Saturday, July 20, 2024
Homeઓપન સ્પેસરોજગારની ચિંતા

રોજગારની ચિંતા

વ્યક્તિની જેમ જ રાજકીય અને નૈતિક શ્રેષ્ઠતા કોઈ પણ કોમ માટે તે જ સમયે બાકી રહી શકે છે જ્યારે રોજગારના મેદાનોમાં તે નબળી ન હોય અથવા ઓછામાં ઓછું બીજાઓ ઉપર નિર્ભર ન હોય. બીજાઓ ઉપર નિર્ભિત કોમની સામૂહિક પ્રતિષ્ઠાને આઘાત લાગે છે અને એકરૃપતા નબળી થઈ જાય છે. અને તેથી તેમના માટે સત્ય કહેવા અને મનાવવાના પ્રયત્નો કરવા ઘણાં મુશ્કેલ થઈ જાય છે. રાજકીય, શૈક્ષણિક અને નૈતિક આધારો ઉપર મુસ્લિમ ઉમ્મતના બૌદ્ધિકોએ ઘણી ચર્ચાઓ કરી છે. હવે તક ઊભી થઈ ગઈ છે કે નવા જૂના વેપારીઓના માધ્યમથી ઇસ્લામનું પુનઃરુત્થાન થાય. મુસ્લિમ ઉમ્માહ દેખીતી રીતે કોઈ ભૌતિકવાદી કોમ નથી. આ તેમની નૈતિકતામાં સામેલ છે કે વસ્તુઓની સામે વિચારધારા અને તાકાતની સામે વ્યક્તિ અપેક્ષિત છે. તેમના માનસમાં એક ખાસ પ્રકારનો ભાવ ઉત્પન્ન કરવાની જરૃર છે કે ‘ધન પ્રાપ્તિનો ઉદ્દેશ્ય વૈભવી જીવનના બદલે લોકોની જરૂરતોને પૂરી કરવાનો હોય.’  આ ધ્યેય સામે રાખવાથી બે ફાયદા થાય છે. એક, માણસમાં અલ્લાહની મર્યાદાઓમાં રહીને કાર્ય કરવાનો સ્વભાવ પેદા થાય છે. તેના નજીક અલ્લાહને ક્રોધિત કરવાવાળા બધા માર્ગો અવ્યવહારૃ સાબિત થશે. બીજો, તેના આર્થિક સંઘર્ષના પરિણામે લોકોના જીવનમાં સરળતા અને સમૃદ્ધિની તક ઊભી થાય છે. આ આર્થિક સંઘર્ષને તે તેને સોંપેલ દીનની સેવાનો મોરચો સમજે છે. અને ધન પ્રાપ્તિની પ્રક્રિયાના માધ્યમથી જન્નતનો માર્ગ સરળ બનાવે છે.

આ વાતમાં કોઈ શંકા નથી કે વર્તમાન આર્થિક વ્યવસ્થા હેઠળ સંઘર્ષનો રસ્તો ઘણો મુશ્કેલ છે. કારણ કે પ્રચલિત અર્થતંત્ર નૈતિક આધારોથી મુક્ત છે. જ્યાં તકોની પ્રાપ્તિથી લઈને વિકાસના પથ ઉપર ચાલતાં-ચાલતાં પાલવને પ્રદૂષણથી સુરક્ષિત કરી પણ લઈએ તો વાતાવરણમાં સામેલ ધૂળ વટેમાર્ગુ માટે અનિવાર્ય થઈ જાય છે. આપણે જ્યારે આ વાત કહીએ છીએ કે વર્તમાન આર્થિક વ્યવસ્થા વ્યાજ આધારિત છે તો તેનું પ્રાયોગિક પ્રગટીકરણ આ છે કે વર્તમાન આર્થિક વ્યવસ્થામાં બેંકની ખૂબ મોટી હૈસિયત  છે. અહીં આ સ્વીકારવામાં આવે છે કે કોઈ પણ વેપારનો પાયો દેવું (Debt) છે અને દેવાની પ્રાપ્તિ વ્યાજ દર ઉપર. આ દૃષ્ટિકોણથી જે લોકો દેવું લઈ શકે છે ફકત તે લોકો મૂળભૂત રીતે સાધનો ઉપર પહોંેચ રાખશે. અને આ સાધનોનો ઉપયોગ કરીને વેપાર કરી શકશે. આ આધારે જો સરકાર, વેપારને પ્રોત્સાહન આપવા ઇચ્છે તો તેના માટે અનિવાર્ય થઈ જાય છે કે વ્યાજ દર ઓછા કરે જેથી દેવું પૂરૃં પાડવા માટે સરળતા થઈ જાય. સમકાલીન અર્થશાસ્ત્રના આ આધારને સમજીને આપણે આ અંદાજો લગાવી શકીએ છીએ કે તેમાં દેવું અને નાણાંકીય સ્ત્રોતોને બીજા બધા મુદ્દાઓ ઉપર પ્રભુત્વ પ્રાપ્ત છે. તેનો આ નમૂનો છે કે ભારતની ૧૦ મોટી કંપનીઓમાં દરેક ઉપર ચૂકવવા પાત્ર દેવું ૫૦ હજારથી લઈને એક લાખ કરોડ રૃપિયા છે. રિલાયન્સ, અદાણી અને વેદાંતા ગ્રુપમાં દરેક એક લાખ કરોડ રૃપિયાથી વધારે દેવાદાર છે.

પરંતુ ઇસ્લામ! ઇસ્લામ ન તો દેવાને પસંદ કરે છે અને ન જ વ્યાજને કાયદેસર ઠેરવે છે. આ માટે સમકાલીન અર્થતંત્ર મુજબ પોતાના વેપારને વધારવાના માર્ગો સમાપ્ત તો નહીં પણ મર્યાદિત જરૃર થઈ જાય છે. તો આ કેવી રીતે શક્ય બની શકે કે વેપારને પ્રોત્સાહન મળે?!! તેનો ઉત્તર છે, મહેનત અને બુદ્ધિમત્તા! ધન અને બીજા સાધનો સામે ઇસ્લામ મહેનતને જ ઘણું મહત્ત્વ આપે છે. મહેનત અને બુદ્ધિમત્તા દ્વારા વ્યક્તિ પોતાની ગરીબાઈને સમૃદ્ધિમાં પરિવર્તિત કરી શકે છે. આ વાતની સત્યતા વિશ્વના બધા મોટા વેપારીઓના અનુભવથી પણ દેખાય છે અને તેનાથી વધીને સહાબાએ કિરામ રદિ.ના જીવનથી પણ વધારે ખબર પડે છે. દુર્ભાગ્યે મુસ્લિમ ઉમ્મતના બુદ્ધિશાળી અને શિક્ષિત વર્ગ જ્યારે વેપારના સંદર્ભમાં વિચારે છે તો સૌથી પહેલાં મૂડી પુરવઠા માટે માત્ર દેવું મેળવવા વિશે ચિંતિત રહે છે. અને ત્યાંથી જ સંપૂર્ણ દિશા અને પ્રાથમિકતા બદલવાનું શરૃ થઈ જાય છે. તેથી વેપારના ઉદ્દેશ્યથી દૂર હોવા અને અલ્લાહના ગુસ્સાથી નજીક સરકવાની શરૃઆત થઈ જાય છે. જોકે ઘણી સંસ્થાઓ વ્યાજ રહિત દેવા પૂરા પાડવાના પ્રયત્નોમાં લાગેલી છે, અલ્લ્લાહથી પ્રાર્થના છે કે તેમને આ કાર્ય માટે મહાન વળતર આપે. પરંતુ વ્યાજ રહિત દેવાની મૌજૂદગીના વિરુદ્ધમાં આ વાત આપણા યુવાનોની નજર સમક્ષ રહેવી જોઈએ કે દેવા સામે તેમની મહેનત અને બુદ્ધિમત્તાને ઇસ્લામનું સમર્થન પ્રાપ્ત છે. દેવું એક અભિશાપ છે અને તેનાથી જેટલા દૂર રહેવામાં આવે તેટલું જ શ્રેષ્ઠ છે.

બીજી સમસ્યા આપણા યુવાનોની આ છે કે તેઓ નાના વેપારને તેમની પ્રતિષ્ઠા વિરુદ્ધ સમજે છે. કોઈ સંસ્થાથી એન્જીનિયરિંગની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી તે પોતાના તમામ પ્રયત્નો કોઈ કંપનીમાં જૉબ કરવામાં વેડફી નાંખે છે. જોકે મૂળભૂત રીતે જૉબમાં કંઈ ખોટું નથી પરંતુ આ શક્ય છે કે આમાંથી અમુક યુવાનો એવા હોય જે પોતે પોતાની સ્વતંત્ર કંપની સ્થાપિત કરી શકે અથવા વેપાર કરી શકે. અને શક્ય છે કે તેમના આ વેપારના પ્રયત્નો દ્વારા ઇસ્લામની આર્થિક વ્યવસ્થાના ફાયદાઓ લોકો સમક્ષ લાવી શકાય. તે માટે વેપાર ચાહે કોઈ પણ સ્તરનો હોય તે અપનાવવા અને તેના માટે સંઘર્ષ કરવાને નોકરીથી શ્રેષ્ઠ ગણવામાં આવશે.

પરંતુ આ આર્થિક સ્થિરતાના પ્રયત્નોના માર્ગોમાં મોટા જોખમો છે. આમાં સૌથી મોટું જોખમ દુનિયાથી પ્રેમ છે. અને જ્યારે સમાજના શ્રીમંતોને જોવામાં આવે છે તો હજારમાંથી એક અથવા બે હોય છે જે આ ફિત્નાથી બચેલા છે. તેનું મુખ્ય કારણ આ છે કે ધન પ્રાપ્તિને તેઓ પોતાની મહેનતનો બદલો સમજે છે અને અલ્લાહની કૃપાને ભૂલી જાય છે. એ માટે સંપત્તિની વહેંચણીના સંદર્ભમાં પણ તેઓ કંજૂસ સાબિત થાય છે.જ્યારે કે તેમનું વલણ આ હોવું જોઈએ કે અલ્લાહની કૃપાના કારણે જે સંપત્તિ તેમને પ્રાપ્ત છે તેને અલ્લાહના બંદાઓ ઉપર પણ ખર્ચ કરે અને પોતાની જાત ઉપર જ વેડફી ન નાખે. કારણ કે આપણો ધ્યેય ઉમ્મતની સામૂહિક સુધારણાઓને અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો છે. ઇમામ શુકાફી (રહ.) એકવાર ઇમામ શાફઈ (રહ.)ને પોતાના ઘર લઈ જઈ રહ્યા હતા. જતાં જતાં માર્ગે તેઓ એક ભવ્ય ઘરની સામે રોકાઈ ગયા. ઇમામ શાફઈ (રહ.)એ કહ્યું, શિક્ષક મહોદય આગળ વધો.અહીં તમે કેમ રોકાઈ ગયા? ઇમામ શુકાફી (રહ.) જણાવે છે કે, આ જ મારૃં ઘર છે. અને હું ઇચ્છું છું કે ઉમ્મતના બધા લોકોનું આવું જ ઘર હોય. હકીકતમાં વાસ્તવિક સુખ બીજાઓના નાના હોવા અને ગરીબાઈમાં નથી બલ્કે સમૃદ્ધિ અને ખુશહાલીમાં છે.!

(લેખક “રફીક-એ-મંઝિલ” ઉર્દૂ માસિક, નવી દિલ્હીના તંત્રી છે.)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments