માનવ જીવન વિવિધ કાળનો સુંદર સંગમ છે. એ જુદી બાબત છે કે કેટલાંક લોકો આ જીવનના જુદા જુદા કાળથી પુરેપૂરો લાભ મેળવી શકે છે અને ઘણા બધા વંચિત રહી જાય છે. માનવ-જીવનનો આરંભ બાળ અવસ્થાથી થાય છે. જ્યાં તે ઘણો જ પ્રેમ અને હુંફની ક્ષણ પોતાના માતા-પિતા અને સ્નેહિ સંબંધિઓની વચ્ચે ગાળે છે. અત્રેથી જ બાળકના શિક્ષણનો ક્રમ આરંભે છે. આ કાળમાં બાળકો ન તો શાળાએ જાય છે અને ન જ પુસ્તકોના પાના ફેરવે છે. છતાંય તે પોતાની ચોમેરના માહોલમાં જે કંઇ જુએ છે તે તેના મસ્તિસ્કમાં ઊતરે ને તેના આચરણમાં દેખા દે છે. પછી તે જ્યારે શાળામાં જાય છે તો તે સમાજના અન્ય બાળકોથી તેનો ભેટો થાય છે, જ્યાં વિવિધ પ્રકારનું પ્રશિક્ષણ પામેલા બાળકોથી મુલાકાત થાય છે. હવે તે ઘરેલુ માહોલ ઉપરાંત અન્ય સાથીઓથી શીખવાની સ્થિતિમાં પ્રવેશે છે. માનવ જીવનના જુદા જુદા કાળ આવી જ રીતે પસાર થાય છે અને પ્રત્યેક કાળથી માનવી ઘણા બધા અનુભવ મેળવે છે.
માનવીનું ઘરેલુ પ્રશિક્ષણ, શાળાના બાળકો-શિક્ષકોથી સંબંધ, કોલેજ અને યુનિવર્સિટીમાં મળનારા વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ, સમાજ જેનો તે એક અંગ છે તેની અસરો, આ બધું મળીને તેના વ્યક્તિત્વને કંડારવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. બાળપણમાં માનવી પાસે ઇચ્છાઓ અને ભવિષ્યની યોજનાઓ હોય છે. પણ યુવાવસ્થાએ કાળ છે જ્યારે એ ઇચ્છાઓ અને યોજનાઓ ઉપર અમલીકરણની તક પ્રાપ્ત થાય છે. તે એ બધું કરી ગુજરે છે જે કંઇ તેણે શીખ્યું છે અને જે કંઇ તે કરવા ઇચ્છે છે; તેથી માનવ-જીવનનો આ કાળ જેને બાળપણ અને યુવાની કહેવામાં આવે છે અથવા તો અન્ય શબ્દોમાં કહીએ તો શાળા, કોલેજ અને યુનિવર્સીટીનું જીવનકાળ વ્યક્તિગત રીતે વ્યક્તિ માટે અત્યંત કિંમતી છે. આ જ કારણસર કે એક તરફ શાળાઓમાં બાળ-કેળવણીનીવિવિધ પદ્ધતિઓ અપનાવાય છે. તો બીજી તરફ કોલેજ અને યુનિવર્સિટીમાં વિવિધ વિચારસરણીની જાહેરાત થતી હોય છે. અને આ કેળવણીને વિચારસરણી દ્વારા જીવનને કંડારવાના પ્રયત્નો અને અન્વેષણ થાય છે.
બાળકોની ફિલોસોફી, વિશ્લેષક અને કાર્ય સર્જન
બાળકોની મનોવૃત્તિના નિષ્ણાંતોનું કહેવું છે કે સર્જનની શક્તિ જન્મ-જાત નથી. આ કોઇનામાં પણ કેળવી શકાય છે. આ સંશોધનથી માતા-પિતા અને શાળાની જવાબદારીમાં ઉમેરો થઇ ગયો છે. જ્યારે કે તેમના બાળકો માટે સર્જન-શક્તિના તમામ દ્વાર ખુલ્લાં છે, તો તેમની ફરજ થઇ પડે છે કે તેઓ પોતાના બાળકોની કેળવણી એ ઢબે કરે કેે તેમની સર્જન-શક્તિ જાગૃત થાય. પણ પ્રશ્ન આ છે કે સર્જન છે શું ? સર્જનનો અર્થ છે નવી વસ્તુ બનાવવી. આથી સર્જનકાર્ય માટે કહી શકાય કે તે નવી વાતો, નવી રીત, નવા માર્ગો વિચારવાની ખૂબી ધરાવે છે. એમાં સંશોધનનું તત્ત્વ હોય છે. તેની કાલ્પનિક ચિત્ર બનાવવાની વિચાર-શક્તિ તીવ્ર હોય છે. તેના વિચારોમાં અવરોધ નથી આવતો. તે સુંરદરતાની વૃત્તિનો પારક હોય છે. જૂની-પુરાણી ઘસીટાયેલી રીત અપનાવવાથી અળગો રહે છે. આ બધી બાબતો બધા બાળકોમાં મોજૂદ હોય છે. ન માત્ર મોટા બાળકો બલ્કે નાના બાળકોમાં પણ આ બધી બાબતો હોય છે. તેઓ દરેક વસ્તુ અને દરેક કાર્યને ધ્યાનપૂર્વક નિહાળે છે, તકની તલાશ કરે છે, નોતરે છે, સ્પર્શે છે, સૂંઘે છે, વિચારે છે. રમકડાથી વાતો કરી પોતાની લાગણી વ્યક્ત કરે છે. તેને પોતાની યોજના બતાવે છે. એ વસ્તુમાં અનેક વસ્તુઓ નાખી જુએ છે કે તેનાથી હવે શું બનશે. એક રંગમાં કેટલાય રંગ ભેળવે છે. તે વસ્તુઓને ક્યારેક જુદી તો ક્યારેક ઢગલો કરી દે, ક્યારેક વ્હેંચી દે છે તો ક્યારેક સંતાડી દે છે. એટલે કે બધી શક્યતાઓ ઉપર વિચારે છે. જેમ કે દરેક બાળક પોતાનામાં એક તત્વચિંતક વિશ્લેષક અને નવ સર્જક હોય છે.
યુવા અવસ્થા અને વિદ્યાર્થી-જીવન
આમ તો દરેક વ્યક્તિ અંતિમ ક્ષણ સુધી વિદ્યાર્થી જ હોય છે. પણ વિદ્યાર્થીકાળનો એ સમય જેમાં નવયુવાન કોલેજમાં દાખલ થાય છે. દરેક પાસે માનવ-જીવનનો અગત્યનો કાળ હોય છે. અત્રે તેની ઉપર એટલી વધુ મર્યાદાઓ હોતી નથી કે જે તે શાળાના સમયગાળામાં સહન કરતો આવ્યો હતો. સાથો-સાથ માતા-પિતા અને સગા-સંબંધિઓ પણ તેને યુવાન જાણી એ કેળવણીની રીતે અપનાવતા નથી જેનો તે અત્યાર લગી સામનો કરતો રહ્યો હતો. બન્ને રીતે એક નવયુવાનને અન્યોનો વિશ્વાસ પ્રાપ્ત હોય છે અને સાથો સાથ ઘણી આઝાદી પણ. બસ! આ જ એ સમય છે જ્યારે માનવી ખરેખર શ્રેષ્ઠ માનવ હોવાનો પદ હાંસલ કરે છે. આપણે જાણીએ છીએ કે અલ્લાહ તઆલાએ ફરિશ્તાઓને પેદા કર્યા. પણ તેઓ અલ્લાહના તમામ ફેંસલા પર અમલ કરવા બંધાયેલા છે, જ્યારે માનવને હુકમ માનવા ન માનવાની આઝાદી. બાળક જ્યારે કે ઘર અને શાળામાં હોય છે. તો તેને મોટા ભાગે માતા-પિતા અને શિક્ષકોની આજ્ઞાનું પાલન કરવાનું હોય છે. પણ જ્યારે તે શાળાથી નિકળીને કોલેજમાં દાખલ થાય છે આ કાળમાં તેની ઉપરના તે પ્રતિબંધોની ખતમ થવા લાગે છે. કારણ બસ આ છે કે માતા-પિતા અને શિક્ષકનો એ ખ્યાલ બંધાય છે કે અત્યાર લગીની કેળવણી સારા પરિણામો આણશે. એવા સમયે એક નવયુવાનનું જીવન તેનો ગમો-અણગમો, તેની વિચારધારા તેના ખ્યાલો અને તે વિચારાધીન દુનિયાને જોવાનું દૃષ્ટિબિંદુ પછી તેનાથી વિશેષ ચાહે તેના ઉષ્ણ રૃધિર અને ગરમ લોહીમાં તરબોળ લાગણીઓ અને કલ્પનાઓ પછી તેની તાકાત અને બળ. આ તમામ વસ્તુઓ મળીને તેને કોઇ પણ માર્ગે ચાલવા કોઇ અવરોધરૃપ થતી નથી. આ જ કારણે નવયુવાનને દેશ, કોમ અને મિલ્લતનો ભવિષ્ય કહેવામાં આવે છે. તે માર્ગે ચાલી પડે તે માર્ગની મોજ જન્મની હવાઓની છાતી ચીરતાં અને બધી મુશ્કેલીઓ અગવડતાઓને સરળ રીતે સહન કરતાં આગળને આગળ વધતા જાય છે.
પણ પ્રયત્નો દિશા બદલવાની રહી છે!
વાસ્તવિક્તા આ પણ છે કે વિદ્યાર્થીકાળમાં નવયુવાન મોટી ઉંમરના લોકો કરતાં વધુ નિર્મળ નિખાલસ હોય છે. સામાન્ય રીતે મોટી ઉંમરના લોકો મોટા ભાગે પોતાના સ્વાર્થને દૃષ્ટિ સમક્ષ રાખીને કોઇ પણ પગલાં ભરતા હોય છે. જ્યારે વિદ્યાર્થીઓ અને નવયુવાનો કોઇ અંગત સ્વાર્થથી ઊંચા ઊઠીને તે પણ ભવિષ્યની ચિંતા કર્યા વગર પગલા ભરી લેતા હોય છે. નિર્મળતા અને નિખાલસતાના અનહદ વધારાને નવયુવાનોની ખરાબી-કમજોરી કહો કે ખૂબી કહો આ જ ગુણને ધ્યાનમાં રાખી પક્ષો, સંસ્થાઓ, નવયુવાનોને પોતાના ધ્યેય અને લક્ષથી જોડે છે. અને જો કોઇ વર્ગ કે વ્યક્તિ એ અનુભવે કે દેશ, કોમ અને મિલ્લત તેમને લાભકારી બનાવેે જેથી જ્યાં તે પોતે એક સાચા અને અમાનતદાર વ્યક્તિ તરીકે તરી આવે અને સાથે જ એક શ્રેષ્ઠ સમાજની રચના પણ થાય. અને આ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ એ બધા હકારાત્મક વલણ અખ્ત્યાર કરે જેની અપેક્ષા તેમનાથી રાખવામાં આવે છે. અલ્લામા ઇકબાલ (રહ.) જે ન માત્ર “શાઇર-એ-મશ્રિક” છે બલ્કે ઇસ્લામી તત્વચિંતક પણ હતાં. તેઓ મુસ્લિમ યુવાનોથી કેવી આશા અપેક્ષા રાખતા હતાં ? આવો તેમની પંક્તિઓ ને સમજવાના પ્રયત્ન કરીએઃ
તાબિશ અઝ ખુરશીદે આલમ તાબ ગી
બર્કે તાકે અફરોઝ ્ઝ સેલાબ ગીર
સાબિત વ સૈયારએ ગરદૂં વતન
આં ખુદાવંદાને અકવામે કુહન
ઈં હમા અય ખ્વાજા! આગોશ ખ્વાન્દ
પેશ ખેઝ વ હલ્કા દરગોશ તવાન્દ
જુસ્તજૂ રા મોહકમ અઝ તદબીર કુન
અન્ફુસ વ આફાક રા તક્ખીર કુન
હે મર્દે મુસલમાન! દુનિયાને પ્રકાશિત કરનાર, સૂર્યથી ઉષ્ણતા અને તેજ લઇ લે, પાણી ધોધથી પોતાના ઘરોને પ્રકાશિત કરનાર વીજળી ઉત્પન્ન કર, આકાશમાં બીરાજમાન સ્થગિત અને ચલિત આકાશી ગ્રહો, જેને સર્વાચીન કાળમાં કેટલાક લોકો પોતાના પૂજ્ય એટલે કે ભગવાન ગણતા હતાં, એ તો તમારી દાસીઓ અને તમારા અશ્રિત દાસ-ગુલામ છે. તૂં અન્વેષણ અને સંશોધનનું કાર્ય ચાલુ રાખ અને પોતાના પ્રયત્નોથી પ્રબળ અને નિર્ણાયક બનાવ. અને આ આકાશ અને ધરતીને પોતાના કબજામાં કર. અને આ સઘળું કરવાની સાથો-સાથ હે મર્દે મુસલમાન તૂં માનવજાત માટે સુખ-શાંતિ સ્થાન બની જા. બ્રહ્માંડના માલિકને ઓળખ કે જેણે તેને પેદા કર્યા છે. તેની સામે નમી જા. અને એ પણ બધા કાર્યોમાં પણ કે જે તૂં કરે છે, તેમાં પણ તેની સામે નમી જા. પોતાની જાતને ઓળખ કે તારી આ તાકાત-આવડત તારો આ લાગણીઓ અને સ્વપ્ન ક્યાંક ખોટા માર્ગ ન ધારણ કરી લે. હે સશક્ત શરીરને આત્માનો માલિક નવયુવાન વિદ્યાર્થી પોતાની નૈતિકતાને ઉચ્ચ મૂલ્યો ઉપર કંડાર આ જ હઝરત મુહમ્મદ સલ્લ.નો જીવન-ધ્યેય હતો. સૃષ્ટિના પાલનને માલિક સ્વિકારતા કહે છે, “અને નિઃસંદેહ તમો નૈતિકતાના ઉચ્ચ દરજ્જા ઉપર છો.” (સૂરઃઅલ કલમ-૪).
ઉમ્મતની મા હઝરત આયશા રદિ.એ પણ આપ સલ્લ. સંબંધે આ જ ફરમાવ્યું, “કુઆર્ન આપ સલ્લ.નું આચરણ હતું.” (ઇમામ અહમદ, મુસ્લિમ, અબૂદાઊદ, નિસાઇ, ઇબ્નેમાજા, દારમી). હવે જે વિદ્યાર્થી પણ વૃધ્ધાવસ્થા, સુસ્તી આળસ, પડતી, અનહદ નિર્બળતા, હિમ્મતમાં કમી અને શરીરને આત્માની નિર્બળતાના આક્રમણ પહેલાં પોતાના આ નવયુવાનીના વિદ્યાર્થીકાળને ઓળખી જાય, જેથી યુવાનીને વિદ્યાર્થીકાળનું મૂલ્ય અને અગત્યતા સ્પષ્ટ થઇ જશે. અને તે સરળને સીધો માર્ગે ચાલવાની નેમ કરી લે તે સફળ થયો અને જે આવું ન કરી શકે, અને પ્રવર્તમાન સ્થિતિને વશ થઇ પોતાના વ્યક્તિત્વને અદ્યોગતિને બરબાદીના માર્ગે નાખી દે. એ વાસ્તવમાં નિષ્ફળ છે. નિર્ણય પણ પોતે જ કરવાનું છે ને પગલા પણ પોતે જ ભરવાના છે. બધી જ આવડત ધરાવતા વિદ્યાર્થીઓ ને વિદ્યાર્થિનીઓ પોતાના ભવિષ્યને કઇ દિશા લઇ જાય છે.
બસ આનાથી જ વ્યક્તિ, કોમ, સમાજ, મિલ્લતનો ભવિષ્ય નક્કી થશે. અલ્લાહ આપણી મદદ કરે અને સીધા માર્ગે ચાલવાની સમજ આપે. આમીન.