Thursday, March 28, 2024
Homeકેમ્પસ વોઇસવિશ્લેષ્ણાત્મક રિપોર્ટ અને નવી શૈક્ષણિક નીતિ માટે ભલામણોનું વિમોચન

વિશ્લેષ્ણાત્મક રિપોર્ટ અને નવી શૈક્ષણિક નીતિ માટે ભલામણોનું વિમોચન

શિક્ષણ હંમેશાં મહત્ત્વનું રહ્યું છે અને એક દેશની સમગ્ર વિકાસ પ્રક્રિયા તેના કલ્યાણ અને પ્રગતિ માટે નિર્ણાયક છે. પ્રગતિ એ ક્યારેય નહીં રોકાનારી સતત પ્રક્રિયા છે. એક ખાસ ક્ષેત્રમાં પહેલ, સતત પ્રગતિ કરવાના અનેક દ્વાર ખોલી આપે છે. સરકારે ૧૯૮૬માં શૈક્ષણિક નીતિ બનાવી હતી અને ૧૯૯૨માં તેની સમીક્ષા કરી હતી. છેલ્લા ૨૨ વર્ષો દરમ્યાન આપણે ધીમી પરંતુ સ્થિર ગતિએ પ્રગતિના આયોજીત પંથે આગળ વધી રહ્યાં છીએ. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર ડિસેમ્બર ૨૦૧૫માં નવી શૈક્ષણિક નીતિ ઘડશે. એસ.આઈ.ઓ.એ નવી શૈક્ષણિક નીતિની ભલામણોની રૃપરેખા તૈયાર કરવા માટે ૧૯ ચર્ચાગોષ્ટિ આદરી, ઓનલાઈન સરવે કર્યું અને આશરે ૨૦ શિક્ષણવિદોના અભિપ્રાયો લીધા. શૈક્ષણિક નીતિની ભલામણોમાં પ્રાથમિક શિક્ષણ, શિક્ષક શિક્ષણ, વ્યવસાયિક શિક્ષણ, ભાષા નીતિ, ઉચ્ચ શિક્ષણ અને તકનીકી શિક્ષણ તેમજ ઉચ્ચ શિક્ષણમાં સંશોધનનો સમાવેશ થાય છે.

નિર્દિષ્ટ ભલામણો

પ્રાથમિક શિક્ષણ

૧. શૈક્ષણિક નીતિનો ધ્યેય બંધારણીય મૂલ્યો ખાસ કરીને બંધારણના ખાસ ચાર નિયમોની સમજ કેળવવાનો હોવો જોઈએ.

૨. નીતિનો ધ્યેય તમામ બાળકોને ન્યાયપૂર્ણ ગુણવત્તાસભર શિક્ષણ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર ખાના બંધી વગર પૂરૃં પાડવું જોઈએ.

૩. સામાજિક અંતર્ભાવ અને રાષ્ટ્રીય સંકલનને હાસલ કરવા માટે એવો અભ્યાસક્રમ હોવો જોઈએ જે બહુસાંસ્કૃતિક ભારતને પ્રતિબિંબિત કરે અને વૈજ્ઞાાનિક અભિગમ કેળવે.
૪. ૧૮ વર્ષની ઉંમર સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ પૂરૃં પાડે તેવી નીતિ હોવી જોઈએ.

૫. વિદ્યાર્થીઓની સુખાકારી અને સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે તેવી શારીરિક પ્રવૃત્તિઓ શાળામાં થાય તેની ખાતરી નવી શૈક્ષણિક નીતિ દ્વારા થવી જોઈએ.

૬. પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવું જોઈએ.

૭. નવી શૈક્ષણિક નીતિમાં શિક્ષણના વ્યાપારીકરણની સમસ્યાને આવરી લેવી જોઈએ.

૮. શાળાના અભ્યાસક્રમના મુખ્ય ધ્યેયો પૈકી પર્યાવરણ અને કુદરતી સંપત્તિઓનું સંવર્ધન હોવું જોઈએ.

૯. વિદ્યાર્થીઓના આર્થિક, સામાજિક, જન્મસ્થળ, જાતિ અને લિંગને ધ્યાને લીધા વગર બાળકોને ન્યાયપૂર્ણ અને ગુણવત્તાસભર શિક્ષણ મળે તે રીતે ભારતીય શિક્ષણ પ્રણાલીનું સહયોગી શિક્ષણ પ્રથાને અનુરૃપ પુનઃનિર્માણ કરવું જોઈએ.

શિક્ષકગણનું શિક્ષણ

૧. રાજ્યભરમાં શિક્ષકને શિક્ષણ આપતી સંસ્થાઓનું ધ્યેય લક્ષી નિરીક્ષણ કરવામાં આવે અને ચોક્કસ સમયગાળામાં જરૂરી ભલામણો કરવામાં આવે.

૨. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકોની વધતી જરૃરિયાત અનુસાર રાજ્યની શિક્ષક શિક્ષણ આપતી સંસ્થાઓને વિશિષ્ટ લાયકાત ધરાવતા શિક્ષકો દરેક સ્તરે મળી રહે તે સારૃ જરૂરી મદદ પહોંચાડવામાં આવે.

૩. ડી.આઈ.ઈ.ટી. ની રાજ્ય-વ્યવસ્થાના વ્યાપ થકી પૂર્વ સેવા શિક્ષણ માટે રાજ્યની સંસ્થાઓની ક્ષમતામાં વૃદ્ધિ કરવા જરૂરી પગલા લેવામાં આવે. ખાસ કરીને ઉચ્ચ શિક્ષણના પૂર્વ સ્નાતક વ્યવસ્થા થકી.

૪. તમામ નવી શિક્ષક શિક્ષણ આપતી સંસ્થાઓ સ્વચલિત ન હોવી જોઈએ. આ સંસ્થાઓ યુનિવર્સિટીમાં પૂર્વ સ્નાતક કોલેજની સાથે હોવી જોઈએ. હાલમાં બિહાર રાજ્યે પૂર્વ સ્નાતક કોલેજોને શિક્ષક શિક્ષણ કાર્યક્રમ હેઠળ આવરી લેવાનું આમંત્રણ આપ્યું છે.

૫. વર્તમાન સંસ્થાઓ જે ખાસ કરીને સ્વચલિત છે તેમને વિલીનીકરણ માટે વધુમાં વધુ ત્રણ વર્ષ આપવા જોઈએ. આ વિલીનીકરણ માટે જરૂરી સહકાર દરેક રાજ્ય અંતર્ગત પૂરૃં પાડવું જોઈએ.

૬. પૂર્વ સ્નાતક કોલેજો અને યુનિવર્સિટી સંકુલોમાં શિક્ષક શિક્ષણ સ્વચલિત ન રહે તે માટે સામાજિક વિજ્ઞાાન, વિજ્ઞાાન અને બીજા ક્ષેત્રોના પ્રધ્યાપકની ગોઠવણ કરવા પ્રોત્સાહન આપવું જોઈએ.

ઉચ્ચ શિક્ષણ

૧. ઉચ્ચ શિક્ષણનું લક્ષ્ય ખાસ કરીને ‘મહત્ત્વપૂર્ણ સામર્થ્યતા’ એટલે કે જરૂરી કૌશલ્યનો વિકાસ કરવા પર હોવું જોઈએ. જરૂરી કૌશલ્ય કે સતત બદલાતા ગૂઢ અને ક્રિયાશીલ સમાજમાં જીવવા માટે જરૂરી છે. મહત્ત્વપૂર્ણ સામર્થ્યતા એટલે શીખવાની, સાંભળવાની, વ્યવહારની, આદાનપ્રદાનની ચર્ચા કરવાની, સ્વપ્રેરિત, સમસ્યાઓને ઉકેલવાની, બીજા ધર્મ અને સંસ્કૃતિને સમજવાની યોગ્યતા.

૨. નવા ધ્યેય માટે અભ્યાસક્રમ અને ભણાવવાની પ્રણાલીને બદલવાની અને મઠારવાની જરૃર છે. વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે વ્યક્તિગત વાર્તાલાપની સાથે અભ્યાસક્રમમાં પરિવર્તનશીલતા ખૂબ જરૂરી છે. શિક્ષણ સૈદ્ધાંતિક શીખ સુધી સીમિત ન રહેતાં વ્યવહારિક અનુભવ અને જ્ઞાાન સાથે વણી લેવું જોઈએ.

૩. તમામ નવયુવાનોનો વિકાસ રાષ્ટ્રની જવાબદારી હોવાથી રાજ્ય સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓ અને કેન્દ્ર સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે કોઈ ભેદભાવ હોવો જોઈએ નહીં. કેન્દ્ર સરકાર હસ્તક યુનિવર્સિટી માટે વિચારેલ આવશ્યક તમામ લાભ રાજ્ય હસ્તક યુનિવર્સિટીને પણ પ્રાપ્ત થવા જોઈએ. (વાયપીસી ૨૦૦૯)

૪. ખાનગી સાહસો ફકત નફો રળવાના આશય સાથે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે નહીં ચાલવા દેવા જોઈએ. તેઓનેે વ્યવસાયિક રીતે સક્ષમ શૈક્ષણિક ક્ષેત્રો જેમકે મેનેજમેન્ટ, મેડીસીન અને એકાઉન્ટ વગેરે સુધી જ સીમિત રાખવું જોઈએ. પરંતુ વ્યાપક યુનિવર્સિટીની સ્થાપના થકી સામાજિક અને પ્રાકૃતિક વિજ્ઞાાન જેવા ક્ષેત્રોને પણ આવરી લેવા જોઈએ. (વાયપીસી ૨૦૦૯)

૫. ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થા એ કોઈપણ ઉચ્ચ શિક્ષણમાં વિવિધતા અને ભિન્નતાને માન્યતા આપવી જોઈએ. અને દરેક પદ્ધતિમાં એક જ રીતભાતથી બચવું જોઈએ.
૬. યુનિવર્સિટીએ ત્રણ વર્ષમાં ઓછામાં ઓછા એક વાર અભ્યાસક્રમના માળખાને તબ્દીલ કરવું જોઈએ.

૭. પરીક્ષા જે સમજને બદલે યાદ શક્તિની કસોટી કરે છે તે આંતરિક મૂલ્યાંકન-વ્યવસ્થાને આવરી લે તેવી હોવી જોઈએ.
૮. આપણે લોકોપકારી યોગદાનની પ્રથાથી યુનિવર્સિટીને અપાતા અનુદાનને બદલાવ દ્વારા પ્રોત્સાહિત કરવું જોઈએ.

૯. યુજીસી કેન્દ્રીય યુનિવર્સિટીના વિકાસ, રાજ્ય-સ્તરની નવી યુનિવર્સિટીઓ અને કોલેજોને માન્યતા, ખાનગી અને ડીમ્ડ યુનિવર્સિટીઓનું સંચાલન અને સામાજિક કોલેજોની સ્થાપના માટે ફાળો આપી મદદ કરે છે. યુજીસીના આંકડાઓ અનુસાર દેશમાં ૩૯૬૭૧ (૨૦૧૩-૧૪) સરકારી અને ખાનગી કોલેજો કાર્યરત્ છે. આ જરૂરી છે કે આ સંસ્થાઓ અને કોલેજોની જરૃરિયાત, ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓનું વિસ્તૃતિકરણ અને ગુણવત્તાની તપાસ કરવામાં આવે.

૧૦. સરકારી સહાય મહત્ત્વનો આધાર હોઈ ઉચ્ચ શિક્ષણ માટે સરકારી સહાય વધવી જોઈએ.

૧૧. સામાજિક અને આર્થિક રીતે પછાત અને નબળા વર્ગ માટે વિસ્તૃત નેશનલ સ્કોલરશિપ સ્કીમમાં પૂરતી ફાળવણી હોવી જોઈએ.

૧૨. માળખાકીય તત્વો જે શીખવા-ભણવામાં મદદ કરે છે – જેમકે પ્રયોગશાળા, ગ્રંથાલય અને માહિતી સંચારની ટેકનોલોજીમાં સમાયાંતરે નિયમિત સુધાર થવો જોઈએ.

૧૩. વ્યક્તિગત અને સામાજિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા હ્યુમિનિટી અને સામાજિક વિજ્ઞાાન ક્ષેત્રે સંશોધન માટે વધુ મદદ અને ફાળો આપવો જ જોઈએ.

૧૪. લઘુમતિ અને પછાત વર્ગો ધરાવતા વિસ્તારોમાં વધારે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની સ્થાપના દ્વારા નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP)એ ઉચ્ચ શિક્ષણમાં સમાનતા અને સમાવેશના ધ્યેયને સાકાર કરવો જોઈએ. –

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments