Thursday, October 10, 2024
Homeમનોમથંનબળાત્કાર રોકવાના ઉપાયો

બળાત્કાર રોકવાના ઉપાયો

કડવું સત્ય

આજે આપણાં દેશમાં સૌથી વધુ તીવ્ર ગતિએ થતો અપરાધ બળાત્કાર છે. પાછલા ૧૭ વર્ષોમાં બળાત્કારની ઘટનાઓ બે ગણી વધી ગઈ છે. સામન્ય લોકો ઉપરાંત રાજકીય નેતાઓ, ધાર્મિક આગેવાનો, અને સરકારના અધિકારીઓ આ અપરાધમાં લિપ્ત છે. કઠુઆ, ઉન્નાવ, હૈદરાબાદ, હાથરસ, જયપુર સુધી નિરંતર ઘટનાઓ થતી જઈ રહી છે. રોકાવાનું નામ નથી લઈ રહી. મહિલાઓની સુરક્ષા આજે દેશની અત્યંત ગંભીર સમસ્યા બની ગઈ છે. એવું લાગે છે જાણે યૌન-પિપાસાએ પુરુષ જાતિને માનવતાની સીમાઓથી સ્વછંદ કરી દીધા છે. ૨-૩ વર્ષની કુમળી બાળકીથી લઈને ૭૦ વર્ષની વૃધ્ધાની આબરૂ લૂંટાઈ રહી છે.

રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૧૭ માં બળાત્કારની ૩૨૫૫૯ ઘટનાઓ નોંધવામાં આવી, એટ્‌લે પ્રતિદિન ૯૦ બળાત્કાર થયા. (જે ઘટનાઓ નોંધવામાં નથી આવી તે અલગ) ૨૦૧૭ માં સામૂહિક બળાત્કારની ઘટનાઓ ૨૦૦૦ થી વધારે છે. અને જો મહિલાઓની વિરુધ્ધ થયેલા અપરાધોની વાત કરીએ તો આવા ૩.૫ લાખ કેશ નોંધવામાં આવ્યા છે. આ ખુબજ દુખદ અને ચિંતનીય છે કે ૯૩% ઘટનાઓમાં બળાત્કારી કોઈ મિત્ર, સહકર્મી, સહ-વિધ્યાર્થી, સંબંધી અને પાડોશી હતા.

સખ્ખત કાયદાની માંગ

બળાત્કાર અને યૌન અપરાધની જૂજ ઘટનાઓ જ ન્યાયાલય સુધી પહોચે છે અને જે પહોચે છે, તેમાં પણ ન્યાયિક જટિલતાઑને કારણે અપરાધીઓને ખુબજ ઓછી ઘટનાઓમાં સજા મળે છે. સત્ય આ છે કે બળાત્કારની ઘટનાઓને રોકવાને માટે કેટલાય સખ્ખત કાયદાઓ બનાવી લેવામાં આવે, તેનાથી અપરાધ ને સંપૂર્ણ પણે રોકવું શક્ય નથી. બલ્કે તેના માટે આવશ્યક છે કે પહેલા સમાજને પવિત્ર બનાવવાના ઉપાયો કરવામાં આવે. લોકોને ખોટા કાર્યો પ્રત્યે પ્રેરિત અને અપરાધની દિશામાં લઈ જનારા જે પ્રેરક અને કારણો છે, તેમની ઉપર પ્રતિબંધ લગાવવામાં આવે. જો અપરાધના સર્વે પ્રેરકો અને કારણોને જેમ ના તેમ રહેવા દેવામાં આવે અને સખ્ખતમાં સખ્ખત કાયદો પસાર કરવામાં આવે તો તેનાથી અપરાધમાં કોઈ ઘટાડો નહીં થાય, ઉપરથી કાયદાના દુરુપયોગના માર્ગો ખૂલી જશે. ન્યાયાલયોના ભારે ખર્ચને કારણે, આ ભય પણ રહેશે કે પોતાનો બચાવ કરવામાં અસમર્થ ગરીબ લોકોને સજા મળી જાય અને શ્રીમંત લોકો પોતાની વગ અને પ્રભાવનો ઉપયોગ કરીને સજાથી બચી જાય.

સ્થાયી સમાધાનની શોધ

વધતાં મહિલાઓ વિરોધી અપરાધ અને માનવ નિર્મિત કાયદાઓની લાચારી સમાજના પ્રબુધ્ધ વર્ગને આ વિચારવાને માટે મજબૂર કરે છે કે શું આ સમસ્યાનું કોઈ સ્થાયી સમાધાન છે? નિશ્ચિત રૂપે છે, અને તે છે ઈશ્વરે બનાવેલી વ્યવસ્થા. ઈશ્વરે મનુષ્યને સંસારમાં મોકલ્યો, તો ડગલે ને પગલે તેના માર્ગદર્શનની વ્યવસ્થા કરી છે. માનવ જાતિની પાસે ઈશ્વરનું અંતિમ માર્ગદર્શન ઇસ્લામ સ્વરૂપે ઉપલબ્ધ છે. સંસારમાં મનુષ્યને જે જે સમસ્યાઓનો સામનો થાય છે, તે બધાના સમાધાન ઇસ્લામમાં ઉપલબ્ધ છે. મનુષ્યમાં યૌન ઇચ્છાઑ સ્વાભાવિક છે. ઇસ્લામમાં તો તેને અસ્વાભાવિક રૂપે ડામી દેવાની પ્રેરણા આપે છે. અને ન જ તેની સ્વચ્છંદ પૂર્તિની છૂટ આપે છે. ઇસ્લામનો દ્રષ્ટિકોણ બંને અતિની વચ્ચેનો મધ્યમ માર્ગ છે. ઇસ્લામ બધાજ મનુષ્યોને તેમની યૌન ઇંચ્છાઓની પૂર્તિનો અધિકાર આપે છે, પરંતુ સાથેજ તેને નિયંત્રિત કરવાનો માર્ગ પણ બતાવે છે. ઇસ્લામ યૌન ઇંચ્છાની પૂર્તિને માટે વિવાહને અનિવાર્ય ઠેરવે છે અને તે સિવાય કોઈ પણ પ્રકારના સંબંધની અનુમતિ નથી આપતો અને એવા બધાજ સંબંધોને વર્જિત ઠેરવે છે. તેણે પુરુષ અને મહિલાઓને સખતાઈ પૂર્વક પ્રતિબંધિત કર્યા છે કે તેઓ વિવાહ સિવાય કોઈ પણ પ્રકારનો યૌન સંબંધ ન રાખે. પવિત્ર કુરાન અનુસાર ઃ “અને તે સ્ત્રીઓ પણ તમારા માટે હરામ (અવૈધ) છે જેઓ કોઈ બીજાના દામ્પત્ય-જીવનમાં હોય (મુહસનાત), અલબત્ત એવી સ્ત્રીઓ આમાં અપવાદરૂપ છે જે (યુદ્ધમાં) તમારા હાથ લાગે. આ અલ્લાહનો કાનૂન છે જેનું પાલન કરવું તમારા પર અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે. આ સિવાય જેટલી સ્ત્રીઓ છે તેમને પોતાના ધન દ્વારા પ્રાપ્ત કરવાનું તમારા માટે હલાલ (વૈધ) કરી દેવામાં આવ્યું છે, એ શરતે કે નિકાહના બંધનમાં તેમને સુરક્ષિત કરો, ન કે સ્વછંદતાપૂર્વક કામવાસના સંતોષવા લાગો. પછી દાંપત્ય-જીવનનો જે આનંદ તમે તેમનાથી મેળવો તેના બદલામાં તેમની મહેર અનિવાર્ય સમજીને અદા કરો. અલબત્ત, મહેર નક્કી થઈ ગયા પછી પરસ્પર રાજીખુશીથી તમારા વચ્ચે જો કોઈ સમજૂતી થઈ જાય તો તેમાં કોઈ દોષ નથી, અલ્લાહ સર્વજ્ઞ અને તત્ત્વદર્શીછે. (૪ઃ૨૪) ”

વ્યભિચાર અને બળાત્કાર

ઈશ્વરએ વ્યભિચાર (સ્ત્રી-પુરુષની સંમતિથી શારીરિક સંબધ) ને એક સામાજિક ગંભીર અપરાધ ઠેરવ્યું છે અને તેને ધૃણિત કર્મ જણાવીને તેનાથી દૂર રહેવાનો આદેશ આપ્યો છે. “વ્યભિચારના નજીક ન ફરકો. તે ઘણું જ ખરાબ કૃત્ય છે અને ઘણો જ ખરાબ માર્ગ. (૧૭ઃ૩૨) ”

યૌન અપરાધના તીવ્રતાથી વધવા અને તેની જઘન્યતાને સરળતાથી ન લેવાનું એક કારણ આ પણ છે કે સભ્ય સમાજએ બળાત્કાર અને વ્યભિચારને અલગ-અલગ કરી દીધા છે. આજે દુનિયામાં બળાત્કારને તો અપરાધ માનવામાં આવે છે, પરંતુ વ્યભિચાર ને નહીં. આજે વ્યભિચારને સામાજિક અને કાયદાકીય સ્વીકૃતિ પ્રાપ્ત છે. સત્ય આ છે કે બંને વચ્ચે કોઈ અંતર નથી. આ અપરાધ ચાહે બળજબરીથી થાય કે પરસ્પર સહમતિથી સમાજ ઉપર પડનારો તેનો પ્રભાવ સરખો જ હોય છે. બલ્કે કેટલીકવાર તો પરસ્પર સહમતીથી તે વધારે ગંભીર થઈ જાય છે, કારણ કે બળજબરી તો એક-બે વાર થઈ શકે છે જ્યારે પરસ્પર સહમતીથી આ નિરંતર ચાલતું રહે છે, જેનાથી અન્ય અનેક જટિલતાઓ ઉત્પન્ન થઈ જાય છે. વ્યભિચારના પરિણામે જન્મતા બાળકોની જન્મ અગાઉ અથવા પછી સામાન્ય રીતે હત્યા કરી દેવામાં આવે છે. જો તેને જીવિત રહેવા દેવામાં આવે છે તો સમાજમાં તેમને ક્યારેય સન્માન પ્રાપ્ત નથી થતું.

યોગ્ય સમયે વિવાહ

આદર્શ સમાજ ને માટે આવશ્યક છે કે યુવાવસ્થાની વય સુધી પહોચ્યા પછી કોઈ પણ યુવક કે યુવતી અવિવાહિત ન રહે, બલ્કે તેઓ શક્ય તેટલા વહેલા વિવાહના બંધનમાં બંધાઈ જાય. તેથી પાલકોનું ધ્યાન દોરવામાં આવે છે કે તેઓ વહેલમાં વહેલી તકે તેમના વિવાહ કરાવી આપે. આજ-કાલ વિભિન્ન કારણોથી વિવાહમાં મોડુ કરવામાં આવે છે, જેના કારણે ખોટા માર્ગે યૌન ઇચ્છાની પૂર્તિના માર્ગો ખૂલે છે. સભ્ય સમાજમાં વિવાહમાં મોડુ કરવાનું એક મુખ્ય કારણ મોટા પાયે દહેજની આપ-લે છે. ઇસ્લામ વિવાહને સરળ બનાવવાની શિક્ષા આપે છે. તેમાં દહેજને કોઈ જ સ્થાન નથી. ઈશ્વર દ્વારા નિર્ધારિત જીવન શૈલીમાં વ્યક્તિને માટે યૌન સુખ પ્રાપ્ત કરવાની સાથે સમાજની પવિત્રતા બનાવી રાખવાને માટે પણ અનેક ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. આ ઉપાયો લોકોને અપરાધ કરવાથી રોકે છે અને યૌન અપરાધના બધાજ દ્વાર બંધ કરે છે. તેના અનુસાર પુરુષો અને મહિલાઓ બંનેને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ પોતાની નજર અને પોતાની આબરૂની રક્ષા કરે. “હે નબી ! ઈમાનવાળા પુરુષોને કહો કે નજરો બચાવીને રાખે અને પોતાના ગુપ્તાંગોની રક્ષા કરે, આ તેમના માટે વધારે પવિત્ર રીત છે. જે કંઈ તેઓ કરે છે અલ્લાહને તેની ખબર રહે છે. અને હે નબી ! ઈમાનવાળી સ્ત્રીઓને કહી દો કે પોતાની નજરો બચાવીને રાખે અને પોતાના ગુપ્તાંગોની રક્ષા કરે, અને પોતાના શણગાર ન દેખાડે, સિવાય તેના જે આપોઆપ પ્રગટ થઈ જાય, અને પોતાની છાતીઓ પર પોતાની ઓઢણીઓના પાલવ નાખેલાં રાખે, તેઓ પોતાનો શણગાર જાહેર ન કરે પરંતુ આ લોકોની સામેઃ પતિ, પિતા, પતિઓના પિતાઓ, પોતાના પુત્રો, પતિઓના પુત્રો, ભાઈ, ભાઈઓના પુત્રો, બહેનોના પુત્રો, પોતાની પરિચિત સ્ત્રીઓ, પોતાના દાસ-દાસીઓ, તે આધીન પુરુષો જેઓ કોઈ બીજા પ્રકારનો આશય ધરાવતા ન હોય, અને તે બાળકો જેઓ સ્ત્રીઓની છૂપી વાતોથી હજુ માહિતગાર ન થયા હોય, તેઓ પોતાના પગ જમીન ઉપર પછાડીને ન ચાલે કે જેથી તેમના શણગાર જે તેમણે છૂપાવી રાખ્યા હોય તેને લોકો જાણી જાય. હે ઈમાનવાળાઓ! તમે સૌ ભેગા મળીને અલ્લાહથી તૌબા (ક્ષમાયાચના) કરો, આશા છે કે સફળતા પામશો. (૨૪ઃ૩૦-૩૧)”

અનાવશ્યક મેળ-મિલાપ

ઇસ્લામની શિક્ષાઓમાથી એક આ છે કે કોઈ પુરુષ અથવા મહિલા કોઈ નામહેરમની (જેમની સાથે વિવાહ થઈ શકે તેવા સંબંધો) સાથે એકાંતમાં ના રહે. ઇસ્લામ પુરુષો અને મહિલાઓના સ્વતંત્ર મેળ-મિલાપને પસંદ નથી કરતો. તે ઇચ્છે છે કે પુરુષ અને મહિલાઓ મિશ્રિત ના રહે, કારણકે એક સાથે મિશ્રિત રહેવાથી યૌન ભાવનાઓ જન્મવાની સંભાવનાઓ છે, અને આ જ ભાવના દુષ્કર્મ સુધી પહોચાડી શકે છે.

ઈશ્વરએ આદેશ આપ્યો છે કે મહિલાઓ અનાવશ્યક ઘરની બહાર ના નીકળે અને જો નીકળવું જ પડે તો પોતાના શૃંગાર અને પોતાના ચહેરાને ઢાંકીને નીકળે. શૃંગારના પ્રદર્શન કરવાની સ્થિતિમાં અજાણ્યા પુરુષોની નજારો તેમની તરફ ઉઠવી સ્વાભાવિક છે અને તેનાથી તેમની યૌન ભાવનાઓ ઉત્તેજિત થશે. પરિણામ સ્વરૂપ છેડતી અને અપરાધોની સંભાવનાઓ વધી જશે.

અન્ય કારણો

ઉપરોક્ત સાવધાનીઓ અપનાવવાની સાથે, ઇસ્લામે એ વસ્તુઓ ઉપર પણ પ્રતિબંધ લગાવી દીધા છે જે દુષ્કર્મ પ્રત્યે પ્રેરિત કરનારી અને પુરુષો અને મહિલાઓમાં યૌન ભાવનાઓ જન્માવનારી હોય. જેમકે

દારૂઃ ઇસ્લામ એ દારૂને હરામ વર્જિત ઠેરવ્યું છે. એટલા માટે કે દારૂથી વ્યક્તિની યૌન ભાવનાઓ ઉત્તેજિત થાય છે અને સંબંધોનું અંતર મટી જાય છે.

અશ્લીલતાઃ એજ રીતે સમાજમાં અશ્લીલતાના પ્રસારની અનુમતિ ક્યારેય ના હોવી જોઈએ. એ બધીજ વસ્તુઓ પ્રતિબંધિત હોવી જોઈએ જેના માંધ્યમથી અશ્લીલતા અને નગ્નતા ફેલાય છે. વર્તમાન સમયમાં સમાજમાં અશ્લીલતા અને નગ્નતાને ફેલાવનારી અનેક વસ્તુઓ આવી ગઈ છે. જેમકે અશ્લીલ ફિલ્મો, નગ્ન પોસ્ટર અને જાહેરાતો, પત્રિકાઓ, ઇન્ટરનેટ ઉપર પોર્નોગ્રાફીની વેબસાઇટ વગેરે. સ્માર્ટ ફોનએ અશ્લીલ સામગ્રી સુધી સામાન્ય માનવીની પહોચ ખુબજ સરળ બનાવી દીધી છે.

સજાની આવશ્યકતા

સમાજને માટે આ વસ્તુઓનું ઘાતક હોવું એક જાહેર સત્ય છે, પરંતુ તેણે એક ઉધ્યોગનું સ્વરૂપ લઈ લીધું છે અને તેનાથી સરકાર અને સંપન્ન વર્ગને આવક થાય છે, એટલામાટે તેની ઘાતકતાને આંખ આડા કાન કરીને તેને ખૂબ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે.

સમાજમાં જો આ બધા ઉપાયો અજમાવવામાં આવે તો નિશ્ચિત રૂપે દુષ્કર્મ અને મહિલાઓ વિરોધી અપરાધોની ઘટનાઓ લગભગ સમાપ્ત થઈ જશે. પરંતુ સમાજમાં થોડાક ગણ્યા-ગાંઠયા લોકો એવા હોઈ શકે છે, જે આ બધુ છતાય દુષ્કર્મમાં લિપ્ત થઈ જાય. તેમના માટે સખ્ખત કાયદાઓ જરૂરી છે જે મુજબ અપરાધીઓને માટે ર્હદયદ્રાવક સજાની જોગવાઈ હોય. ઇસ્લામી કાયદા મુજબ વ્યભિચારી/વ્યભિચારિણી જો અવિવાહિત હોય, તો તેમને ૧૦૦ કોરડા મરવામાં આવે અને જો વિવાહિત હોય, તો તેમને સંગસાર કરવામાં આવે અર્થાત પથ્થર મારી મારીને મૃત્યુદંડ આપવામાં આવે.

ઇસ્લામ તેના અનુયાયીઓને આ શિક્ષા આપે છે કે જો તેમણે ભૂલથી અથવા પોતાની મનેચ્છાઑ થી લાચાર થઈને આ ગુનો કરી નાખ્યો છે તો તે પોતાને કાનૂનના હવાલે કરીદે અને સંસારમજ આ ગુનાની સજા ભોગવી લે, કે જેથી આખેરત (પરલોક) માં અલ્લાહ તેને માફ કરીદે. જો તેમણે આવું ના કર્યું અને સંસારમાં પોતાને વ્યભિચારની સજાથી બચાવી લીધા તો મૃત્યુ પછી તેમને હંમેશને માટે જહન્નમ (નર્ક) ની આગમાં ફેંકી દેવામાં આવશે.

નિષ્કર્ષ

સમાજને પવિત્ર રાખવાને માટે આ શિક્ષાઓ માત્ર વૈચારિક નથી, બલ્કે તેને લાગુ કરવામાં આવી ચૂકી છે અને દુનિયાએ પોતાની ખુલ્લી આંખે તેને જોઈ છે. ઇસ્લામના આગમન અગાઉ આરબ સમાજ દરેક પ્રકારની બૂરાઈઓમાં લિપ્ત હતો, આ શિક્ષાઓને કારણે તેમના જીવન પવિત્ર થઈ ગયા. આજે પણ જે દેશોમાં ઇસ્લામી શરિયત (વિધિવિધાન) ના કાયદાઓ લાગુ છે ત્યાં બળાત્કાર તો દૂર વ્યભિચારની ઘટનાઓ પણ એટલી ઓછી છે કે તે ટકામાં પણ નથી આવતી. આ જ કારણ છે કે જ્યારે આપણાં દેશમાં પણ બળાત્કારની કાળજું કંપાવનારી કોઈ ઘટના ઘટે છે તો અનેક લોકો તરફથી શરીયા કાયદાને લાગુ કરવાની માંગ ઊઠે છે. જે લોકો સમાજમાં બૂરાઈઓને ફેલાતા જોઈને ચિંતિત છે, તેમણે વ્યક્તિ અને સમાજને પવિત્ર બનાવવા માટે ઇસ્લામ દ્વારા સૂચવવામાં આવેલા આ ઉપાયોને અપનાવવા બાબતે ગંભીરતાથી વિચાર કરવો જોઈએ.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments