Thursday, November 7, 2024
Homeમાર્ગદર્શનકુર્આન... પરંતુ તેઓ પોતે જ પોતાના ઉપર અત્યાચાર કરી રહ્યા હતા

… પરંતુ તેઓ પોતે જ પોતાના ઉપર અત્યાચાર કરી રહ્યા હતા

     “અંતમાં અમે દરેકને તેના ગુના માટે પકડયા, પછી એમાંથી કોઈના ઉપર પથ્થરો વરસાવતી હવા મોકલી અને કોઈને એક પ્રચંડ ધડાકાએ ઝડપી લીધા અને કોઈને અમે જમીનમાં ખૂંપાવી દીધા અને કોઈને ગરકાવ કરી દીધા. અલ્લાહ તેમના ઉપર અત્યાચાર કરનાર ન હતો, પરંતુ તેઓ પોતે જ પોતાના ઉપર અત્યાચાર કરી રહ્યા હતા.” (સૂરઃ અન્કબૂત-૪૦)

અર્થાત્ :   એટલે કે આદ, જેમની ઉપર સતત સાત સાત રાત અને આઠ દિવસ સુધી ભારે પવનનું તોફાન ચાલતું રહ્યું.  “અલ્લાહે તેને લગાતાર સાત રાત્રિઓ અને આઠ દિવસો તેમના ઉપર છવાયેલી રાખી. (તમે ત્યાં હોત તો) જોયું હોત કે તેઓ ત્યાં એવી રીતે પટકાયેલા પડયા છે જાણે તેઓ ખજૂરીઓના ક્ષીણ થડ હોય.” (સૂરઃ હાક્કા-૭). એટલે કે સમૂદ. એટલે કે કારૃન. એટલે કે ફિરઔન અને હામાન. આ તમામ કિસ્સા જે અહીં સુધી સંભળાવવામાં આવ્યા છે તેમના સંબોધનની દિશા બે તરફ છે. એક તરફ તે ઈમાનવાળા લોકોને સંભળાવવામાં આવ્યા છે જેથી તે હતાશ, હૃદયભગ્ન અને નિરાશ ન થાય અને ધ્વજ ઊંચો રાખે, અને અલ્લાહતઆલા ઉપર ભરોસો રાખે કે અંતે તેની મદદ ચોક્કસપણે આવશે અને તે જુલમગારોને પરાસ્ત કરશે તથા સત્યવચનના ધ્વજ લહેરાવી દેશે. બીજી તરફ આ કિસ્સા એ જુલમગારોને સંભળાવવામાં આવ્યા છે જે તેમની રીતે ઇસ્લામના આંદોલનને તદ્દન કચડી નાખવા માટે કટિબદ્ધ બનેલા હતાં. તેમને ચેતવવામાં આવ્યા છે કે તમે ખુદાની સહિષ્ણુતાનો ખોટો અર્થ લઈ રહ્યાં છો. તમે ખુદાની ખુદાઈને અંધેરનગરી માની લીધી છે. તમને વિદ્રોહ અને બળવો તથા જોરજુલમ અને દુષ્કૃત્યો બદલ અત્યાર સુધી પકડવામાં આવ્યાં નથી અને સુધરવા માટે ફકત મહેરબાનીના રૃપમાં લાંબી મહેતલ આપવામાં આવી છે ત્યારે તમે તમારી રીતે માની લીધું છો કે અહીં કોઈ ન્યાય તોળનાર શક્તિ ક્યાંય છે જ નહીં અને આ ધરતી ઉપર જેનું જે મન કરે રોકટોક વિના કરી શકે છે. આ ગેરસમજ છેવટે તમને જે અંજામનો સામનો કરાવશે તે એ જ અંજામ છે જે તમારી પહેલાં નૂહ અ.સ.ની કોમ અને લૂત અ.સ.ની કોમ જોઈ ચૂકી છે, જેમાંથી આદ અને સમૂદ પસાર થયેલાં છે, અને જેને કારૃન અને ફિરઔને જોયો છે.*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments