Sunday, September 8, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપપાલનહાર ની પ્રસન્નતા

પાલનહાર ની પ્રસન્નતા

માનવની સફળતા અને કાર્યસિધ્ધિ તેમજ કોઈ વ્યવસ્થાના,કૃપાશીલ વ્યવસ્થા હોવા અત્યંત અગત્યનો પાયો આ છે કે તેનો રચેતા,માલિક, પાલનહાર અને હાકેમ-આકા ખુદા તેનાથી પ્રસન્ન થાય. તે ખુદા જે સૃષ્ટીની બધી ને’મતોનો પેદા કરનાર અને માલિક છે.જના હાથમાં માનવનો ભાગ્ય અને તેની આબરૃ તથા તેનું વ્યકિતત્વ છે.જેના હાથમાં વ્યકિઓ ને કોમોની પ્રગતિ તેમજ અધોગતિ છે. કોઈને પણ જે કાંઈ મળે છે તેની દેણથી મળે છે. જે કાંઈ છીનવી જાય છે તેના છીનવી લેવાથી છીનવાઈ જાય છે.તે જો ન આપે તો બીજો કોઈ માનવ તેને કાંઈ આપવાનો નથી. અને તે જો આપે તો બીજો કોઈ તે વંચીત કરનાર નથી. તેની પ્રસન્નતા દુનિયામાં માનવનો સૌથી મોટો આસરો અને હૃદય અને અંતરની ચીર શાંતિ તેમજ રાહતનો સૌથી મોટો સ્ત્રોત – ઝરણો છે.

ખુદાની પ્રસન્નતા કેવી રીતે પ્રાપ્ત થશે ? આનો એક જ ઉત્તર છે. અને તે આ કે આપણે તેની પ્રસન્નતાના સાચેજ યાચક હોઇએ,આપણે તેની પ્રસન્નતાને પોતાની પ્રવૃત્તીઓનેા ધ્યેેય બનાવીએ.આપણે દુનિયામાં જે કાંઈ કરીએ તે એટલા માટે કરીએ કે આપણો ખુદા આપણાથી રાજી થઈ જાય. તેવા કામોથી દૂર રહીએ જેને તે પસંદ નથી કરતો. બીજા શબ્દોમાં કહીએ તો આપણે આપણું આખું જીવન તેની પ્રસન્નતા અને તેના દીનના બીબામાં ઢાળી દઈએ જે માનવના દુનિયાના જીવનની સફળતા તેમજ મૃત્યુ પછીના જીવન અર્થાત આખેરતમાં મોક્ષ ને છુટકારાની ચાવી છે.

પ્રશ્ન આ છે કે ખુદાનો દીન ક્યાં છે ? અહીં પહોંચીને માનવ સખત મુશકેલીમાં ફંસાઈ જાય છે. તે જુએ છે કે દુનિયામાં અને તેના પોતાના દેશમાં અગ્ણીય ધર્મેા છે અને બધા સાચા હોવાના દાવેદાર છે.તે તેમનામાંથી કોને સત્ય અને ખુદાનો દીન (ધર્મ) તરીકે સ્વીકારે. કેટલાક લોકો ધર્મોની આ હારમાળા જોઈને ધર્મના જ ઇન્કારી થઈ જાય છે. અને ખુદાથી બેપરવા થઈને જીવન પસાર કરવામાં ભલાઈ છે એમ વિચારે છે. પણ જો કોઈ ખુદા છે અને તે આ બ્રહ્માંડનો રચયિતા,માલિક અને સંચાલન કરનાર હાકેમ સત્તાધીશ છે.અને નિશંક સાચે જ આવું જ છે.વિજ્ઞાનના તાજેતરના અવલોકનોમાં ભૌતિકતા અને નાસ્તિકતાના બધા પાયાઓ હચમચી ગયાં છે.આમ ખુદાનો ઈન્કાર તે જ્ઞાન,બુધ્ધિ,પ્રયોગ-અનુભવ બધી જ વસ્તુનો ઈન્કાર છે.ટુંકમાં આ રાહત-ભલાઈ સફળતાનો નહીં પણ ખુલ્લમખુલ્લા નિષ્ફળતા ને બરબાદીનો માર્ગ છે.

આ ઝંઝટથી બચવા માટે કેટલાંક લોકો આ સલાહ આપે છે કે જે રીતે માનવીનો મન કહે તે રીતે ખુદાથી નાતો જોડે અને પોતાની અંતરઆત્મા કહે તે પ્રમાણે વર્તે,પણ આ વાતને અવગણતા કે અંતરઆત્માની અવાજ ઝાખી હોય છે. અને અંદરની અવાજ એકબીજાથી જુદી હોઈ શકે છે,અને હોય છે.અને તે માનવની પોતાની ઇચ્છાઓ,વિચારો અને પસંદગીથી પ્રભાવિત થાય છે. આ તેા ખુદાની મરજી પર ચાલવું ન થયું બલ્કે પોતાની મરજી પર ચાલવું થયું. આ ખુદાના દીન અને તેના કાનુનની નહીં પોતાની પસંદ અને વિચારોનું અનુસરણ થયું. આ માર્ગને અપનાવી આપણે કેવી રીતે કલ્પના કરી શકીએ કે આપણો ખુદા આપણાથી રાજી થશે. ખુદા તો આપણાથી ત્યારે રાજી થશે જ્યારે એકાગ્રતાથી તેની મરજી પર ચાલીએ કે પોતાના અન્ય લોકોના વિચારો પર ચાલવાના બદલે તેના મોકલેલા દીન અને તેણે ઘડેલા કાનૂનોને અનુસરીએ. જયારે કે આપણને એની જાણ પણ છે કે ખુદા પોતાના મહાપુરૃષો દ્વારા પોતાની મરજીની જાણ કરતેા રહ્યો છે. અને પોતાના પૈગમ્બરો મારફતે પોતાનો દીન માનવજાતને પહોંચાડતો રહ્યો છે. આ દીને અપનાવવાના બદલે પોતપોતાના વિચારો અથવા અંતરની અવાજને અપનાવવાનો પરિણામ આના સિવાય બીજૂં કાંઈ નહીં આવે કે કોઈ વ્યવસ્થા તો નહીં સ્થપાઈ શકશે પણ ખુદા અને ધર્મના નામે લોકો જુદા જુદા અને વિરોધાભાષી માર્ગો પર ચાલી નિકળશે. આ માનવસમાજ વેરવિખેર અને છીંન્નભિંન્ન થઈ જશે. જેવી સ્થિતિ આજે આપણે ભારતવર્ષની નિહાળી રહ્યાં છીએ.

આ વાત કોઈ પણ રીતે મગજમાં નથી બેસતી કે ખુદાએ માનવજાતના માર્ગદર્શન અને તેની મૃત્યુલોક અને પરલોકની સફળતા માટે ધણાં બધા અને એકબીજાથી વિરૃધ ધર્મો અવતરીત કર્યાં હોય! આતો ખુદાના ડહાપણ,ન્યાય અને દયાથી વિપરીત છે. નિસંદેહ તેણે માનવજાતને કોઈ એક જ માર્ગ દેખાડ્યો હશે. અને સત્ય ધર્મ પણ એકજ હશે. જે તેણે માનવજાતની સફળતા અને લાભ માટે અવતરીત કર્યો હશે. જો આપણે મૃત્યુલોક અને પરલોકની સફળતાના સાચે જ યાચક છીએ અને આ બાબતે ગંભિરને સ્થિર છીએ તો આપણે આપણી બુધ્ધિ અને સમયને આ મહાન અને મૂળભુત ધ્યેય પાછળ ખપાવવું પડશે. ખુદાની મરજી-પ્રસન્નતા કઈ બાબતમાં છે અને તેનો મોકલેલ સત્ય ધર્મ કયો છે ?
આપણે કેવી રીતે જાણીએ કે ફલાણો ગ્રંથ ખુદાનો ગ્રંથ છે. તેમજ ફલાણો કાનુન ખુદાનો કાનુન છે.
તેની ઓળખ આ છે કે,
*તે સ્પષ્ટ અને સાફ સીધા શબ્દોમાં પોતે જાહેર કરે કે તે ખુદાનો ગ્રંથ છે અને તેમાં વર્ણવેલા કાનુન ખુદાના કાનુન છે.
*તેમાં કોઈ વાત જ્ઞાન અને બુધ્ધિના વિરૃધ્ધની ન હોય.
*તેમાં કોઈ વાત સંસ્કાર અને સભ્યતાથી નિમ્ન અને બેશર્મીની ન હોય.
*તે જાતિ, રંગ , પ્રદેશ, ભાષા અને ધંધા વ્યવસાયના આધારે માનવોમાં ભેદભાવ કરતો ન હોય.
*તે માનવોના સર્વાંગી વિકાસનો જામીન હોય.
*તે બધા માનવોના તમામ કોયડાનો ઉકેલ હોય.
*તેના મુજબ વ્યકિત સમાજ અને રાજ્યનું ઘટન અને રચના થઈને એ સાબિત થઈ ગયું હોય કે તે આચરવા યોગ્ય વ્યવસ્થા છે. અને માનવોના પ્રશ્નોનો ઉકેલ અને તેમની સફળતા તથા સમૃધ્ધિની ચાવી હોય.
*તે વિશેષકાળ માટે નહીં,દરેક કાળમાં આચરણમાં મુકવા યોગ્ય અને જીવનના પ્રશ્નોનો ઉકેલ હોય.અને આજે પણ આચરવા યોગ્ય હોય.
*તે સરળ અને સ્પષ્ટ શબ્દોમાં જાહેર કરે કે અલ્લાહની પ્રસન્નતા તેના પર અમલ કરવામાં છે. અને તેના પર અમલ ન કરવાના પરિણામે ખુદા નારાજ અને ક્રોધીત થઈ જશે.
*તે સુરક્ષિત અને પ્રમાણિત સ્વરૃપમાં મોજૂદ છે.

આ દસ કસોટીઓ છે,એના પર પારખી જુઓ કે કયો ધર્મ આના પર ખરો ઉતરે છે.
જૈન ધર્મ સૃષ્ટિના રચેતાનો ઈન્કાર કરે છે. તેથી તે આ સૂચિમાંથી બહાર થઈ જાય છે. ગૌતમ બુધ્ધ સ્પષટપણે ખુદાનો ઈન્કાર નથી કરતાં , પણ તે ખુદા અને તેના કાનુનની દરકાર કર્યાં વિના દુઃખનો ઉપચાર કરવા માગે છે. અને આ બન્ને ધર્મો સન્યાસના હામી છે. તેથી દુનિયાથી સંબંધિત પ્રશ્નોનો કોઈ ઉકેલ આમનાં ત્યાં નથી.
હિંદુ ધર્મનું મૂળ ભૂત ગ્રંથ વેદ આ દાવો નથી કરતો કે તે ખુદાના તરફથી છે. મ ંત્રોના સંગ્રહ સાથે તે ઋષીનો નામ સંકળાયેલો છે જેણે તેની રચના કરી છે. કેટલાંક મંત્રોમાં તેા ઋષીના નામનું વર્ણન હોય છે. ઋષી એ પુરૃષ છે તો વાક્ય રચના તે પ્રમાણે હોય છે અને ઋષી જો સ્ત્રી હોય તો વાક્યની રચના તે પ્રમાણે હોય છે. આ એ વાતનો સબૂત છે કે વેદ ખુદાની નહી પણ અનેક ઋષીઓની કૃતી છે.

બાઇબલ જે સ્વરૃપમાં આજે મોજૂદ છે તેનો હાલ પણ આવો જ છે. ઓલ્ડ ટેસ્ટામેન્ટ આ વાતનો દાવો નથી કરતો કે તે ઇશ્વરીય ગ્રંથ છે આવી જ દશા નવા ટેસ્ટામેન્ટ એટલે કે બાઇબલની છે. બન્નોના શબ્દો અને વિષયોથી સ્પષ્ટ થાય છે કે તે ખુદાની નહીં પણ માનવોની કૃતિ છે. આપણે આ પણ નથી જાણતા કે બાઇબલના જુદા જુદા સહીફા અને ઇન્જીલોની રચના કયા લોકોએ કરી.

વેદોમાં જીવન વ્યવસ્થાનો માળખો નથી. કાનૂન સ્મૃતિઓમાં છે પણ તે કાનૂનને ખુદાનો કાનૂન માનવામાં આવતો નથી. સ્મૃતિઓમાં પરસ્પર સખત વિરોધાભાસ પણ છે. તદ્ઉપરાંત સ્મૃતિઓના કાનૂન ન ન્યાયિક છે, ન સમતોલ, ન પ્રવર્તમાનકાળના આંટીગુંટીવાળા કોયડાનો ઉકેલ તેમાં છે. આજનો હિન્દુ સમાજ પણ આ કાનૂનને સ્વીકાર નથી શકતો, ઊંચનીચ અને છુતછાત અસ્પૃશ્યતાનો સડો એ સ્મૃતિઓના કાનૂનની જ ઉપજ છે.
ઓલ્ડ ટેસ્ટામેન્ટ એટલે કે તૌરાતના મૂળભૂત કાયદા કુઆર્નથી મળતા આવે છે, પણ વિસ્તૃત કાનૂન, જુના, અચબતા અને આજના ગુંચવાણભર્યા કોયડાઓના નિવારણની દૃષ્ટિએ નિરર્થક છે. નવું સોગંદનામું એટલે કે બાઇબલ માત્ર નૈતિક શિક્ષણ પૂર્તિ મર્યાદિત છે. જીવન વ્યવસ્થા અને કાનૂનની દૃષ્ટિએ સદંતર ખાલી છે.

દુર્ભાગ્યે હાલ ધાર્મિક ગ્રંથો જે સ્વરૃપમાં છે તેમાં ઘણી બધી બાબતો જ્ઞાન અને બુદ્ધિ વિરૂદ્ધની છે અને સંસ્કાર અને સહિષ્ણુંતાના ધોરણથી નીચી છે. માત્ર કુઆર્ન આનાથી પાક છે. કુઆર્ન સિવાય કોઇ પણ ધાર્મિક ગ્રંથ સુરક્ષિત અને પ્રમાણભૂત સ્વરૃપમાં આજે મોજૂદ નથી. ન વેદ, ન બાઇબલ, ન મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધનું શિક્ષણ. ઇતિહાસ આપણને આ પણ બતાવતું નથી કે વેદ, બાઇબલ અને અન્ય ધાર્મિક ગ્રંથોનું શિક્ષણ ધારણ કરવાના પરિણામે કેવી વ્યક્તિઓ તૈયાર થઇ, કેવો સમાજ આકાર પામ્યો અને કેવા રાજ્યની સ્થાપના થઇ. ધર્મોનો ઇતિહાસ સામાન્ય રીતે કથાઓ-કહાણીઓમાં ખોવાઇ ગયું છે અને ઉંચા ઉંચા અગ્રણીઓ, અવતારો અને દેવતાઓ તથા બાઇબલના નબીઓ અને પેશવાઓનું જીવન અત્યંત ખરાબ નૈતિક અપરાધોના ડાઘાવાળો બતાવવામાં આવે છે. જેને સ્વીકારવા બુદ્ધિ તૈયાર નથી થતી.

* માત્ર કુઆર્ન છે જે આરંભથી અંત સુધી એક વખત નહીં, સેંકડો વખત સ્પષ્ટ સીધા શબ્દોમાં જાહેર કરે છે કે હઝરત મુહમ્મદ અલ્લાહના રસૂલ છે અને કુઆર્ન અલ્લાહનું ગ્રંથ છે. ઇસ્લામ અલ્લાહનો અવતરીત કરેલ સત્ય ધર્મ છે.
* કુઆર્નમાં જ્ઞાન બુદ્ધિ અને સહીષ્ણુંતાને સંસ્કારની વિરૂદ્ધ કોઇ વાત નથી.
* કુઆર્ન જાતિ, દેશ, રંગ, ભાષા કે વ્યવસાય ધંધોના આધારે માનવોમાં ભેદભાવ નથી કરતો.
* ઇસ્લામી જીવન વ્યવસ્થા માનવોના સર્વાંગી વિકાસની ખાત્રી આપે છે અને બધા માનવોના સઘળા જીવનના પ્રશ્નોનો ઉપાય છે.
* ઇતિહાસના પ્રમાણિત રેકોર્ડ પ્રમાણે ઇસ્લામી શિક્ષણને અપનાવવાના પરિણામે લાખો વ્યક્તિઓ નમૂના રૃપ માનવ બની ગયા. જે સમાજ અસ્તિત્વમાં આવ્યો તે શ્રેષ્ઠ અને નમૂનારૃપ અને જે રાજ્ય સ્થાપાયો તે નમૂનારૃપ સમાજ હતો અને માનવ ઇતિહાસનો શ્રેષ્ઠ રાજ્ય હતો. જેના દ્વારા માનવોનું સર્વાંગી વિકાસ અને તેમના બધા પ્રશ્નોના ઉપાય થયો.
* આજે પણ આપણે ઇસ્લામી વ્યવસ્થાને અમલ કરવા યોગ્ય અને બધા જ માનવોના સઘળા પ્રશ્નોનો હલ કરનાર જોઇએ છીએ.
* કુઆર્ન સીધા અને સ્પષ્ટ શબ્દોમાં વારંવાર જાહેર કરે છે કે ઇસ્લામ જ સત્ય ધર્મ છે. અલ્લાહની પ્રસન્નતા તેને અપનાવવા અને તેના અનુસરણ કરવામાં છે. તેને રદ કરવાનું પરિણામ અલ્લાહની નારાજગી અને અઝાબના સ્વરૃપે આવશે.
* ન માત્ર એ કે કુઆર્ન અક્ષરસહ મૌજૂદ છે અને પ્રમાણિતભૂત સ્વરૃપે મોજૂદ છે. બલ્કે તેની વિસ્તૃત સમજૂતી પણ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આચરણના સ્વરૃપમાં સુરક્ષિત છે. કુઆર્નના લાવનારા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું જીવન પણ તેની સંપૂર્ણ વિગત સાથે સુરક્ષિત છે. આ શિક્ષણને અપનાવવાથી જેવા માનવો તૈયાર થયા, જેવું સમાજ બન્યું જેવું રાજ્ય સ્થાપાયુ. આ બધી વિગતો કથા-વાર્તાના રૃપમાં નહીં, ઇતિહાસના પ્રમાણિત રેકોર્ડના સ્વરૃપમાં સુરક્ષિત છે.
અમે મુસલમાનોથી કહીએ છીએ કે તેઓ એકાગ્ર થઇને નિખાલસતા સાથે સંપૂર્ણ ઇસ્લામી વ્યવસ્થા ઉપર અમલ કરે કે જેથી તેઓ પોતાના માટે, સમાજ અને કોમ માટે અને પોતાના દેશ તથા સમગ્ર માનવજાતિ માટે દયાની મૂરત બની જાય. તેઓ મોટાપાયે ઇસ્લામના સંદેશથી દેશબંધુઓને પરીચિત કરાવે કે જેથી આપણો દેશ વિવિધ સમસ્યાઓ, તકલીફો અને મુશ્કેલીઓથી મુક્તિ પામે.

અમે દેશ બંધુઓને કહીએ છીએ કે આ દયાપૂર્ણ વ્યવસ્થા મુસ્લિમોનો વારસો નથી આ જેટલો એમનો છે તેટલો જ તમારો પણ છે. ઇસ્લામ ખુદા તરફથી તેના તમામ બંદાઓ માટે છે. તમે ગંભીરતા સાથે તેનું અધ્યયન કરો અને અલ્લાહથી નમ્ર ભાવે પ્રાર્થના કરો કે તે તમનેે સત્ય માર્ગ દેખાડે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments