આ વિષય ઉપર અનેક પાસાઓથી વાત કરવાજેવી છે. પ્રથમ પાસુ તેના મહત્વનું છે. બાળકો અને નવયુવાનોનાં મહત્વ વિષે લાંબી વાર્તા કરાવની જરૃર નથી કારમકે તેોનું મહત્વ જગ જાહેર છે. બાળક ખુદાનો ેક અજીબચમત્કાર અ અને સર્જન શક્તિની મહાન કૃતિ હોય છે તેનું ભોળું અને મન મોહક મુખ દરેકને તેની તરફ આકર્ષે છે. તેની નિર્દોષ અદાઓ, સ્મિત, કાલીઘેલી ભાષા, ચંચળતા અને તોફાન મનને પ્રફુલ્લિત કરી દે છે. આપણને ખબર નથી હોતી કે બાળકમાં કયા પ્રકારની પ્રતિબા છુપાયેલી છે. આગળ જઈને તે કેટલો મોટો માણસ બનશે. આ રીતે બાળક માત્ર તેના માતા પિતાજ નહીં સમગ્ર સમાજ માટે ખૂબજ મહત્વ ધરાવે છે. એક વિશેષ અને મહત્વપૂર્ણ પાસુ બાળકો અને નવ યુવાનોનીવૈચારિક કેળવણીનું છે, જે ના પ્રત્યે વધુ ધ્યાન આપવામાં આવતુ નથી. અને હાલની ખૂબજ મહત્વપૂર્ણ સમસ્યા એ છે કે મુસ્લિમ સમાજ પછાત કેમ છે? મારી દ્રષ્ટિમાં એનું મુખ્ય કારણ છે મુસ્લિમ વ્યક્તિત્વનું પતન મુસ્લિમ વ્યક્તિત્વના પાયાના ત્રણ ઘટકો છે.
(૧) એકેશ્વરવાદની વિચારધાર (૨) એકેજ મિશનના પ્રચારક હોવાની ભાવના (૩) કુઆર્ન અને હદીસનો સ્પષ્ટ આદેશ ના હોય ત્યારે કલ્પના શક્તિથી ધર્મ સચવાય તેવો માર્ગ શોધવાની કાબેલિયત પાછલી એકસદી પણ વધુ સમયથી ઈસ્લામી પ્રેરણા, શૈક્ષણિક સંસ્થાઓ અને મદ્રેસાઓ આ કાર્યમાં પ્રયત્નશીલ છે. પરંતુ અમુક કારણોસર તેનું ધાર્યું પરિણામ આવતું નથી તેના કારણો આ પ્રમાણે છે.
(૧) ભૂતકાળનું અંધાળુ અનુકરણ અને વ્યક્તિબૂજા
(૨) જ્ઞાાનઅને ચિંતનલક્ષી તત્પરતાનો અભાવ
(૩) વર્તમાન અને ભવિષ્યને સમજવાનો અભાવ અને સાંપ્રત સમસ્યાઓનું પ્રભુત્વ
હવે જરૃર એ વાતની છે કે મુસ્લિમ વ્યક્તિત્વના નિર્માણનું કાર્ય બાળકો અને નવયુવાનો ના સ્તરે કરવામાં આવે કારણકે વયસ્કોની સરખામણીમાં બાળકો અને નવયુવાનોની વૈચારિક કેળવણીના વધુ સારા પરિણામો આવવાની અપેક્ષા છે. મોહંમદ (સ.અ.વ) સાહેબે હઝરત અલી અને તેમના જેવાં અન્ય નવયુવાનો નું ઘડતર એ જ રીતે કર્યું હતું. અને આજે મુસ્લિમોએ પણ આપની એ પદ્ધતિને અપનાવી બાળકો અને નવયુવાનો એજ રીતે શિક્ષણ અને કેળવણી આપવી જોઈએ જેનાથી તેમનામાં નિમ્નલિખિત સદ્ગુણો ઉદ્ભવી શકે છે.
(૧) શ્રદ્ધાની દ્રઢતા
(૨) ચારિત્ર્યની સલામતી(સદાચાર અને પવિત્ર અંતરાત્મા)
(૩) કુઆર્ન અને હદીસથી લાબાન્તિ થવાની કાબેલિયત
(૪) વર્તમાન પરિસ્થિતિની જાણકારી
(૫) કોઈપણ એક ક્ષેત્રમાં વિશિષ્ટ કાબેલિયત
સ્પષ્ટ છે કે ઉપરોક્ત ખૂબીઓનો જન્મ ત્યારે જ થશે જ્યારે એમના બાળપણ ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે.
આજનું સમગ્ર વાતાવરણ ડહોળાઈ ગયું છે. શિક્ષણ વ્યવસ્થા અને કેળવણી ખુદાની બંદગી પર આધારિત નથી. મીડીયા પર શૈતાની લોકો પ્રભુત્વ ધરાવે છે. જેના કારણે ચારેબાજુ ધર્મપ્રત્યે ઉદાસીનતા, સદાચારથી વિમુખતા, ભૌતિકવાદ, અર્થ, સ્વાર્થ, સિદ્ધિ ફેલાયેલી છે. જાતીય શોષણ છે. ટી.વી. સિરિયલો, ફિલ્મો, મેગેઝીન સમાચાર પત્રો અને ઈન્ટરનેટે સમાજમાં નગ્નતાનું પૂર લાવી દીધું છે. તેમજ માણસની સામે વિવિધ રોજગાર લક્ષી સામૂહિક અને સામાજિક અને ચારિત્ર્યલક્ષી સમસ્યાઓ માથું ઉચકીને ઉભી છે. આવી પરિસ્થિતિનો પ્રતિકાર એજ લોક કરી શકે છે જે દ્રઢ્ ચારિત્ર્યવાળા અને સદાચારી છે. અને આવા દ્રઢ માણસો ત્યારેજ તૈયાર થઈ શકે જ્યારે તેમના બાળપણ ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે હઝરત મોહંમદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું જીવન ચરિત્ર બાળકોના ઉછેર અને કેળવણી માટે ઉત્તમ માર્ગદર્શન કરી શકે છે.
હઝરત મોહંમદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે ઃ “દરેક બાળક નેક પ્રકૃતિવાળો (મુસ્લિમ) જન્મે છે તેનાં માતા પિતા તેને યહૂદી, ઈસાઈ અથવા મજુસ્ત બનાવી દે છે” (બુખારી અને મુસ્લિમ)
એજ રીતે આપે ફરમાવ્યું “પોતાંના સંતાનો માટે માતા પિતા તરફની ઉમદા ભેટ તેઓનું શિક્ષણ અને કેળવણી છે”
આપે વધુમાં કહ્યું “જ્યારે માણસ મૃત્યુ પામે છે ત્યારે તેના કર્મોનું અંત આવે છે.” પરંતુ ત્રણ કર્મો એવા છે જેનું પુણ્ય તેને નિરંતર રહે છે. ૧. સદક-એ-જારિયા (એવા દાન જેનું પુણ્ય નિરંતર મળે) ૨. તે જ્ઞાાન જે લોકોને નિરંતર લાભ આપે ૩. નેક સંતાનો જે માતા પિતામાટે દુઆ કરે” (મુસ્લિમ)
હઝરત અબૂમૂસા અશ્અરી કહે છેઃ મારે ત્યાં પુત્રનો જન્મ થયો હું તેને હઝરત મોહંમદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે લઈ ગયો આપે તેનું નામ ઈબ્રાહીમ રાખ્યું એને ખજૂરની બુટ્ટી આપી (બુખારી)
સારૃ નામઃ
એક હદીસ છે, કયામતના દિવસે તેમને તમારા અને તમારા પિતાના નામે પોકારવામાં આવશે તેથી સારૃં નામ રાખો (અબૂદાઉદ) ખોટા અને તુચ્છ અર્થવાળા નામોને આપ બદલી નાખતાં હતાં. અબ્દુલ્લાહ બિન ઉંમર કહે છે કે હઝરત ઉંમરની એક પુત્રીનું નામ આસિયા (આદેશ ન માનનારી)હતું. આપે તેનું નામ બદલીને જમીલા (રૃપવાન) રાખ્યું. (તિરમિઝી)હદીસ અને સીરતનાં પુસ્તકોમાં આ પ્રકારની અનેક ઘટનાઓ નો ઉલ્લેખ છે. હઝરત અબૂસઈદે પોતાના પુત્રનું નામ રાખ્યું. આપે પૂછયું, આનું શું નામ છે ? અબૂ સઈદે નામ બતાવ્યું આપે કહ્યું, નહીં આનું નામ મન્ઝર છે. (બુખારી અને મુસ્લિમ)
હઝરત મોહંમદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અરબના લોકોને એક નવી સભ્યતાથી પરિચિત કરાવી રહ્યા હતાં તેથી માત્ર બાળકોનાં જ નહીં મોટા માણસોના નામ પણ આપ બદલી નાખતાં હતા.ં એક વ્યક્તિ મુલાકાત માટે આવી આપે નામ પૂછયું તેણ કહ્યું. શૈતાન બિન કરત. આપે તુરંત તેનું નામ બદલી અબ્દુલ્લાહ બિન કરત પાડયું. એક અન્ય વ્યક્તિનું નામ ગાફિલ (ગાફેલ) હતું. આપે તેને બદલીને આકિલ (બુદ્ધિશાળી)નામ પાડયું એક વ્યક્તિ આપની સેવામાં હાજર થઈ અને પોતાનુ નામ અસવદ (એકદમ કાળો) જણાવ્યું આપે તેને બદલીને અબયઝ (ધોળું)કરી નાખ્યું એક વ્યક્તિનું નામ આસી (પાપી) હતું આપે તેને મતીઅ (આજ્ઞાાંકિત) કરી નાખ્યું તે ઉપરાંત આપે મરા(કડવું) હરબ (યુદ્ધ) હિઝન (સખ્ખતભૂમિ) અબૂલ હકમ અફલહ, યસાર વિગેરે જેવાં નામો પાડવાની ના પાડી હતી .આપની આ વાતને આજે આપણે એક બાજુએ મૂકી દીધી છે. અને બાળકોનાં એવાં હુલામણા નામો પડયા છે જે કાંતો આર્થહીન છે અથવા હીન અર્થ ધરાવે છે જેમકે પિન્ટું, પિન્કી,ગુડ્ડુ, લલ્લૂ વિગેરે
પવિત્ર વાતાવરણ :
બાળકના સારા ઘડતર માટે ઉમદા સ્વાસ્થય અને પવિત્ર વાતાવરણ ખૂબ જ આવશ્યક છે ઇમામ ગઝાલી ફરમાવે છે કે બાળકોને ગંદીવાતો, ગાળો અને મેણા ટોણાથી દૂર રાખવા જરૂરીછે (અહ્ય-ઉલ-ઉલૂમ)
ઇબ્ને-સીના પણ કહે છે કે બાળકનું દૂધ છોડાવ્યા પછી થી જ તેની ચાલ ચલગત ઉપર નજર રાખવી જોઈએ ખોટી સંગત અને સારી સંગતનો જે પ્રભાવ પડેે છે તેને ધ્યાનમાં રાખીને હઝરત મોહંમદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે. માત્ર સારા મુસ્લિમની સંગતમાં રહો અને સદાચારી તેમજ ખુદાથી ડરનારા લોકોને જ તમારા ભોજનમાં શામેલ કરો (અબૂદાઉદ)
બુખારીની એક હદીસમાં આપે એક શિક્ષણ નિષ્ણાંત અને મુરબ્બી ના નાતે ખોટી સંગત અને બુરામિત્રોનું ચિત્રણ કર્યું છે તે અદ્વિતીય છે.
આપે ફરમાવ્યું.
“સારા અને ખોટા મિત્રોની ઉપમા અત્તર વેચનાર અને ભટ્વી ફુંકનાર લોહાર જેવી છે. તમે અત્તરવાળાપાસે જશો તો એ તમને ભેટમાં અત્તર આપશે અથવા તમે એને ખરીદશો અને જો તમે અત્તર ના ખરીદો તોપણ તમને તેની સુગંધ અવશ્ય મળશે. અને ભટ્વી ફુંકનાર લોહાર પાસે જશો તો કાં તો તમારા કપડાં બળી જશે અથવા તેની દુર્ગંધ તમને મળશે”(બુખારી)
આ બાબત ખૂબજ અગત્યની છે તેની કુઆર્ને પણ આને મહત્વ આપ્યું છેઃ
“અને તે દિવસે અત્યાચારી માણસ પોતાનો હાથ કરડી કરડીને કહેશે કે હાય – મેં અલ્લાહના રસૂલનો માર્ગ અપનાવ્યો હોત હાય અફસોસ કે મેં ફલાણાને મારા મિત્ર બનાવ્યો ના હોત. એણે તો મને માર્ગથી ભટકાવી દીધો, જોકે મારા સુધી ઉપદેશ પહોંચી ગયો હતો. અને શૈતાન તો માણસને દગો આપનાર છે.”
અમરૃ બિન ઉબીસલમા હઝરત મોહંમદ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ)ની નજર હેઠળ કેળવણીપામ્યાં હતાં. તેઓ કહે છે કે જ્યારે હું જમતી વખતે વાસણ માં અહીં-તહીં હાથ નાખતો ત્યારેઆપ ખૂબજ નરમાઈથી કહેતાં “બેટા બિસ્મિલ્લાહ કહીને જમવાનું શરૃ કરો, જમણા હાથથી જમો અને પોતાની સામેેથી જમો (બુખારી)”
બાળપણ અને ઉગતી વય વખતે સૌથી પાયાની જરૂરીયાત છે કે બાળકો જોડે પ્રેમ અને વાત્સલ્યથી વર્તવું જોઈએ. હઝરત મોહંમદ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) પણ બાળકો જોડે ખૂબજ પ્રેમ ભર્યું વર્તન કરતાં હતાં. તેમને ઉંચકીને ચુંબન કરતાં હતાં આ અંગે તેમનં કહેવું છે “જે નાનાઓ જોડે પ્રેમથી ના વર્તે અને મોેટાઆને આદર ના આપે તે અમારામાંથી નથી” અને આ વાત ઉપર તેઓ જાતે અમલ પણ કરતાં હતાં. એકવાર મિજલસમાં આપે પોતા દોહિત્ર ઈમામ હસનને ચુંબન કર્યું ત્યારે કોઈએ કહ્યું કે અય અલ્લાહ ના રસૂલ, મારે દસ બાળકો છે. મે ક્યારેય કોઈને ચૂંબન નથી કર્યું આપે ફરમાવ્યું “જે દયા નથી કરતો તેની ઉપર દયા કરવામાં આવતી નથી. આપ નમાઝ પઢતી વખતે સજદામાં જતાં ત્યારે દોહિત્ર હસન હુસૈન અને દોહિત્રી ઈમામ બિન્તે ઝૈનબ આપની કમર ઉપર ચઢી જતાં હતાં અને તેઓ ઉતરી જાય તેના પછી જ આપ સજદામાંથી માથું ઉચકતા હતાં (બુખારી)
ઇબાદતઃ (બંદગી)
નાની ઉમરથી જ બાળકોને ઇબાદત માટે પ્રેરિત કરવા જોઈએ એક હદીસ અનુસારઃ સાત વર્ષનાં બાળકોને નમાઝ માટે હુકમ કરો. દસ વર્ષની ઉમરમાં નમાઝથી ગોફેલ રહેતો તેના પર દબાણ કરોઅને તેમના શયનખંડ જુદા કરી દો (તિરમિઝી). બાળક જ્યારે યૌવનનાં આંગણે પગ મુકે ત્યારે તેને સામાજિક તેમજ ઇસ્લામી સભ્યતા અને રીત ભાત શીખવાડો જેમકે પોતાના ઘરમાં પણ આજ્ઞાા લીધા વગર દાખલ થવું નહીં. ખાસ કરીને ત્રણ સંજોગોમાં આજ્ઞાા લઈનેજ ઘરમાં દાખલ થવું જોઈએ. કુઆર્નમાં અલ્લાહ ફરમાવે છેઃ
“અય લોકો જેઓ ઈમાન લાવ્યાં છો તેમના માટે આવશ્યક છે તમારા આશ્રિતો તમારા એ બાળકો કે જેઓ બુદ્ધિમતાની હદ સુધી પહોંચતા નથી તેઓ ત્રણ સંજોગોમાં તમારી આજ્ઞાા લઈને તમારી પાસે આવે. સવારની નમાઝ પહેલા, અને બપોરે જ્યારે તમે કપડા ઉતારીને મૂકો છો અને ઇશાની નમાઝ પછી. આ ત્રણ સમયો તમારા પરદાનાં સમયો છે તેના પછી તેઓ આજ્ઞાા લીધા વગર આવે તો તમારા માથે કોઈ ગુનો નથી અને તેઓના માથે પણ નથી. તમારે એકબીજાની પાસે આવવું જ પડે છે. અને આ રીતે અલ્લાહ પોતાની વાતનો ખુલાસો કરે છે. અલ્લાહ જ્ઞાાની અને જાણકાર છે. (સૂરઃ અલ-નૂર)
બાળકો જોડે વાત્સલ્ય :
આપણે ત્યાં શિક્ષણ અને ઘડતરની સદીઓ જૂની રીત પ્રચલિત છે. જેમાં સખત મારઝૂડ અને જાત-જાતની સજાઓ એક જરૂરી અંગ બની ગઈ છે. આ વાત માનસિક દ્રષ્ટિએ જ ખોટી નથી બાળક ના વ્યક્તિત્વ માટે પણ હાનિકારક છે. અને પયગમ્બર સાહેબની પદ્ધતિની વિરૂદ્ધ છે. ખાસ કરીને આ પદ્ધતિ કુઆર્ન ભણાવતી શાળાઓ અને ધાર્મિક મદ્રેસાઓમાં સામાન્ય છે તેથી શાળાનો ઉસ્તાદ મસ્જિદનો ઈમામ અને મદ્રેસાનો મૌલવી બાળકોની દ્રષ્ટિમાં કસાઈ થી ઓછો નથી મોટા અને ઉંચી કક્ષાના મદ્રેસાઓમાં પણ વિદ્યાર્થીઓ જોડે જે રીતનું વર્તન થાય છે તેનાથી તેનું વ્યક્તિત્વ કરમાય છે. તેમની લાગણીઓને ઠેસ વાગે છે. આત્મ સન્માન ઘવાય છે. આવી પેઢી ભણી ગણીને બહાર નીકળશે ત્યારે જ્ઞાાન, કલા અને સંશોધન દ્વારા જગતમાં પોતાની આગવી ઓળખ ઉભી કરવાને બદલે લઘુતાગ્રંથિથી પીડાય છે. અને પોતાના વિદ્યાર્થીઓ જોડે એજ વર્તન કરશે. જે તેમના ગુરૃઓ કરતાં હતાં અને જ્યારે આપણે પયગંબર સાહેબના મદ્રેસા તરફ નજર કરીએ છીએ તો દેખાય છે કે દરેક વ્યક્તિના આત્મ સન્માન અને તેની માનવીય પ્રતિભાનો કેટલો ખ્યાલ રાખવામાં આવે છે.
ઈમામ મુસ્લિમ એક રિવાયતમાં કહે છેઃ “હું અમારા ભાઈઓમાં સાતમાં નંબરનો હતો અમારા ઘરમાં એક સેવિકા હતી. એકવાર અમારા સૌથી નાના ભાઈએ તેને તમાચો ચોડી દીધો. હઝરત મોહંમદ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) સાહેબે એ દાસીને મુક્ત કરવાનો આદેશ આપ્યો અબૂમુસ્લિમ એક અન્ય રિવાયત માં કહે છે કે અબૂ મસઉદ બદરી એ કહ્યું કે મારા ગુલામને હંટર વડે મારી રહયો હતો પાછળથી એક અવાજ સંભળાયો “અબૂ મસઉદ જાણીલો” ગુસ્સાના કારણે હું અવાજ ઓળખી શક્યો નહી જ્યારે અવાજ નજીક આવ્યો તો તે પયગમ્બર સાહેબ હતાં તેમણે કહ્યું “અય અબૂ મસઉદ તમને આ ગુલામ ઉપર જેટલો અધિકાર પ્રાપ્ત છે તેના કરતાં અનેક ગણો અધિકાર અલ્લાહ ને તારા ઉપર પ્રાપ્ત છે” મેં કહ્યું. “યા રસૂલ્લાહ, હું આને ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લના માર્ગમાં મુક્ત કરૃં છું. આપે ફરમાવ્યું” જો તમે આવું નહીં કરો તો જહન્નમ ની તમને ભસ્મ કરી દેશે અથવા તેમણે કહ્યું કે અડી લેશે. (મુસ્લિમ)
સહલ બિન સઈદ ની રિવાયત છે. એકવાર પયગમ્બર સાહેબને શરબત પીરસવામાં આવ્યું. આપે પીધું આપની જમણી બાજુ એક યુવક (ઈબ્ને અબ્બાસ) હતો અને ડાબી બાજુ વડીલ લોકો હતાં. આપે યુવકને પુછયું. જો તમે આજ્ઞાા આપો. તો હું આ લોકોને પહેલાં આપું યુવકે કહ્યંુ નહીં ખુદા ના સોગંધ, આપ મને જે વસ્તુ આર્પી રહ્યા છો તે માટે હું અન્ય કોઈને પણ અગ્રિમતા નહીં આપું (મુસ્લિમ)
હઝરત અબૂ હુરૈરા કહે છે કે પયગમ્બર સાહેબે ફરમાવ્યું છે કે કોઈ વ્યક્તિ બાળકને કહે કે આ વસ્તુ લો, અને પછી એ વસ્તુ ના આપે તો તે પણ એક જુઠ્ઠાણું છે. (મસનદ અહેમદ)
રાફિઅ બિન અમર અન્સારી કહે છે જ્યારે હું બાળક હતો ત્યારે અન્સારની ખજૂરો તોડી લેતો હતો. એકવાર મને પકડીને હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) સમક્ષ રજુ કરવામાં આવ્યો. આપે પૂછયું છોકરા ખજૂર શા માટે તોડો છો? મેં કહ્યું ખાવા માટે આપે ફરમાવ્યું, ભાઈ હવે એવું કરો ઝાડ પર થી ખજૂર તોડશો નહી નીચે પડેલી ખજૂરો ખાજો પછી મારા માથે હાથ ફેરવીને દુઆ આપી યાઅલ્લાહ તું આના પેટને સંતુષ્ટ કર. (મુસનદ અહમદ)
હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) બાળકોને માત્ર પ્રેમ જ નહોતા કરતાં તેમની માનસિકતા અને આત્મ સન્માન નું પુરેપુરૃં ધ્યાન રાખતાં હતાં તેથી રસ્તામાં પસાર થતી વખતે તેઓ બાળકોને પણ સલામ કરતાં હતાં. બાળકોને પોતાપણાં ની અનુભૂતિ કરાવતાં હતાં માટાઓની જેમ તેમના પ્રત્યે ધ્યાન આપતાં તેમને પ્રોત્સાહિત કરતાં અને તેમની વાતોને મહત્વ આપતાં હતાં.
એક રિવાયત મુજબ હઝરત આયેશા સિદ્દીકા રદિયલ્લાહુ અન્હા ફરમાવે છે કે અલ્લાહ ના રસૂલે પોતાના હાથથી કોઈ સ્ત્રી કે ગુલામને ક્યારેય માર્યા નથી. આપે ખુદાના માર્ગમાં જેહાદ સિવાય કોઈને માર્યા નથી.
હઝરત અનસ બિન માલિક કહે છે હું પયગમ્બર સાહેબની સેવામાં દસ વર્ષ સુધી રહ્યો આપે ક્યારેય મને ઠપકો આપ્યો નહી મેં જે કોઈ પણ કર્યું તે માટે પણ પૂછયું નથી કે આમ કેમ કર્યું? જે વસ્તુને મેં છોડી દીધી તે માટે પણ પૂછયું નહીં કે શા માટે છોેડી? એટલું જ નહીં આપના ઘરના માણસો ક્યારેક કોઈ વાત પર મારાથી ગુસ્સે થઈ જતાં તોઆપ ફરમાવતા હતાં જવા દો જે થવાનું હતું તે થઈ ગયું.
આપ બાળકોને કેટલી હદે પોતાની નિકટ રાખતાં હતાં તેમની જોડે હળીભળી ને કઈ રીતે તેમનું ઘડતર કરતાં હતાં તે અંગે અબ્દુલ્લાહ બિન હારિસ કહે છેકે હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) હઝરત અબ્બાસનાં પુત્રો અબ્દુલ્લાહ ઉબૈદુલ્લાહ અને કસીર ને એક હરોળમાં ઉભા રાખી તેમની સ્પર્ધા કરાવતાં હતાં કે જે સૌથી પહેલાં મને અડશે તેને હું ઈનામ આપીશ. એ ત્રણેય જણાં દોડીને આપની કમર અથવા છાતી પર પડતાં હતાં. આપ તેઓને ઉચકીને ચુંબન કરતાં હતાં (મસનદ એહમદ)
નબી સાહેબ ના મદ્રેસામાં ઘડાયેલાં
નબી સાહેબ ના શિક્ષણ અને ઘડતર દ્વારા કેવાં બાળકો તૈયાર થયાં તેનો નમૂનો જોવાં આપણે જીવન-ચરિત્ર ના પાનાં ઉથલાવવાં પડશે. ઈસ્લામ ધર્મ નો ખૂબજ પ્રારંભિક તબક્કો છે. ઈસ્લામ ધર્મ ની વાત કરવા માટે આપ પોતાનાં ખાનદાન વાળાઓને જમવાનું આમંત્રણ આપે છે. જમ્યા પછી આપ બધાની સામે ખુદાનો સાચો ધર્મ મૂકે છે. મૂર્તિપૂજા ત્યાગીને એક અલ્લાહની ઈબાદત કરવાનું કહે છેઃ અને પછી પ્રશ્ન કરે છે કે આ કપરા માર્ગ પર મારો સાથ કોણ આપશે ? ખાનદાનના ઘરડા, આધેડ યુવાન બધાં સ્તબ્ધ થઈ જાય છે. ત્યારે એક અવાજ આવે છે ઃ યા રસૂલુલ્લાહ, હું તમારી સાથે છું. આ અવાજ એક દુબળા પાતળા અગિયાર વરસના છોકરાનો હતો જેમનું કદ નાનું અને ઉમર ઓછી હતી. તેઓ અલી ઈબ્ને અબૂતાલિબ હતાં જેમને પયગમ્બર સાહેબને નબુવ્વત મળી તેનાં પહેલાં અને તેનાં પછી આપની નજર હેઠળ કેળવણી પ્રાપ્ત કરવાનો શુભ અવસર મળ્યો.
બદર ના યુધ્ધમાં ૧૨ વર્ષના અમીર યુદ્ધમાં જવા માટે ખૂબજ ઉત્સુક છે. પહેલાં આપ તેને યુધ્ધમાં જવાની ના પાડે છે પરંતુ તેનો જુસ્સો જોઈને યુધ્ધમાં જોડાવાની આજ્ઞાા આપે છે. ઉહદના યુધ્ધમાં ભાગ લેવા માટે રાફેઅ બિન ખદીજ અને સમરા બિન જન્દબ એક બીજા જોડે કુશ્તી લડે છે. રાફેઅ જન્દબને કુશ્તી માં પછાડી દે છે પરંતુ બન્ને જણાં ને આજ્ઞાા મળે છે.
મુસઅબ બિન અમીર માલેતુજાર કુંટુંબના નબીરા હતાં જે ગલીમાંથી પસાર થતાં હતાં તે સુંગધ મય બની જતી હતી. જે વસ્ત્ર પર માખી બેસી જાય તેને બદલી નાખતાં હતાં. પરંતુ ઈસ્લામ અંગીકાર કર્યા પછી અનેક પ્રકારના બલિદાન આપી ઉહદ નાં યુધ્ધમાં શહીદ થયાં અને તે પણ કેવી સ્થિતિમાં કે કફન માટે એક નાની ચાદર હતી. માથુ ઢાંકો તો પગ ખુલ્લા રહી જાય ને પગ ઢાંકો તો માથું ખુલ્લુ રહી જાય. આદૃશ્ય જોઈને પયગમ્બર સાહેબ અને સહાબાઓની આંખોમાં આંસૂ આવી જાય છે. અંતે ચાદર વડે માથાને ઢાંકીને પગ ને ઘાસ વડે ઢાંકવામાં આવે છે. આપના સૌથી મોટા શત્રુ અબૂજહલનો વધ બે નાના અન્સારી છોકરાઓએ કર્યો. આ બધા યુવકો પયગમ્બર સાહેબની શાળામાં કેળવણી અને ઘડતર પામ્યાં હતાં.
એટલું જ નહી એના પછી જેટલાં પણ મહાન વ્યક્તિઓ થઈ તેમની સિધ્ધિઓમાં તેમના વ્યક્તિત્વમાં નાનપણની યોગ્ય તાલીમ અને ઘડતર નો ભાગ મુખ્ય છે.
આજે મુસ્લિમ સમાજ સામે સૌથી મોટી સમસ્યા ના તો શાસકોની છે. ના તો રાજનૈતિક કે બાહય પડકારોની છે. આ પ્રકારની સમસ્યા દરેક યુગ માં રહી છે અને રહેશે. મૂળ સમસ્યા સદાચાર આત્મચિંતન નો અભાવ છે તેના કારણે દૃઢદનિશ્ચયતા અને હિમ્મતની ઊણપ છે. આ સ્થિતિએ મુસ્લિમ સમાજ નું રૃપજ બદલી નાખ્યું છે. તેની વિચારધારા, શ્રધ્ધા, સદાચરણ, આત્મચિંતન જેવી ખૂબીઓ પતન તરફ છે. આજે તેમને એટલી પણ ખબર નથી કે એક સામાજિક સંગઠન તરીકે જગતમાં તેમનું મિશન શું છે ? અલ્લાહના ધર્મ તરફ લોકોને બોલાવવાનું મિશન જ અસલ મિશન છે. કારણકે અલ્લાહે તેઓને ધરતી ઉપર અલ્લાહના સાક્ષી અને તેના ધર્મના પ્રચારક તરીકે બિરદાવ્યો છે. તેઓને એટલી પણ ખબર નથી કે અત્યારે તેમની સ્થિતિ પતન પામેલી ઉમ્મત જેવી છે.
આ સમસ્યાઓ અને પડકારો નો સામનો કરવાનો એકજ માર્ગ છે કે ઉગતી પેઢીનાં શિક્ષણ, ઘડતર અને કેળવણી પર વધુમાં વધુ ધ્યાન આપવામાં આવે રીતસર બાળ વિકાસ લક્ષી સંસ્થાઓ બનાવવી જોઈએ અને ઈસ્લામ ધર્મના પ્રચાર માટેનું સંપૂર્ણ આયોજન કરવું જોઈએ અરબ દેશોમાં આ અંગે નાનકડા પાયે શરૃઆત થઈ ગઈ છે.(વોશિંગ્ટન) એ એક ઉપ સંસ્થાની સ્થાપના કરી છે જેનાં પ્રમુખ ડો. અબ્દુલહમીદ એહમદ અબૂસુલેમાન છે. આ એક અનુકરણીય પગલું છે. ભારત અને પાકિસ્તાનમાં પણ આ પગલાં ને અનુસરવાની જરૃર છે.