Friday, November 22, 2024
Homeકેમ્પસ વોઇસબેરોજગારી સામેના સંઘર્ષમાં રોજગારલક્ષી શિક્ષણનું મહત્ત્વ

બેરોજગારી સામેના સંઘર્ષમાં રોજગારલક્ષી શિક્ષણનું મહત્ત્વ

શિક્ષણની એક વિશેષતા આ છેે કે તેને પ્રાપ્ત કરનારાઓને તે જાણકારી અને નિપુણતાથી સજ્જ કરે છે અને તેના પરિણામે મનુષ્યની આર્થિક પ્રગતિ જ નથી થતી બલ્કે પગભર બનવામાં પણ મદદ મળે છે. પરંતુ શિક્ષણ સમયની જરૂરત પ્રમાણે હોવું જોઈએ. જેથી પરીવર્તનશીલ પરિસ્થિતિઓમાં સામાજિક અને આર્થિક જરૂરતોનો સાથ આપી શકે.

એક વિશ્લેષણ પ્રમાણે આ વાસ્તવિકતા સામે આવી છે કે જો ભારતમાં પરંપરાગત શિક્ષણ સિવાય રોજગારલક્ષી શિક્ષણને અપનાવવામાં આવે, તો નિરંતર વધી રહેલ બેરોજગારીમાં મોટા પ્રમાણમાં કમી આવી શકે છે. તેનાથી અંદાજો થાય છે કે રોજગારલક્ષી શિક્ષણ આજે સમયની જરૂરત છે. ખાસ કરીને આર્થિક ઉદારીકરણના આ યુગમાં મુડીરોકાણ, ઇન્ફોર્મેશનની ક્રાંતિ અને વ્યાપારની સર્વોચ્ચતાના લીધે આની અગત્યતા દિવસે દિવસે વધતી જઈ રહી છે. જ્યારે પરંપરાગત શિક્ષણ હેઠળ બીએ, બીકોમ, બીએસસી કરનારા અસંખ્ય યુવાનો રોજગારની શોધમાં દર દર ભટકી રહ્યા છે. તેમને રોજગારના સિમિત અવસરોના હાલના વાતાવરણમાં તણાવ અને નાસીપાસના ભોગ બનવું પડે છે. આ જ કારણ છે કે દેશની ઉચ્ચ યુનિવર્સિટીઓમાં સંસ્કૃત, હિન્દી, ઉર્દુ અને સોશ્યોલોજી વિગેરે વિષયોમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓ ખૂબ ઓછો રસ દાખવે છે.  તેમાંથી ઘણાં મેરીટથી પાસ થનારા તેજસ્વી વિદ્યાર્થીઓ પણ રોજગાર પ્રાપ્ત કરવાથી વંચિત છે.

ચિંતન કરવામાં આવે તો જણાશે કે આ તે શિક્ષણનું નકારાત્મક પરિણામ છે, જેમાં માનવ સંસાધનો અને તેની શક્તિઓના યોગ્ય ઉપયોગ બાબતે ભુતપુર્વ સરકારો દ્વારા આંખ આડાકાન કરાયા છે. પરિસ્થિતિ આ છેે કે ૧૨મા ધોરણની પરિક્ષાના પરિણામ પછી જ્યાં એક બાજુ કોલેજોમાં પ્રવેશ માટે મુશ્કેલીઓ અને ઓછી થતી જતી બેઠકો સતત સમસ્યાનું રૃપ ધારણ કરતી જઈ રહી છે. ત્યાં જ બેરોજગાર યુવકોનું ઝુંડ વધતું જઈ રહ્યું છે. દુઃખદાયક આંકડાકીય ગણતરી આ વાતનો પુરાવો છે, કે દેશની કોલેજો અને યુનિવર્સિટીઓ બેરોજગાર ઉત્પાદક ફેકટરીઓમાં પરિવર્તીત થઈ ગઈ છે. જ્યાં દર વર્ષે ૭૦ લાખ નવયુવાનો પોતાના હાથમાં ડીગ્રીઓ લઈને રોજગાર શોધવામાં એટલા માટે નિકળી પડે છે કે તેમની સમક્ષ રોજગારલક્ષી પાઠયક્રમથી સંબંધિત જાણકારી હોતી નથી. ગ્લોબલાઈઝેશન અને ઉદારીકરણના આ યુગમાં કૃષિ, ઉદ્યોગ અને નોકરીના ક્ષેત્રમાં વિજળીક ગતિએ પરિવર્તન આવ્યું છે. દેશમાં જેેવી રીતે આર્થિક અને પ્રગતિનો આધારભુત ઢાંચો પ્રસાર પામી રહ્યો છે. તેના માટે ધંધાકીય અને ટેકનીકલ નિપુણતાની આવશ્યકતા છે. જેથી સામાન્ય ડીગ્રી ધરાવતા યુવાનો અથવા દસ-બાર ધોરણ પાસ નવયુવાનો સાયબર મેનેજમેન્ટ, પર્યાવરણ તથા ટેકનીકલ શિક્ષણ પ્રાપ્ત કરી કળા દ્વારા નિપુણતા મેળવી લાભ પહોંચાડી શકે.

રોજગારલક્ષી અભ્યાસ અને તેના પાઠયક્રમને બજારની માંગ પ્રમાણે કરવા અને બજેટની રકમ નિર્ધારિત કરવા વિગેરેથી સંબંધીત ઘણી એવી સમસ્યાઓ છે જેના પર કેન્દ્રીય-રાજ્ય સરકારોએ ગંભીરતાથી ચિંતન કરવું પડશે. કારણ કે આ સમસ્યાઓને હલ કર્યા વગર લક્ષ્ય સુધી પહોંચી શકવું શક્ય નથી, પણ મુશ્કેલ જરૃર છે. રોજગારલક્ષી શિક્ષણના વિભાગમાં પ્રશિક્ષિત સ્ટાફ અને પાયાની સવલતોનો ખુબ અભાવ છે. ખાનગી જ નહીં, સરકારી પોલિટેકનીક અને ઓદ્યોગીક તાલીમ આપનારા સંસ્થાનોમાં વિવિધ ટ્રેડોમાં શિક્ષણમાં તલ્લીન વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની ખાસ ટ્રેેડમાં પ્રશિક્ષણ એટલા માટે પ્રાપ્ત કરી નથી શકતા કે તેના સંબંધીત ઓજારો તથા મશીનો સામાન્ય રીતે ત્યાં ઉપલબ્ધ નથી. તદ્ઉપરાંત વર્ષો જુના પુરાણા પાઠયક્રમ તથા ટ્રેડ બજારની તાજેતરની માંગ પ્રમાણે અર્થપૂર્ણ પુરવાર નથી થઈ રહ્યા. શિક્ષણ માટે બજેટની કમીની ફરીયાદ કેન્દ્રીય અને રાજ્ય સરકારો અવારનવાર કરે છે. જેથી આ રોજગારલક્ષી શિક્ષણ માટે આર્થિક બજેટની ફાળવણી માટે સમયસર ધ્યાન આપ્યા વિના પરિસ્થિતિ બહેતર થઈ શકશે નહીં.

ધંધાકીય અને ટેકનીકલ શિક્ષણને કોરાણે મુકવું સરકારો માટે હવે મુશ્કેલ છે, જુની પુરાણી શિક્ષણ કાર્યનીતિને રોજગારથી સંબંધીત કરવી આજના સમયનો તકાદો છે. જેને ઓલ ઇન્ડિયા ટેકનીકલ કાઉન્સીલ રાજ્યોના ધંધાકીય અને ટેકનીકલ સંસ્થાનો લગભગ પુરી ન કરી શકે. તેથી ખાનગી સંસ્થાઓની મદદ અને તેના માપદંડનું નિરિક્ષણ કરીને આ વિભાગને વ્યાપકતા આપી શકાય છે. એટલું જ નહીં બલ્કે બેરોજગારીની વધતી જતી સંખ્યા ઉપર પણ નિયંત્રણ મેળવી શકાય છે. *

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments