શુઐબ આમિર મધ્યપ્રદેશ રાજ્યની એક નાની વસ્તી મન્દસોરમાં રહે છે. હમણાં એની ઉંમર આઠ જ વર્ષની છે અને તે ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે. દરેક હોંશીયાર બાળકની જેમ એનો પણ પ્રયત્ન હોય છે કે તે નેકી અને ભલાઈના કામો પર પોતે પણ ચાલે અને બીજાઓને પણ ચાલવાની શિખામણ આપે છે. એવી જ રીતે બુરાઈઓથી પોતે પણ બચે અને બીજાઓને પણ બચાવે.
શુઐબના પિતા એક સાધારણ મજદૂર છે. ભાર ઉઠાવવાનો કાર્ય કરે છે. ગરીબીમાં જીવન ગુજારે છે. વ્યક્તિ જો ગરીબ હોય તો શયતાન તેને વધારે પૈસા કમાવવાની લાલચ આપીને ગુનાના કામોમાં લગાવવાનો ખૂબ પ્રયત્ન કરે છે. જે લોકો શયતાનની લાલચમાં નહીં આવે તે ગરીબ હોવા છતાં આરામદાયક જીવન જીવે છે. પરંતું જે લોકો શયતાનના ચક્રવ્યુહમાં આવી જાય છે તેઓ મોટાભાગે દુનિયામાં પણ નાકામ હોય છે અને પરલોકમાં તો નિષ્ફળ થવાના જ છે. અલ્લાહ બધાને પરલોકની નિષ્ફળતાથી બચાવે.
શુબૈબના પિતાને પણ શયતાને લલચાવ્યા. તેઓ શયતાનની જાળમાં ફસાઈ ગયા. ટૂંક સમયમાં જ વધારે પૈસા કમાવવાની ખાતર તેઓએ જુગાર રમવાનું શરૃ કર્યું. જુગાર જેવા કામોને કુઆર્નમાં અલ્લાહ તઆલાએ શયતાની કામ ઠેરવ્યું છે. આવા શયતાની કામોને દરેક જમાનામાં અને દરેક દેશમાં અગણિત પરિવારોનોે નાશ કર્યો છે. જે વ્યક્તિને પણ જુગારની લત લાગે છે, તે વધારે પૈસાની લાલચમાં પોતાના બધા જ પૈસા દાવ પર લગાવી દે છે પરંતુ એકસોના હજાર કરવાની લાલચમાં એકસોના શૂન્ય કરી બેસે છે. ‘અબ પછતાએ હોત ક્યા જબ ચિડિયા ચુગ ગઈ ખેત!’
શુઐબ આમતો નાનો હતો પરંતુ તેને ખબર હતી કે જુગાર રમવું પાપનું કામ છે. તેનાથી અલ્લાહ તઆલાનું ક્રોધ જાહેર થાય છે. શુઐબની માતા ઘણું જ સમજાવતી, શુઐબ પણ રોકતો પરંતુ તેના પિતા માનતા ન હતા. આખો દિવસ પોતાના જુગારી મિત્રો સાથે અડ્ડા ઉપર રહેતા. ક્યારેક ક્યારેક જીત પણ મળતી હતી પરંતુ ઘણું બધુ હારી ચુક્યા હતા. આ જુગાર રમવાની ખરાબ લત છોડી શકતા ન હતા.
પોતાના પિતાના પાપો નેક પુત્રથી બરદાસ્ત ન થઈ શકયા. નાના શુઐબએ હિમ્મત કરી અને પોલીસ સ્ટેશન પહોંચી ગયો. ત્યાં તેની મુલાકાત ઇન્સપેક્ટર કિશોરથી થઈ. ઇન્સપેક્ટરે જોયું કે એક નાનો, સહેજ ભયભિત બાળક તેનાથી કહી રહ્યું છેઃ “મારા પિતા જુગાર રમે છે. અમે એમને સમજાવીએ છીએ. તે માનતા નથી. આ સમય પણ તે જુગાર રમી રહ્યા છે. તમે કંઇક કરો!”
ઇન્સપેક્ટર કિશોર એક કર્તવ્યનિષ્ઠ અધિકારી હતા. તેઓએ તરત જ શુઐબની બતાવેલી જગ્યા ઉપર દરોડો પાડ્યો. શુઐબના પિતા અને ઘણા જુગારીઓની ધરપકડ થઈ. જુગારનો અડ્ડો બંધ કરાવી દીધો. એક નાના બાળકની સચ્ચાઈ અને હિમ્મતથી સમગ્ર સમાજનું
ભલું થયું.
ઇન્સપેક્ટરે ખુશ થઈને શુઐબ
આમિરને હજાર રૃપિયાનો પુરસ્કાર આપ્યો.
આટલું જ નહીં, તે વર્ષે ૨૬ જાન્યુઆરીએ
સ્કૂલના પ્રિન્સિપાલે પણ તેને સન્માનથી
નવાજ્યું.
પરંતુ શુઐબ માટે સૌથી વધારે ખુશીની વાત
આ હતી કે તેના પિતા પણ તેનાથી નારાજ નથી થયા,
તેમણે પોતાની ભૂલનો પછતાવો થયો, તેઓએ
અલ્લાહથી તોબા-ક્ષમા માંગી અને ફરી ક્યારે જુગાર
ન રમવાની પ્રતિજ્ઞા લીધી. *