છે.
ફોટો પત્રકાર: એવી તસવીરો પાડવા જે એક કહાનીની સાથે એક ઘટનાને દર્શાવવાનું કાર્ય કરે છે.
રોજગારના અવસરો: અંગ્રેજી વર્નાકુલર માધ્યમના સમાચાર પત્રના સમુહો, સમાચાર બ્યૂરો, પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા, અંગ્રેજી વર્નાકુલર મેગેઝીન અને જર્નલ, ભારતીય માહિતી સેવા (ગ્રુપ એ) ભારત સરકાર, ઇલેકટ્રોનિક માધ્યમ રેડીઓ, ટીવી સમાચાર સેવા, વિડીઓ સામાયિકો, જાહેરખબર અને વિઝ્યુઅલ કોમ્યુનિકેશન એજન્સીઓ પત્રકારોને નોકરીઓ પૂરી પાડવાનું કાર્ય કરે છે.
ત્યાં કેવી રીતે પહોંચવું ?: ૧૨માં ધોરણ (કોઈ પણ વિષય) પછી પત્રકારિતાના ક્ષેત્રમાં એક સ્નાતકની ડિગ્રી નિષ્ણાંત લેખન માટે પત્રકારિતાના ક્ષેત્રમાં વ્યાવસાયિક ડિગ્રી ડિપ્લોમા પછી પ્રવેશ લઈ શકાય છે. તાલીમાર્થી પદોની પ્રશિક્ષિત દેખરેખ માટે એક અખબાર અંગ્રેજી, હિંદી અને ક્ષેત્રીય ભાષાઓમાં પ્રવેશ પ્રદાન કરવામાં આવે છે. /
(આ પત્રકારત્વના ક્ષેત્રનો એક નાનો પરિચય હતો. જેમાં આજે યુવાઓ એક સારી કારકિર્દી બનાવી શકે છે. વધુ માહિતી માટે સંપાદક મંડળથી સંપર્ક કરી શકાય છે.)