Saturday, July 27, 2024
Homeઓપન સ્પેસલગ્નની આવશ્યક્તા

લગ્નની આવશ્યક્તા

વોટ્સએપ ઉપર સૌથી વધુ ફરતી જોક સાન્તા-બાન્તા અને પતિ-પત્નિ વિશેની હોય છે. પતિ-પત્નિ વિશે ચીપ જોક્સ બનાવનારાઓ ખરેખર દુખી આત્માઓ હોવા જોઇએ. કે જેઓ રીયલ લાઇફમાં સુખ ન મેળવી શક્યા તો વર્ચ્યુઅલ લાઇફમાં આવી જોક્સ મોકલી પ્રસન્ન થતા હશે. લગ્ન, કેટલાક લેખકો અને કવિઓ વર્ણન કરે છે એટલી ખતરનાક બાબત નથી. વાસ્તવિકતા તો આ છે કે લગ્નના પવિત્ર બંધનને કારણે જ સમાજમાં સવ્યવસ્થા, શાંતિ અને આરંભ હોય છે. લગ્નની પ્રથા માનવ સમાજમાં જ છે. પશુ, પ્રાણીઓમાં નથી. શારીરિક અને માનસિક શાંતિ માટે લગ્ન આવશ્યક છે (જો કે કેટલાક લોકોની માનસિક શાંતિ લગ્નના કારણે એટલે કે વિજાતિય પાત્રને કારણે જ નષ્ટ થઇ જાય છે, આ પાછો એક અલગ ચર્ચાનો વિષય છે.)

આપણને આશ્ચર્ય થાય છે કે બે અજાણ્યા પાત્રો લગ્નના બંધનમાં બંધાઇને આખું જીવન કેવી રીતે પસાર કરી દેતા હશે? એનો જવાબ તો એજ હોઇ શકે કે ઇશ્વર એમને પ્રેમના તાંતણે બાંધી દે છે. અદૃશ્ય એવું આ બંધન ખરેખર ખૂબ મજબૂત બંધન છે. કુઆર્નમાં કેહેવામાં આવ્યું છે કે જેનો ભાવાર્થ એવો છે કે “ઇશ્વરે સ્ત્રી અને પુરૃષ વચ્ચે પ્રેમ સંબંધ રાખ્યો જેથી જીવન સરળ થઇ જાય.” જો આ પ્રેમ ન હોત તો એકબીજા સાથે કેવી રીતે જીવ વીતતું?

દરેક માણસ અપૂર્ણ છે. દરેકમાં ઘણીબધી ખામીઓ છે. એક અપૂર્ણ પૂરૃષ એક અપૂર્ણ સ્ત્રી સાથે જોડાય ત્યારે પૂર્ણ બને છે. કુઆર્નમાં પતિ-પત્નિને એક-બિજાના પોશાક તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેવી રીતે પોશાક નગ્ન શરીરને ઢાંકી લે છે એવી જ રીતે પતિ-પત્નિ એકબીજાના દુર્ગુણો, ખામીઓ કે ત્રુટિઓને ઢાંકી લે છે.

વ્યક્તિનું જંગલીયતમાંથી સુસંસ્કૃત બનવા તરફની પરંપરાનું પહેલુું પગથીયું લગ્ન છે. જેેમાં એક સાથી પ્રત્યે વફાદારીના સોગંધ હોય છે. જો એમ ન હોત તો પશુઓની જેમ માણસ પણ અસંખ્ય પાત્રો સાથે શારીરિક સંબંધ બાંધતો અને કોણ કોનો પુત્ર કે કોણ કોનો પિતા છે એ જ ખબર ન પડત. પશ્ચિમના દેશોમાં આજે વ્યભિચાર સામાન્ય બાબત બની ગઇ છે. આ અમાનવીય અર્થાત પશુપ્રથા પ્રચલિત હોવા છતાં તેઓ પોતની જાતને વિશ્વના સૌથી સંસ્કારી લોકો ગણાવે છે. એ ઇતિહાસનો સૌથી મોટો જોક નથી?

લગ્ન એ ઇશ્વરના આદેશને આધીન છે. વ્યભિચાર એ એના આદેશની વિરૂદ્ધ છે.પશ્ચિમી સંસ્કૃતિમાં ફેલાયેલો રોગ હવે આપણે ત્યાં પણ ઘર કરતો જાય છે. અમે કોઇ જુથ, ધર્મ કે સમુદાયની ટીકા નથી કરતા પરંતુ આ હકીકત તરફ અમે ધ્યાન દોરવા માંગીએ છીએ કે પશ્ચિમના મોટા ભાગના લોકો ખ્રિસ્તી છે અને પછી બીજા ક્રમે નાસ્તિકો છે. જેમને ધર્મની સાથે કોઇ લેવા દેવા નથી, ઇશ્વર સાથે લેવા દેવા નથી.એમને ઇશ્વરીય આદેશ માનવો ફરજિયાત પણ નથી એટલે એવા લોકોની આપણે અત્યારે ચર્ચા ન કરીએ. એમના માટે કોઇ બંધન નથી. ખાવું પીવું અને મોજ કરવી બસ એજ એમનું જીવન છે. પશ્ચિમમાં ફેલાતા જતા અપરાધો- સામાજીક,આર્થિક કે શારીરિક એનું એક કારણ ખ્રિસ્તીઓની આ માન્યતા છે કે ઇશ્વરપુત્ર જિસસે (ઇસુએ) ખ્રિસ્તીઓના પાપના પ્રાશ્ચિત માટે શુળીએ ચઢી લોહી વર્હવડાવી દીધું છે. અર્થાત હવે ખ્રિસ્તીઓ ગમે તેટલા પાપ કરે તો પણ ઇશ્વર એમને પરલોકના જવનમાં કે દુન્યાવી જીવનમાં કોઇ સજા કરવાનો નથી. કારણ કે ઇસુ ખ્રિસ્તી બધાના પાપો વતી પોતે સજા વ્હોરી લીધી છે. આ એક ખતરનાક માન્યતા છે. આનો અર્થ એ છે કે ખ્રિસ્તીઓ ગમે તેટલા ગુના કરે, દારૃ પીએ,જૂગાર રમે કે વ્યભીચાર કરે એ બધું જ માફ થઇ જશે, જાણે પાપોનો પરવાનો મળી ગયો. આ ખોટી માન્યતાને લીધે પશ્વિમી સંસ્કૃતિ હવે જાત-જાતની વિકૃતિઓ તરફ આગળ વધી રહી છે. જેમાં સજાતીય સંબંધો કે જે ઇશ્વરે માણસની બાયોલોજીકલ રચના કરી છે, એના નિયમ વિરૂદ્ધ છે, ત્યાં સ્ત્રી-સ્ત્રી અને પુરૃષ-પુરૃષ અને જાતિય પરિવર્તન કરેલા લોકો લગ્ન ના અધિકાર માટે આંદોલનો માનવઅધિકારના ઓઠા હેઠળ ચલાવી રહ્યા છે. જે પ્રકૃતિ વિરૃધ્ધ છે એની લડાઇ માટે તેઓ ગર્વ લે છે! બે વફાઇ અને વ્યભિચારને લીધે આજે પશ્વિમી સંસ્કૃતિમાં લગ્ન સંસ્થા ઉપર પ્રશ્નાર્થ ચિહૃન મુકાઇ ગયું છે. ત્યાં આ પરંપરા ભંગાણના આરે આવીને ઉભી છે. દુર્ભાગ્યે આપણે પશ્વિમના આંધળા અનુકરણમાં એમની આ બાબતે પણ આયાત કરી લીધી છે અને હવે આપણે ત્યાં પણ લગ્ન પ્રથામાં ડખા થવા લાગ્યા છે.

જો કે એક સારી વાત એ છે કે આપણા દેશની સંસ્કૃતિના ઊંડામુળિયાઓએ હજી લગ્નની આ ઇમારતને ખંડીત થવાથી બચાવી લીધી છે. કેટલાક કાંકરા ખર્યા છે પરંતુ ઇમારત હજી સાબુત ઉભી છે. અને એ કઇં રાતોરાત તૂટી પડવાની પણ નથી. કેટલાક પશ્ચિમી વિચારકો અને સમાજશાસ્ત્રીઓ લગ્ન પ્રથા તૂટી પડશે એવી આશંંકા વ્યક્ત કરે છે એ કદાચ પશ્વિમ માટે સાચું હશે, પુર્વના દેશો માટે એ સાચું નથી.

કારણ કે લગ્ન એ માત્ર બે શરીરીનું જ મિલન નથી પરંતુ બે હૃદયો, બે આત્માઓ, બે વિચારસરણીઓ અને બે કુટુંબોનું પણ મિલન છે. અને લગ્ન કરવા એ નબીઓ અને પૈગંબરોની પરંપરા છે. માણસ શારીરિક અને માનસિક રીતે સંતુષ્ટ થાય છે, જે તંદુરસ્તી માટે પણ બહુ જરૂરી છે. શારીરિક સંબંધો બાંધ્યા પછી શરીરમાં હોર્મોન્સ ઉતપન્ન થાય છે જેનાથી તાણ ઓછી થાય છે. ઊંઘ સારી આવે છે, માનસિક રાહત મળે છે અને ઉદ્દિગ્નતા દૂર થાય છે. વંશ પરંપરા ચાલુ રાખવા માટ પણ લગ્ન આવશ્યક છે. વંશોના ગર્વ અને પ્રતિષ્ઠાનો આધાર કેટલીક વખત આવનારી પેઢીઓ ઉપર હોય છે. એક વિદ્વાને કહ્યું હતું કે ગર્વિત કુંવારાપણા કરતાં નમ્ર લગ્ન વધારે સારા છે. ફ્રેન્ચ લેખક બાલઝાક તો કહેતો કે જેમ આત્મા અમર છે, એવી માન્યતા છે કે એવી જ માન્યતા લગ્ન બાબતમાં પણ રાખવી જોઇએ. કેટલાક લોકો મજાકમાં કહેશે કે ‘ઉતાવળે લગ્નો કરો અને નિરાંત પસ્તાવો એ કહેવતનું શું?’ એ અર્ધસત્ય હશે. સંપુર્ણ સત્ય ન હોઇ શકે. સમાજનું એક જ કુટુંબ છે અને કુંટુંબ બને છે પતિ-પત્નિ અને બાળકોથી. કુંટુંબની વધારે જવાબદારી પૂરૃષ પર છે. ઘરખર્ચ આપવાની, કમાવવાની જવાબદારી પૂરૃષની છે તો સામે ઘર સંભાળવાની જવાબદારી સ્ત્રીની છે. કમાવવાની કેભરણપોષણ કરવાની જવાબદારી સ્ત્રીની નથી. ઇસ્લામે પુરૃષોને આદેશ કર્યો છે કે એમની પત્નિઓની સાર સંભાળ રાખે. બાળકોની સારસંભાળ રાખે. જો કે મજબૂરી વશ સ્ત્રી નોકરી ધંધો કરે અને કટુંબનું ભરણ પોષણ કરે એમાં કશું ખોટું નથી પરંતુ પતિ તંદુરસ્ત, સાજો માજો હોય અને પત્નિ ઉપર નોકરી-ધંધો કરવાનું દબાણ કરે એ યોગ્ય નથી. જીનવમાં મુશ્કેલીઓ આવતી રહી છે. પતિ-પત્નિ બંનેએ સાથે રહ એનો સામનો કરવાનો હોય છે. મુશ્કેલીઓ આવે ત્યારે દંપતીઓ વચ્ચે કાં તો પ્રેમ અને સમજદારી એકદમ વધી જાય છે તો કેટલાક દંપત્તિઓ થાકી હારી ચીડીયા થઈ એક બીજાથી દૂર પણ થઇ જાય છે.

આજ કાલ લગ્નો સમાજમાં પ્રતિષ્ઠા અને દેખાડો કરવાનું માધ્યમ બની ગયું છે. લાખો કરોડોનો ખર્ચ કરવામાં આવે છે. સંગીત અને જલસા પાર્ટીઓ ગોઠવવામાં આવે છે. ડી.જે. વગાડવામાં આવે છે. શ્રેષ્ઠ લગ્ન એ છે જેમાં ઓછામાં ઓછું ખર્ચ થાય. સાદગીથી કરેલી શાદી શ્રેષ્ઠ કહેવાય.

દહેજનું દૂષણ પણ આપણે ત્યાં સામાન્ય છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે ભણેલા ગણેલા છોકરાઓ કે જેઓ સારી સેલેરી કે નોકરી ધંધો ધરાવતા હોય છે. તેઓ પણ દહેજની માંગણી કરે છે. ઉલટુ આવા છોકારાઓએ તો સસરાને સામેથી કહેવું જોઇએ કે હું બહુ સારૃં કમાવું છું માટે કોઇ દહેજ કે કન્યાવિક્રયની જરૃર નથી. કન્યા મળે એ જ મારા માટે સૌથી મોટું દહેજ છે. દહેજના આ દૂષણનો ડામવું જરૃર છે. જે લોકો દહેજની માગણી કરે છે એમણે એ વાત યાદ રાખવી જોઇએ કે માગનાર હાથ ( કે જે નીચે હોય છે એના) કરતાં આપનાર હાથ વધારે શ્રેષ્ઠ હોય છે. કોઇની પાસેથી માગણી કરી પોતાના સ્વાભિમાનને ઠેસ પહોંચાડવી ન જોઇએ.

ઘણી બધી સારી બાબતો છતાય કેટલીક વખત લગ્નમાં ભંંગાણ પડે છે. એ માટે ઘણા કારણો જવબદાર હોઇ શકે છે. લોકો વર કન્યાની કુંડળીઓ જોઇ શુભ મુહુર્તમાં લગ્ન કરે છે. એમ છતાંય લગ્ન નિષ્ફળ જાય છે. કારણ શું છે? કુંડળી મળે કે ન મળે હૃદય મળવા જોઇએ એ લગ્નની સફળતાની પ્રથમ શરત છે. લગ્નની સફળતા માટે પૈસા, પ્રતિષ્ઠા કે પદની નહિં પરંતુ એકબીજાની લાગણીઓ સમજવાની અને કદર કરવાની આવશ્યક્તા હોય છે. સારી સ્ત્રી સાથે લગ્ન થાય તો જીવનના તોફાનમાં પણ કિનારો મળી જાય અને ખરાબ સ્ત્રી સાથે થયા તો સમજવું કે કિનારા ઉપર પણ તોફાન ઉઠે! સોક્રેટીસે આજ વાત જરા બીજી રીતે કહી હતી કે જો તમે સારી સ્ત્રીને પરણશો તો સુખી થઇ જશો અને ખરાબને પરણશો તો ફિલસુફી બની જશો. એની પોતાની પત્નિ ઝેન્થપી બહુ ખરાબ સ્ત્રી હતી એટલે જ આપણને એક સારો ફિલસુફ મળયો!

સારી સ્ત્રી મળે એ પુરૃષનું સૌભાગ્ય છે. એવું કહેવાય છે કે સ્ત્રી ઘરને સ્વર્ગ બનાવી શકે છે તો એને નર્ક પણ બનાવી શકે છે આ તો નસીબ નસીબની વાત છે! પરંતુ જે માણસ પોતે જ બરબાદ થવા માગતો હોય એણે ધનિક સ્ત્રીને પરણવું જોઇએ એવી વણમાગી સલાહ મિશેલેટ નામના વિદ્વાને આપી છે.

દરેક પુરૃષને બીજાની સ્ત્રી અને સુખ સારા લાગે છે આ એક વક્ર સત્ય છે. એમ પણ આપણી પ્રકૃતિ એવી છે કે જે વસ્તુ આપણી પાસે નથી હોતી એની તમન્ના કરીએ છીએ અને પામી લેવાની ઝંખના કરીએ છીએ. પરંતુ આપણી પાસે જે હોય છે એની કદર કરી શક્તા નથી. એનું મૂલ્ય સમજી શક્તા નથી. બીજાની સુંદર સ્ત્રી જોઈને જીવ બાળીએ છીએ પણ પોતાની પત્નિના સૌંદર્યને નિરખવાની ક્યારેક તસ્દી લઇએ છીએ?

એ મહેરાની પાછણ છુપાયેલા આત્માના સૌંદર્યની ક્યારેક ઝાંખી કરીએ છીએ?
અંર્ગેજીમાં કહેવત છે કે માળામાં રહેવા બે ેપંખીઓ કરતા હાથમાં રહેલું એક પંખી વધારે સારૃં છે. બધામાં બત્રીસ લક્ષણો ને ચોસઠ કળાઓ ન જ હોય . એની પૂર્તી કરવા માટે જ લગ્નની આવશ્યક્તા હોય છે.

અને છેલ્લે શ્રેષ્ઠ દંપતી ક્યું? જે દંપતિ સુખઃદુખમાં પણ એક સાથે ખડખડાટ હસી શકે એ!*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments