Sunday, September 8, 2024
Homeઓપન સ્પેસમારી માતાના આઠ જુઠ

મારી માતાના આઠ જુઠ

મારી માતા એ મને હંમેશા સત્ય કહ્યું હોય, એવું પણ નથી. આઠ વખતે તો એણે મને ચોક્કસ જૂઠ જ કહ્યું છે. આ એ સમયની વાત છે જ્યારે હું આઠ વર્ષનો હતો

હું માત્ર એક જ સંતાન હતો, અને ગરીબી પણ ખૂબ હતી, એટલુ ભોજન પણ ન હતું જેનાથી અમને સૌને સંતોષ મળે, એક દીવસે અમારા ઘરે ક્યાંકથી ચોખાની વાનગી આવી, હું બહુ શોખથી ખાવા લાગ્યો, અને તે ખવડાવવા લાગી, મેં જોયુ કે તેણીએ પોતાની થાળીના ચોખા પણ મારી થાળીમાં નાખી દીધા “બેટા! આ ભાત પણ તુ ખાઈ લે મને તો ભૂખ જ નથી.” આ એનુ પ્રથમ જૂઠ હતુ.

પછી હું થોડો મોટો થયો તો એક દિવસ હું માછલી પકડવા ગયો, એ નાનકડી નહેરમાંથી જે અમારા ગામ માંથી પસાર થતી હતી, થયુ એ કે બે માછલીઓ મારા હાથમાં આવી, દોડતો દોડતો હું ઘરે આવ્યો અને જ્યારે જમવાનું તૈયાર થઈ ગયુ, બંને માછલીઓ મારી સામે હતી અને હું શોખથી ખાઈ રહ્યો હતો, જોયું માંને કે તેે કાટાંઓ ચૂસી રહી હતી, હું આ જોઈને જમવા પર થી ઊભો થવા ગયો તો કહેવા લાગી “તને ખબર તો છે મને માછલીનું માંસ પસંદ નથી તું તો ખા” અને આ એનુ બીજુ જૂઠ હતું.

અને પછી મારા પિતાનું અવસાન થઈ ગયુ અને તે વિધવા થઈ ગઈ, અને અમે બંને ઘરમાં એકલા રહી ગયા, થોડાક દિવસો સુધી મારા કાકા કે જે સારા માણસ હતા, અમને ભોજન અને જીવન જરૃરિયાતની વસ્તુઓ આપી જતા, અમારા પાડોશીઓ એમને આવતા જતા ધ્યાનથી જોવા લાગ્યા, એક દિવસ એ લોકોએ મારી માંને કહ્યું, “જીવન આખુ આ રીતે પસાર થઈ શકે નહીં, સારૃ થશે કે તમે તે વ્યક્તિ થી લગ્ન કરી લો” પરંતુ મારી માતા એ મારા કાકાને ઘરે આવવા જવાની ના પાડી દીધી, “મને કોઈના સાથની કે કોઈના પ્રેમની જરાયે જરૃર નથી” આ એનું ત્રીજુ જૂઠ હતું.

અને જ્યારે હું થોડો હજુ મોટો થયો અને મોટી શાળામાં જવા લાગ્યો, તો મારી માં ઘરમાં કપડા સીવવાનું ચાલુ કર્યું, અને આ કપડા તે લોકોના ઘર ઘર જઈ વેચતી હતી, શિયાળાની એક રાત હતી, અને માં હજુ ઘરે આવી ન હતી, હું કંટાળીને તેને શોધવા બહાર નીકળી ગયો, મેં એને એક કપડાની પોટલી ઉંચકેલી જોઈ, શેરીઓમાં દરેકના બારણા ખખડાવી રહી હતી, મેં કહ્યું, “માં હવે ઘરે ચાલો, બાકીનું કામ કાલે કરી લેજો” કહેવા લાગી, “તુ તો ઘરેે જા, જો કેટલી ઠંડી છે અને વરસાદ પણ વરસી રહ્યો છે, હું આ બે જોડ વેચીને આવું છું, અને ચિંતા ના કર હું એક દમ સારી છું, અને થાકેલી પણ નથી,” આ એનું ચોથુ જૂઠ હતું.

અને પછી મારો શાળામાં અંતિમ દિવસ પણ આવી ગયો, અંતિમ પરિક્ષા હતી, માં મારી સાથે શાળાએ આવી, હું અંદર પરીક્ષાખંડમાં હતો અને તે બહાર તડકામાં ઉભી હતી, ખાસી વાર પછી હું બહાર આવ્યો, હું બહુજ ખુશ હતો, માં એ ત્યાંથી એક ઠંડા પીણાની બોટલ ખરીદી, અને હું ગટાગટ પી ગયો, મેં એને આભારસભર દૃષ્ટિથી એની તરફ જોયુ એના માથા પર ખૂબ પરસેવો વહી રહ્યો હતો, હું એ બોટલ એમની તરફ કરતા કહ્યું, માં પીઓ, પરંતુ એ બોલી, “તુ પીજા, મને તો જરાયે તરસ નથી,” આ એનુ પાંચમું જૂઠ હતું.

અને હું જ્યારે યુનિવર્સિટીથી ભણીને નીકળ્યો તો મને એક સારી નોકરી મળી ગઈ, મેં વિચાર્યું કે હવે સમય આવી ચુક્યો છે કે માં ને થોડોક આરામ આપવામાં આવે, હવે એનું સ્વાસ્થ પહેલા જેવું નહતું, તેથી તે ઘરે ઘરે જઈને કપડા વેચી શકતી ન હતી, પરંતુ તે બજારમાં જમીન પર સાદડી પાથરીને થોડીક શાકભાજી વગેરે વેચી આવતી હતી, જ્યારે મે મારા પગાર માથી થોડુ એને આપવાનો પ્રયત્ન કર્યો, તો તેણે પ્રેમથી મને ના પાડી, “બેટા, અત્યારે તારો પગાર બહુ ઓછો છે, આને તારી પાસે જ રાખ અને ભેગો કર, મારી જરૂરીયાત તો પુરી થઈ જ જાય છે, એટલુ હું કમાઈ લઉં છું જે મારા પુરતું હોય. ” આ એનુ છઠ્ઠુ જૂઠ હતું.

અને હું જ્યારે નોકરીની સાથે સાથે વધુ અભ્યાસ કરવા લાગ્યો, અને વધુ ડીગ્રી મેળવવા લાગ્યો, તો મારૃ પ્રમોશન પણ થયું, હું જે જર્મન કંપનીમાં કામ કરતો હતો, એ લોકોએ મને જર્મની બોલાવી લીધો, અને મારા નવા જીવનની શરૃઆત થઈ, મેં માંને ફોન કરી તેને ત્યાં મારી પાસે આવવાનું કહ્યું, પણ તેને ના ગમ્યુ કે તે મને હેરાન કરે, કહેવા લાગી, “તને તો ખબર છે કે મને આવા જીવનની ટેવ નથી, હું અહીંજ ખુશ છું,” અને આ એનું સાતમું જૂઠ હતું.

અને તે બહુ જ ઘરડી થઈ ગઈ, એક દિવસ મને સમાચાર મળ્યા કે તેને જીવલેણ કેન્સર થઈ ગયું છે, મારે એની પાસે હોવું જોઈએ, પરંતુ અમારા વચ્ચે બહુજ અંતર હતું, પછી એને હોસ્પીટલમાં દાખલ કરી દેવામાં આવી તો મારાથી રહેવાયુ નહીં, હું બધુ છોડીને તેની પાસે વતનમાં પાછો આવી ગયો, બહુ જ નબળી અને બીમાર લાગતી હતી, આ એ ન હતી, જેને હું જાણતો હતો, મારી આંખોથી આશ્રુઓ વહેવા લાગ્યા, પરંતુ માં એ મને રોવા પણ ના દીધો, મારા માટે ફરી થી હસવા લાગી, “ના રો મારા દીકરા, મને કોઈ પીડા થતી નથી,” અને આ એમનો આઠમો જૂઠ હતો.

એના પછી તેણીએ આંખો બંધ કરી લીધી, તેના પછી એણે ક્યારે આંખો ના ખોલી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments