માનવીને લાગેલી કોઈ પણ પ્રકારની લત સારી સમજવામાં નથી આવતી. સામાન્ય રીતે આ શબ્દ-પ્રયોગ પણ નકારાત્મક અર્થમાં જ કરાય છે. આમ છતાં વિવિધ લોકો પોત-પોતાની રુચિ મુજબ વિવિધ પ્રકારની લતોમાં લિપ્ત હોય છે. અને ધ્યાન દોરવા છતાં તેમના માટે પોત-પોતાની વિશિષ્ટ લતોમાંથી છુટકારો મેળવવો એ એક સમસ્યા બનીને સામે આવે છે. દિલચસ્પ વાત આ છે કે કેટલીક વખતે ધાર્મિક બાબતોમાં પણ માનવી કોણ જાણે કઈ રીતે લતોમાં લિપ્ત થઈ જાય છે. પરિણામ સ્વરૃપે ધર્મની એ આકાશીય કલ્પનાથી તે નારાજ રહે છે જે ઇચ્છિત છે. લતોથી છુટકારો મેળવવાની ઇચ્છા અને પ્રયત્નો છતાં જો વ્યક્તિ કે સમૂહને ખરૃં માર્ગદર્શન પૂરૃં પાડવામાં ન આવે તો પૂરી શકયતા છે કે તે એક લતમાંથી નીકળીને બીજીમાં અને બીજીમાંથી નીકળીને ત્રીજી લતમાં સપડાઈ જાય. તે એટલે સુધી કે સમય વેડફાતો રહે, પરંતુ ઇચ્છિત ધ્યેય પ્રાપ્ત ન થાય. જોવામાં આવે તો ઇચ્છિત ધ્યેય સુધી નહીં પહોંચી શકવાના સામાન્ય રીતે બે કારણો વર્ણવી શકાય છે. એક છે સાચા માર્ગદર્શનનું મોજૂદ ન હોવું, અને બીજુ અઝીમત (શ્રેષ્ઠતા)ની કમી. પછી આ કારણોની પાછળ પણ બે મોટા કારણો કાર્યરત્ છે. એક ઇરાદાના એખલાસની ઉણપ અને બીજું આદર્શ માર્ગદર્શકનું ન મળવું. એટલે કે કોઈ પણ પ્રકારની લતમાં લિપ્ત છે એ દરેક વ્યક્તિ જે તેનાથી છુટકારો ઇચ્છે છે. આ ઉપરાંત દરેક મુક્તિદાતા બે સ્તરે એકબીજા સાથે સંઘર્ષ કરી રહ્યા છે. અને કેમકે રોગી અને તબીબ બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં ચાલી રહ્યા છે, તેથી તમામ પ્રકારની ઇચ્છાઓ તથા વિવિધ સ્તરે કરવામાં આવી રહેલા બાહ્ય પ્રયત્નો છતાં પરિણામની રૃએ નિષ્ફળતા જ હાથ લાગે છે. કંઈક આવી જ સ્થિતિ આપણી સામાજિક તથા ધાર્મિક સમસ્યાઓ અને બાબતો તેમજ તેમાં અવરોધરૃપ વ્યક્તિઓ તથા સમૂહોની પણ છે; કે જો એક વ્યક્તિ કે સમૂહ ગંભીરતાપૂર્વક પ્રયત્નો કરતા દેખાય પણ છે તો તેના વિરોધીઓની પણ એક મોટી સંખ્યા તરત જ સામે આવી જાય છે, જેના પરિણામે સમસ્યાઓનો ઉકેલ ટકાઉ નથી રહી શકતો. આ તમામ છતાં જો સંકલ્પો બુલંદ હોય અને નીય્યતનો એખલાસ પણ કેટલીક હદે જોવા મળતો હોય તો સફળતા મળવી નિશ્ચિત છે. બસ જોઈએ છે એક શોખ, તમન્ના, અરમાન અને ઇચ્છા.
ભારતમાં નશાની લત સામાન્ય બાબત છે. નશાનો એક રૃપ ગાંજો, ચરસ, ભાંગ, અફીણ તથા હેરોઈન વગેરે છે, જેના વ્યસની મોટી સંખ્યામાં ચારે બાજુ મૌજૂદ છે. ત્યાં જ બીજા સ્વરૃપોમાં બીડી, સિગારેટ અને દારૃના સેવનમાં સપડાયેલા લોકોની સંખ્યા પણ કંઈ ઓછી નથી. નશાનો એક અન્ય રૃપ ગુટખા પણ છે. છેલ્લા બે દાયકાઓમાં આમ અને ખાસ દરેકની વચ્ચે ગુટખાની લત સામાન્ય બની છે. તે એટલે સુધી કે આ એક સંપૂર્ણ ઇન્ડસ્ટ્રી બની ચૂકેલ છે. ભારતીય સમાજમાં નશીલી વસ્તુઓનો ઉપયોગ વાંધાજનક કે ગુનાપાત્ર નથી. હિંદુ સમાજમાં ખુશીના અનેક અવસરોએ નશીલી વસ્તુઓનો ખુલ્લેઆમ ઉપયોગ થાય છે. એટલે સુધી કે કેટલાક તહેવારોના રીત-રિવાજોને અદા કરવામાં નશો શામેલ છે. અને જો એવા અવસરે નશો કરવામાં ન આવે તો એ તહેવાર જ અધૂરો કહેવાશે. દા.ત. હોલીના પ્રસંગે દેશી શરાબનો ઉપયોગ સામાન્ય બાબત છે. પછી જો વ્યક્તિ સુખી-સમૃદ્ધ હોય તો અંગ્રેજી શરાબ તેના સ્ટેટસને વધારવાનું સાધન બને છે. આવા અવસરોએ બાળકો, મોટા લોકો, પુરુષો, મહિલાઓ, કુટુંબના વડીલો એમ તમામે તમામ લોકો નશાનો ઉપયોગ કરવાથી ખચકાતા નથી. પછી જો શરાબ અને નશીલી વસ્તુઓનો જીભને સ્વાદ મળી જાય તો શા માટે તેઓ બીજીવાર ઉપયોગ નહીં કરે? આમ છતાં ન તો સામાજિક સ્તરે અને ન જ ધાર્મિક આધારો ઉપર શરાબ કે નશીલી વસ્તુઓનો ઉપયોગ ખોટો ગણાતો ન હતો. હિંદુ સમાજની વિશેષતા આ પણ છેે કે અહીંના સાધુ અને તેમના ભકતો પણ નશો કરે છે અને કદાચ તેઓ આને ઉપાસના કરવામાં મદદરૃપ સમજે છે. વેદોમાં કેટલાક નશીલા તત્ત્વ ધરાવતા છોડના નામ પણ આવે છે. જેમનો ઉપયોગ તેમના વિશિષ્ટ દેવતા કરતા હતા. આથી ખાસ પ્રસંગોએ નશાને પણ ઉપાસનાનો ભાગ માની લેવામાં આવ્યો છે. આ પશ્ચાદ્ભૂમિમાં આ કેવી રીતે શક્ય છે કે નશાને હિંદુ કે ભારતીય સમાજથી સંપૂર્ણપણે અલગ કરી શકાય. અને આ વાત મેડિકલ રિસર્ચ પણ પુરવાર કરી ચૂકી છે કે નશો વાસ્તવમાં કહે છે એ ટેવને કે જેના ખાવા-પીવાની કોઈ પણ વસ્તુ માણસને એટલી હદે વ્યસની બનાવી દે કે જેનાથી છુટકારો મેળવવો અત્યંત મુશ્કેલ હોય. પછી આ નશીલી વસ્તુઓ માત્ર માનવીના દિમાગને જ પ્રભાવિત કરે છે એટલું જ નહીં બલ્કે તેનાથી દૃદય, કિડની, ફેફસાંઓને પણ ખૂબ જ નુકસાન પહોંચે છે. નશાના વ્યસની લોકોને કેન્સર થવો એ સામાન્ય વાત છે, ત્યાં જ નશાના વ્યસની લોકોની ૨.૪ મીલિયન સંખ્યા એવી છે જે HIV પોઝીટીવથી પ્રભાવિત છે. અફસોસની વાત આ છે કે ભારત હાલમાં વિશ્વમાં ત્રીજા ક્રમે છે કે જ્યાં HIV પોઝીટીવ ઇન્ફેકશન એ લોકો દ્વારા ફેલાઈ રહ્યો છે જે નશાની લતમાં લિપ્ત છે. કાયદાકીય રીતે હેરોઈનનો ઉપયોગ કરનારાઓમાં ભારત પણ ઈરાન, પાકિસ્તાન અને ચીનની સાથે યાદીમાં સૌથી ઉપર છે. ત્યાં જ ભૌગોલિક દૃષ્ટિએ વિશ્વમાં હેરોઈન ઉપલબ્ધ કરાવનારા સૌથી મોટા દેશ બર્મા અને અફઘાનિસ્તાન છે, જે ભારતથી સૌથી નજીક છે. આ રીતે હેરોઈનનું ભારતમાં ગેર-કાયદેસર રીતે પ્રવેશવું અને કારોબારીરૃપ ધારણ કરવું એ બીજા દેશો કરતાં વધુ સરળ છે. નશીલી વસ્તુઓમાં હેરોઈન ભારતમાં સૌથી વધુ વપરાય છે. વિવિધ વર્ગો કે જેમાં ૧૦થી લઈને ૧૩ વર્ષના બાળકો, જેમાં નબળા વર્ગોના બાળકો પણ સામેલ છે તો ત્યાં જ ઉચ્ચ વર્ગના બાળકો પણ વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓ પણ સામેલ છે. તો ત્યાં જ પુરુષો તથા મહિલાઓ પણ, ઝૂંપડપટ્ટીમાં રહેનાર પણ સામેલ છે તો સર્વશ્રેષ્ઠ મકાનોમાં રહેનારા લોકો પણ, કારોબારી પણ સામેલ છે તો ત્યાં જ સામાન્ય જીવન જીવનારા લોકો પણ. પછી આ જ મામલો શરાબ-સેવનનો પણ છે; અને અન્ય નશીલી વસ્તુઓનો પણ.
ભારતમાં નશાની લતમાં લિપ્ત લોકોમાં સૌથી વધુ સંખ્યા યુવાનોમાં છે. વર્તમાન સરકારનું જ્યાં એક બાજુ આ સ્વપ્ન છે કે ઈ.સ. ૨૦૨૦ સુધી ભારત નવયુવાનોની મૌજૂદગીના બળે વિશ્વનો શક્તિશાળી દેશ બનશે, ત્યાં જ એ સ્વપ્નની હકીકત આ છે કે અહીં ભારતમાં સૌથી વધુ બેરોજગારી જો ક્યાંક છે તો આ જ વર્ગ અર્થાત્ યુવાનોમાં છે. પરિણામે માનસિક તાણમાં સપડાયેલા લોકોની સંખ્યા રોજેરોજ વધતી જઈ રહી છે. આ એવા નવયુવાનો છે જેઓ બેરોજગાર પણ છે અને માનસિક તાણ તથા દબાણના ભોગ પણ. આજે નશો ફકત મજા માણવા અને તાણ દૂર કરવાનું સાધન જ નહીં બલ્કે નવયુવાનોની એક જરૂરત પણ બની ચૂકી છે. નશા વિના તેઓ પોતાના રોજિંદા જીવનના કાર્યો અને અભ્યાસ યોગ્ય રીતે નથી કરી શકતા. એક અહેવાલ મુજબ દિલ્હી એન.સી.આર. ની સાથે પંજાબ, નોર્થ ઇસ્ટ, મુંબઈ અને બેંગ્લોર નશાના ‘હબ’ બની ચૂકયા છે. ખતરનાક વાત આ છે કે નશીલી વસ્તુઓ, હોટલો, આમ-દુકાનો અને શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ ખૂબ જ સહેલાઈથી ઉપલબ્ધ છે. આશ્ચર્ય તથા અફસોસની વાત આ પણ છે કે ઑન લાઈન ખરીદારીની વેેબસાઈટ્સ પર નશીલી વસ્તુઓ વિવિધ કોડ-વર્ડ્સમાં ઉપલબ્ધ છે, જે ખૂબ જ સહેલાઈથી કોઈ પણ પ્રકારના જોખમ વિના હૉમ ડિલિવરી દ્વારા ઘેર બેઠાં મંગાવી શકાય છે, અને આ બધંુ ચાલુ જ છે. જાણીતા માનસિક રોગોના નિષ્ણાંત ડૉકટર નવિન ગ્રોવર કહે છે કે નવ-યુવાનો વચ્ચે નશાના વધતા જતા ચલણ પાછળ બદલાતી જીવનશૈલી, અનૈતિક મિત્રોની સોબત, કૌટુંબિક દબાણ, માતા-પિતાના ઝઘડા-કંકાસ, ઈન્ટરનેટ ઉપર કલાકો સુધી સમય ગાળવો અને પારીવારિક વિખવાદો કારણરૃપ છે. આ જ કારણ છે કે દિલ્હી, નોઈડા, ગુડગાંવ, ફરીદાબાદ વગેરે આ એ તમામ વિસ્તારો છે જે દિલ્હીથી જોડાયેલા છે અને જ્યાં મોટી સંખ્યામાં નવયુવાનો આર્થિક જરૂરતોના લીધે મૌજૂદ છે. આ તમામ વિસ્તારોના કોર્પોરેટ હાઉસમાં કામ કરનારા ૨૭ ટકા નવયુવાનો કોઈ ને કોઈ નશાની લતમાં સપડાયેલા છે.
ચર્ચાની પશ્ચાદ્ભૂમિમાં આ વાત પૂરી રીતે સ્પષ્ટ થઈ જાય છે કે આજે દેશનો યુવાન નશીલી વસ્તુઓનો ઉપયોગ મોટાપાયે કરી રહ્યો છે. પરિણામે જ્યાં એકબાજુ એ વિવિધ પ્રકારના માનસિક રોગોમાં સપડાયેલો છે ત્યાં સામાજિક કૌટુંબિક અને ધાર્મિક બાબતોમાં તેને સ્હેજેય કોઈ દિલચસ્પી નથી. આવા સંજોગોમાં સત્તાધીશોએ સ્વપ્ન દેખાડવાને બદલે સમાન કાર્યપદ્ધતિ દ્વારા સમગ્ર દેશમાં અમલી પગલાં ભરવા જોઈએ, નહિંતર ટૂંક સમયમાં જ એ સ્વપ્ન ચકનાચૂર થઈ જશે જે નવયુવાનોની મોટી સંખ્યાને અવગણી જોવા અને બતાવવામાં આવી રહ્યા છે. *