પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસની મમતા બેનરજી ને હરાવવા માટે નરેદ્ન્ર મોદી એન્ડ કંપની એ એડીચોટિનું જોર લગાવી દીધું હતું. બંગાળની ચૂંટણી કોરોના મહામારી દરમ્યાન ઈલેક્શન કમિશનના 33 દિવસ અને 8 ચરણની લાંબી પ્રક્રિયાના વિવાદાસ્પદ નિર્ણય કે જે મમતા બેનરજી માટે નુકશાનકારક અને નરેન્દ્ર મોદી માટે લાભકારક હોવા ઉપરાંત ભાજપ, નરેન્દ્ર મોદી અને અમિત શાહએ સપૂર્ણ શક્તિ સાથે ચૂંટણીમાં ઝપલાવ્યું, નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અમિત શાહ, 22 કેન્દ્રિય મંત્રી, 6 મુખ્ય મંત્રી, 3 કેન્દ્રિય એજન્સી, 1-કોબ્રા, 10 હજાર ફોર્સ, લાખો કાર્યકર્તા, પાણીને જેમ પૈસા, બધાજ મીડિયા હાઉસ, અનેક હેલિકોપ્ટરોને યુધ્ધના ધોરણે ચૂંટણી પ્રચારમાં લગાવી દીધા, કોવિડ-19 ના પ્રોટોકોલનું પણ જાહેરમાં છડેચોક ઉલંઘન કર્યું, જોકે આ બાબતે બધાજ પક્ષો સરખા સાબિત થયા. કોરોના મહામારી સમગ્ર પશ્ચિમ બંગાળ અને દેશભરમાં ફેલાઈ જશે તેની પણ ચિંતા કર્યા વગર દીદીને હરાવવા માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી દીધો, ધ્રુવિકરણ કરવાના શક્ય પ્રયાસો કર્યા, 60 ટ્રેનો ભરીને કાર્યકર્તાઓને UP થી બોલાવવામાં આવ્યા, મમતા દીદી ને દીદી ઓ દીદી કહીને મહિલા અશોભનીય ભાષાનો ઉપયોગ કર્યો, તૃણમૂલ કોંગ્રેસના સભ્યોને તોડવાના સંપૂર્ણ પ્રયત્નો કર્યા અને સરવાળે આ જે કાઇ કર્યું તે બંગાળમાં 200 સીટ મેળવવા માટે વધારે પડતું કહેવાય અને તેના આધારે જાહેરાત કરી દીધી કે અમે પશ્ચિમ બંગાળમાં 200 સીટથી વધુ મેળવીને સરકાર બનાવી રહ્યા છીએ.
તૃણમૂલ કોંગ્રેસનાં મમતા બેનરજી કે જે એક ખુબજ પરિપકવ રાજકીય સૂઝબૂઝ ધરાવતા મહિલા છે, તેમણે સંપૂર્ણ શક્તિ, હિમત અને આયોજન સાથે જબરદસ્ત મુકાબલો કર્યો જેમાં પ્રશાંત કિશોર અને ત્યાંની જાગૃત પ્રજાનો સિંહફાળો રહ્યો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમણે દેશને કોરોના મહામારીના જીવલેણ સંકટમાં હોમી દીધું છે. દેશમાં અરાજકતા ફેલાઈ ગઈ છે. તેનાથી દેશને મમતા દીદી એ બચાવી લીધા છે. ભાજપ અને નરેન્દ્ર મોદીના વિજય રથને અટકાવી દીધો છે. તેમના અહંકાર અને ઘમંડને ચકનાચૂર કરી દીધા છે. દેશને એક નવો માર્ગ ચીંધ્યો છે. તેમણે સાબિત કરી દીધું કે ભાજપને પણ હરાવી શકાય છે. આ બાબત દેશના વિરોધ પક્ષોએ ખાસ કરીને કોંગ્રેસ એ શીખવા જેવી છે. એક મહિલા હોવા છતાં તેમણે જે રીતે વાવાઝોડાની સામે અડીખમ ઊભા રહી રાજકીય કુનેહ સાથે જંગી બહુમતીથી વિજય મેળવ્યો છે તે ખરેખર પ્રસંશનીય અને અભિનંદન ને પત્ર છે. લાખો સલામ છે પશ્ચિમ બંગાળની પ્રજાને કે જેમણે સાંપ્રદાયિક તત્વોને જાકારો આપ્યો છે અને પ્રેમ, ભાઇચારાના વાતાવરણ વચ્ચે તેમણે દેશને શુભ સંદેશ આપ્યો છે.
આજે જરૂર છે પશ્ચિમ બંગાળના પરિણામથી બોધપાઠ મેળવીને બધાજ બિનસાંપ્રદાયિક અને સંવિધાનના મૂલ્યોમાં વિશ્વાસ ધરાવતા પક્ષો એ એક છત્રી નીચે આવી, દેશ અને સંવિધાનને બચાવવાના ઉદેશ્યથી પોતપોતાના મતમતાંતરો ભૂલીને દેશને કાજે માનવતાને કાજે એક થાય અને હિન્દુરાષ્ટ્રના વિચારને નાબૂદ કરીને દેશમાં સારું વાતાવરણ ઊભું કરે.