Saturday, July 27, 2024
Homeસમાચારરોહિંગ્યા મુસલમાનો પરના અત્યાચાર આધુનિકકાળની સૌથી ખરાબ ત્રાસદી- મૌ.જલાલુદ્દીન ઉમ્રી

રોહિંગ્યા મુસલમાનો પરના અત્યાચાર આધુનિકકાળની સૌથી ખરાબ ત્રાસદી- મૌ.જલાલુદ્દીન ઉમ્રી

નવી દિલ્હી,

રોહિંગ્યા મુસલમાનોના નરસંહાર અને કત્લેઆમ તેમજ વંશોચ્છેદ અંગે જમાઅતે ઇસ્લામી હિંદે પોતાની ઊંડી ચિંતા અને દુઃખ વ્યકત કર્યા છે.

જમાઅતે ઇસ્લામી હિંદના અમીર મૌલાના સૈયદ જલાલુદ્દીન ઉમ્રીએ પોતાના એક નિવેદનમાં કહ્યું છે કે હાલમાં મ્યાન્મારના રાખૈન વિસ્તારમાં રહેતા રોહિંગ્યા મુસલમાનો અત્યંત ઘાતકીપણા અને જુલ્મ તથા બર્બરતાનો સામનો કરી રહ્યા છે. તેમને એક તરફ બૌદ્ધ કોમવાદીઓ અત્યાચારનો ભોગ બનાવી રહ્યા છે  તો બીજી બાજુ ત્યાંનું લશ્કર તેમના પર જુલ્મ તથા બર્બરતા ગુજારી રહ્યું છે. ઓગસ્ટ મહિનાથી અત્યાર સુધી લગભગ ત્રણ લાખ જેટલા રોહિંગ્યા મુસલમાનો બર્માને છોડીને બાંગ્લાદેશમાં શરણ લેવા મજબૂર થઈ ગયા છે જ્યાં વિવશતાભર્યું જીવન જ તેમનું ભાગ્ય બની ચૂકયું છે.

જમાઅતે ઇસ્લામી હિંદના અમીરે આધુનિક કાળની આ સૌથી ખરાબ માનવ-ત્રાસદી પર પોતાના ઊંડા દુઃખ તથા વ્યથાને વ્યકત કરતાં સંયુકત રાષ્ટ્ર સંઘ, ઓઆઈસી અને માનવ અધિકાર સંગઠનોથી માગણી કરી છે કે તે બર્માની સરકાર પર દબાણ નાખે કે તે પોતાના જ દેશના કાયદેસરના નાગરિકો ઉપર કરવામાં  આવી રહેલા જુલ્મ તથા અત્યાચારોને તાત્કાલિક બંધ કરે, તેમની નાગરિકતા બહાલ કરે, તેમના આવવા-જવા પર મૂકાયેલ પ્રતિબંધો ખતમ કરે અને તેમના સામાજિક તથા આર્થિક વિકાસ ઉપર ધ્યાન આપે.

જમાઅતે ઇસ્લામી હિંદના અમીરે મ્યાન્મારની વડાપ્રધાન અને નોબલ પારિતોષિક વિજેતા મહિલા આંગ સાન સૂચીની આ બર્બરતા ઉપર આપરાધિક ચુપકીદી બદલ ખૂબજ આશ્ચર્ય અને ચિંતા વ્યકત કરી છે અને તેમનાથી પોતાના વલણમાં હકારાત્મક ફેરફાર લાવવાની માગણી કરી છે. અમીરે જમાઅતે ભારત સરકારનું પણ ધ્યાન દોર્યું છે કે તે આ માનવ-સમસ્યા અંગે મ્યાન્માર સરકાર સાથે વાત કરે અને તેના પર દબાણ નાખે કે તે રોહિંગ્યાઈ મુસલમાનોના બંધારણીય તથા નાગરિક અધિકારોને તાત્કાલિક બહાલ કરે. અમીરે જમાઅતે ભારત સરકારથી પણ આ માગણી કરી છે કે  જે રોહિંગ્યાઈ મુસલમાનો કે જેઓ ભારતમાં શરણાર્થી તરીકે વસી રહ્યા છે તેમને ભારત સરકાર શરણાર્થીઓની હૈસિયતથી એ સમય સુધી અહીં રહેવા દે જ્યાં સુધી મ્યાન્મારમાં તેમના બંધારણીય તથા નાગરિક અધિકારો બહાલ નથી જઈ જતા.

આ અંગે જમાઅતે ઇસ્લામી હિંદના સેક્રેટરી જનરલ મુહમ્મદ સલીમ એન્જિનિયરીે પણ કહ્યું કે અમે સંયુકત રાષ્ટ્ર સંઘને અપીલ કરીએ છીએ કે મ્યાન્મારની સરકાર રોહિંગ્યા મુસ્લિમો પર થઈ રહેલા અત્યાચાર બંધક રાવે અને સાથે જે તેમને પોતાના દેશમાં પાછા લાવે તથા તેમના અધિકારો અને નાગરીકતા આપવા સંબંધિત પગલા લે. તેમણે આ પણ વિનંતી કરી કે દુનિયાની બધી રસકારો તથા ત્યાંના સમુદાયના લોકો તેમને પોતાને ત્યાં આશ્રય આપે. /

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments