અમોએ ક્યારે કહ્યું કે અમો પરીવર્તન નથી ઇચ્છતા. એક પત્ર આ દેશની જનતાના નામે પણ લખો કે તેઓ નક્કી કરે તેમને કેવી પોલીસ જોઈએ છે? અમો પોકાર કરીને કહી રહ્યા છીએ કે પરીવર્તીત કરી નાંખો ૧૮૬૧ના એક્ટની તે પ્રાથમિકતાઓ, જે કહે છે કે ગુપ્ત માહિતીઓ એકઠી કરવી અમારી પ્રથમ ફરજ છે, જનતાની સેવા સૌથી છેલ્લી.
શા માટે જનતા પોતાના પ્રતિનિધિઓ ઉપર પોલીસ સુધારણાનું પ્રેશર નથી બનાવતી? પોલીસ કોઈ પણ વ્યક્તિને શંકાના આધારે પકડે છે. પરંતુ તેને આતંકવાદી બનાવીને રજૂ કરવામાં મીડિયાની સૌથી મોટી ભૂમિકા હોય છે. પોલીસ વધુમાં વધુ કોર્ટમાં કહેશે કે આ વ્યક્તિ આતંકવાદી છે. પરંતુ મીડિયા પુરાવા વિના કોર્ટના ચુકાદા પહેલા ઘરે ઘરે સમાચાર પહોંચાડે છે કે આ વ્યક્તિ આતંકવાદી છે. જાણે કે કોર્ટને બાજુ પર મુકી મીડિયા ચુકાદો આપી રહ્યો છે.
આતંકવાદના આરોપમાં ૪ વર્ષની જેલ અને ૧૧ વર્ષની કાયદાકીય લડાઈ પછી ૨૨ સપ્ટેમ્બર ૧૦૧૬ના રોજ દિલ્હીની ટ્રાયલ કોર્ટથી માનભેર છોડી મુકાયેલ ઇરશાદ અલીની વાર્તા છે. જે તેમણે ન્યૂઝ વેબસાઈટ ધી ક્વીન્ટને આપેલ ઇન્ટરવ્યુમાં પોતાની સાથે થયેલ પોલીસ અત્યાચારનું વર્ણન કર્યું છે. ઇરશાદ અલી કહે છે કે પોલીસે તેમને જૂઠા આરોપમાં ગેરકાયદેસર રીતે પકડી લીધો હતો. પછી લાગલગાટ ટોર્ચર કર્યો અને કેવી રીતે પોલીસે ‘જાસૂસ’ બનવા માટે વિવશ કર્યો. ઇરશાદ અલીને આઈ.બી.એ મુસ્લિમ વિસ્તારોમાં રહીને મુસ્લિમ યુવાનોને આતંકવાદી બનાવવા માટે પાકિસ્તાન મોકલવાની વાત પણ કહી. ઇરશાદે કહ્યુ કે જ્યારે મને આઈ.બી.ની આ વાત ખોટી લાગી ત્યારે આઈ.બી. પાસે જઈને ધરાર ઇન્કાર કરી દીધો અને પછી આઈ.બી. પાસે જવાનું ટાળતો રહ્યો.
પછી એક દિવસે આઈ.બી. વાળાએ ઇરશાદને મળવા માટે બોલાવ્યો. જ્યારે ત્યાં પહોંચ્યો તો ગાડીમાં બેસાડી બંદૂકની અણીએ આંખો પર પાટી બાંધી અપહરણ કરી લીધું. ઇરશાદે બતાવ્યું કે ૯ ફેબ્રુઆરી ૨૦૦૬ના રોજ મને કરનાલ બાય પાસ લઈ જવામાં આવ્યો ત્યાં દિલ્હી પોલીસના સ્પેશ્યલ વિભાગે મીડિયા સમક્ષ રજૂ કરીને કહ્યું કે બે આતંકવાદી પકડાયા છે. આમ અમો કાયદાકીય રીતે જેલમાં હતાં. લાંબા સમયના સંઘર્ષ પછી એક સમય એવો આવ્યો કે સીબીઆઈ ના ક્લોઝર રીપોર્ટના આધારે ઇરશાદ અલીને ૨૦૦૯માં જામીન મળ્યા. કેસ ચાલુ રહ્યો અને ૨૨ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ ટ્રાયલ કોર્ટ ઇરશાદ અલીને માનભેર છોડી મુક્યો.
પરંતુ ઇરશાદ અલીએ સંપૂર્ણ ન્યાય માટે હાઈકોર્ટનું દ્વાર ખટખટાવ્યું છે. ફસાવનારા પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ખાતાકીય તપાસની માંગણી કરી છે. જેથી દિલ્હી હાઈકોર્ટે દિલ્હી પોલીસથી જવાબ માંગ્યો છે. ઇરશાદ અલીની અરજી પર ન્યાયાધીશ એ.કે. પાઠકે દિલ્હી પોલીસ અને સ્પેશ્યલ વિભાગના અધિકારીઓને કારણ દર્શક નોટીસો ફટકારી છે અને તેમને ચાર સપ્તાહમાં જવાબ રજૂ કરવા જણાવ્યું. ન્યાયાલયે આ બાબતની સુનાવણીની તારીખ ૫ મે ની નક્કી કરી છે આશા છે કે ઇરશાદ અલીને ન્યાય મળશે.
લગભગ આવું થાય છે કે જ્યારે જ્યારે પોલીસ અત્યાચારની બાબતો ચર્ચામાં આવે છે, સત્તાધારી પક્ષ આમ કહીને ઇન્કાર કરી દે છે કે આમ કરવાથી પોલીસનો મોરલ ડાઉન થશે. પરંતુ માનવઅધિકારોનું જાહેરમાં હનન એટલા માટે નથી દેખાતું કે કોઈ રાજ્ય માટે પોલીસ જ તેમના હાથ પગ કાન અને આંખ હોય છે. આઈ.પી.એસ. મનોજ અને ધર્મેન્દ્રની વાતચીત પરથી તો એક વાત સ્પષ્ટ જાહેર થાય છે કે જે માર્ગદર્શિકા પ્રમાણે પોલીસનું પ્રશિક્ષણ થશે, તેમાં પોલીસ એવી જ હશે અને પોલીસને ઇરશાદ અલી જેવા નવ યુવાનોની જીંદગીઓ બરબાદ કરતા સહેજ પણ દયા નહીં આવે.
કારણ કે અંગ્રેજ પોલીસ એક્ટ હેઠળ કામ કરનારી આ પોલીસ પ્રજાની મિત્ર થઈ શકતી જ નથી. માટે જનપ્રતિનિધિઓથી પોલીસ એક્ટમાં પરિવર્તન અથવા સુધારાની જોરદાર માંગણી જ પોલીસ એક્ટમાં પરિવર્તન લાવી શકે છે. પોલીસ રેફરેન્ડમની વાતો ભૂતકાળમાં પણ કરવામાં આવી છે, કમિટીઓ પણ બનાવવામાં આવી, ભલામણો પણ આવી, પરંતુ પરીણામ શૂન્ય રહ્યું છે.
હવે જનતા જનાર્દન ચૂંટણીના અવસરે આ માંગણી પ્રથમ સૂચીમાં રાખે, રાજકીય પક્ષોએ ઇ.સ. ૧૮૬૧ના પોલીસ એક્ટમાં પરિવર્તન અથવા સુધારાને પોતાના ચૂંટણી ઢંઢેરામાં અગ્રતા આપવી જોઈએ. દેશ વ્યાપી આ જુંબેશને શરૃ કરવામાં આવે. રાજકીય વર્ગ આ કાર્યને સહેલાઈથી સ્વીકાર નહીં કરે, પરંતુ જો દેશ વ્યાપી જનસામાન્ય દબાણ કરે તો આ કામ મુશ્કેલ પણ નથી. આ સમગ્ર ઘટનાક્રમને કવિ ઉમ્મી અહમદઆબાદી કહે છેઃ
કયા બુઝદીલી કે યે પાલે હમેં બતાએંગે
ઝિન્દગી કયા હૈ જિયાલે હમેં બતાએંગે
ગુઝર હુવા હૈ મેરા કિત્ની સખ્ત રાહોં સે
યે મેરે પાવં કે છાલે તુમ્હે બતાએંગે
વતન કી બસ્તીયાં કેસે ઉજાડી જાતી હૈં
યે ખાખી વર્દીયાં વાલે તુમ્હે બતાએંગે.