Friday, April 19, 2024
Homeઓપન સ્પેસશરીઅતમાં વિચારો અને અભિપ્રાયોની વૈવિધ્યતા, એક વિસરાયલો પાઠ

શરીઅતમાં વિચારો અને અભિપ્રાયોની વૈવિધ્યતા, એક વિસરાયલો પાઠ

ક્યારેક એવું થાય છે કે દીન (ધર્મ)માં ગુંજાશ હોય છે, પરંતુ પોતાની નજરની ઉણપ, જ્ઞાાનનો અભાવ અને હૃદયની સંકુચિતતાના કારણે લોકોને લાગે છે કે દીનમાં સંકુચિતતા છે, આનું એક ઉદાહરણ વિવિધ પ્રકારના મતભેદો ધરાવતી સમસ્યાઓ છે.

શરીઅત (ધર્મશાસ્ત્ર)ના કોઈપણ પાલનને જુદાજુદા લોકો વિવિધ પદ્ધતિઓથી કરે છે, અને શરીઅતમાં તે બધી જ પદ્ધતિઓની અનુમતિ અને ગુંજાશ હોય તો તેને વિચારો અને અભિપ્રાયોની વૈવિધ્યતા કહે છે. અભિપ્રાયોની વૈવિધ્યતાના કિસ્સામાં દરેક વ્યક્તિ પોતાની પસંદગીની પદ્ધતિઓ ઉપર પાલન કરે છે, પરંતુ કોઈ દોષિત નથી હોતો, બલ્કે બધા જ તેની જગ્યાએ યોગ્ય હોય છે, અને દરેકના યોગ્ય હોવા પર બધા જ લોકો સંમત હોય છે. આ જ ભાવનું નામ ‘વિચારો અને અભિપ્રાયોની વૈવિધ્યતા’ છે.

શરીઅતમાં આ ગુંજાશ લોકોની સરળતા માટે છે. આમાં ઘણું ડહાપણ છુપાયેલું છે, અને આ ગુંજાશને અકબંધ રહેવામાં ભલાઈ અને બરકત છે, પરંતુ ક્યારેક કોઈ એક પદ્ધતિથી વ્યક્તિ પરિચિત થઈ જાય છે અને બીજી પદ્ધતિઓ માટે એમના હૃદયમાં ગુંજાશ ખતમ થઈ જાય છે, તેમના પોતાના કારણો છે, સમજણની વાત આ છે કે ગુંજાશ વ્યક્તિના હૃદયમાં નથી હોતી, તે સમજતો હોય છે અને તેના કટ્ટરપંથી વલણથી બીજા લોકો પણ આ જ સમજે છે કે દીનમાં ગુંજાશ નથી, જોકે દીનમાં તો ગુંજાશ હોય છે પરંતુ હૃદયમાં ગુંજાશ નથી હોતી.

હૃદયની આ સંકીર્ણતાનું મોટું કારણ આ પણ છે કે વ્યક્તિની નજરથી તે દલીલો અદૃશ્ય થઈ જાય છે, જેનાથી તે બધી જ પદ્ધતિઓ પ્રમાણિત હોય છે, અને સામે ફકત એ જ દલીલ હોય છે જેનાથી એમની પસંદગીની રીતો સાબિત હોય છે. ચોંકાવનારી વાત આ છે કે આપણે અભિપ્રાયોની વૈવિધ્યતાની મુખ્ય શીખામણોને ધરમૂળથી ભુલાવી દીધી છે, અને વૈવિધ્યતાવાળા મતભેદોને વિરોધાભાસવાળા મતભેદો બનાવી દીધા છે. આપણે આના વિશે અગાઉના આલીમોની પદ્ધતિઓને પણ ધરમૂળથી ભુલાવી દીધી છે, અને તેમનાથી જુદા માર્ગોને પકડી લીધા છીએ. આપણે અહીં આલીમોના સંબંધે વિચારો અને અભિપ્રાયોની વૈવિધ્યતાના કેટલાક ઉદાહરણોના ેઉલ્લેખ કરીશું, અમારો ઉદ્દેશ્ય વિસરાયલા પાઠોને યાદ કરાવવું છે.

હઝરત અનસ બિન માલિક (રદિ.)થી પૂછવામાં આવ્યું કે, કુનુત રુકુઅથી પહેલા છે કે પછી, આપે ઉત્તર આપ્યો, અમે બધી જ પદ્ધતિઓને અનુસરતા હતા.

કયામની સ્થિતિમાં હાથોને નાભિ નીચે રાખવા છે કે નાભિ ઉપર, આના વિશે ઇમામ અહમદ અને ઇમામ ઇબ્ને અલમનઝરના મતે, હાથોને નાભિ ઉપર પણ અને નાભિ નીચે પણ રાખી શકાય છે.

રુકુઅ પછી બન્ને હાથોને બાંધવા છે કે છોડવા, આના વિશે ઇમામ અહમદ બિન હમ્બલએ કહ્યું, જેને હાથ બાંધવા છે તે બાંધી લે અને જેને છોડવા હોય છોડી દે.

સજદામાં જતા પહેલાં ઘૂંટણને જમીન ઉપર રાખવા છે કે હાથોને જમીન ઉપર રાખવા છે, આના વિશે ઇમામ માલિક, ઇમામ નોવી અને ઇમામ ઇબ્ને તૈમિયા જણાવે છે કે બન્ને પ્રક્રિયા યોગ્ય છે.

ઇકામત થાય તો ક્યારે ઉઠવું, આના વિશે ઇમામ માલિકે જણાવ્યું કે આનો કોઈ ચોક્કસ સમય નથી, જ્યારે જે ઇચ્છે ઉઠી શકે છે.

નમાઝમાં બિસ્સમીલ્લાહ કેવી રીતે પઢવું, આના વિશે ઇમામ ઇસ્હાકનો મત છે કે, આવાજ સાથે પણ પઢી શકાય અને અવાજ વગર પણ પઢી શકાય છે.

અઝાન અને ઇકામતના શબ્દોને કેટલા વખત પઢવા, આના વિશે ઉમ્મતમાં ઘણી રીતો પ્રચલિત છે, ઇમામ ઇબ્ને સરીજના મતે, બધા જ રીતો સમાન રીતે યોગ્ય છે.

રફઅયદૈન અને આમીન બિલજહરના સંલગ્નમાં ઇમામ ઇબ્ને કૈયિમના મત છે કે, આ બધા મતભેદો વૈવિધ્યતા કબીલથી છે અને તેને કરવું અથવા ન કરવું બન્ને યોગ્ય છે.

તકબીરે તહરીમાના સમયે હાથ ક્યાં સુધી ઉઠાવવા, આના વિશે ઇમામ ઇબ્ને સરીજ જણાવે છે કે, જો ઇચ્છો તો ખભા સુધી ઉઠાવવા અને ઇચ્છો તો કાન સુધી લઈ જાવ.

સજદાની સ્થિતિમાં હાથને ક્યાં રાખવા, આના વિશે ઇમામ ઇબ્ને અલમનઝરે જણાવ્યું કે, જો ઇચ્છો તો બન્ને હાથોને કાનની સામે રાખવા અને ઇચ્છો તો ખભાની સામે રાખવા.

આ તો થોડા ઉદાહરણો છે, નહિંતર હકીકત આ છે કે વિચારો અને અભિપ્રાયોની વૈવિધ્યતાના અગણિત ઉદાહરણોથી સમગ્ર શરીઅત આમ શણગારેલી છે, જેમ આકાશ અનંત તારાઓથી જગમગે છે. ફરજીયાત નમાઝોની રીતોમાં જે મતભેદો છે, ખરેખર વૈવિધ્યતાવાળો જ મતભેદ છે.

વિચારો અને અભિપ્રાયોની વૈવિધ્યતા વાસ્તવમાં મતભેદ નથી, બલ્કે એકતા અને સંગઠનની સ્થિતિ છે, જેમાં એક કાર્યને કરવા માટે અનેક રીતો છે અને લોકોમાં આ વાત પર સંમતિ હોય છે કે આ બધી રીતો યોગ્ય છે. વિચારો અને અભિપ્રાયોની વૈવિધ્યતા, વૈવિધ્યતાની વિચિત્ર શ્રેણી છે, આને અખંડિત રાખીએ તો એકતાના માર્ગોે ખુલે છે, અને આને ખતમ કરવાના પ્રયત્નો કરવામાં આવે તો અલગતાવાદ વધે છે અને એકતાના માર્ગો અવરોધિત થવા લાગે છે.

ઇસ્લામી ઇતિહાસના એક મહાન મુજદ્દિદ ઇમામ ઇબ્ને તૈમિયા (રહ.)એ વિચારો અને અભિપ્રાયોની વૈવિધ્યતાવાળી સમસ્યાઓમાં કોઇ એક મતને યોગ્ય ઠેરવવા અને તેના ઉપર જ ભાર મુકવાને નિષેધ બતાવ્યું છે અને એવી બાબતોમાં અંતિમવાદી વલણ અને લડાઈ-ઝગડાને પ્રતિબંધિત ઠેરવ્યું છે.

વિચારો અને અભિપ્રાયોની વૈવિધ્યતા હકીકતમાં વૈવિધ્યતા નથી બલ્કે એકતા અને સંગઠનનું એક સુંદર સ્વરૃપ છે. અભિપ્રાયોની વૈવિધ્યતાને સ્વિકારી લેવાની સાથે જ આપણે મતભેદો અને અરાજકતાની એક બહું વિશાળ ફાઇલ બંધ કરી શકીએ છીએ. અફસોફની વાત છે કે સદીઓથી ઉમ્મતની અગણિત શક્તિઓ અને સામર્થ્ય અવાસ્તવિક અને કાલ્પનિક મતભેદોની વિશાળ ફાઇલોને ઊંચી કરવામાં ખર્ચ થઈ રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments