મહદ્અંશે સફળ કહી શકાય તેવા 21 દિવસના lockdownની પૂર્ણાહુતિના દિવસે વડાપ્રધાન દ્વારા બીજા 19 દિવસનું lockdown રહેવાની જાહેરાત કરી દેવામાં આવી. વડાપ્રધાનનાં લગભગ ૨૫ મિનિટનાં રાષ્ટ્રજોગ સંબોધનમાં તેમનાં દ્વારા જે વાતો કરવામાં આવી છે તેનું વિશ્લેષણ થવું ખૂબ જરૂરી છે.
વડાપ્રધાન દ્વારા કહેવામાં આવ્યું કે બીજા વિકસિત દેશોની તુલનામાં આપણા દેશમાં કોરોનાં પોઝિટિવ કેસોની સંખ્યા ખૂબ ઓછી છે. તેનું શ્રેય લેતાં તેમણે જણાવ્યું કે પોતે ખરા સમયે નિર્ણય લીધો હતો તેથી પરિસ્થિતિ કાબૂ બહાર નથી ગઈ.
પરંતુ હકીકત આ છે કે આપણે કેટલા લોકોના ટેસ્ટ કર્યા કે જેથી ખરો અંદાજ કાઢી શકાય? ૧૧મી એપ્રિલ ના દિવસ સુધી દેશભરમાં લગભગ એક લાખ 80 હજાર જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા તેમાં સરેરાશ ૪.૭ ટકા પોઝિટિવ કેસો બહાર આવ્યા છે.(એટલે કે 8460 જેટલા પોઝિટિવ કેસો) તમિલનાડુ અને દિલ્હીમાં તપાસ કરવામાં આવેલ કેસોમાં ૯ ટકા કરતાં વધારે કેસો પોઝિટિવ નીકળ્યા છે. ૫મી એપ્રિલ થી દરરોજ ૧૫ હજારથી વધારે ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, દેશની જનસંખ્યાને જોતા આ ટેસ્ટની સંખ્યા ખૂબ જ ઓછી છે. ઓછામાં ઓછા એક કરોડ માણસો નો ટેસ્ટ થઈ જાય તો ખરો ખ્યાલ આવે કે પરિસ્થિતિ કાબૂમાં છે કે કાબુ બહાર ગઈ છે.
જાણે ચૂંટણી સભાને સંબોધતા હોય તેમ વડાપ્રધાને જણાવ્યું કે આર્થિક નુકશાન દેશવાસીઓની જાન સામે કંઈ પણ નથી એટલે lockdown જેવું કઠોર નિર્ણય લીધો છે. વડાપ્રધાને બિલકુલ સાચું જ કહ્યું છે પરંતુ દેશવાસીઓના જાનના જોખમ માટે વડાપ્રધાન ખરેખર ગંભીર હોય તો તેમણે દેશવાસીઓને (કોરોનાં પહેલા) ભુખથી બચાવવા તેમણે શું કર્યું?
lockdown એકમાત્ર વિકલ્પ છે ખરું પરંતુ lockdown ના સમયગાળા દરમિયાન દેશના નાગરિકો (જે રોજ કમાઈને ખાય છે) જેમાં વાહનચાલકો, મજૂરો, શાકભાજી અને ફ્રુટ વાળા, લઘુઉદ્યોગોમાં કામ કરતા કર્મચારીઓ વગેરે જેઓની વસ્તી દેશમાં કરોડોની હશે, કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવશે તેનું નક્કર આયોજન વડાપ્રધાને પ્રસ્તુત કરવું જોઈએ. જાહેર વિતરણ વ્યવસ્થા ની અવસ્થા મારી આંખો સમક્ષ છે આઠ દિવસ પછી ૧લી એપ્રિલથી વિતરણ નું કામ શરૂ કરવામાં આવ્યું ત્યાં સુધી સેવાભાવી સંસ્થાઓ કરોડો રૂપિયાનું દાન કરી ચૂકી હતી જાહેર વિતરણ વ્યવસ્થા નું કાર્ય lockdown પછીના મહત્તમ ૪૮ કલાકમાં શરૂ થઈ શક્યો હોત પરંતુ અફસોસ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે.
કોરોનાવાયરસ ને ભગાવવા હિંદુ ધાર્મિક ક્રિયાઓ જેવી કે તાળી, ઘંટી અને થાળી બજાવી દીવો પ્રગટાવી દેશવાસીઓએ પોતાની ધાર્મિક નિષ્ઠા અને શ્રદ્ધાનું પાલન કર્યું છે પરંતુ તેનાથી જીવન જરૂરિયાતની વસ્તુઓ આપમેળે આવી જાય એ શક્ય નથી આપ “ગરીબ પરિવારોની દેખરેખ રાખો” કહીને પ્રધાન સેવક તરીકેની પોતાની જવાબદારીથી છટકી ન શકોં. ગુજરાતમાં ટોરેન્ટ પાવર દ્વારા પૂરી પાડવામાં આવતી વીજળી ની રકમ પર રાજ્ય સરકાર દ્વારા 25 ટકા કર લેવામાં આવે છે તેની રાહત તેઓ અપાવી શક્યા હોત કારણ કે ટોરેન્ટ પાવર નો પ્રવેશ તેમના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન જ થયો છે. અને વિજળી ની રકમ lockdown ના સમયગાળા દરમિયાન માફ કરી શકાઇ હોત. એક ગેસનો બાટલો મફત આપી શકાયું હોત. 5000 રૂપિયા કરતાં ઓછું બેલેન્સ ધરાવતા તમામ બચત ખાતાધારકોના ખાતામાં 1000 રૂપિયા આસાનીથી નાંખી શકયા હોત. તમામ મકાન માલિકોને વિનંતી કરી શકાઈ હોત કે તેઓ lockdown નાં તમામ દિવસો નું ભાડું નહીં લે. રસ્તા પર ભૂખ અને તરસથી રઝળતા પ્રવાસી મજૂરો માટે કંઈ બોલી શક્યા હોત કે તેમના માટે શું આયોજન છે આરબીઆઈનો સ્પષ્ટ પરિપત્ર હોવા છતાં ઈ.એમ.આઈ નું કપાત ચાલુ છે તેનો કડક અમલ કરાવી ઈ.એમ.આઈ ને કપાતૂ અટકાવી શકાયૂ હોત. તમામ ખર્ચ ની ચુકવણી પી એમ કેર ફંડમાંથી આસાનીથી થઈ શકે પરંતુ વડાપ્રધાનને પ્રધાન સેવક લખવામાં અને કેહેડાવવામાં રસ છે પ્રધાનસેવક બનવામાં નહીં. તેના માટે લોકોને ખરેખર મદદ કરવાનો એહસાસ હોવો જરૂરી છે વોટ માટે ભોળી જનતાને બેવકૂફ બનાવવામાં વાયદા અને જૂઠાણાં નો સહારો લેતા માણસ પાસેથી આ આશા ક્યાં સુધી રાખી શકાય?(તે વાચક નિર્ભર છે)
મજૂરો અને કર્મચારીઓ કે જેઓ ઉત્પાદન કરતાં એકમો સાથે પગારના ધોરણે સંકળાયેલા છે તેમને છૂટાં નહીં કરવા વડાપ્રધાન દ્વારા અપીલ કરવામાં આવેલ છે એટલે સામાજિક અને આર્થિક તમામ બાબતોનો આધાર જનતા પર છોડી વડાપ્રધાને હાથ ખંખેરી નાખ્યા છે વડાપ્રધાન ની છેલ્લી અપીલમાં ડોક્ટર અને પોલીસ કર્મીઓનું સન્માન કરવાનું કહેવામાં આવ્યું છે હવે એ ડોક્ટરનું સન્માન કઈ રીતે શક્ય છે જે ઘરમાં સેલ્ફ ક્વૉરનટાઈન થઇ ને છૂપી ગયો છે? વડાપ્રધાનની અપીલ ડોક્ટર બાબતે આ હોવી જોઈએ કે પૂરતી કાળજી રાખી તેઓ દર્દીઓની મફત કે રાહત દરે સેવા કરે કે જેથી કોરોનાવાયરસ ને ફેલાવાથી અટકાવી શકાય. પોલીસ કર્મીઓને જો સન્માન જોઈતું હોય તો તેમણે પોતે સન્માન આપતા શીખવું જોઈએ ડઁડો બતાવીને તોછડી અને અભદ્ર ભાષા નો પ્રયોગ કરીને પોલીસ કર્મીઓ પોતાના માટે સનમાનના ભાવ કઈ રીતે પેદા કરી શકે??? જનતા માટે ડર નો પર્યાય બની ચૂકેલા પોલીસ ડરાવવા માટે નહીં સુરક્ષા સલામતી અને શાંતિ સ્થાપવા માટે હોય છે આ તેમણે પોતાના આચરણથી સિદ્ધ કરવું પડશે ત્યારે જ જનતા પાસેથી સન્માનની અપેક્ષા રાખી શકાય.
વડાપ્રધાને અને એ તમામ લોકોએ જેઓ ‘સેવક’ બનવાની ઇચ્છા ધરાવે છે તેમણે સ્પષ્ટ રીતે ઉમર ફારુક રદિ. નું દસ વર્ષનુ શાસન બારીકીથી નિરીક્ષણ કરવું જોઈએ કે જેથી તેમની ઉપર ‘સેવક’ નો અર્થ ફલિત થાય અને સેવક થવાનો ખતરો સ્વાદ ચાખી શકાય.
બાકી હિટલરશાહી દ્વારા તો સેવક નહીં જ થવાય!!!