વડાપ્રધાનના આ કહેવા છતાં કે હિંસક કે પ્રાણઘાતક માર-પીટનું વલણ કે જે તે લિન્ચિંગ કહેવામાં આવે છે તદ્દન અસ્વીકાર્ય છે. આ વાતની શકયતા ઘણી ઓછી જ છે કે એક ખાસ પ્રકારની આ હિંસા અટકી જાય જે સંપૂર્ણપણે કોમી દિશામાં ચાલુ છે. આમ કહેવાનું કારણ આ છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન સિવિલ સોસાયટી તરફથી પડનારા દબાણનું પરિણામ છે, જવાબદારીના અહેસાસનું નહીં. જો જવાબદારીનો અહેસાસ કેસભાનતા હોત તો શરૃઆતમાં જ થોડીક ઘટનાઓ બાદ જ કડક આદેશો બહાર પાડવામાં આવતા, પોલીસ સ્ટેશનોને જવાબદાર ઠેરવ્યા હોત અને સાથે જ દરેક રાજ્યથી અહેવાલ મગાવવામાં આવતો. જો કે ઘણો વિલંબ થઈ ચૂકયો છે. તેમ છતાં પ્રશ્ન માનવજીવનો છે, કોમી વાતાવરણનો છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની છબીનો છે, આથી જો હજી પણ જરૂરી પગલાં ભરવામાં આવે તો વધુ નુકસાનથી બચી શકાય છે પરંતુ જેવી રીતે કે કહેવામાં આવ્યું છે આની શકયતા બહુ ઓછી છે. કેમ કે વર્તમાન સરકારનું ઉદાહરણ એ રેલગાડી-ટ્રેન સમાન છે કે જે સારી સરકારના દાવા તથા સમાજને વિભાજિત કરીને રાજકીય લાભ મેળવવા જેવા બે પાટાઓ પર દોડી રહેલ છે. સૈદ્ધાંતિ રીતે પાર્ટી અને સરકારનો એજન્ડા એક જ હોવો જોઈએ; પરંતુ બધા જ જાણે છે કે કેવી રીતે પાર્ટી તથા સરકારે પરસ્પર જવાબદારીઓ વહેંચી લીધી છે. આ અંગેની એક દલીલ આ પણ છે કે મુસલમાનો ઉપર થતાં હુમલાઓ પરના વડાપ્રધાનના નિવેદનથી આશા રાખી શકાય છે કે જો દલિતો પર થતાં હુમલાઓ અંગે તેમના નિવેદનથી કંઈ ફેરફાર થયો હોત. આ નિવેદન એટલું સહાનુભૂતિપૂર્ણ હતું કે આ સૌને યાદ છે, તેને દોહરાવવાની જરૂરત નથી જણાતી.
સિવિલ સોસાયટી ટોળાશાહી હિંસાના આ વલણને અફસોસ તથા ચિંતાની નજરે જુએ છે. સભ્ય સમાજના કેટલાય ગંભીર તથા જવાબદાર લોકો તીવ્રપણે અનુભવી રહ્યા છે કે સરકારને લિન્ચિંગ વિરુદ્ધ કડક કાયદો ઘડવા માટે મજબૂર બનાવવામાં આવે. આ જ વિચારનું પરિણામ છે કે કેટલાક સમ-વિચારક લોકોનો એક ગ્રુપ આ કાયદાનો મુસદ્દો તૈયાર કરવામાં વ્યકત છે. તેમણે તેને ‘માય સુરક્ષા કાયદો’ નામ આપેલ છે, જેનું સંક્ષિપ્ત નામ ‘માસુકા’ હશે. ‘માસુકા’ને બંધારણીય અને લોકતાંત્રિક આધારો પર સંપાદિત કરવામાં આવી રહ્યો છે, જે મુજબઃ (૧) જો કોઈ વિસ્તારમાં ટોળાશાહી હિંસાની ઘટના બને છે તો સંબંધિત સ્ટેશન હાઉસ ઓફિસર એટલે કે એસએચઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. (ર) મારી મારીને મારી નાખવાને બિનજામિનપાત્ર બનાવવામાં આવે. (૩) દોષિતોને આજીવન કારાવાસની સજા કરવામાં આવે, અને (૪) આ પહેલા તપાસ પ્રક્રિયા અને અદાલતી સુનાવણી એક નિશ્ચિત મુદ્દતમાં પૂરી કરવામાં આવે. આ કાયદાનો મુસદ્દો ફકત આ જ કેટલાક મુદ્દાઓ પર આધારિત નથી બલ્કે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે આ એક ખૂબજ સુ-વ્યવસ્થિત, સર્વગ્રાહી ને સર્વવ્યાપી કાયદો હોય અને તૈયાર થઈ ગયા બાદસરકાર ઉપર તે સ્વીકારવા માટે દબાણ નાખવામાં આવે.
આશા રાખવી જોઈએ કે જે જવાબદારીના અહેસાસ સાથે આ કાયદાનો મુસદ્દો તૈયાર કરવામાં આવી રહ્યો છે એ જ અહેસાસ તથા જોશ તથા જુસ્સા સાથે તેને મંજૂર કરાવવાનો પ્રયત્ન પણ કરાવામાં આવશે, અને એ પ્રયાસમાં વસ્તીનો મોટો વર્ગ સામેલ હશે, અને આ મુસદ્દા કે બીલને તદ્દન એવી જ લોકપ્રિયતા પ્રાપ્ત થશે જેવી કે ભૂતકાળમાં લોકપાલને મળી હતી.
આપણે જાણીએ છીએ કે કાયદો બની જવો એ જ સમસ્યાનો ઉકેલ નથી હોતો, બલ્કે તેના પર ગંભીરતાથી અમલી બનાવાથી જ ઉકેલના માર્ગો ખૂલે છે. વર્તમાન સરકાર આ સમસ્યાનો ઉકેલ માટે કેટલી ગંભીર છે એ કોઈ છૂપી વાત નથી. આવામાં કાયદાનું ઘડાઈ જવું જેટલું મુશ્કેલ છે એટલું જ મુશ્કેલ તેનું લાગું થવું પણ છે. પરંતુ નિરાશા થવાથી સમસ્યાઓ પણ વધશે અને સાથોસાથ નિરાશા પણ. આથી જ વિરોધ જરૂરી છે. ‘માસુકા’ વિરોધનું જ બીજું નામ છે. આ વિરોધને સફળ બનાવવા માટે સમાજના દરેક વર્ગના એ લોકોએ આગળ આવવું પડશે કે જે બંધારણની સર્વોપરિતા અને સેકયુલરિઝમના દૃષ્ટિકોણ ઉપર વિશ્વાસ ધરાવે છે. આપણે જાણીએ છીએ કે આવા લોકોની સંખ્યા ઘણી મોટી છે. જરૂરત છે વડાપ્રધાને ઉચ્ચારેલા શબ્દોના પ્રકાશમાં જ એમને આ શબ્દો ઉપર અમલ કરવા-કરાવવા મજબૂર કરવામાં આવે.