ઉહદનું યુદ્ધ પૂરૃં થયા પછી અલ્લાહના રસૂલ સ.અ.વ.એ મુસલમાન શહીદોની શોધખોળ કરવાનું શરૃ કર્યું. આપ સ.અ.વ.એ સહાબા રદી.ને હઝરત સઅદ બિન રબીઅ રદી.ની હાલત જાણી લાવવાનો આદેશ કર્યો કે જુઓ, તેઓ જીવતા છે કે શહીદ થઈ ગયા છે? મુહમ્મદ બિન મુસ્લિમ અન્સારી રદી. હઝરત સઅદ બિન અબીઅ રદી.ને શોધવા ગયા. તેઓ તેમને શોધવા યુદ્ધ મેદાનમાં ચારેકોર ચક્કર લગાવી રહ્યા હતા કે અચાનક તેમની નજર ખૂનમાં લથબથ સઈદ બિન અબીઅ રદી. ઉપર પડી. તેઓ દોડીને તેમના પાસે પહોંચ્યા. ખૂબ વધારે લોહી વહી જવાથી તેમના ઘા સુકાઈ રહ્યા હતા અને જીવનના અંતિમ શ્વાસ ચાલી રહ્યા હતા. દીપક બુઝાઈ રહ્યો હતો.
મુહમ્મદ બિન મુસ્લિમ રદિ. તેમના ઉપર ઝુકયા અને તેમને જણાવ્યું કે અલ્લાહના રસૂલ સ.અ.વ.એ તમારી હાલત જાણવા મને મોકલ્યો છે. સઅદ બિન રબીએ એ તેમનાથી ક્ષીણ અવાજમાં કહ્યું, “અલ્લાહના રસૂલ સ.અ.વ.ને મારા સલામ પહોંચાડજો અને તેમનાથી કહેજો કે સઅદે કહ્યું છે કે અલ્લાહ તઆલા એક નબીને પયગંબરને પોતાની ઉમ્મતના બદલામાં જે અજ્ર આપે છે તેનો શ્રેષ્ઠ અજ્ર આપને પ્રદાર કરે અને મારી કૌમના લોકો અન્સારને મારાસલામ કહેજો અને તેમનાથી કહેજો કે સઅદ બિન રબીઅ એ તમારાથી કહ્યું છે કે જો તમારા અને તમારા નબી વચ્ચે એક ક્ષણની પણ દૂરી થઈ ગઈ તો પછી તમારા માટે કોઈ ખુલાસાની તક બાકી નહીં રહે.” મુહમ્મદ બિન મુસ્લિમ કહે છે કે આટલું કહ્યા પછી તેમના રૃહ ઉડી ગઈ અને તેઓ પોતાના રબને જઈ મળ્યા. હું અલ્લાહના રસૂલ સ.અ.વ.ની સેવામાં હાજર થયો અને આપને તમામ બિતકકથા કહી સંભળાવી.
જે લશ્કર કે સૈન્યમાં સઅદ બિન રબીઅ જેવા લોકો હોય વિજય અને સફળતા તેમના માટે ચોક્કસ અને અનિવાર્ય બની જાય છે. સઅદ બિન રબીઅ રદિ. ઇસ્લામના તે ઉચ્ચ પનોતા પુત્ર છે જેમણે આ મુબારક દાવતી અભિયાનનું પ્રશિક્ષણ આદર્શ મુરબ્બી અલ્લાહના અંતિમ રસૂલ સ.અ.વ.ના સાનિધ્ય અને માર્ગદર્શનમાં પ્રાપ્ત કર્યું હતું. સૈન્યના કમાન્ડર અને તેની અગ્રપંક્તિના સૈનિકો વચ્ચે આટલો ગાઢ પ્રેમ અને સ્નેહ તેમજ એકમેકની દરકાર લેવાની ભાવનાના કારણે જ મુસલમાનોની હરોળ અંકબંધ રહી. તેઓએ સત્યકાજે યુદ્ધ કર્યું, પ્રભુત્વ અને સફળતા પ્રાપ્ત કરી અને સમગ્ર વિશ્વ ઉપર ઇસ્લામના ઇમાનનો દબદબો કરી દીધો. એટલે કે એક અલ્પ સંખ્યા પોતાના ઇમાનની શક્તિ અને અલ્લાહની પ્રેરણાથી એવી વિશાળ સંખ્યા ઉપર પ્રભુત્વ સ્થાપિ દઈને વિજયી થઈ જે શસ્ત્ર સરેઆમ અને યુદ્ધના બીજા સાધનોથી ભરેલી હતી. જ્યારે આપણે આ શિક્ષાપ્રદ બનાવ ઉપર વિચારીએ છીએ તો આપણે એ પરિણામ ઉપર પહોંચીએ છીએ કેઃ
કમાન્ડર પોતાના સાથીઓનું અત્યંત ધ્યાન રાખે છે. જોવા ન મળે તોતેમની શોધખોળ કરાવડાવે છે અને તેમના સંબંધે લોકોથી પૂછપરછ કરે છે. તેને એકલો નથી છોડી દેતો બલ્કે તેમના માટેસતત ચિંતાગ્રસ્ત રહે છે.
ઇસ્લામી લશ્કરનો પ્રત્યેક સૈનિક દાવતી અભિયાન માટે ચિંતા કરતો દેખાય છે કેમકે તેનો ધ્યેય આ યુદ્ધ વડે પ્રદેશઉપર સામ્રાજ્ય જીતવાનો નથી હોતો બલ્કે ઇસ્લામનો સત્ય સંદેશ લોકો સુધી પહોંચાડીને લોકોના દિલ જીતવાનો હોય છે. એટલે ત્યાં સુધી તેને પોતાના મિશનની ચિંતા રહે છે જ્યારે કે તે જીવનના અંતિમ શ્વાસ ગણી રહ્યો હોય છે. અને જે સંદેશાના દાવતી મિશન માટે સઅદ બિન રબીઅ રદિ.એ યુદ્ધમાં ભાગ લીધો હતો તે સંદેશના સત્ય હોવા વિષે તેમને પૂરેપૂરી શ્રદ્ધા અને વિશ્વાસ હતો.
આ છે તે કારણો જેના લીધે ઇસ્લામી લશ્કર જ્યાં સુધી સત્યમાર્ગે પ્રમાણ કરતું રહ્યું સફળતા, વિજય અને પ્રભુત્વ તેના નામે જ લખાતા રહ્યા. /