Tuesday, June 25, 2024
Homeકેમ્પસ વોઇસબાળકોનો બચપન વિરુદ્ધ સ્કૂલનો વિદ્યાર્થી

બાળકોનો બચપન વિરુદ્ધ સ્કૂલનો વિદ્યાર્થી

બાળક મારો કે તમારો હજી માંડ ૩ કે ૪ વર્ષનો થયો નહીં કે એને શાળા શિક્ષક પાસે મુકી દેવામાં આવે છે. નાનો બાળક ફૂલ જેવો કુમળો હોય છે. મમ્મી મને સ્કૂલમાં નહીં જવું. મેડમ મને મારે છે. સાહેબથી મને બીક લાગે છે. સ્કૂલ જવું જરૂરી છે. ના મને તો ઘરમાં જ રહેવું છે. મને મારી બહેન સાથે રમવુ છે. મમ્મી મને તારી સાથે વાતો કરવી છે. પપ્પા મને તમારી બાઈક પર ફરવા જવું છે. મને સ્કૂલમાં નથી જવું.

પણ તમે હો કે હું, મમ્મી હોય કે પપ્પા, સમાજમાં હરીફાઇ ઉપર ચાલતુ આ કલ્ચર નાના ફૂલ જેવા કુમળા બાળક કે જેમના હજી ૩-૪ વર્ષ પુરા નથી થયા, એને શાળા સાથે બાંધી દેવામાં આવે છે. કેમ?

કેમકે જો એ જુનિયર કે.જી, સીનીયર કે.જી.માં નહીં જશે તો એમાં કચાશ રહી જશે, એ પાછળ રહી જશે. આ બીક બધાને સતાવે છે. આ વાત શાળા સ્કૂલ મેડમ અને સાહેબો દ્વારા દરેક મમ્મી પપ્પાના મન-મસ્તિસ્કમાં ઘુસાડવામાં આવે છે.

બાળક રડતા-રડતા જોર જબરદસ્તીથી સ્કૂલ જવા શરૃ થયો ને એના ઉપર વધુ પડતો ટ્યુશનનો બોજો મુકી દેવામાં આવે છે. જે મેડમ કે સાહેબ બાળકને સ્કૂલમાં ભણાવે છે એના ઘરે ટ્યુશન?!!!

માંડ-માંડ સ્કૂલમાંથી હેમખેમ મેડમ કે સાહેબની મારથી પરેશાન થઈને આવેલ બાળક પાછા એ જ મેડમ કે સાહેબનો મોઢો જોવા એમની દાટી અને માર ખાવા એમના ઘરમાં એક કે બે કલાક માટે ગોંધી દેવામાં આવે છે. અને આ અત્યાચાર મમ્મી પોતે જ જાણી જોઈને કરતા હોય છે. કેમકે એમને હરીફાઈમાં ટકી રહેવું છે.

રાત્રે બાળક થાકીને એની પથારીમાં સુઈ નહીં જાય ત્યાં સુધી ફકત શાળા, સ્કૂલ, ટ્યુશન ભણતર લખ પઢ અને વાંચનો જાળ મમ્મી કરતા હોય છે.

સ્કૂલ અને ટ્યુશનની વચ્ચે જ્યારે થોડો ઘણો સમય બાળકને મળે છે તો એના ઘરમાં ટીવી ચાલુ હોય છે. પપ્પાની ન્યુઝ ચેનલ, મમ્મીની સીરીયલ ચાલુ છે. બાળક જિદ કરીને એમના મનગમતા કોમોડી નાટક જોવા લાગે છે, બાલવીર વગેરે.

બાળકનો બચપનને આજની શિક્ષણપ્રલાણીએ આપણા સૌની માનસિકતાને ચોરી અને લુંટી લીધું છે. જી હાં ચોરી અને લુંટી લીધું છે. હરીફાઈના આ યુગમાં ફકત દોડાદોડી, માર્કસની લડાઈ, ટકાવારી અને રેન્કની લડાઈ, નંબર લાવવાની હરીફાઈમાં બાળકનો અમૂલ્ય અને સૌથી કિંમતી સમય બચપન મરણ પામી જાય છે.

આજનો બાળક શારીરિક રીતે કમજોર થતો જાય છે. ઘરની બહાર ગલી-મોહલ્લાના બાળકો સાથેની રમત, ખુલ્લા મેદાનમાં જઈને આડોશી-પાડોશીના બાળકો સાથે દોસ્તી અને રમત રમવી એ ફકત સ્વપ્ન થઈ ગયું છે. ૧૦૦માંથી માંડમાંડ ૯૦% વાલીઓ એની કાળજી લેતા હોય છે અને બીજા કોમ્પ્યુટર્સ અને મોબાઈલ ગેમ રમવા અને રમાવવાની કુટેવ પાડી દેતા હોય છે.

બાળકનો વિકાસ શારીરિક અને માનસિક બે રીતે થવો જોઈએ. આપણે ફકત બાળકોના બૌદ્ધિક વિકાસ પાછળ ઘેલા થયા છીએ. બાળકનો શારીરિક વિકાસ પાછળ વાલીઓનો ધ્યાન ઓછો છે.

પ્રાકૃતિક રીતે બાળક ત્રણ પ્રકારના બૌદ્ધિક સ્તર ધરાવતા હોય છે. (૧) બુદ્ધીશાળી બાળકો (૨) મધ્યમસ્તર ધરાવતા બાળકો (૩) કમજોર બાળકો.

દરેક સ્કૂલ-સમાજના જે ક્રીમ બાળકો હોય છે, પ્રવેશ આપતા પહેલા ઇન્ટરવ્યૂના નામે એવા જ બાળકોની પસંદગી કરી લેવામાં આવે છે. હવે રહી ગયા બીજા અને ત્રીજા નંબરના બૌદ્ધિક સ્તર ધરાવતા બાળકો. એમના પાછળ કોણ મેહનત કરશે? જે મધ્યમ બૌદ્ધિક સ્તર ધરાવતા બાળકો છે ફકત થોડી ઘણી ધ્યાન અને કાળજી લેવાથી એવા બાળકોનો વિકાસ થઈ જાય છે. પણ ત્રીજા નંબર પર આવતા બાળકો પાછળ ખાસ ધ્યાન કાળજી અને મહેનતની જરૃર હોય છે.

એ મેહનત કરવાની તૈયારી વાલીઓ અને શિક્ષકો બંને બતાવતા નથી. વાલીઓ પણ પોતાના હોશીયાર બાળક ઉપર ખાસ ધ્યાન રાખે છે અને જો એમનો જ બીજો કે ત્રીજો બાળક કમજોર છે તો એ બાળકોથી વાલીઓ કંટાળે છે. શિક્ષકમિત્રો પણ ખાસ ધ્યાન આપતા નથી. કેમકે પેલી હરીફાઈમાં ટકી રહેવું છે તો રેન્ક લાવવો પડશે.

મિત્રો હરીફાઈના આ યુગમાં બાળક જે અલ્લાહની આપેલી અમૂલ્ય નેઅમત છે. એની કદર કરો. બાળકને બાળક રહેવા દો. એને યંત્ર કે મશીન ન બનાવો. બાળકની સાથે રમો અને રમવા દો, મસ્તી કરવા દો, ઘરની બહાર સોસાયટી ગલી મોહલ્લામાં રહેતા બીજા બાળકો સાથે હળવા-મળવા દો. રેતી અને માટી સાથે રમવા દો. કોમ્પ્યુટર-મોબાઈલ મુકી એના હાથમાં રમકડા આપો અને રમકડા સાથે એને વાતો કરવા દો.

નાનપણથી જ એને તણાવ ન આપો. મારી વિનંતી છે ‘ભણ-ભણ-ભણ’, ‘સ્કૂલ’, ‘ટ્યુશન’, ‘મેડમ’ અને ‘સાહેબ’ના શબ્દોથી એને ના ડરાવો. એને મુક્ત મને એનો વ્યક્તિત્વ ખિલવા દો.

બાળકના મિત્ર બનો, સાચા માર્ગદર્શક બનો, બાળક કોરો કાગળ છે એ કોરા કાગળ ઉપર તમે જે લખશો એ લખાઈ જશે અને કંઇક લખવું હોય તો પ્રેમ, સત્ય, નિષ્ઠા, ઇમાનદારી, મિત્રતા, દયા વગેરે લખીને દેશ અને સમાજ માટે ઉપયોગી બને એવા વ્યક્તિત્વ બનાવો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments