સુહેલ અને સાજીદ બે જોેડકા ભાઇ હતા.બંને એકજ ધોરણમાં અભ્યાસ કરતા હતા. બંને ઘણા હોશિયાર હતા પરંતુ બંનેની ટેવો જુદી જુદી હતી.
સુહેલ શાંત અને ઓછુ બોલતો હતો.જ્યારે સાજીદ રમતિયાળ અને ધિંગા મસ્તીવાળો. એની ધિંગા મસ્તી થી આખોય મહોલ્લો ત્રાસી ગયો હતો. દરરોજ કોઇનો કોઇ તેની શિકાયત લઇને આવતું. સાજીદની માતા તેમને સમજાવતી “બેટા બીજાઓને હેરાન કરવાથી અલ્લાહ નારાજ થાય છે. ” પરંતુ સાજીદ પર તેની માતાની કોઇ જ અસર થતી નહીં. સાજીદ એવું ઇચ્છતો હતો કે સોહેલ પણ તેની ધિંગામસ્તી માં સામેલ થાય પરંતુ સોહેલ તેમ ના કરતો.
સાજીદની તોફાની મસ્તીનો શિકાર પાસ પડોસના લોકો તો થતા જ હતા પાલતુ જાનવરો પણ તેનો ભોગ બનતા. કેટલીક વખત તો તેના પડોશમાં રહેતા ઇકરામ અંકલની મરઘીઓની ચાંચ પર ટેપ મારી દેતો તો કેટલીક વખત એહમદની પાલતુ બિલાડીને પુંછડી વડે ઊંધી લટકાવી દેતો આવી જ રીતે જુદા-જુદા ઘરના બેલ સ્વીચ પર ચ્યુઇંગ-ગમ ચોંટાડી દેતો.
મહોલ્લાવાળા તેને ઘણું સમજાવતા સુહૈલના ઉદાહરણો પણ આપતા કે તે કેવો બીજાના કામમાં મદદરૃપ થાય છે. આવી ધિંગામસ્તિમાં જ શાળામાં પરીક્ષાઓ શરૃ થઇ ગઇ. બંને ભાઇઓ પ્રથમ પરીક્ષા આપીને ઘર પરત ફરી રહ્યા હતા. ત્યારે જ સાજીદની નઝર સડક પર ચાલતી બિલાડી અને તેના બચ્ચા પર પડી. સાજીદ તરત જ તેના પાસે પહોંચીને બિલાડીના બચ્ચાને પુંછડીથી પકડી લીધું.
બિલાડી પોતાના બાળકને તકલીફમાં જોઇ મોટેથી બુમો પાડવા લાગી. જાણે એ કહેવા માંગતી હોય કે મારા બાળકને છોડી દો. જ્યારે સુહૈલે આ જોયું તો દોડીને સાજીદ પાસે આવ્યોે અને કહ્યું કે તુ બચ્ચાને છોડી દે. આવું ના કર પશુઓની બદદુઆ બહુ ઝડપથી લાગે છે.
સાજિદ હસ્તાં ચેહરે મજા માણતો હોય તેમ કહે છે, જો બિલાડી કેવી તડપે છે?? તેના બચ્ચાને જોઇને.
બિલાડી પોતાના બચ્ચાને લઇને સડક પર દોડવા લાગી તો સાજીદ પણ તેના પાછળ પાછળ ભાગ્યો.
સોેહેલે તેને રોકવાની ઘણી કોશીશ કરી પણ તે હાથ છોડાવીને ભાગી છૂટયો તે જ વખતે એક પુરપાટ ઝડપે મોટરકાર ત્યાંથી પસાર થઇ રહી હતી. જેની ટક્કરથી સાજીદ હવામાં ફંગોળાઇને જમીન પર પટકાયો.
સુહૈલ દોડીને સાજીદ પાસે ગયો. સાજીદના માથેથી ઘણું જ લોહી વહી રહ્યું હતું. સુહૈલે બધાની મદદથી સાજીદને દવાખાને પહોંચાડયો. તે પોતાના ભાઇની આવી હાલત જોઇ જોર જોરથી રડી રહ્યો હતો.
થોડી જ ક્ષણમાં દવાખાના વાળાએ તેના માતા-પિતાને જાણ કરી બોલાવી લીધા. સાજીદની હાલત ઘણી જ નાજુક હતી. તેને તરત જ ઓપરેશન થિયેટરમાં લઇ જવામાં આવ્યો. સુહૈલ અને તેના માતા-પિતા તેની જિંદગી માટે દુઆ કરી રહ્યા હતા. આખરે ડોક્ટરોની મહામહેનતે સાજીદનું ઓપરેશન સફળ થયું.
સાજીદને હોશ આવતાં જ તે સુહૈલ અને તેન માતા-પિતાને જોઇ રડી પડયો. તેણે સુહૈલને જોઇ કહ્યું! ભાઇ! તમારી વાત સાચી હતી. તે બિલાડીની બદદુઆ મને લાગી છે. મેં ન ફક્ત તમને લોકોને હેરાન કર્યા પરંતુ પશુઓને પણ ઘણા હૈરાન કર્યું.
હવે હું વાયદો કરૃં છુંકે ક્યારેક પણ કોઇ જાનવરને પરેશાન નહીં કરૃં. બધાનું કહેવાનું સાંભળીશ. જેથી બધા મને તમારી જેમ સારૃં બાળક કહે.
દવાખાનેથી પરત ફર્યા બાદ તંદુરસ્ત થયા પછી સાજીદે તેનો વાયદો પુરો કર્યો.