Friday, March 29, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપલોકતંત્ર કે ભીડતંત્ર ???

લોકતંત્ર કે ભીડતંત્ર ???

એક વસ્તુ કાન ખોલીને સાંભળી લેવી જોઈએ અને મગજ સંતુલિત રાખીને વિચારી લેવી જોઈએ કે કોલસાની વિશેષતા બળવું અને બાળવું છે. તમે તેનાથી ઠંડક પહોંચાડવાની આશા રાખશો તો આ શક્ય નથી મજાક છે. તેવી જ રીતે કેટલાક સમયથી જોવામાં આવી રહ્યું છે કે એક સુનિયોજીત કારસા અંતર્ગત લોકો વચ્ચે દૂરી ફેલાવવામાં આવી રહ્યું છે. ધર્મના નામે આસ્થાની આડમાં એક ભીડને તૈયાર કરવાનું કારખાનું ઝડપથી ધમધમી રહ્યું છે. ધર્મની આગળ જીવન કોઈ નજીવી વસ્તુ થઈ ગયું છે. નફરતના ખેતરમાં માણસાઈને બળદની જેમ જોતવામાં આવી રહ્યું છે, નફરતના પાંકમાં ધર્મની ખાધ નાંખવામાં આવી રહી છે. આનાથી વધારે ખતરનાર બાબત આ છે કે આ બધુ ધર્મના નામે કરવામાં આવી રહ્યું છે. કોઈપણ ધર્મ આવું શિક્ષણ કે ઉપદેશ આપતો નથી છતાં કેટલાક લોકો આગળ વધીને સરેઆમ કાયદાને રમકડું સમજી પોતાની ગુંડાગર્દીનો તાંડવ મચાવે, તો આ મોટી ચિંતાની વાત છે. આના પર વિચારવું જોઈએ કે તેની શિક્ષા અને દિક્ષા કઈ જગ્યાએ થઈ રહી છે. રાષ્ટ્ર અને ધર્મના ચોલામાં વરૃઓની ફોજને ક્યાં તૈયાર કરવામાં આવી રહ્યું છે.

આ હુમલો કોઈ વિશેષ ધર્મ કે વર્ગને નુકસાન પહોંચાડતુ હોય એમ નથી. આ તો આગ છે. આગ જ્યારે ફેલાય છે તો બાળે છે અને બધું જ રાખ કરી મુકે છે. પછી તેમાં બળનાર કોઈપણ હોય તે તેની ઓળખાણને નથી જાણતી તે આગ માટે દરેક વસ્તુ વગર ભેદભાવે બળવા પાત્ર છે. અને ધીમેધીમે બધું તેની અડફેટે આવી જાય છે.

આ પુરી વાતને સમજાવવા માટે હું ત્રણ ઘટનાઓ રજૂ કરૃં છું. આ ઘટનાઓએ ૧૫ દિવસમાં દેશવાસીઓને આ વિચારવા પર મજબૂર કરી દીધું છે કે અમે લોકતંત્રમાં છીએ કે ભીડતંત્રમાં, અને તેનું કારણ ન્યાયતંત્ર છે. જે કોઈપણ ભીડ પર કાર્યવાહી કરવાથી બચતું રહ્યું કે પછી જે પીડીત છે તેને દબાવવા પ્રયત્ન કરતો નજરે પડ્યો.

પ્રથમ ઘટના ૧૯ માર્ચની રાજસ્થાનના શહેર જયપુરની છે. જ્યાં હિંદુ-મુસ્લિમ વચ્ચે દ્વેષના બીજ રોપવાનો કારસો રચાયો. મુદ્દો હતો બીફ. આમ તો હમણાં દેશમાં બીફનું નામ સાંભળવું કે બોલવું પણ કોઈ દુર્ઘટનાની ભીતી સમાન છે.

થયું એમ કે એક હોટલ જેનો માલિક મુસ્લિમ હતો. તેને નિશાન બનાવવામાં આવ્યું. રોજની જેમ હોટલનો એક કર્મચારી કચરોં ફેંકવા ગયો, જ્યાં પહેલેથી ઉપસ્થિત મહિલાએ તેમાં ચિકનના હાડકા જોઈ ગૌમાંશ હોવાનો સંદેશો જાહેર કર્યો. આટલું સાંભળતા જ થોડી વારમાં મહિલાના સાથીઓની સંખ્યા ઉત્તરોત્તર વધવા લાગી અને ‘ભીડ’ બનીને હોટેલ પહોંચી ગઈ. ત્યાંના કર્મચારીઓ સાથે મારપીટ પછી હોટલને સીલ કરવાના નારાઓ બુલંદ થયા. જોતજોતામાં નગરનિગમની ટીમ પહોંચી ગઈ અને બધાને બહાર કરી હોટેલને સીલ કરી દીધું. માલીકને બોલાવવાની માંગ થવા લાગી, પણ તેઓ ત્યાં હાજર ન થઈ શક્યા કેમ કે તેઓ ત્યાં મોજૂદ ન્હોતા. આમ તો જે દેશમાં ‘અખલાક’ની ઘટના બની ચુકી હોય તે દેશમાં કોઈ ભીડમાં તર્કની વાત કરવાની હિમ્મત કઈ રીતે કરી શકે? વાત આગળ વધી. હોટેલ માલિકને શોધવાની કાર્યવાહી જોર પકડવા લાગી અને ભીડ કેટકેટલી ઓફીસો અને ઠેકાણાઓને શોધતી ઘરે પહોંચી, જ્યારે ઘરે પણ માલિક ન મળ્યો તો તે ભીડના દબાણમાં તેમના ઘરથી તેમના એક સંબંધીને ખૂબજ નિર્લજ્જતાથી કોઈ સંબંધીને પકડી લીધું. જે તેમને મળવા તેમના ઘરે આવ્યા હતા અને મહેમાન હતા. આતીથી દેવો ભવઃ બોલનારા આ દેશની પરંપરા ઉપર કાળો ડાધ છે. આ કાર્યવાહી દરમ્યાન કેટલીય ગાળો અને ધમકીઓ આપવામાં આવી. આમ તો હોટેલમાં કોઈ રેસ્ટોરન્ટ નથી જ્યાં લોકો ખાવા આવતા હોય. હોટલના સ્ટાફ અને કેટલાક મહેમાનો માટે ખાવાનું બનાવાય છે. જેમાં જુદા જુદા ધર્મના લોકો હોય છે.

હોટેલ માલિક પોતે એક સામાજીક કાર્યકર્તા છે. જેમનો સમયનો એક મોટો હિસ્સો રસ્તા પર ઠીઠુરતા લોકોને ધાબળા વહેંચવા, ઘરેલુ મહિલાઓને રોજગાર અપાવવા માટે, સીલાઈ સેન્ટર બનાવવા કે પછી ગરીબ અને આર્થિક રીતે કમજોર લોકોને વ્યવસાય માટે લૉન અપાવવામાં જાય છે. તેમની પોતાની એક સંસ્થા છે જે લોકોની દેશના જ્વલંત મુદ્દા જેમકે, ગરીબી ખતમ કરવા અને શૈક્ષણિક ઉત્થાન માટે કાર્ય કરે છે. જેનાથી હમણાં સુધી સેંકડો વિદ્યાર્થીઓ, મહિલાઓ અને આર્થિક રીતે કમજોર વર્ગના લોકો ફાયદો લઈ ચુક્યા છે. આ તમામ વાતો એટલા માટે કરવામાં આવી કે જે વ્યક્તિ આ રીતનું કાર્ય સમાજની પ્રગતિ માટે કરે છે પછી તે કેવી રીતે સાંપ્રદાયિક સૌહાર્દને બગાડવામાં માટે પ્રયત્ન કરી શકે. રીપોર્ટથી આ પણ સાબિત થઈ ગયું કે જે હાડકાના જે અવશેષો મળ્યા તે ચીકનના જ હતા. પછી આ બધું નાટક કોણે કર્યું. આની પાછળનો ઉદ્દેશ્યને કેવી રીતે અવગણી શકાય. પછી આપણી ન્યાય જ વ્યવસ્થા શું કરશે? જે ચીકનથી ગૌમાસ સુધીના સફરને ફકત અફવાહના ભરોસે ચલાવે. આખરે તંત્રથી હટીને કોણ નક્કી કરશે કે શું સાચું છે અને શું ખોટું?

બીજી ઘટના વિકાસના મોડેલ ગુજરાતની છે. વડાવલી ગામમાં ૨૫ માર્ચનો દિવસ કોઈ જ્વાલામુખીના ફાટવા જેવો હતો. કેટલાક બોર્ડની પરીક્ષા આપવા આવેલા બીજા ગામના વિદ્યાર્થીઓની ઝડપે આખા ગામને રાખના ઢેરમાં તબદીલ કરી દીધું. વિદ્યાર્થીઓની મારપીટ પછી સમાધાનની સાથે વાત ખતમ થઈ ગઈ હતી. પરંતુ એક કલાક પછી જ હજારોની ભીડે એક ગામને મારધાડ અને લૂંટફાંટની ગંદી રમત રમી. લગભગ પાંચ હજારથી વધુની ભીડે ૧૦૦થી વધારે ઘરવાળા આ ગામ પર હુમલો કરી દીધો. હુમલામાં લગભગ ૯૦ ઘરોને તોડફોડ અને આગચંપી કરવામાં આવી. પુર્ણ સ્વતંત્રતાની સાથે ઘરોને લૂંટવામાં આવ્યું. સોના-ચાંદીથી લઈ રોકડ, મોટર-સાઇકલ, કાર કે પછી પાકને કાપવા માટેની મશીનને પણ છોડવામાં નહીં આવ્યું. દરમ્યાનમાં એક વ્યક્તિને મારી નાંખવામાં પણ આવ્યું અને ગામના સરપંચના ગુપ્તાંગની થોડી ઉપર ગોળી પણ વાગી. ઘરોને બાળવા અને લૂંટફાટને જોઈને લાગે છે કે હુમલો પૂરી તૈયારીની સાથે કરવામાં આવ્યું હતું અને ભીડ પાસે તમામ આધુનિક કેમીકલ હથિયાર મોજૂદ હતા. સાથે સાથે ભીડમાં કેટલાક એવા ચહેરા પણ હતા જ તે ગામમાં રહેતા હતા જ્યાંથી વડાવલી પહોંચવામાં દોઢથી બે કલાકનો સમય લાગે છે. જ્યારે વિદ્યાર્થીઓના સમાધાનના એક કલાક પછી જ આ હુમલો થયો હતો.

મતલબ સાફ હતો પુરી તૈયારી હતી બસ અવસર અને આદેશની રાહ જોવાતી હતી. આ ઘટનામાં પશુઓના ચારા, બાળકોના પુસ્તકો, બેગ ત્યાં સુધી કે ખેતરોને પણ આગને હવાલે કરી દેવામાં આવ્યું. સેંકડો વિદ્યાર્થીઓ જે બોર્ડ સિવાય બીજા ધોરણોની તૈયારીઓ કરી રહ્યા હતા હવે પુસ્તક વગર અને જરૂરી કાગળોના અભાવના કારણે પોતાના ભવિષ્યના અંધકારમાં દેખાતી ભયાનક તસવીરથી ડરી રહ્યા છે. કુલ મળીને લગભગ છ કરોડનો નુકસાન થયો. એકનું મૃત્યુ થયું અને એક ઘાયસ થયો. આ ઘટનામાં પણ ચોકાવનારી બાબત આ હતી કે ન્યાયની સ્થાપના કરનારા ઠેકેદારો લૂંટારાઓની મદદ કરવા માટે હુમલાથી પહેલા ગામ ખાલી કરાવવા આવ્યા હતા અને કહી રહ્યા હતા કે ગામ છોડીને જતા રહો અહીં ખૂબ ખતરો છે. આખરે આ પોલીસ વ્યવસ્થા સામાન્ય લોકોમાં ડર અને અપરાધીઓમાં વિશ્વાસ પેદા કરવામાં કેમ લાગી છે. પછી જિલ્લા અધિકારી એક અઠવાડિયા પછી ઘટનાની તપાસ માટે આવે છે તે પહેલાં જ પોલીસ પીડીત પક્ષના યુવાનો પર એફઆઈઆર ઠોકી દે છે.

ત્રીજી ઘટના નુહ, મેવાત (હરિયાણા)ના ૫૫ વર્ષીય વ્યક્તિની છે જેને મારીમારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યું. ઘટના ૧ એપ્રિલની સાંજની છે જ્યારે વ્યવસાય ડેરી ચલાવનારા પહેલુ ખાન ઉદયપુર, રાજસ્થાનના પશુ હટવાડેથી દુધ માટે કેટલીક ગાય અને વાછરડાઓ ખરીદીને પોતાના ગામ જઈ રહ્યા હતા. આ તે પશુ હટવાડો છે જે જયપુર નગર નિગમ અંર્તગત આવે છે. અને પહેલુ ખાન અને તેના સાથીઓ પાસે નગર નિગમની રસીદ પણ હતી. જે સાબિત કરે છે કે ગાયોને ત્યાંથી જ ખરીદવામાં આવ્યું હતું. હરિયાણા જતી વખતે રાજસ્થાનના બેહરોડની પાસે ગાડીઓને રોકીને પહેલુ અને તેના સાથીઓને ખૂબ માર મારવામાં આવ્યો. મારનારાઓમાં ૪૦થી ૫૦ લોકોની ભીડ હતી. જે લાઠી, સડીયા અને સ્ટીલની રોડ સાથે હતા. ગાડીના ડ્રાઈવરનું નામ અર્જુન સાંભળી છોડી મુકવામાં આવ્યું અને બાકીનાની આ રીતે ધોલાઈ કરવામાં આવી કે ગંભીર ઈજાના કારણે પહેલુ ખાને નજીકના હોસ્પિટલમાં જીવ ગુમાવી દીધું. અને અન્યને ગંભીર સ્થિતિમાં દાખલ કરવામાં આવ્યું. આ ઘટનામાં પણ પોલીસ દેખરેખ હેઠળ બધું થયું અને મુકપ્રેક્ષક બની જોતી રહી. જ્યારે ભીડ ઉગ્ર બની તમામને બાળવાના પ્રયત્ન કરવા લાગી ત્યારે પોલીસવાળાોએ જઈને તેમને છોડાવ્યું. આ લોકોની પાસે લગભગ ૮૦ થી ૯૦ હજાર જેટલી રોકટ હતી જે લૂંટી લેવામાં આવી.

આ ત્રણ ઘટનાઓ જ નહીં સપ્ટેમ્બર ૨૦૧૫માં દાદરીની બહુચર્ચિત અખલાકની હત્યા હોય, ઓક્ટોબર ૨૦૧૫માં હિમાચલમાં નોમાનની હત્યા હોય, એપ્રિલ ૨૦૧૬માં સહારનપુરના મુસ્તૈનની લાશની વાત હોય, મે ૨૦૧૬માં હરિયાણાના વસીમની બેરહેમીથી ધોલાઈ હોય, જૂન ૨૦૧૬માં હરિયાણાના જ રીઝવાન અને મુખ્તારને ગોબર ખવડાવવાનો મામલો હોય, ૨૦૧૬માં જ લાતે હારના ઝબરા ગામ (ઝારખંડ)માં મજલૂમ અન્સારી અને ઇમ્તિયાઝ ખાનને માર્યા પછી ઝાડ ઉપર ફાંસીએ લટકાવવાની વાત હોય, મધ્યમપ્રદેશમાં ખિરકિયા રેલ્વે સ્ટેશન પર એક કપલ સાથે કરવામાં આવેલી જબરદસ્તી હોય કે પછી એમ.પી.ના જ મંદસૌર સ્ટેશન પર બે મહિલાઓની ધોલાઈ હોય. આ તમામ ઘટનાઓમાં દેશના બંધારણ અને ન્યાયતંત્રથી પરે એક સમુહ કે ભીડે કાયદાને પોતાના હાથે જ નહીં લીધું પરંતુ તેને પોતાના દાંતથી ચાવી પણ નાંખ્યું. દરેક ઘટનાની એક રીત છે અને આપણુ પોતાનું જ એક ઇતિહાસ જ્યાં એક તરફ ભીડ સરેઆમ જનતાને આતંકિત કરવામાં લાગેલી છે બીજી તરફ ખૂબજ નિર્લજ્જતાથી ન્યાયની મસ્કરી પોતે તેના રખેવાળ પોલીસ તંત્ર કરી રહ્યું છે.તેમનો યોગદાન ખૂબ જ નિરાશ અને દુઃખ પહોંચાડનારૃ  છે.

લગભગ આ તમામ ઘટનાઓમાં પોલીસ તરફથી પીડીતને દબાવવા, ધમકાવવા કે તેમની જ ઉપર એફઆઈઆર લગાવવાનો આરોપ છે. જ્યારે ઘટનાના કેટલાક દિવસો કે મહિનાઓ પછી પણ આરોપીઓને જેલમાં નાખવાની આપણી પોલીસ વ્યવસ્થા ખરાબ રીતે નાકામ થઈ છે. કાર્યવાહીના નામ પર આશ્વાસન અને કાગળોની ખાનાપૂર્તી કરવામાં આવે છે.

ન્યાય પ્રિય સમાજની સ્થાપના માટે જરૂરી છે કે કોઈ પણ સમુહ ન્યાયથી ઉપર નહીં ઉઠવો જોઈએ. કોઈને પણ આ અધિકાર નથી કે પોતાની આસ્થાની આડમાં સરેઆમ લાઠી અને ડંડાના જોરે જજ બની જાય અને મુદ્દાને વિચાર્યા વિગર લાઠીના જોરે રસ્તા પર ફેસલો સંભળાવવવા લાગે. મોત અને ફાંસીની સજા કઈ પણ સાબિત થયા વગર આપવામાં આવે. અને આ અધિકાર તો ન્યાયતંત્ર સિવાય કોઈને પણ આપી ન શકાય અને ન્યાયતંત્રને પોતે પણ આ વિષય ઉપર મંથન કરવાની જરૃર છે કે જ્યાં કોઈ પુરાવો નહીં હોય ત્યાં કોઈને ગુનેગાર કહી દેવું અને જ્યાં સબૂતોનું ઢેર હોય ત્યાં કાર્યવાહી કરવામાં આંખઆડા કાન કરવું આશ્ચર્યની વાત છે.

એક બીજી વાત જો આ તમામ રાજનીતિ કરવા માટે એક વિશેષ સમુદાયને સિંહની સામે બકરી લાવવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી રહ્યું હોય તો સાવધાન થઈ જવું જોઈએ. કેમ કે જ્યારે સિંહના દાંતને લોહી લાગી જાય છે તો તેને પછી લોહી જ પસંદ આવે છે. ઘાસ કે રોટી તેની ભુખને શાંત નથી કરી શકતા. પછી તે બકરીની રાહ નથી જોતો. ગમે તેનો શિકાર કરી લે છે. અને આપણને આ પણ ધ્યાન રાખવું જોઈએ કે જો આ ભીડને નહીં રોકવામાં આવ્યું તો આ ભીડ સિંહની માફક થઈ શકે. જે આપણા અને પારકાનો ભેદ કર્યા વગર પોતાની ભૂખને શાંત કરવા માટે રસ્તા ઉપર મૌતનો તાડંવ કરશે. જેને રોકવું અસંભવ થઈ જશે.

થોડા સાવધાન સમજુ અને દિર્ઘદૃષ્ટા થવાની જરૃર છે. અને તે પણ સમયના અનુસંધાનમાં. વિચારો, આપણે લોકતંત્રમાં છીએ કે ભીડતંત્રમાં.

/

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments