Tuesday, September 10, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપપોર્નોગ્રાફી : લાભ નહીં, માત્ર હાનિ

પોર્નોગ્રાફી : લાભ નહીં, માત્ર હાનિ

આજે કે જ્યારે ટેકનોલોજીમાં તેના વ્યાપ કરતા પણ વધારે તિવ્ર ગતીએ વિશ્વ સતત ટેકનોલોજી ક્ષેત્રે પ્રગતિશીલ છે, આ પ્રગતિ નૈતિકતા અને આધ્યાત્મિકતાથી વિપરીત છે. કેટલાક લોકા માટે, અશ્લીલતા એક વેપાર, મનોરંજન અને આનંદ છે, તો સામાપક્ષે ભ્રષ્ટતા અને મહાપાપ છે. પણ ટેકનોલોજી એ કહ્યા વગર વધી રહી છે કે, અશ્લીલતા એ પૃથ્વી ઉપર સૌથી અશિષ્ટ અને અનૈતિક કાર્ય છે. અશ્લીલતાને નિહાળવું એ હદે લોકપ્રીય થઇ ગયું છે કે, રાજનેતાઓે વિધાનસભા સત્ર દરમિયાન પણ તેને નિહાળે છે. કોકોઇન ના બંધાણી કરતા પણ, અશ્લીલતા વ્યસનીઓ માટે પાછા ફરવું કપરૃ છે. અશ્લીલ ચિત્રોની અસર ખુબજ લાંબા સમય માટે મગજમાં રહી જાય છે.

અશ્લીલતા એક સમસ્યા છે. તે ઘણા માટે વ્યક્તિગત સમસ્યા છે, પણ ખરેખરમાં બધા માટે સાંસ્કૃતિક સમસ્યા છે. અશ્લીલતાનો સંસ્કૃતિ ઉપર વધતો જતો પ્રભાવ, તેનો આઘાતજનક વ્યાપ, તેની મીડિયા અને પ્રોદ્યોગીક પ્રવેશ પર અસર તથા સુલભતા અને પરવડે તેવી ટેકનોલોજીની સંગતતા ફાળો આપે છે.

સામાજીક નેટવર્કીંગ લોકપ્રિય બનતા પહેલા, પોર્નોગ્રાફી વેબ પર સૌથી પ્રચલિત પ્રવૃત્તિ હતી. ઘણા લોકો લગ્ન પહેલા પોતાની જાતિય ઇચ્છાઓ પુરી કરવા માટે અશ્લીલ ચલચિત્ર જોવાનું, લગ્ન પછી બંધ કરી દેવાના હેતુ સાથે શરૃ કરે છે. પરંતુ અશ્લીલતાના અત્યંત વ્યસની થઇ જવાના કારણસર નિષ્ફળ નિવડે છે. કાલ્પનિક અશ્લીલતા એે ખાસ કરીને ઇન્ટરનેટ પર રસપ્રદ પોર્નોગ્રાફીને વિસ્ફોટક રીતે જન્મ આપ્યો છે. એક તારણ મુજબ ૯૦ ટકા પોર્નોગ્રાફી ઇન્ટરનેટ પર જોવાય છે. આજે અશ્લીલતા સંસ્કૃતિનો એક ભાગ બની ગઇ છે. અશ્લીલતાને પ્રોત્સાહન આપવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવવા બદલ વિવિધ અસંસ્કારી અને અશિષ્ટ મીડિયાનો આભાર માનવો જોઇએ.

તાજેતરમાં થયેલ મુંબઇ સામુહિક બળાત્કાર કેસમાં પોલીસના જણાવ્યા અનુસાર ત્રણ આરોપી નિયમીત પણે અશ્લીલ ચલચિત્રો જોવાના વ્યસની હતા. આ ઘટના પછી એક ઓફિસરે કહ્યું કે આવી ફિલ્મો યુવાનોને પાપમાં રચ્યાપચ્યા રાખવા બદલ મોટી હદે જવાબદાર છે. આમ પણ, માણસનું એક સામાન્ય વલણ છે કે તે જે જુએ છે તે કરે છે.

બજારમાં સ્માર્ટ ફોનના પ્રવેશે અશ્લીલતાની વૃદ્ધિમાં ખૂબ મોટો ફાળો આપ્યો છે. જેનાથી અશ્લીલતા માત્ર એક સ્પર્શ દૂર રહી ગઇ છે. સર્વોચ્ચ અદાલતના વકીલ અને કાયદાકીય નિષ્ણાંત ‘પવન દુગ્ગલ’કહે છે કે,સ્માર્ટ પ્રોદ્યોગીક ઉપકરણો ખૂબજ ઝડપી એ ગુપ્ત રીતે અશ્લીલતા સુધી લઇ જાય છે. મોબાઇલનું ખાનગીપણું હવે સારી આવૃત્તિ સાથે જોડાયું છે, જે કોમ્પ્યુટર કરતા પણ ખુબ વધારે પ્રમાણમાં સર્ફ કરવા માટે પ્રેરિત કરે છે. આમ પણ, કોમ્પ્યુટર હવે કૌટુંબિક ઉપકરણ થઇ ગયું છે. આ કોઇ આશ્ચર્યની વાત નથી કે, કેટલાક અંદાજ મુજબ અશ્લીલ ચલચિત્ર અને વયસ્ક સામગ્રીનો ઉપયોગ છેલ્લા એક વર્ષમાં ૩૦ ટકા જેટલો વધી ગયો છે. અશ્લીલતાના આટલા બહોળા વ્યાપ છતાં, કોઇપણ એજન્સી અશ્લીલતાના ઉપયોગના વધતા પ્રમાણ ઉપર દેખરેખ રાખતી નથી. સાયબર નિષ્ણાંત કહે છે, પોર્નોગ્રાફીના ચલણમાં જબરદસ્ત વધારો થઇ રહ્યો છે અને તે પણ રાત્રીના ૧૦ થી મધરાત્રીના ૧૨ વાગ્યા સુધીમાં થાય છે.

આસામ પોલીસ વડા જે.એન.ચોધરીના જણાવ્યા અનુસાર, બળાત્કાર જેવા જાતીય ગુનાહ આચરતા યુવાનોની વધતી જતી સંખ્યા માટે અશ્લીલતાની સરળ સુલભતા જવાબદાર છે. ગુવાહાટીના સામુહિક બળાત્કાર કેસમાં પ્રતિભાવો આપતા ડીજીપી એ જણાવ્યું હતું કે, પોર્નોગ્રાફીની ઉપલબ્ધીઓએ ઘણા યુવાન છોકરાઓનું ધ્યાન ભટકાવી દીધું છે. અગાઉ ઘણાં ઉદાહરણો એવા મળતા હતા કે સ્ત્રી ઉપર બળાત્કાર અજાણી વ્યક્તિઓ દ્વારા કરાયા હોય, પરંતુ અત્યારે વારંવાર આ પ્રકારના ગુના આસપાસની જાણીતી વ્યક્તિ દ્વારા જ આચરવામાં આવે છે.

અશ્લીલતાના વ્યસનની ચિંતા સમગ્ર વિશ્વમાં વધી રહી છે. ‘ફેમીલી સેફ મીડિયા’ અનુસાર દરેક બીજી સેકન્ડે ૩૦૭૫.૬૪ યુએસએ ડોલર પોર્નોગ્રાફી પાછળ ખર્ચાઇ રહ્યા છે. દરેક બીજી સેકન્ડે ૨૮૨૫૮ ઇન્ટરનેટ વપરાશ કર્તાઓ પોર્નોગ્રાફી જોઇ રહ્યા છએ, દરેક બીજી સેકન્ડે ૩૭૨ ઇન્ટરનેટ વપરાશકર્તાઓ સર્ચ એન્જીનમાં અશ્લીલતાની શોધ માટેના શબ્દો ટાઇપ કરી રહ્યા છે. દરેક ૩૯ મીનીટમાં અમેરિકામાં અશ્લીલ ચલચિત્ર (વીડિયો) બનાવવામાં આવી રહી છે. ૪.૨ મીલીયન એટલે કે કુલ વેબસાઇટ્સની ૧૨ ટકા વેબસાઇટ્સ પોર્નોગ્રાફી સાથે વ્યવહાર કરે છે. દૈનિક ઇન્ટરનેટ પર થતી શોધ અરજીઓની ૨૫ ટકા એટલે કે ૬૮ મીલીયન અરજીઓ અશ્લીલતાની શોધ અરજીઓ હોય છે. એક અભ્યાસના દાવા મુજબ પોર્ન ઉદ્યોગ દર વર્ષેે ૧૩ મીલીયન યુએસ ડોલરનું ઉત્પાદન કરે છે. તથા ૮ થી ૧૬ વર્ષના ૯૦ ટકા બાળકોએ ઓનલાઇન પોર્નોગ્રાફઈ જોઇ છે અને અમેરિકામાં સરેરાસ ૧૧ વર્ષની ઉંમરે પોર્નોગ્રાફીનો વપરાશ શરૃ થાય છે. આ નંબરોમાં માત્ર વધારો જ થઇ રહ્યો છે.

સ્માર્ટ ફોન્સ દ્વારા સહેલી ઉપલબ્ધતા ફિલ્મો અને જાહેરાતો દ્વારા ઉભું થતું સ્પષ્ટ અસંસ્કારી વાતાવરણ માતા-પિતા પાસેથી નૈતિક જાતીય શિક્ષણનો અભાવ, આ દરેક પોર્નોગ્રાફીના વિકાસ માટેના મહત્વપૂર્ણ કારણો છે.

સોફ્ટવેર પોર્નોગ્રાફીની પુરૃષો પર ખુબજ નકારાત્મક અસર પડે છે. સોફ્ટકોર પોર્નોગ્રાફી સાથે સંકળાયેલી એક ખુબજ મોટી સમસ્યા એ છે કે, તે પુરૃષોને સ્ત્રીઓ પ્રત્યે માનવીય સંબંધોની જગ્યાએ માત્ર એક વસ્તુના રૃપે જોતા શીખવે છે.

જ્યારે એક વ્યક્તિ પોર્નોગ્રાફી જોવાનું શરૃ કરે છે તો તે પોતાને ઘણી સમસ્યાઓમાં સાંકળી લે છે. તે વ્યક્તિ પોર્નોગ્રાફીની વ્યસની બની દરેક સમયે વધુને વધુ જોવા માગે છે. જેનાથી તે પોતાનો પૈસો, સમય, યાદશક્તિ, હોંશિયારી વિશ્લેષણ ક્ષમતા અને વિચાર ક્ષમતા ગુમાવે છે. આથી તેના વૈવાહિક જીવન ઉપર પણ અસર થાય છે અને પોતાના જીવનસાથી પાસે અકુદરતી સેક્સની માંગણી કરે છે. જેનાથી તે હતાશા, નિરાશા અને ઉદાસીમાં ધકેલાય છે. તથા પોતાનું આત્મસમ્માન ખોઇ બેસે છે. અશ્લીલતાની આ અસર તેને નજીકના સગા જોડે પણ ખરાબ સંબંધો ભણી દોરી જાય છે. અંતે તે એકલતા અને કંટાળાની ગર્તતામાં ધકેલાઇ જઇ પોતાની મહત્વકાંક્ષા અને ધ્યેયથી દૂર થઇ જાય છે. વ્યક્તિ તણાવગ્રસ્ત બને છે અને તેનો અંતરાત્મા નાશ પામે છે, જેનાથી તે હસ્તમૈથુન જેવી વિકૃતિમાં સપડાઇ જાય છે અને જાતીય ગુનો કરવા તરફ પ્રેરાય છે.

તાજેતરમાં સુપ્રિમ કોર્ટના જણાવ્યા અનુસાર એવી વેબસાઇટ્સ જે બાળકોને દર્શાવતા અશ્લીલ ચલચિત્રો બનાવે છે તેને તાત્કાલિક ધોરણે બંધ કરવાની જરૃર છે.

લોકો આ ધંધામાં અભિનય, માર્કેટિંગ અને વેચાણમાંં પૈસા કમાવવાની સરળ તકને લીધે વ્યસ્ત રહે છે. યુ.કે.માં ઘણા વિદ્યાર્થીઓ પોતાની સ્કૂલ કોલેજની ફી ચૂકવવા માટે પોર્ન ફિલ્મોમાં પોતાને સંડોવે છે. પ્લેબોય ટી–શર્ટ, અને સ્ટીકર્સનો પ્રચાર, બીગ-બોસમાં સન્ની લીઓન દ્વારા પ્રોત્સાહન, એ ભારતમાં અશ્લીલતાની વૃદ્ધિના સહાયક પરીબળો છે. ઘણા સંગઠનો ધુમ્રપાન, ગુટખા, સ્ત્રીભ્રુણ હત્યા અને દારૃ સાથે વિશાળ અભિયાન ચલાવે છે, પરંતુ અશ્લીલતા સામે અવાજ ઉઠાવ્યો હોય તેવી સંસ્થાઓ ઘણી ઓછી છે. આ કાર્ય ખાનગીમાં થતુ હોવાથી ઘણા લોકો તેની વર્તમાન પેઢી ઉપર થતી નકારાત્મક અસરને વખોડતા નથી.

પોર્નોગ્રાફીના વ્યસનને દૂર કરવા માટે તથા આ પ્રકારની નુકસાનકારક આદતોને અટકાવવા માટે દરેકને જોઇએ સારો સંગાથ, તંદુરસ્ત પ્રવૃત્તિઓમાં વ્યવસ્તતા, સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓમાં ભાગીદારી, ઇન્ટરનેટનો ફળદ્રુપ ઉપયોગ અને ઇશ્વર પ્રત્યેની સભાનતા કેળવી આધ્યાત્મિક્તામાં વધારો કરે અને મૃત્યુ પછીના જીવન માટેની પ્રતિબદ્ધતા યાદ કરે. આ મુદ્દે સ્ત્રીઓ અને પુરૃષોને ધાર્મિક પુસ્તકો સંબોધે છે કે પોતાની નજરો નીચી રાખો અને પોતાના ખાનગી અંગેનું રક્ષણ કરો.

સરકારે અશ્લીલતાને લીધે કારણભૂત વ્યક્તિગત અને સમાજને મોટા પ્રમાણમાં થતા નુકસાનનો ખ્યાલ રાખવો જોઇએ અને આ કાર્યને કાબુમાં લેવા પગલા લેવા જોઇએ કે જે ધીમે ધીમે પણ સતત રાષ્ટ્રનું હરણ કરે છે. સાયબર અપરાધ સામે પગલા લેવામાં ભારત મોડુ છે. સરકાર પાસે નવા આઇ.ટી. કાયદાની જોગવાઇ હોવા છતાં મોટા ભાગે સમસ્યા હાથ ધરવામાં બિન અસરકારક છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય જે ભારતના સાયબર વિભાગને સલામતી અર્પે છે તેણે પણ પોર્ન સાઇટ્સ સામે નજીવા પગલા લીધા છે.

વકીલ ‘કમલેશ વાસવાણી’ દ્વારા દાખલ અરજીમાં તેમણે જણાવ્યું હતું કે, અશ્લીલ વીડિયો જોવું ગુનો ન હોય તેમ છતાં અશ્લીલ સાઇટ્સને પ્રતિબિંધીત ઠરાવવી જોઇએ. કારણ કે સ્ત્રીઓ વિરૂદ્ધ થતા અપરાધમાં તે ખૂબ મોટું કારણ છે. ઇન્ટરનેટ કાયદાની ગેરહાજરી લોકોને પોર્ન વીડિયો જોવા માટે પ્રોત્સાહિત કરે છે અને ૨૦ કરોડ કરતા પણ વધારે અશ્લીલ ચલચિત્ર બજારમાં વિના મુલ્ય ઉપલબ્ધ છે, જે સીધું ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ અથવા વીડિયો સીડીમાંથી નકલ કરવામાં આવે છે.

કેટલાક દેશોમાં આ મોટી સમસ્યાને અટકાવવા માટે પગલા લેવામાં આવ્યા છે. ચાઇનામાં વ્યાપક કાર્યવાહી દરમિયાન ૬૦,૦૦૦ થી વધુ અશ્લીલ વેબસાઇટ્સ બંધ કરવામાં આવી છે. અશ્લીલ અને ગેરકાયદેસર પ્રકાશનો વિરૂદ્ધના રાષ્ટ્રીય કાર્યાલય અનુસાર (ડિસેમ્બર ૨૦૦૯માં આ ઝૂંબેશની શરૃઆતથી) ૧.૭૮૫ મીલીયન વેબસાઇટ્સને ચકાસવામાં આવી અને ૨૧૯૭ ઓનલાઇન પોર્નોગ્રાફીના પ્રસારણ પર વ્યાપક કાર્યવાહી કરવામાં આવી. હવે તે ઉચ્ચ સમય છે કે ભારત સરકાર કૂદકે ને ભૂસકે ઝડપથી ફેલાઇ રહેલા આ ધંધાને રોકવા માટે અસરકારક પગલા લે.

એક મીલીયન ડોલર્સનો પ્રશ્ન આપણી જાતને પુછવા જેવો છે કે “જ્યારે આપણે આપણી કોઇ અંગત વ્યક્તિને પોર્ન ફિલ્મોમાં જોવા નથી ઇચ્છતા, તો બીજાને કઇ રીતે જોઇ શકાય?” પોર્નોગ્રાફીએ વ્યક્તિને જીંદગી અને સમાજથી નાબૂદ કરવાનું એક મૂળભૂત વિનાશક બળ છે. માતા-પિતાએ આ પાસાને ગંભીરતાપૂર્વક લઇ બાળકોને આ મુદ્દે સલાહ સુચન કરવું અનિવાર્ય છે. યુવા પેઢીએ આ ખૂબ મોટી સમસ્યા અને પોર્નોગ્રાફીના વ્યસનના જોખમોને સમજી તેનાથી દૂર રહેવું જોઇએ. દેશના જવાબદાર નાગરીક તરીકે આપણે આ મુદ્દાને દરેક સ્તરે પહોંચાડવો જોઇએ અને પોર્નોગ્રાફીને લોકોના મન-મસ્તિષ્ક અને સોસાયટીમાંથી નાબૂદ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરવાની જરૃર છે. ખરેખરમાં તો એ જ પુરૃષો અશ્લીલ ચલચિત્ર જોતા નથી, જે સ્ત્રીઓનો આદર કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments