અંદામાનની સેલ્યુલર જેલમાં જ્યારે તમે પ્રવાસ કરશો તો તમને એ હજારો સ્વતંત્રતા સેનાનીઓની ચીસો સંભળાશે, જેમણે ભારતની સ્વતંત્રતા માટે અંગ્રેજો સામે બાથ ભીડી અને લોકોમાં એમની વિરુદ્ધ સંગઠિત થઈને લડવાની હિંમત પેદા કરી. તે અપરાધમાં હજારો હિન્દુસ્તાની દેશપ્રેમીઓને કાળા પાણીની સજા સંભળાવીને અંદામાનની સેલ્યુલર જેલમાં મોકલી દીધા. આ જેલમાં ત્રાસ ગુજાર્યાના એટલા સ્વરૂપ જોવા મળશે કે તેની કલ્પના માત્રથી રૂંવાડા ઉભા થઈ જશે.
આજે મોદી સાહેબ અંદામાનની યાત્રા પર અને સ્વતંત્રતા સેનાનીઓની યાદમાં સાવરકરના અંધારિયા કેદખાનામાં પ્રવેશીને ભાવુક નજર આવ્યા. તેમણે અમુક સમય આંખો પણ બંધ કરી, પણ અલ્લાહ જાણે એ બંધ આંખોમાં “શેરઅલીખાન” યાદ આવ્યાં હશે કે નહી જેમણે ૮ ફેબ્રુઆરી ૧૮૭૨ના દિવસે ભારતના તત્કાલિન મુખ્ય વાઇસરોય Lord Mayo પર હુમલો કર્યો અને તેના અમુક સમય પછી તેનું મૃત્યુ નિપજ્યું. તે અપરાધમાં ૧૧ માર્ચ ૧૮૭૨માં શેરઅલીખાનને ફાંસી આપવામાં આવી. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ દેશપ્રેમી ને માત્ર ૩૦ વર્ષની આયુમાં “કાળા પાણી” ની સજા સંભળાવવામાં આવી હતી.
મને એ પણ ખબર નથી કે મોદી સાહેબ જ્યારે સેલ્યુલર જેલમાં સાવરકરના અંધારીયા કેદખાનામાં આંખ બંધ કરીને સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરી રહ્યા હતા તો શું એમના મગજમાં મૌલાના ફઝ્લે હક ખૈરાબાદી અને એમના જેવા હજારો સ્વતંત્રતા સેનાનીઓ હતા કે નહી, જેમણે આ દેશની સ્વતંત્રતા માટે અંગ્રેજોની સામે બળવાનું બ્યુગલ વગાડ્યું, જેમને “કાળા પાણી” ની સજા આપીને અંદામાન ની ‘સેલ્યુલર જેલ’ માં મોકલી દીધા અને તેમના મૃત્યુ સુધી તે લોકો ત્યાં કેદ રહ્યા પરંતુ ક્યારેય પણ હાથ જોડીને અંગ્રેજોથી માફી નથી માંગી.
તમે અંદામાન સેલ્યુલર જેલના સંગ્રહાલયમાં આજે પણ તે અસંખ્ય શહીદોની છબી, તેમનું નામ અને તેમની મૃત્યું તારીખ અને સ્થળ જોઈ શકો છો કે કયો કેદી ક્યારે લાવવામાં આવ્યો હતો, ક્યાં સુધી રહ્યો અને ક્યારે તેમનું મૃત્યુ નીપજ્યું. સંગ્રહાલયની છબી આપણી એ માનસિક છબી સાફ કરી નાખશે, જે સ્વતંત્રતા પછીથી અત્યાર સુધી આપણા રાજનેતાઓએ બનાવી છે.
તમે જેવા અંદામાનના પોર્ટ બ્લેયર એરપોર્ટ લેન્ડ કરશો તો તમને જ્ઞાત થશે કે તમે ‘વીર સાવરકર’ એરપોર્ટ પર છો, તમે જ્યારે સેલ્યુલર જેલમાં જશો ત્યારે તમને એ જણાવવામાં આવશે કે પેલું કેદખાનું સાવરકરનું છે, સાંજના તે જ સેલ્યૂલર જેલમાં લાઈટ અને સાઉન્ડ શો થશે, જેમાં ફક્ત સાવરકરની ગૌરવ ગાથા સિવાય કશું નહિ મળે. આવામાં પ્રશ્ન એ છે કે આખરે એક વ્યક્તિના નામ પર જ સંપૂર્ણ દેશભક્તિને શા માટે કેન્દ્રિત કરવામાં આવે છે? શું અંદામાન સેલ્યુલર જેલમાં સંગ્રહાલયમાં લાગેલ તે હજારો છબીઓમાંથી અન્ય કોઈની છબી અને નામ પર દેશભક્તિ ન્યોછાવર નથી થઈ શકતી? શું તે હજારો નામોમાંથી બીજા અન્ય નામ પર એરપોર્ટનું નામકરણ નથી થઈ શકતું?
આજે મોદી સાહેબએ અંદામાનના જે ત્રણ island ના નામ બદલ્યા છે શું તેમનું નામ સેલ્યુલર જેલના કોઈ શહીદ દેશપ્રેમીના નામ પર નહોતું રાખી શકાતું? આખરે દેશની નવી પેઢી કઈ રીતે જાણી શકશે કે તે જે દેશની આઝાદ ફીઝામાં જીવી રહ્યા છે, તે માટી માટે હજારો મુસ્લિમ, દલિત, આદિવાસી લોકોએ કાળાપાણીની સજા કબૂલ કરી, પરંતુ અંગ્રેજોથી માફી કદી પણ ન માંગી. આખરે કઈ રીતે નવી પેઢી એ જાણશે કે શેરઅલી ખાન જેવા દિલાવર ૩૦ વર્ષની આયુમાં કાળા પાણીની સજાના ભાગીદાર બન્યા અને પછી અંદામાનમાં જ તત્કાલિન વાઇસરોયની હત્યા કરી, જે અપરાધમાં શેર અલીખાનને ફાંસી આપી દેવામાં આવી. આખરે દેશની નવી પેઢી કઈ રીતે જાણશે કે ‘ફતવા’ ના નામ પર જે મોલાનાઓની હાંસી ઉડાવવામાં આવે છે, તેમણે એ સમયે અંગ્રેજોની વિરુદ્ધમાં લડવાનો ફતવો આપ્યો હતો, જેના ગુનામાં તેમને “કાળા પાણી”ની સજા સંભળાવી અને હૃદયના અંતિમ ધબકારા સુધી તે જેલમાં જ રહ્યા, પરંતુ ક્યારે પણ અંગ્રેજો પાસે લેખિત કે મૌખિકમાં માફી નથી માંગી.
જ્યારે કુર્બાનીઓની યાદી આટલી લાંબી છે તો બધી વસ્તુઓનું નામકરણ એક વ્યક્તિના નામ પર શા માટે? શું ભાજપના રાષ્ટ્રપ્રેમનું વ્યવહારિક રૂપ આટલું સંકુચિત છે? શું ભાજપા સેલ્યુલર જેલમાં સંભળાનારી હજારો શહીદોની ચીસોને પણ ધર્મ અને આસ્થામાં વિભાજિત કરવાનું હુનર જાણે છે કે પછી બીજા અન્ય નામ પર દેશ પ્રેમ આલાપવા પર મત કપાઈ જવાનો ભય છે? જો ભાજપાનો રાષ્ટ્રપ્રેમ આટલો સંકુચિત છે, તો દેશના યુવાઓએ આવી વિચારધારાને જાકારો આપવો જોઈએ.