Sunday, July 21, 2024
Homeઓપન સ્પેસમિત્રતા

મિત્રતા

કુઆર્ન પર ચિંતન મનન કરવા, તેને સમઝવા તથા તેના પર ઊંડાણ પૂર્વક અભ્યાસ કરવાની એક રીત એ પણ છે કે કોઈ એક વિષય પસંદ કરી પછી કુઆર્નમાં જોવવામાં આવે કે કુઆર્ન આ વિષય પર શું માર્ગદર્શન આપે છે. આમ આપણો વિષય દોસ્તી (મિત્રતા) છે. આપણી પાસે મોટી સંખ્યા માંથી ઘણા બધા લોકો નવયુવાનીની વયે મોટી મોટી કોલેજોમાં હોય છે. અને નવયુવાની,  ઉંમરનો એવો ભાગ છે જ્યાં આપણી દોસ્તી (મિત્રતા) અને આપણા દોસ્તો (મિત્રો) આપણી ઉપર અને આપણા અન્ય કાર્યો પર છવાયેલા રહે છે. આપણા દોસ્તો(મિત્રો) ની સમઝણ, તેમના વિચારો, તેમનો વ્યવહાર, લોકોથી તેમની મળવાની રીતે વિગેરે આપણા પર ઊંડી અસર નાખે છે.

આજે આપણે વિચાર કરીએ કે આપણે અથવા આપણું મગજ કોની અસર કબૂલ કરે છે ? અથવા આપણા મગજમાં જે વિચારો, કે વિચારધારાઓ જન્મ લે છે એનો આધાર કઈ બાબત પર છે ? આજનો સમય Globalisation નો સમય છે, ઇન્ટરનેટનો સમય છે. આ Globalisation અને ઈન્ટરનેટે સમગ્ર વિશ્વને એક નાનુ ગામ બનાવી દીધું છે. જેને અંગ્રેજીમાં આપણે Global Village કહેવામાં આવે છે. આપણે બહી સરળતાથી facebook ની અપ્લીકેશન ચાલુ કરીએ છીએ અને આપણને ખબર પડી જાય છે કે અમેરિકામાં શું થઈ રહ્યું છે, ચીનમાં શું ખાસ થયું છે, કયો નવો મોબાઈલ, કે કઈ નવી કાર માર્કેટમાં આવી છે, આ બધી જ વાતો થી પળ ભરમાં આપણને જાણકારી મળી જાય છે. પહેલા કોઈ જાણકારી મેળવવા માટે વર્ષો વિતી જતા હતા તે હવે બટનની એક ક્લીક પર મળી જાય છે. પરંતુ તેના જો ફાયદા હોય તો તેના નુકશાન પણ છે. પરંતુ એક ખાસ વાત એ પણ છે કે એક ખાસ વિચારધારા સાથે જોડાયેલા હોવાથી આપણા માટે એ અત્યંત જરૂરી છે કે આપણી આસપાસ ના વાતાવરણ અને આવનારી વિચારધારા કે જે આપણા પર ઊંડી અસર નાખે છે, તેની પર ખૂબ ઊંડાણ પૂર્વક આપણી દૃષ્ટિ હોય, અને તે જરૂરી છે કે બહુ સારી રીતે સમઝી વિચારી ને એક કાર્યપદ્ધતી તૈયાર કરવામાં આવે. કારણ કે જે કંઈ પણ વિચારો આપણા મગજમાં પ્રવેશ કરતા જાય છે તેના પર આપણા વ્યક્તિત્ત્વની રચના થાય છે. જો આજ ના સમય અને scenario પર આપણે વિચાર નજર નાખીએ અને વિચાર કરીએ અને ૨૦ વર્ષ અથવા ૨૫ વર્ષ પહેલા ના scenario પર વિચાર કરીએ તો આપણને બહુ મોટો ફેર જોવા મળશે. પહેલા એ બહુ સરળ હતુ કે આપણે કોઈ થી મળીને તેને પોતાનો મિત્ર બનાવી લઈએ અથવા તેના મિત્ર બની જઈએ. પરંતુ આજના સમયમાં પરિસ્થિતી કંઈક જુદી જ છે. આ એક મુશ્કેલ વાત બની ગઈ છે કે આપણે કોઈના દોસ્ત (મિત્ર) બની જઈએ, અથવા તેને પોતાનો દોસ્ત (મિત્ર) બનાવી લઈએ. આજે એના માટે ઘણી બધી શરતો લાગી ચુકી છે. જોવામાં એવુ આવે છે કે તે સામાજિક રીતે કેટલો લોકપ્રિય અને કેટલો ધની છે. પરિસ્થિતી એવી સર્જાઈ ગઈ છે કે, દોસ્તી (મિત્રતા) કરવા માટે લોકો એવુ જુવે છે કે શાળા અને કોલેજમાં whatsapp ગ્રુપમાં તેના કેટલા મિત્રો છે. facebook પર તેના કેટલા મિત્રો છે. આ બધી વસ્તુઓ સતત અને અસામાન્ય રીતે આપણા મગજ પર અસર નાખી રહી છે. પહેલા તો આવુ ન હતુ કે facebook ના મિત્રોની સંખ્યા જોઈને મિત્રતા કરવામાં આવતી હતી પરંતુ આજના આ globalisation ના સમયમાં આ એક નવું phenomena છે અને તે આપણા મગજ પર પોતાની અસરો નાખતો જઈ રહો છે.

જ્યારે પણ કોઈ નવુ phenomena અને કોઈ નવી વસ્તુ બજારમાં આવે તો તેની અસરો સમગ્ર દુનિયા પર જોવા મળે છે. દા.ત. અમેરિકામાં એક tv શો “American Idol” ચાલતુ હતું. જેને જોઈને ભારતમાં “Indian Idol” ના નામથી tv શોની શરૃઆત થઈ. અને આજે આપણે જોઈએ છીએ કે અરબ દુનિયામાં “Arab Idol” ના નામથી કેટલાયે tv શો ચાલી રહ્યા છે. આમ આજના સમયમાં આપણા માટે ખાસ કરીને નવયુવાનો માટે એક મોટી ટ્રેજડી છે કે આપણે સાચા મિત્રની શોઘ કરીએ. આપણને એક સાચો અને નિખાલસ મિત્ર મળે એ એક મોટી સમસ્યા છે. આજે લોકો પોતાની ગુણવત્તા, પોતાનું મહત્ત્વનો અંદાજો એ વાતથી મેળવે છે કે તેમની ગુણવત્તા કે મહત્ત્વ તેમના ફોટોને મળનાર ની likes નક્કી કરે છે. તેથી આ વસ્તુ અસામાન્ય રીતે લોકોના મન મસ્તિક પર સાયકોલોજીકલી અસર નાખે છે.

બીજી સૌથી મોટી ટ્રેજડી આજના નવયુવાનોમાં એ છે કે આજે આપણે કોઈ માનવી કરતા devices થી વધારે જોડાયેલા છીએ. પછી ભલે તે આપણા માતા-પિતા હોય, ભાઈ-બહેન હોય, શાળાના મિત્ર હોય, આપણા સંબંધો તેમનાથી ઓછા અને પોતાના device અને પોતાના મોલાઈલ ફોન સાથે વધારે થઈ ગયાં છે. એવુ કહી શકાય કે નવયુવાનો મોબાઈલના ગુલામ બની ગયા છે. જેના પરિણામે લોકો થી લોકોના સંબંધો અને વ્યક્તિ થી વ્યક્તિના સંબંધોમાં ઓછપ આવતી જાય છે. આપણું ધ્યાન આસ પાસના વાતાવરણ તથા લોકોથી હટી માત્ર પોતાની જાત સુધી સિમીત થઈ ગયું છે કે આપણને શું જોઈએ છે? આપણી શું ઇચ્છા છે? આપણી પ્રાથમિક્તા શું છે ? આપણને આપણી જાત સિવાય બીજું કશું જ દેખાતું જ નથી, આપણા માટે સૌથી મહત્ત્વની વસ્તુ માત્ર પોતાની જાત છે. પાતની જાતને વધુ પડતુ મહત્ત્વ આપીએ છીએ. જેના પરિણામે ચારિત્ર્ય, સારુ વર્તન વિગેરે બધુ સમાપ્ત થતું જાય છે. જેથી આપણે જોઈએ છીએ કે વિદ્યાર્થીનો તેમના શિક્ષકો સાથેના સંબંધો અથવા તેમના માતા-પિતા, ભાઈ-બહેન અને તેમના વડીલો સાથે તેમના વ્યવહારમા સારા વર્તનની કમી દેખાય છે.

પરંતુ આ વાત બહુજ મહત્ત્વની છે કે દોસ્તી (મિત્રતા)ના વિષયના સંદર્ભમાં આપણે જે શીખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ એ આ નથી કે સારો મિત્ર કોણ હોય છે ? અથવા આપણને એક સારો મિત્ર કેવી રીતે મળી શકે છે? ના, પરંતુ આપણે એ શીખવાનું છે કે આપણે બીજા માટે એક સારા મિત્ર કેવી રીતે બનીશું કે એવો મિત્ર કે જેનું વર્ણન કુઆર્નમાં છે. એવો મિત્ર આપણા આસપાસના લોકોને, દુનિયાને, આપણા સ્વરૃપમાં એક સારો મિત્ર આપીશું. સંપૂર્ણ પણે આપણે કેન્દ્ર બિંદુ એ જ રહેશે કે આપણે એવા મિત્ર કેવી રીતે બનીશું ? એવુ ક્યારે પણ નહીં કે આપણને એવો મિત્ર કેવી રીતે મળે.

એક સારા મિત્ર બનવા માટે પ્રથમ શરત એ છે કે આપણો સ્વભાવ લોકોને તપાસવાનો ના હોય. એની અચ્છાઈઓને તપાસવાનો અને બુરાઈઓ પર ટીપ્પણી કરવાનો ના હોય. પરંતુ આપણે આપણા મિત્ર માટે તેની દરેક તકલીફ અને મુશ્કેલીમાં તેની સાથે રહીએ. આપણે તેની બુરાઈઓના લીધે તેનાથી સંબંધ તોડીશું નહીં. કારણ કે અલ્લાહની સુન્નત છે કે તે પોતાના બંદાઓ સાથેનો સંબંધ ક્યારેય ખતમ નથી કરતો, ભલેને કેટલો મોટો ગુનેગાર હોય. જ્યારે આપણે કોઈ વ્યક્તિ સાથે અમુક પુર્વધારણા સાથે સંબંધ સ્થાપીત કરીશું, અને તેમના મિત્ર બનીશું, કે તેમને શીખવાડવું છે,  તેમના અંદર રહેલી બુરાઈઓને દૂર કરવાની છે, અને તેમની સતત તપાસ કરતા રહીશું તો આપણી હૈસિયત એક વક્તા તરીકેની રહી જશે. આપણે ક્યારેય પણ એક સારા મિત્ર બનાવી પણ નહીં શકીશું અને બની પણ નહીં શકીશું. અને આપણી પાસે ઇસ્લામી ઇતિહાસની એક મહત્ત્વની ઘટના પણ છે કે જ્યારે હિજરત પછી મુહાજિર અને અન્સારને મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે એક બીજાના ભાઈ બનાવી દીધા હતા. જેના પરિણામ સ્વરૃપ દરેક અન્સારી સહાબીએ પોતાના મિલકીયતનો અડધો ભાગ પોતાના ભાઈ, પોતાના મુહજિર મિત્રને આપી દીધો હતો. તે સમયે બધા અન્સારી સહાબીઓ પોતાના મુહાજિર મિત્રો માટે તેમની મુસિબતમાં ઊભા હતા. તેઓ એક સારા મિત્ર હોવાની સાબિતી આપી રહ્યા હતા. આપણો સ્વભાવ તેમને તપાસવાનો, તેમને judge કરવાનો, તેમને સારા અને ખરાબમાં વહેંચવામાં કે આ બહુ  સારો છે અને પેલો બહુ ખરાબ છે, એવુ ના હોય. પરંતુ તેના માટે હંમેશા હાજર રહેવાનું હોય. અને આવા વિચાર અને સ્વભાવ સાથે આપણે જો લોકોથી સંબંધો સ્થાપીશું તો તેમને આપણો મિત્ર બનાવી શકીશું, પરિણામે અલ્લાહ તેમના હૃદયને આપણા માટે નરમ બનાવી દેશે. હાં એ શક્યે છે કે અમુક લોકો સાથે આપણા સંબંધો બહુ સારા હોય અને અમુક સાથે ઓછા હોય. આપણી સમક્ષ અલ્લાહ ના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની એ હદીસ પણ હોવી જોઈએ કે જેમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું ઃ “લોકોનું ઉદાહરણ એવા ૧૦૦ ઊંટો જેવી છે કે જેમાં પ્રવાસ પર જવા માટે એક જ મળે ” એટલે કે લોકોની ભીડ જોવા મળશે પરંતુ તેમા સાચો, નિખાલસ અને જીવન ભર આપણો સાથ આપે એવો એક જ મળશે.

કુઆર્ન મજીદમાં મિત્ર માટે ઘણા બધા શબ્દો નો ઉપયોગ કર્યો છે. જેમનામાંથી અમુક આપણે અહીંયાં જોઈશું. પ્રથમ શબ્દ છે “વલી”. વલી એ અરબી ભાષાના મવાલાત શબ્દ થી બન્યો છે, જેનો અર્થ થાય અત્યંત નરસ અને દયાળુ. આપણો એક એવો મિત્ર જે આપણા દરેક વ્યવહારની ખબર રાખે, અને તમારી દરેક મુશ્કેલીઓ અને તકલીફમાં સાથ આપે. તમારી દરેક મુશ્કેલીઓમાં ઢાલ બનીને ઊભો રહે. બીજો અર્થ થાય છે દુઃખમાં સાથ આપનાર. જ્યારે તમે દુઃખી હોય તો તે તમારા દુઃખમાં સહભાગી બને. ખુશી અને શાંત જીવનમાં કોઈનો સાથ મળવું સરળ છે. પરંતુ તમારા દુઃખમાં તમરો સાથ આપે તેને ‘વલી’ કહેવામાં આવે છે. અને અંતમાં એ કે વલી એક એવો મિત્ર હોય છે કે જે બળવાન પણ હોય.

એક વાત કે જે ઘણી વખત આપણને જોવા મળે છે કે જ્યારે આપણે દાવતનું કામ કરીએ છીએ તો એ શક્ય છે કે લોકો તેની negative અસર લે. અને તેમને response ના આપે તો તે સમયે કુઆર્ન વર્ણવે છે કે જો તમારી સાથે કોઈની બહેસ થઈ જાય તો તેના માટે વલી કેવી રીતે બનો ? કુઆર્ન કહે છે તમે “વલી હમીમ”  બનો, એટલે કે તમે એમના માટે એવા મિત્ર બનો કે જેની અંદર હુંફ હોય, જેના પાસે હોવાથી ખુશી થાય. જરૂરત છે સબ્ર કરવાની. તેમને સાભળવાની કળાને જન્માવવાની. તેમની ભળાસને બહાર કાઢવાની. અને જ્યારે તેમના અંદરનું બધુ બહાર આવી જશે તો તે નરમ પડી જશે. પછી આપણું એક સ્મીત પણ તેમના મિત્ર બનવા માટે પુરતુ હશે. આપણી સમક્ષ અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું એ ઉદાહરણ પણ છે, કે ઘરડી સ્ત્રી તેમના પર કચરો નાખતી હતી. એક દીવસ કચરો ના આવ્યો, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે તેના વિષે પુછયું તો ખબર પડી કે તે બિમાર છે. તો તમે પોતે તેની ખબર પુછવા જતા રહ્યા. એ ઘરડી સ્ત્રીએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની નિખાલસતા થી બહુ પ્રભાવિત થઈ અને ત્યારે પછી તેની અખી જીંદગી બદલાઈ ગઈ.

વલી હમીમ આ એક એવો ગુણ છે જે એક સારા મિત્ર બનવા માટે આપણી અંદર પેદા કરવું, અને તેને મજબૂત કરવી જરૂરી છે. અને જેની શરૃઆત આપણા ઘર થી થાય છે. જો આપણે એક સારા વલી અને દીન ને ફેલાવવા વાળા બનવા માંગીએ છીએ તો જે આપણી સૌથી વધારે પરિક્ષા લેશે,  જે આપણા પર સૌથી વધારે ટોણા મેહણા મારશે, એ આપણા સંબંધીઓ જ હશે. આપણા ભાઈ-બહેનો અને સગા સંબંધીઓ જ હશે. આપણે જ્યારે તેમનો કોઈ સારી વસ્તુ સમઝાવવાનો પ્રયાસ કરીશું તો તે આપણી કોઈ બુરાઈ આપણા સમક્ષ ખોલીને મુકી દેશે. કારણ કે તે આપણા અંગત જીવનથી જાણકાર હોય છે. જેનાથી આપણે irritate થઈ જઈશું. ટેન્શન આવી જશે અને કામ કરવામાં પણ તકલીફ પડશે. આ સમયે કુઆર્ન કહે છે કે આપણે કઠણ થવું પડશે. કઠણ એ અર્થ માં કે આપણા વિરૂદ્ધમાં થનારી દરેક ટિપ્પણીને આપણે શાંતિથી સાંભળવાની કળા કેળવવી પડશે. વલી હમીમ ની પ્રથમ ટ્રેનીંગ આપણા ઘરથી શરૃ થાય છે. જેના માટે સબ્ર જરૂરી છે.

બીજો શબ્દ જે કુઆર્ન ઉપયોગ કરે છે એ “સિદ્દીક” છે. જેનો અર્થ થાય છે સાચુ બોલનારો. એટલે કે એવો મિત્ર કે જે હંમેશા સાચુ બોલતો હોય. તેના હૃદયમાં આપણે એ સચ્ચાઈ અને નિખાસલસા દેખાય જે બીજા કોઈમાં ના દેખાય. આપણે કોઈને સારા મિત્ર બનાવવા માગીએ છીએ તો એની બીજી શરત એ છે કે આપણે તેના માટે સિદ્દીક બનીએ. જો કોઈ વ્યક્તિ સાથે આપણી મિત્રતા થાય તો તે હૃદય પુર્વક હોય, નિખાલસ હોય, ના કે તેની પાસે કેટલી માલ મત્તા છે, સગવડો છે તે જોઈને થાય.એટલે કે કોઈની મિત્રતા પાછળ આપણો કોઈ મતલબ ન હોય. આપણા માટે એ અત્યંત જરૂરી છે કે લોકો ગમે તેવા હોય, સુંદર હોય કે ના હોય, અમીર હોય કે ગરીબ હોય, હોશિયાર હોય કે ના હોય, પરંતુ તેે જેવો હોય  કે આપણે તેની સાથે નિખાલસતાનો સંબંધ બાંધીએ. આના વિરૂદ્ધ જો આપણો મનોસ્થિતી એવી હોય કે મિત્રતા કરતા પહેલા આપણે એવી શરતો લગાવીએ કે સામેની વ્યક્તિમાં આ વસ્તુઓ હશે તો જ હું એની સાથે સિદ્દિક બનીશ. તો ક્યારેય પણ આપણે કોઈના સિદ્દિક નહીં બની શકીએ. કારણકે અલ્લાહે દરેક વ્યક્તિને કોઈ ખરાબી અને કોઈ ખાસિયત સાથે પેદા કર્યા છે. દુનિયામાં કોઈ માનવી સંપૂર્ણ નથી સિવાયકે હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. અંગ્રેજી ભાષામાં કહેવત છે Every saint has a past and every sinner has a future. અર્થાત દરેક મોટી હસ્તીનું એક ભૂતકાળ હોય છે અને ગુનેગાર વ્યક્તિ માટે ભવિષ્ય છે. એ કોઈ નથી જાણતુ કે અલ્લાહે ભવિષ્યમાં આપણા માટે શું રાખ્યું છે. દા.ત. આપણે કોઈ મિત્ર સાથે ફુટબોલ રમી રહ્યા હોઈએ, કે પછી તેમની સાથે પર્વતની ચઢાઈ કરી રહ્યા હોઈએ, અને જો મિત્રતામાં નિખાલસતા હશે તો આપણને તેનાથી હુંફ મળશે. એક પ્રકારની ગરમીનો અહેસાસ આપણી અંદર થશે. આપણને આપણો મિત્ર નિખાલસતાથી એવું કહે કે, “શું લગાડયું છે , ચાલને ઢિલ્લા”. જેને આપણે Colloquial Terms કહીએ છેએ.  તો આપણને આ વાક્યમાં એક હુંફ મળશે. પરંતુ જો આપણા સંબંધો એટલા માટે હોય કે તેના પાસે સારો મોબાઈલ છે, નવી ગાડી છે, તો શું નિખાલસતાની હુંફ આપણને મળશે ? ક્યારેય નહીં બલ્કે મિત્રતા તો નિસ્વાર્થ હોય છે. ઈમામ શાફઈ રહ.નો ફરમાન છે કે , “જો જીવનમાં રાત્રીમાં જાગીને ઈબાદત કરવી અને મિત્રો સાથે બેસવું ના હોત તો એ જીવનમાં જીવન પસાર કરવાનો કોઈ અર્થ જ નહતો. ” આપણે જોઈએ છીએ કે જીવનના આ સમયે જુદા જુદા ગાળાઓમાંથી પસાર થાય છે. પહેલા બાળપણ, પછી યુવાની અને પછી વૃદ્ધ. આ એક લાંબી યાત્રા છે. તો આલ્લાહે આપણને જે આ જીવન આપ્યું છે તેને કેટલુ સારી રીતે અને આનંદમયી બનાવીને જીવીએ છીએ એ અત્યંત મહત્ત્વનું છે. આપણા મિત્રો, માતા-પિતા, ભાઈ-બહેન અને આપણા સગા-સંબંધીઓ બધા આપણા માટે અલ્લાહ તરફથી આશીર્વાદ છે. આનંદ મેળવવા માટે જો આપણે એ જ devicesમાં વળગેલા રહીએ તો જીવનનો અસલ આનંદ આપણે જાતે જ ખતમ કરી નાખીશું. તેથી જરૂરત એ વાતની છે કે આપણે લોકોના સારા મિત્ર બનીએ. અરબી ભાષામાં એક કહેવત છે જેનું ભાષાંતર આમ છે કે, “તમારા મિત્ર અને સાચા મિત્ર એ છે કે જે તમારા સાથે ઈમાનદાર અને સાચા હોય.” આપણે આપણા મિત્રો અને સગા-સંબંધિઓ અને પોતાના ભાઈ-બહેનો માટે સાચા હોઈએ. હંમેશા આપણે એમના સદગુણો અને આવડતોથી જાણકાર રહીએ. તેમને વિચારો અને બનાવટી જીવનથી બહાર લાવી તેમને સચ્ચાઈથી જાણકાર કરાવીએ. આ રીતે આપણે જો કોઈના સિદ્દીક બનીએ તો એનું પરિણામ એ આવશે કે લોકોના હૃદયમાં અલ્લાહ આપણા માટે આદર અને સંન્માન પેદા કરી દેશે. અને તે લોકો આપણાથી બહુજ પ્રેમ કરવા લાગશે.

એ વાત તો નક્કી છે કે જો આપણને સિદ્દીક બનવું હોય તો લોકો ને સત્યથી જાણકાર કરવો પડશે. પરંતુ આ વાતનું એક ખાસ અને અત્યંત ખાસ પાંસું આ પણ છે, જેમ કે એક કહેવત છે, “કારણ વગરનું સત્ય ફસાદ કરાવે છે.” અર્થાત એ કે આપણે દરેક સમયે લોકોને સમઝાવતા અને તેમની તપાસ નથી કરતા. કોઈ વાત બરાબર હોય એના માટે તેનું સાચું હોવું જ કાફી નથી, પરંતુ તેની સાથે સાથે યોગ્ય સમય પણ હોવો જરૂરી છે. લોકો સાથે આપણો વ્યવહાર એવો ના હોય કે આપણે તેમના અવગુણો જ ગણાવતા રહીએ અને તેમની ખામીઓ પર તેમને શરમમાં મુકીએ. આપણી શું હૈસિયત કે જે બંદાને અલ્લાહે છુટ આપી હોય, આપણે તેનો હિસાબ કરીએ. તેથી એ જરૂરી છે કે કોઈ પણ વાત તેના યોગ્ય સમય પર કરવામાં આવે. નહીં તો તે વાત ખોટી લાગશે અને મુશ્કેલીઓ ઊભી થઈ જશે. આ જ મધ્યસ્થ અને સાચો રસ્તો છે. અલ્લાહે કુઆર્નમાં ઘણી જગ્યાએ ડહાપણનું વર્ણન કર્યું છે. અને આ ડહાપણ માનવીની અંદર તેની ઉંમર, અનુભવ, જ્ઞાાન અને વાંચનથી આવે છે. એનો અર્થ એ નથી કે આપણે ઘણી બધી પુસ્તકોનું વાંચન કરી લીધું અને આપણે જ્ઞાાની થઈ ગયા, અને આપણી અંદર ડહાપણ પણ આવી ગઈ. પરંતુ આ અલ્લાહ તરફથી ખાસ ઈનામ છે, જે અલ્લાહ તેના ખાસ બંદાઓને આપે છે. તો જો આપણે દાઈ બની રહ્યા હોઈએ, તહરીકે ઇસ્લામીના સભ્ય બનવું હોય, sio ના મેમ્બર છીએ, એટલે કે આપણે પોતાની જાત ને ઇસ્લામી સંગઠનના ભાગ રૃપે જો રજૂ કરતા હોઈએ તો આપણા માટે આ જરૂરી છે કે આપણે આપણી દુઆઓમાં આ દુઆ ખાસ સામેલ રાખીએ કે “હૈ અલ્લાહ અમને ડહાપણ આપ”.  આ ડહાપણ જ છે કે આપણે આપણા મિત્રને સાચી વાત કહી  દઈએ અને સાચી વાતના લીધે કોઈ નુકશાન પણ ન થાય.

એક બીજો શબ્દ જેને કુઆર્ને એક સારા મિત્ર માટે ઉપયોગ કર્યો છે એ છે “સાહબ”. જેનો અર્થ છે કે જો તમારી પૃચ્છા કરે. અને આ અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નામો માંથી એક નામ છે. જે અલ્લાહે કુઆર્નમાં આપ્યું છે.  કુઆર્નમાં અલ્લાહ ફરમાવે છે કે “હે કુરૈશ, તમારી તરફ જે સાહેબ બનાવીને મોકલ્યા છે તે મજનુન નથી”.  તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ લોકો માટે ખૈરખ્વાહ બનાવી ને મોકલવામાં આવ્યા હતા. અને નબીઓની સુન્નત છે કે તે કોઈ પણ કૌમ કે લોકો માટે ખૈરખ્વાહ હોય છે. જેમ કે નુંહ અલૈહિસ્સલામે ફરમાવ્યું હતેું કે “હૈ મારી કૌમના લોકો હું તમારી વચ્ચે એક ખૈરખ્વાહ બનાવી ને મોકલવામાં આવ્યો છું.” અને આપણે જ્યારે લોકોમાટે ખૈરખ્વાહ બનીએ છીએ તો અલ્લાહ પણ આપણને એવા મિત્રોથી મળાવે છે કે જેમના આગમનથી આપણા જીવનમાં ખુશહાલી આવી જાય છે. અલ્લાહ ત્યારે જ આપણને આવા મિત્રો થી નવાજે છે જ્યારે તે જોઈ લે છે કે આ બંદાની એના પોતાના જીવનમાં તેની પ્રાથમિક્તાઓ શું છે.

આ સિવાય કુઆર્નમાં એક બીજા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે છે “વલીજા”. એટલે કે એક એવો મિત્ર જે આપણને અંદર સુધી જાણતો હોય. આપણે કોઈને મિત્ર બનાવવા ઇચ્છીએ અને વલીજા બનાવવાની ઇચ્છા ધરાવીએ, પરંતુ આપણને એ જાણ નથી કે તે કઈ મુશ્કેલીઓ માંથી પસાર થઈ રહ્યો છે. શું તકલીફો એના ઘરમાં છે. અને બસ એટલી જ વાત આપણા માટે મહત્ત્વ ધરાવે છે કે તે કાર્યક્રમમાં આવ્યો હતો કે નહીં, મીટીંગમાં તેની હજરી હતી કે નહીં. તો આપણો સંબંધ તેની સાથે માત્ર ઉપરછલ્લો જ છે. પરંતુ કુઆર્ન તહેરીકે ઇસ્લામીના લોકોના સંબંધો વિષે જ્યારે વર્ણન કરે છે તો કહે કે તે સીસાનો ઢોળ ચઢાવેલી દીવાલ જેવા છે. જે આવા છીંછરા સંબંધો થી નથી બનતા બલ્કે હૃદયના ઊંડા સંબંધોથી બને છે. અલ્લાહનો બહુ મોટો આભાર એ છે કે તેને આપણને તહેરીકે ઇસ્લામી સાથે જાડાવાની તક આપી. જ્યારે આપણી પાસે એવા ખૈરખ્વાહ લોકો છે જે આપણી દેખરેખ રાખે છે. આપણા દુઃખના સહભાગી હોય છે. ખુશીઓમાં સાથે આપે છે. ખાસ કરીને આ વાતો આપણે બીજામાં શોધવાના ક્યારેય પ્રયાસ નહીં કરીશું. અને પ્રયત્ન કરીશું કે લોકોને આપણામાં એક ખૈરખ્વાહ મળી જાય. તેમના આપણી મિત્રતામાં એક હુંફ મળે. જો કોઈની અંદર કોઈ ખામી દેખાઈ જાય તો તેને ભુલીને તેને સુધરવાનો મોકો આપવો જોઈએ. આપણે લોકોને આપણાથી દૂર કરવા અને તેમને ભાંગી નાંખવા માટે નથી આવ્યા બલ્કે આપણે લોકોને જોડવા માટે આવ્યા છીએ. અમારો સૌથી મોટો લક્ષ્ય એ છે કે આપણે અકામતે દીન કરવા માંગીએ છીએ. આપણે દીવસ રાત તેના માટે તડપીએ છીએ, તેમનું ધ્યાન રાખીએ છીએં કે તેમને નર્કથી કેવી રીતે બચાવીએં. કેટલો મોટો આ ધ્યેય છે , જેના માટે અત્યંત પ્રેમાળ હૃદયની જરૃર છે. લોકો માટે આપણામાં હુંફ નહીં હોય તો આપણે લોકો માટે એવા મિત્ર નહીં બની શકીશું . અને આપણા કામમાં પણ તેની અસર નહીં દેખાય.

વધુ પ્રમાણમાં એવુ જોવામાં આવે છે કે આપણે તહરીકના લોકોને બીન-તહરીકી લોકો દ્વારા હુંફ મળે છે. અને તહરીકના લોકો સાથે આપણો સંબંધ એવો નથી બનતો. કે જેઓ સાતા ચારિત્રય વાળા અને હોશિયાર હોય છે. જ્ઞાાન ધરાવતા હોય છે. આનું કારણ એ છે કે તેમની સાથે આપણા સંબંધો ઉપરછલ્લા હોય છે. પરંતુ જો આપણા સારા મિત્ર બનીશું તો દરેક જગ્યાએ ભલે ને તહરીકી લોકો હોય કે ના હોય, જ્યાં આપણે કામ કરીએ છીએ ત્યાં, આપણી શાળા-કોલેજોમાં અને જ્યાં આપણે રહીએ છીએ, બધે આપણને લોકો મળી રહેશે. આપણી સમક્ષ સહાબાનું ખુબ સારૃ ઉદાહરણ છે. એમણે કુઆર્ન મુજબ પોતાનું જીવન વ્યતીત કરીને બતાવ્યું, માત્ર ભાષણો નથી આપ્યા. કુઆર્નને પોતાના જીવનમાં ઊતાર્યું. અને પોતાના જીવનમાં પરિવર્તન લાવ્યા.

આપણે એક સારા મિત્ર બનવા માગીએ છીએ, લોકો માટે સિદ્દિક અને વલી બનાવ માગીએ છીએં, તો જરૂરી છે કે આપણે પોતાની રક્ષા પણ કરીએ, જેમ કે અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આપણને એક દુઆ શીખવાડી હતી, “હે અલ્લાહ હું તારી પનાહ માંગું છે એવા મક્કાર મિત્ર થી જેની આંખો મારા પર લાગેલી રહે, અને જેનું હૃદય દરેક સમયે મને જોતો રહે, અને જ્યારે મારા માં કોઈ સારાપણું જુએ તો તેને દફનાવી દે, અને કોઈ બુરાઈ જુએ તો તેનું વર્ણન કરી દે.” અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે શીખવાડેલી આ દુઆ આપણે સતત માંગતા રહેવી જોઈએ. અલ્લાહ આપણને આવા મિત્રોથી બચાવે. (આમીન) ***

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments