પાછલા દિવસોમાં જ્યાં દીમાપૂરની ધ્રૂણાસ્પદ ઘટના સમાચાર પત્રો તથા દૈનિકોમાં છવાયેલી રહી ત્યાંજ ફિલ્મ “ઇન્ડિયાઝ ડોટર” માટે પણ સમગ્ર દેશ તથા વિદેશમાંથી ઘણાં પ્રતિસાદ આવ્યા. બંને ઘટનાઓ ભલે એક બીજાની વિરૃધ્ધ હોય પરંતુ તેમાં એક સમાનતા”અનુચિત હિંસા” હતી. પ્રશ્ન એ છે કે આવું વાતાવરણ કેવી રીતે ઊભું કરવામાં આવ્યું? જેના પરિણામમાં આ અને આના જેવી ઘટનાઓ આપણને વારંવાર જોવા મળે છે, પરંતુ એટલું જ નહીં રોજ સવારે દૈનિક પત્રોના શિર્ષકમાં પણ આવી જ ઘટનાઓ જોવા મળે છે? પ્રશ્નનો જવાબ શોધવામાં આપણા દેશના માળખાને અવગણી નથી શકતા કે જેના પાયા પર આપણો આ દેશ ઊભો છે. સત્ય એ છે કે આપણા દેશને તો આઝાદી મળી પરંતુ દેશની બૌદ્ધિક અને વ્યવહારીક શક્તિઓ ગુલામીની સાંકળમાંથી નીકળવામાં અસફળ રહી. દેશનો હેતુ બિનસાંપ્રદાયિક લોકશાહીની સ્થાપના બની. સાથે એ પણ નક્કી કરવામાં આવ્યું કે દેશનો પોતાનો કોઈ ધર્મ નહી હોય. બીજી બાજુ પોતાને સેક્યુલર અને બિનસાંપ્રદાયિક લોકશાહીના ધ્વજવાહક સાબિત કરવા માટે દેશના નેતાઓ, આગેવાનો તથા સત્તા ધરાવતા લોકોએ ધર્મથી પોતાને સૂગ છે એવું ખુલ્લેઆમ જાહેર કર્યું. અહીં પણ જો કોઈને ઉચ્ચતા પ્રાપ્ત થઈ તો તે દેશનો “શિક્ષિત અને સંસ્કારી” મુસલમાન જ હતો, જે દરેક મેદાનમાં પાછળ હોવા છતા બિનસાંપ્રદાયિક લોકશાહીની સ્થાપના કરવામાં તેણે ખૂબ ખૂબ અગ્રતા મેળવી.આ સંસ્કારી અને શિક્ષિત મુસલમાનોમાં ક્યાં તો શિક્ષણના નિષ્ણાંતોએ જન્મ લીધો તો ક્યાંક અર્થતંત્ર તથા સામાજિક વિજ્ઞાનના નિષ્ણાંત. પરિણામે એક એવો ભાગ ઉત્પન્ન થયો જેણે ધર્મને પોતાના સંપૂર્ણ જીવનમાંથી ત્યજી દીધો. પછી ન તો તમની વિચારધારામાં, ન કાર્યપધ્ધતીમાં અને ન તો સામાજિક અને પારિવારીક જીવનમાં ધર્મ અથવા ધાર્મિક શિક્ષણની કોઈ ઝલક જોવા મળી. હા, કેટલાક ઔપચારિક રિવાજો જરૃરથી વધી રહ્યા છે. પરંતુ આ ઔપચારિક રિવાજોમાં જ્યારે બીજા રીત-રિવાજો ભળ્યા તો એ રિવાજોને માત્ર નુકશાન જ ન થયું સાથે સાથે તેની ઓળખ પણ ખોવાઈ ગઈ.
તદ્દન ઉલટુ એક ત્રીજી વિચારધારા પણ આગળ વધી. આ એ લોકો હતા જેમણે પોતાના ઐતિહાસિક વારસાથી અત્યંત આકર્ષણ ઊભું કર્યું. પરિણામે દેશભક્તિને ન માત્ર અનહદ પ્રોત્સાહન મળ્યું સાથે સાથે બીજા શબ્દોમાં કહીએ તો આક્રમક દેશભક્તિમાં વધારો થયો. પરંતુ આક્રમક દેશભક્તિમાં એક ખલનાયકની જરૃર હતી, જેની જરૃર “ધિક્કારની રાજનીતિ” દ્વારા પૂરી પાડવામાં આવી. પણ ખબર નહીં કેવી રીતે અને કયા કારણોસર આ આક્રમક દેશભક્તિને સતત પ્રોત્સાહન મળી રહ્યું છે? ઉપર દર્શાવેલ બન્ને ઘટનાઓ લગભગ આ બંન્ને વિચારધારાએ આપેલી છે. જ્યાં એક તરફ પશ્ચિમી વિચારધારકો સ્ત્રી અને પુરૃષના સંબંધોને કોઈ અંશે ખારાબ નથી ગણતા. સ્ત્રી પુરૃષના મિશ્ર વાતાવરણનો કોઈ વિરોધ કરે તો તેમને ખોટું લાગી જાય છે, આની સાથે સાથે તેઓ એમ પણ ઇચ્છે છે કે સમાજમાં અમન અને શાંતિ જળવાઈ રહે, લોકો એક બીજાને માન અને સન્માનની નજરથી જુએ અને બુરાઈઓ ઓછી થાય અને ભલાઈના કાર્યોને પ્રોત્સાહન મળે. બીજી બાજુ આક્રમક દેશભક્તિની વિચારધારાએ માનવીને પશુઓના દરજ્જામાં નાખી દીધા છે. જેમના માટે રાષ્ટ્રિય તથા આંતરરાષ્ટ્રિય સીમાઓ જ બધું છે. માનવી જો ભૂખ્યો છે તો ભૂખ્યા રહે, પરંતુ પોતાની રોજી-રોટીની શોધમાં તે સીમા પાર કરી શકતો નથી. જો કોઈ એવુ કરશે (જે ઉપર દર્શાવેલ ઘટનામાં એવું જાહેર કરવામાં આવ્યું છે, અને તે હજુ સુધી સાબિત થયું નથી.) તો એની સાથે એવું જ થશે જે નાગાલેન્ડના દીમાપૂર ગામમાં જોવા મળ્યું. અપરાધીનો આ વાતમાં કોઈ વિરોધ ન હતો કે બળાત્કાર, જેમાં મારી નાખવામાં આવેલ વ્યક્તિ પર માત્ર આરોપ છે, અને જે સબૂતોના આધારે ખોટો સાબિત થયો છે, આ કાર્ય બધા માટે એજ રીતે ખોટું છે જે રીતે મારી નાખવામાં આવેલ વ્યક્તિ માટે હતું. પરંતુ તેમને તો વિરોધ એ વાતે હતો કે એક બંગાળી ભાષા બોલનાર અને એ પણ બાંગલાદેશનો વ્યક્તિ (જે આરોપ છે સાબિત નથી થયું) અમારા દેશની સ્ત્રી સાથે એવો વ્યવહાર કેવી રીતે કરી શકે છે જે અયોગ્ય છે? અને એ અથવા એના જેવો બીજો કોઈ આવુ કાર્ય કરશે તો અમે હિંસાનો એ રસ્તો અપનાવીશું જે આક્રમક દેશભક્તિએ બતાવેલો છે.
સ્પષ્ટ રહે કે ભારતમાં લગ્ન વગર સ્ત્રી અને પુરૃષ એક સાથે રહે તો એને માત્ર ઠપકાપાત્ર જ નહીં પરંતુ અનૈતિક પણ ગણવામાં આવે છે. આમ છતા પણ મોટા શહેરોમાં આ બિમારી ઝડપથી લોકોમાં પ્રચલિત થઈ રહી છે. આ બિમારી પ્રચલિત થવાનું કારણ ભારતીય સમાજમાં સિદ્ધાંતોનો બદલાવ છે. જેના પરિણામ સ્વરૃપ લગ્ન પહેલા જાતિય સંબંધ બાંધવો સાંસ્કૃતિક રીતે ઠપકાપાત્ર હોય તેમ છતા બે પુખ્તવયના સ્ત્રી પુરૃષ વચ્ચે લગ્નના વાયદા હેઠળ બાંધવામાં આવતા જાતિય સંબંધને બળાત્કારની શ્રેણીમાં નથી ગણવામાં આવતો. ગયા વર્ષે આ જ પ્રકારના એક કેસમાં દિલ્હીની અદાલતે અપરિણીત(લીવઈન રીલેશનશીપ માં) દંપતીને અનૈતિક ગણાવ્યું હતું અને કહ્યું હતું કે “આ પશ્ચિમની સંસ્કૃતિની બદનામ પ્રોડક્ટ છે.” જજ મિસ્ટર ભટ્ટ સ્ત્રીઓે વિરૃધ્ધ થતા સેક્સયુઅલ હેરેસમેન્ટ માટે ફાસ્ટટ્રેક અદાલતની અધ્યક્ષતા કરી રહ્યા હતા. આ વાતો તેમણે એક એવા કેસની સુનાવણી સમયે કહી હતી જ્યારે એક સ્ત્રીએ એક બહુરાષ્ટ્રિય કપનીમાં કામ કરતા કર્મચારી પર બળાત્કારનો આરોપ મુક્યો હતો. જજનું કહેવું હતું કે જો કોઈ ભણેલી ગણેલી, પુખ્ત વયની, અને ઓફિસમાં કામ કરતી સ્ત્રી પોતાના કોઈ મિત્ર સાથે લગ્નના વાયદા અંતર્ગત જાતિય સંબંધો બાંધે તો તેની મરજી મુજબ છે. આનાથી આ વાત જાણી લેવી જોઈએ કે તે સ્ત્રી તેના માટે પોતે જ જવાબદાર છે કારણ કે એ વાતની કોઈ ખાતરી નથી કે પુરૃષ પોતાનો વાયદો પૂરો કરશે જ. જજે આગળ કહ્યું કે પુરૃષ પોતાનો વાયદો પુરો કરી પણ શકે છે અને ના પણ કરે. પરંતુ સ્ત્રીને આટલી ખબર પડવી જોઈએ કે એ જે જાતિય સંબંધ બાંધવા જઈ રહી છે તે અનૈતિક છે. અને દુનિયાના દરેક ધર્મની વિરૃધ્ધ છે. કારણ કે દુનિયાનો કોઈ પણ ધર્મ લગ્ન પહેલા જાતિય સંબંધ બાંધવાની છૂટ નથી આપતો.
સામાજિક રીતે આ સમયના મોટા ફિત્નાઓમાં કૌટુંબીક કલેશને ખાસ કરીને શામેલ કરવો જોઈએ. વાત એમ છે કે દુનિયાના ઘણા દેશોમાં લગ્નનું દર ઓછો થઈ રહ્યું છે અને તલાકનો દર વધી રહ્યો છે. લગ્નેત્તર સંબંધો, સમલૈંગિક્તા, અને લીવ ઈન રીલેશનશીપ લોકપ્રિય થઈ રહ્યા છે. બાળકને જન્મ ન આપવાનો ટ્રેન્ડ માથુ ઉંચકી રહ્યું છે. અને તેમની દેખરેખ રાખવામાં સરકાર પણ ભાગ લઈ રહી છે. આ વાત એ રિપોર્ટથી પણ સાબિત થાય છે કે ભારતમાં દર વર્ષે તલાકનો દર વધી રહ્યો છે. માત્ર ઇ.સ. ૨૦૧૪માં મુંબઈમાં ૧૬૬૭ તલાકના કેસો નોંધાયા. ત્યાં જ કોલકાતામાં ૮૩૪૭ તલાકના કેસો નોંધાયા. કોલકાતામાં આ આંકડા ૨૦૦૩ કરતા ૩૫૦% વધુ છે. જ્યારે કુલ ૨૩૮૮ ઘટનાઓજ જાહેર થઈ હતી. વળી દેશનું સૌથુ મોટુ રાજ્ય ઉત્તરપ્રદેશનું પાટનગર લખનઉમાં ૨૦૧૪ની સાલમાં ૨૦૦૦ તલાકના કેસો નોંધાયા. જેમાં ૯૦૦ તલાક તો એવી છે જેમને લગ્ન અને તલાક વચ્ચે એક વર્ષનો ગાળો પણ પસાર નથી થયો. બીજી બાજુ બાળકો સાથે થતા અત્યાચારો અને વાસના માટે તેમનો ઉપયોગ એક ગંભીર મુદ્દો બનતો જઈ રહ્યો છે. સાથે સાથે કૌટુંબિક પ્રેમથી વંચીત નવયુવાનોમાં ક્રાઈમ અને નશાનું ચલન વધી રહ્યું છે. આ સમગ્ર પૃષ્ઠભૂમિમાં વધુ આશ્ચર્યજનક વાત તો એ છે કે આપણા દેશમાં લીન-ઈન-રીલેશનશીપને પરવાનગી આપી દેવામાં આવી છે. અને આ દંપતીથી જન્મ લેનાર બાળકના હક્કોની સુરક્ષા માટે ચર્ચા વિચારણા ચાલી રહી છે. હદ તો એ છે કે લીવ-ઈન-રીલેશનશીપની જાહેરાત એ વેબસાઈટ પર મુકેલી છે જ્યાં નવી અને જુની વસ્તુઓની લે-વેચ થાય છે. અને અત્યંત અફસોસની વાત એ છે કે દેશની રાજધાની દિલ્હીના એવા ભાગમાંથી પણ જાહેરાતો મુકવામાં આવી છે જ્યાં મિલ્લતે ઇસ્લામીયા હિન્દનો વિશાળ ભાગ નિવાસ કરે છે. પ્રશ્ન એ છે કે કોઈ પણ મૂલ્યોનું કાયમી ન હોવું એ વેરવિખેર લોકશાહી સરકારનો સ્ત્રોત છે? અને જો આવું જ તો તેમાં “બિન ધાર્મિક લોકશાહીની સ્થાપના” કેટલી હદે વ્યાજબી સમજવી જોઈએ? આ દિશામાં જો ચર્ચા વિચારણા થાય તો પછી પ્રશ્ન એ ઊભો થાય છે કે એ કયો ધર્મ છે કે જે શિક્ષણ અને નીતિ નિયમોના આધારે માનવીની સફળતાની બાંહેધરી આપી શકે છે?